Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 53
________________ ઉજજ્યન્તગિરિનાં જિનમંદિરો જીર્ણદુર્ગ-ઉપરકોટ-ની અંદર પણ જિનમંદિરો હતાં. તેમાં આદિનાથના મંદિરને “મેદિનીમુકુટ” કહી. જિનપ્રભસૂરિ તેની ગણના “ચોરાશી જૈન મહાતીથી''માં કરે છે. આ મંદિર પુરાતન હોવું જોઈએ. આનો સલક્ષ શ્રેષ્ઠીએ ૧૫મી સદીમાં (કે તે પૂર્વે ) ઉદ્ધાર કરાવેલો. ગિરનાર પર્વત પર ખરતરવહીમાં જે ધરણિગ શ્રેષ્ઠીએ સમેતશિખરયુકત ભદ્રપ્રાસાદ કરાવેલો. મોટે ભાગે તો તે જ ધરણિગે જીર્ણદુર્ગમાં “ધરણિગ વિહાર” નામક સત્યપુરાવતાર વિરજિનનો પ્રાસાદ કરાવેલો. તેમાં પૂનિગ શ્રેષ્ઠીએ (ગિરનારની પરની “પૂનસવસહી” વાળા પૂનિગ કિંવા પૂર્ણસિંહ લાગે છે) ભદ્રપ્રાસાદ કરાવેલો. આ તમામ મંદિરો નાશ પામ્યાં છે. પ્રાચીન સ્રોતોના આધારે ઉજ્જયન્તગિરિ તેમજ તેની સમાવર્તી જીર્ણદુર્ગ અને તેજલપુરમાં આ મહાતીર્થના મહિમાને પ્રકાશિત કરતાં પુરાતન જિનમંદિરો ઉપરાંત ઘણાં જિનાલયો મધ્યયુગમાં સ્થપાયાની કલ્પના ઉપરના સંદર્ભોથી થઈ શકે છે. નીચેનાં બધાં જ મંદિરો તો કાળના ગર્ભમાં વિલીન થયાં છે, પણ ઉજ્જયન્તગિરિ પર જે કંઈ બચ્યું છે તેમાં, ખાસ કરીને ૧૫મા શતકનાં મંદિરોના વિતાનોએ, આ ગરિમાપૂત તીર્થનું કલાક્ષેત્રે ગૌરવ વધાર્યું છે, અને મરુ-ગુર્જર સ્થાપત્યનો પ્રાણ વિધમી આક્રમણો બાદ પણ મરી ન પરવારતાં ગુજરાતનું નામ અજવાળે તેવાં સર્જનો પછીના કાળે પણ કરી શકે છે તેની પ્રતીતિ કરાવે છે. રેવતાચલનાં જિનમંદિરો કેવળ જૈનોની જ ગૌરવગાથા છે તેવું નથી, તે ગુજરાતનું ભારતીય સંસ્કૃતિને પોતાના તરફથી અપાયેલાં ઉત્તમ પ્રદાનોમાંના એક છે. ચિત્રસૂચિ : ૧. દંડનાયક “સજ્જન” દ્વારા નવનિર્મિત, તીર્થનાયક “જિન અરિષ્ટનેમિ”નો પ્રાસાદ : “કર્ણવિહાર” : (સં. ૧૧૮૫ | ઈસ. ૧૧૨૯). ૨. નેમિનાથના પ્રાસાદનું (“કર્ણવિહાર''નું) તેના “ગૂઢમંડપ”ની “સંવરણા”ને વિશેષરૂપે બતાવતું દશ્ય : (સં. ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯). ૩. “નેમિનાથ જિનાલય"ના (“કર્ણવિહાર'ના) “ગૂઢમંડપ”ના “તોરણ” તથા કોરણીયુકત “ભારભટ્ટ"નું દર્શન : (સં. ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯). ૪. “નેમિનાથ જિનાલય"ના (“કર્ણવિહાર”ના) “ગૂઢમંડપનો “સભામાર્ગ” જાતિનો “કોટક | (મહાવિતાન) : (સં ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯). ૫. મંત્રીશ્વર “વસ્તુપાલ” કારિત “વસ્તુપાલ વિહાર”ના “સમેતશિખર મંડપ”નું બહારી દશ્ય (“છાઘ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90