Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 42
________________ ઉજ્યન્તગિરિનાં જિનમંદિર નોંધ લે છે. રત્નસિંહસૂરિશિષ્ય “ગિરનાર પર શેત્રુંજયને વસ્તુપાલે અવતાર્યા”નું કહે છે, તો એક ચૈત્યપરિપાટીકાર (શવરાજ સંઘવીવાળા) અંદરની વિગતો આપતાં તેમાં અંદર ગજ પર વસ્તુપાળ-તેજપાળ તેમજ સોમ અને આસરાજની મૂર્તિઓ હોવાનું કહે છે અને તેના કરોટકમાં રહેલ પૂતળીઓની તેમ બહારના તિલક-તોરણની નોંધ લે છે. આજે તો આ બધું અદશ્ય થયું છે. વસ્તુપાલનું આ મંદિર વર્તમાને મોજૂદ છે, પણ ૧૫મા શતકના ઉદ્ધાર દરમિયાન ત્રણે પ્રાસાદોનો, છાથી ઉપરનો બધો જ ભાગ અને તમામ છતો બદલાવવામાં આવેલો છે. આથી મૂલપ્રાસાદનું શિખર, મંડપની છતો અને સંવરણા ઈત્યાદિ સર્વ પલટાઈ ગયું છે. મંદિર કાળા પથ્થરનું હતુ અને અંદર જૂના અલ્પ કારીગરીવાળા કાળા સ્તંભો હજુ કાયમ છે, જ્યારે વિતાનો રેતિયા પથ્થરના છે. અષ્ટાપદની રચનાને આધુનિક જીર્ણોદ્ધાર દરમિયાન આરસથી મઢી, ગોપવી દેવામાં આવી છે, પણ સમેતશિખરની પીળા રેતિયા પથ્થરની વિરલ અને અમૂલ્ય રચના ખંડિત થઈ હોવા છતાં, જીર્ણોદ્ધારમાંથી બચી જવા પામી છે. બહારની દીવાલોની કોરણીને જીર્ણોદ્ધારમાં પ્લાસ્ટર-સિમેન્ટથી અને મૂર્તિઓને નવાં ઘરેણાં તેમજ મરાઠણ જેવી સાડીઓ પહેરાવી, તેની કોરણીને વિકૃત કરી મૂકી છે. આયોજનની દષ્ટિએ ગુજરાતના ગૌરવરૂપ આ મંદિરમાં હવે દર્શનીય વસ્તુઓ થોડી જ રહી છે, જેમાં ખાસ તો મુખમંડપ અને રંગમંડપના વિતાનો ગણાવી શકાય. મુખમંડપના કરોટક કિંવા મહાવિર્તનનું દશ્ય ચિત્ર-૬માં રજૂ કર્યું છે. અહીં રૂપકંઠમાં વિદ્યાદેવીઓને ઊભવા માટેનાં મદલનાં આસનો કર્યા છે, તે પછી ત્રણ ગજવાનું અને વચ્ચે પુષ્પકવાળા પંચખંડા કોલના થરો, તે પછી અંદર ઉતારેલો ૧૬ લૂમાનો પટ્ટ અને મધ્ય ભાગમાંથી પ્રગટ થતી અણિયાળા કોલવાળી ઝીણી જાળીદાર, બહુ જ બારીક પુષ્પોના ભરાવથી બનતું કોલયુકત બેનમૂન કમલ આવે છે. વિતાનનો વ્યાસ આશરે ૧૫ ફૂટ જેટલો જણાય છે. આગળ રહેલ રંગમંડપનો મોટો વિતાન પાછળના મુખમંડપના વિતાન જેવો જ છે (ચિત્ર-૭), પણ અહીં મદલસંલગ્ન વિદ્યાધરો અને ઉપર વિદ્યાદેવીઓની મૂર્તિઓ ટોચાઈ જવા છતાં સાબૂત છે. કોલકમલની ઝીણી ઝીણી વિગતો અહીં વિશેષ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જરીભરતનો કસબ પથ્થરમાં ભર્યો હોય તેવી આ પધ્ધશિલા ઉર્ફ કોલ-કમલના પદ્મકેસર પર નૃત્યમૂર્તિઓ (આબૂ-કુંભારિયાનાં મંદિરોની જેમ) મૂકેલી છે, જે ખરતરવસહી કે પૂનસવસહીમાં નથી. આ વિતાનનું નીચે ભોં પરથી દેખાતું દશ્ય ચિત્ર-૮માં રજૂ કર્યું છે. કરોળિયાના વિશાળ જાળા જેવું પદ્મશિલાનું આ જટિલ, વિગતપૂર્ણ, પણ ભૂમિતિ-નિબદ્ધ ગુન એમાં સ્પષ્ટતયા દશ્યમાન બની રહે છે. આ બધું કામ ૧૫મી સદીના ઉદ્ધાર દરમિયાન થયું છે. પણ કઈ સાલમાં? શૈલીની દષ્ટિએ તે ખરતરસહીના નિર્માણકાળના અરસામાં જ હશે તેમ જણાય છે. અત્યારે મંદિરના ૧૩/૨ ફીટ પહોળાઈવાળા ગર્ભગૃહમાં શામળા પાર્શ્વનાથ મૂળનાયક છે, અને જે ગોખલામાં વસ્તુપાલની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90