Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 46
________________ ઉજ્જત્તગિરિનાં જિનમંદિરો ભાવસાર ડાહાવિહાર મરુદેવીના ભવનથી સહેજ ત્રાંસમાં અને પાતાવિહારથી જમણી બાજુએ આજના દિગંબર મંદિરની નજીકમાં ભાવસાર ડાહાનું બાંધેલું મંદિર હતું અને તેમાં પિત્તળના ‘‘અજિતનાથ જિણેસર’’ હોવાનું શવરાજ સંઘવીના પરિપાટીકાર જણાવે છે. રાજીમતીની ગુફા ઉપર આવેલ જોરાવરમલ્લજીએ સમરાવેલ મંદિર તે મૂળ ડાહાવિહાર હશે. મંદિરના મંડપમાં થોડું જૂનું કામ છે. બાકીનાનો ઉદ્ધાર થઈ ગયેલો છે. ૪૧ કાંચનવિહાર : ચતુર્મુખ મંદિર પગથિયે પગથિયે આગળ વધતાં જે જિનમંદિર આવે છે, તેને રત્નસિંહસૂરિશિષ્ય ‘‘કંચણહવિહાર’’ (કાંચનવિહાર) નામ આપે છે. જોકે બીજી કશી વિગત ત્યાં આપી નથી. આ પછી ગંગાવિહાર કુંડ આવતો હોવાનું કહ્યું છે. આ નિર્દેશ ધ્યાનમાં રાખીએ તો હાલના દિગંબર મંદિર પછી જે ચૌમુખ શામળા પાર્શ્વનાથનું મંદિર કહેવાય છે તે મંદિર જ તે હોઈ શકે. પ્રતિષ્ઠાસોમના કથન અનુસાર ગંધારના શ્રેષ્ઠી લક્ષોબાએ ઉજ્જયન્ત શૈલ પર જે ચતુર્મુખ મંદિર કરાવેલું તે આ મંદિર હોવું જોઈએ. શવરાજ સંઘવીવાળી ચૈત્યપરિપાટીમાં લખપતિએ (લક્ષોબાએ) બાંધેલ ચતુર્મુખ મંદિર, પછી ગંગાકુંડ અને ગંગાદેઉલ આવતા હોવાનું કહ્યું છે. આથી ઉપર કરેલી ઓળખ સુનિશ્ચિત બની જાય છે. આ મંદિરમાં મૂલનાયક રૂપે કયા જિન હતા તે વિષે કશું કહેવામાં આવ્યું નથી. ત્યાં વર્તમાનમાં ઉપલબ્ધ સં ૧૫૧૧(ઈ સ૰ ૧૪૫૫)ના પબાસણના લેખો અનુસાર ગર્ભગૃહસ્થિત ચૌમુખમાં જિનહર્ષસૂરિએ (‘‘વસ્તુપાલ ચરિત’’ના લેખક?) જિનમુનિસુવ્રત, ચંદ્રપ્રભુ, નેમિનાથ, અને સુપાર્શ્વનાથની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરેલી તેમ કહે છે. પણ પ્રતિષ્ઠાસોમના કથન અનુસાર તો આમાં પ્રતિષ્ઠા સોમસુંદરસૂરિએ કરેલી. આ વિસંવાદનો ખુલાસો વિશેષ સંશોધન માગી લે છે. સંવત્ નષ્ટ થયેલા . પણ યદુકુલતિલક મહારાજ મહિપાલદેવ-રા‘મહિપાલદેવરા‘મહિપાલદેવપ્રથમ-નું નામ દેતા એક ત્રુટિત લેખમાં (ઉજ્જયન્તગિરિ પર) એક પરિવારે (નેમિ)નાથનું મંદિર કરાવ્યાનો ઉલ્લેખ છે, તેમાં આગળ પાછળનો ભાગ નષ્ટ થઈ જવાથી સંદર્ભ વગરનો ‘‘કલ્યાણત્રય’' શબ્દ પણ છે. સંભવ છે કે, આ મંદિર મૂળે ઈસ્વીસનના ૧૪મા શતકના પ્રથમ ચરણમાં બંધાયેલ કલ્યાણત્રયનું મંદિર હોય અને ભંગ બાદ લખપતિએ તેનો પુનરુદ્ધાર કરાવ્યો હોય, આખરે કલ્યાણત્રય પણ મોટા ભાગે ચતુર્મુખ રચના હોય છે, તેથી સાંપ્રત પ્રાસાદ ચતુર્મુખ હોવા સાથે તે વાતનો બંધ બેસે છે. મંદિર કાળા પથ્થરનું અને અલ્પ કારીગરીવાળું છે. (ચિત્ર-૪૨). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90