Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 52
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો “જીર્ણદુર્ગ” અને “તેજલપુર” પ્રાચીન “જીર્ણદુર્ગ”ના પર્યાય “જુર્ણદુર્ગ”માંથી જખ્ખદુગ્ગ” થઈ તેનો ગૂર્જર ભાષામાં જૂનઈગઢ” અને “જૂનૂગઢ પર્યાય બની આજે “જૂનાગઢ' રૂપે રૂઢ થયો છે. મધ્યકાળમાં જીર્ણદુર્ગ”થી કેવળ જૂનાગઢનો ઉપરકોટનો ભાગ જ સમજાતો. નીચે ૧૩મા શતક પહેલાં કોઈ જ શહેર નહોતું. (પ્રાચીન ગિરિનગર ઘસાઈ જતાં છેવટે ઉપરકોટ પૂરતું જ ગામ સીમિત થયું હશે. ચૂડાસમાઓની રાજધાની તો ત્યાંથી દશ માઈલ પશ્ચિમે વંથળી” વામનસ્થલીમાં હતી.) પણ ૧૩મા શતકમાં ઈસ. ૧૨૩૨ના અરસામાં, મંત્રી તેજપાળે અહીં પોતાના નામથી “તેજલપુર” ગામ વસાવ્યાનાં, વિજયસેનસૂરિ, જિનપ્રભસૂરિ, રાજશેખરસૂરિ, અને અન્ય લેખકોનાં, તેમ જ તેના અસ્તિત્વ વિષે ચૈત્યપરિપાટીકારોનાં અને ગિરનારના નેમિનાથ મંદિરના ૧૩મી સદીના ઉત્તરાર્ધના એક લેખ સહિત વિશ્વસ્ત પ્રમાણો મળે છે. વર્તમાન જૂનાગઢ શહેરનો તળપદ ભાગ-તળાવ દરવાજાથી શરૂ કરી ઉપરકોટ સુધીનો ભાગ પ્રાચીન તેજલપુર હોય તેમ જણાય છે. “જીર્ણદુર્ગ” (ઉપરકોટ)ના જિનપ્રભસૂરિ બીજા બે પર્યાયો “ઉગ્રસેનદુર્ગ” અને “અંગારદુર્ગ” પણ આપે છે. “ઉગ્રસેનદુર્ગ” એ નેમિકુમારના શ્વસૂર ઉગ્રસેનની જૈન પૌરાણિક વાત પરથી ઉદ્ભવ્યું છે, જ્યારે “ખંગારદુર્ગ” નામ રાખંગારે પ્રસ્તુત દુર્ગ સમરાવ્યો હશે તે પરથી પડ્યું હશે. ગઢ તો રા'ગ્રહરિપુ કર્તક અને એ કારણસર મૂળે દશમા શતકના પૂર્વ કે મધ્ય ભાગનો હોવાનું પ્રબંધો પરથી પ્રતીત થાય છે. હાલનું જૂનાગઢ આમ પ્રાચીન જીર્ણદુર્ગ અને મધ્યકાલીન તેજલપુરના સંયોજનથી બન્યું છે. | તેજલપુરમાં મંત્રી તેજપાલે પિતાના નામથી “આસરાજ વિહાર” નામક પાર્શ્વનાથનો પ્રાસાદ, ગામ ફરતો દુર્ગ, અને સતત (ગામની પશ્ચિમે) માતા કુમારદેવીના નામથી “કુમાર સરોવર” તેમજ અન્ય કેટલીક રચનાઓ કરાવેલી. પાર્શ્વનાથના પ્રસ્તુત પ્રાસાદનો પુનરુદ્ધાર ઉજજયન્ત પર તેજપાળ કારિત કલ્યાણત્રચૈત્યના ઉદ્ધારક) સમરસિંહ-માલદેએ કરાવેલો, ૧૫મા શતકના ઉત્તરાર્ધમાં તે “તેજલવિહાર' નામથી ઓળખાવા લાગેલો. ૧૫મા શતકના પરિપાટીકારોના કથન અનુસાર તેને વિશાળ મંડપ, તથા ફરતાં ૨૪ જિનાલય હતાં. ૧૫મા સૈકાના મધ્યભાગ આસપાસ સંઘવી ધૂધલે અહીં આદિનાથનું મંદિર કરાવેલું તથા તે અરસામાં શ્રેષ્ઠી લાખારાજે (ગિરનારવાળા “લક્ષોબા” કે “લખપતિ” હશે?) પિત્તળની આદિનાથની મૂર્તિવાળી “ખમાણાવસહી કરાવેલી. ઈ. સ. ૧૪૬૯ના મહમૂદ બેગડાના આક્રમણ દરમિયાન આ તમામ જિનમંદિરોનો નાશ થયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90