Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 44
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો ૩૯ શવરાજ સંઘવીવાળા ચૈત્યપરિપાટીકારે આ મંદિરનો કોઈ સિદ્ધરાજે ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ કર્યો છે, જે ૧૫મા સૈકાની શરૂઆતમાં થયેલ ભંગ પછી બન્યું હોવું જોઈએ. (શવરાજ સંઘવીવાળા પરિપાટીકાર કપદયક્ષના દરે આવતાં પહેલાં ચંદ્રપ્રભને પ્રણમ્યાની વાત કરે છે, આથી પ્રસ્તુત જિનની દેરી પણ આટલામાં હોવી જોઈએ.) (અસલી) મેલવસહી : (ધર્મનાથ જિનકુલિકા) રત્નસિંહસૂરિશિષ્યના કથન અનુસાર (નેમિનાથના ભવન પાસે) ઉસવાલ સાલિગ અને મેલાગર દ્વારા વિનિર્મિત ધરમનાથનું નાનું દેરું હતું. એક અન્ય ચૈત્યપરિપાટી (શવરાજ સંઘવીવાળી)માં પણ મેલાસાહીની ધરમનાથની દેરીને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ ડુંગર ઉપર આગળ ચડતાં પૂર્વે કરે છે. અસલી મેલકવસહી આ હતી, જે આજે વિદ્યમાન નથી. ઉપરનાં જિનાલયો ઘણાખરા ચૈત્યપરિપાટીકાર કપદયક્ષ પછી ક્રમમાં મરુદેવીમાત, રામતીની ગુફા, રહેનેમિ (રથનેમિ)નું મંદિર, અને ત્યાર બાદ અંબાદેવીના મંદિરે પોતે ગયાનું કહે છે. પણ આ મંદિરો સિવાય પણ બીજાં કેટલાંક મંદિરો હતાં જેની નોંધ કંઈક રત્નસિંહસૂરિશિષ્ય અને વિશેષે શવરાજ સંઘવીવાળા ચૈત્યપરિપાટકાર લે છે, જે વિષે અહીં એ કાળના ક્રમાનુસાર જોઈશું. મરૂદેવીનું મંદિર પાજ ચડીને, દેવકોટની બહારની રાંગ ઉપર ચઢતાં આજે પ્રથમ જે શાંતિનાથનું મંદિર આવે છે તે ચૈત્યપરિપાટીકારોએ દશાર્વેલ માર્ગ પ્રમાણે તો મૂળ વસ્તુપાલ કારિત મરુદેવીનું મંદિર હોવું ઘટે : (ચિત્ર-૪૧). પરિપાટીકાર મરુદેવી માતાની સંગાથે તે કાળે ભરતેશ્વરની મૂર્તિ હોવાનું પણ કહે છે. આ મંદિરની ૧૫મા શતકમાં પહેલો ઉદ્ધાર થયેલો, અને આજે વિદ્યમાન છે તે રચનામાં મૂલપ્રાસાદનો છજા નીચેનો ભાગ એ કાળનો છે : (ચિત્ર-૩૮). તે પછી માંગરોળના શેઠ ધરમશી હેમરાજે તેનો સં. ૧૯૭૨ (ઈ. સ. ૧૮૭૬)માં પુનરુદ્ધાર કરાવેલો છે, જેમાં શિખરનો ઉપલો ભાગ અને ગૂઢમંડપ નવેસરથી કરાવ્યાં જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90