Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 22
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો “જાદવકુલતિલક તીર્થંકર નેમિનાથ પ્રાસાદ', અને “કરણાયતન” જેવા શબ્દો વંચાયાનું નોંધાયેલ છે, જે કેટલેક અંશે ઉપલી વાતનું સમર્થન કરે છે. મહાત્ દિગમ્બર વાદી-કવિ અને બેજોડ સ્તુતિકાર સમન્તભદ્રના બૃહસ્વયમ્ભસ્તોત્ર (આ૦ ઈ. સ. ૬0) અનુસાર અહીં અરિષ્ટનેમિનાં ઈન્દ્ર આલેખિત “લક્ષણો” એટલે કે પગલાં આદિ હતાં. પ્રતિમાયુક્ત મંદિર પછીથી બંધાયેલું. નેમિનાથ ભગવાનનો, કાળા-ભૂરા અગ્નિકૃત પથ્થરનો, પશ્ચિમાભિમુખ મૂલપ્રાસાદ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે “સાંધાર” જાતિનો એટલે કે અંદર ગર્ભગૃહ ફરતી પ્રદક્ષિણાવાળો છે, અને તેના બહારના ભાગ પર કોતરણી અત્યલ્પ છે, (કુંભ પર કરેલ અર્ધરત્ન સિવાય બીજું કશું અલંકરણ નથી :) (ચિત્ર-૧). મંદિરના કદના પ્રમાણમાં પીઠ પણ હોવી જોઈએ તેનાથી ચારેક ફીટ ટૂંકી, અને મંડોવર (ભીંત) પણ પ્રાસાદના લગભગ ૪૨ ફીટ જેટલા ભદ્રવ્યાસને હિસાબે ત્રણેક ફીટ ટૂંકો ગણાય. પણ શિખર ઘણું જ સુડોળ છે, કે તેમાં જલાલંકાર (કુડચલ) કોરેલ નથી. તેની રથિકાઓમાં ચક્રેશ્વરી આદિ જૈન યક્ષીઓનાં રૂપો જોવા મળે છે. આ મંદિર મૂળ શિવાલય હોવાનું અને જૈનોએ તે લઈ લીધું હોવાની વાતો અજ્ઞાન અને સાંપ્રદાયિક દષ્ટિવાળા માણસો કરે છે; પણ અભિલેખો, પ્રાચીન સાહિત્યિક પ્રમાણો, અને શિલ્પનાં પ્રમાણોથી આ વાત પૂર્ણપણે નિરાધાર કરે છે. ચૈત્યપરિપાટીકાર રત્નસિંહસૂરિશિષ્ય તેમજ શવરાજ સંઘવીવાળા તીર્થમાલાકાર મંદિરને “પૃથ્વીજયપ્રાસાદ” નામ આપે છે, જે તેના શિખરની અંડકાદિ વિભકિત જોતાં સત્ય જણાય છે, વાસ્તુશાસ્ત્ર “અપરાજિતપૃચ્છા” (ઈસ્વીસનના ૧૨માં શતકનું ત્રીજું ચરણ)માં આપેલા પૃથ્વીજયપ્રાસાદના વર્ણન સાથે આનો મેળ બેસે છે. - પ્રાસાદના ગૂઢમંડપનાં પીઠ અને ભીંત પણ પ્રાસાદ પ્રમાણે સાદાં છે. ગૂઢમંડપને ઉત્તર, દક્ષિણ, અને પૂર્વ તરફ ઈલ્લિકા-તોરણવાળાં ચોકીદ્વાર કર્યા છે. ગૂઢમંડપ પર ૩૭ ઘંટાવાળી પણ કોરણીની વિગત વગરની બૃહદ્ સંવરણા કરી છે : (ચિત્ર-૨). ગૂઢમંડપ અંદરથી તો ઘણો જ સપ્રમાણ છે. સ્તંભો પર તો કોરણી થોડી હતી. (સ્તબ્બો ચારેક દશકા પહેલાં આરસજડિત કરી દીધા છે). પણ તેમાં ઉચ્ચાલકો ઠેકી) કરી ઉપલા ભાગે વચ્ચે વચ્ચે ઈલ્લિકા તોરણો કર્યા છે. તેમજ પાટડા ઉપર પણ સિદ્ધરાજના યુગમાં પ્રચલિત હતી તેવી ઘટપલ્લવ-રત્નની કોરણી કરી છે : (ચિત્ર-૩); અને ભારપટ્ટોના સંધિપાલો પર યક્ષ-યક્ષિાદિની રથિકાઓ કરી છે. ઉચ્ચાલક પર મૂકેલી નાયિકાઓની કેટલીક પ્રતિમાઓ પણ મૂળની છે. અઢાંશ પર ૧૨ સ્તંભોની ઉપર “સભાનાભિ' પ્રકારનો, સોળ નાયિકાવાળો, લગભગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90