Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/005601/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ની મહાતીર્થ ઉmત્તગિરિ (ગિરનારતીર્થ) જિક ૨ ममतावाट શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧. For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થ ઉજજયન્તગિરિ (ગિરનારતીર્થ) પ્રકાશક શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થ ઉજજયન્તગિરિ (ગિરનારતીર્થ) પ્રકાશન વર્ષ વિ. સં. ૨૦૫૩ : ઈ. સ. ૧૯૯૭ નકલ : ૧૦૦૦ ગ્રંથઆયોજન શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. પ્રકાશક કામદાર નવીનચંદ્ર મણિલાલ જનરલ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ–૧. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પુરોભૂમિકા જૈન તીર્થોની પથદર્શિકાઓની શ્રેણીમાં “શત્રુંજય”, “મીરપુર”, “આરાસણ”, અને “રાણકપુર' પછી હવે મહાતીર્થ “ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો” પ્રગટ થાય છે. ઉજજયન્તગિરિનાં મંદિરો અનુલક્ષે લખાયેલાં મધ્યકાલીન કલ્પો, રાસો, સ્તોત્રો, સ્તવનો, ચૈત્યપરિપાટીઓ, અને પ્રબંધો ઉપરાંત અભિલેખો તેમ જ વિદ્યમાન શિલ્પ-સ્થાપત્યના નિરીક્ષણ-પરીક્ષણના આધારે સાંપ્રત પુસ્તિકા, આગળની પથદર્શિકાઓની જેમ, પ્રા. મધુસૂદન ઢાંકીએ તૈયાર કરી આપી છે. ગિરિવર પરનાં મંદિરોના ઈતિહાસ-નિર્માતાઓ, નિર્માણ-મિતિઓ, અને પછીથી થયેલા ફેરફારો – ઈત્યાદિ વિષે, અને ત્યાંની સમસ્યાઓના શકય ઉકેલો સહિત રજૂ થતું રસદર્શન સમેતનું આ સચિત્ર અવલોકન યાત્રીઓ અને પ્રવાસીઓ અતિરિકત કેટલેક અંશે વિદ્વજ્જનોને પણ ઉપયોગી થશે એવી આશા છે. આમાં અપાયેલ તમામ ચિત્રો વારાણસી સ્થિત “અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ” ના સહયોગ અને સૌજન્યથી પ્રગટ થાય છે. અમદાવાદ, વિ. સં. ૨૦૫૩ શેઠ આણંદજી કલ્યાણજી. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ 093e KES SUC CES 22212927 77 110!!!! C 4466CTICE E creuerer !!! DOU 02 12.02 !!!! ! 1222; T!!!! 2 WE AD INC wickets FALEN mashines WEN SENS 283722 20 222 237222725 1. 22177 :22:21 1 2 . KA 1913 For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો પૃષ્ઠભૂમિ અખિલ ભારતનાં પરમ મહિમ્ન જૈન સ્થાનો—આગમ પ્રતિષ્ઠિત મહાતીર્થો—માં ‘‘ઉજ્જયન્તગિરિ’’ એટલે કે ગિરનારની ગણના થાય છે. યદુકુલતિલક જિન અરિષ્ટનેમિ ભગવાન નેમિનાથ — નાં દિફ્ના (દીક્ષા), નાણ (જ્ઞાન, કૈવલ્ય પ્રાપ્તિ) અને નિવ્વાણ (નિર્વાણ) આ ગિરિવર પર થયાના ઉલ્લેખો ઉત્તરાધ્યયનસૂત્ર, જ્ઞાતાધર્મકથા, દશાશ્રુતસ્કન્ધ (પર્યુષણા - કલ્પસૂત્ર) અને આવશ્યકસૂત્ર સરખા આગમોમાં મળે છે. એ પછી દ્વિતીય ભદ્રબાહુસ્વામી વિરચિત મનાતી આવશ્યકનિર્યુક્તિ (ઈસ્વીસનની છઠ્ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ)માં અષ્ટાપદ, ગાગ્રપદ, થાવર્તપર્વત, તક્ષશિલા (ધર્મચક્રતીર્થ), ઇત્યાદિ એ કાળના પ્રસિદ્ધ અને મહિમાવંત તીર્થોમાં ‘‘ઉજ્જયન્ત’”ની પણ ગણના કરેલી છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષ-આવશ્યક-ભાષ્ય (પ્રાય: ઈ. સ. પ૮૮)માં, તેમ જ આવશ્યક સૂત્રની પ્રક્ષિપ્ત ગાથામાં પણ નેમીશ્વરદેવનાં ત્રણ કલ્યાણકો ‘‘ઉજ્જત’’પર થયાનો ઉલ્લેખ છે. ક્ષપણકાચાર્ય યતિઋષભના મનાતા તિલોયપણતિ ગ્રંથ (ઈસ્વીસનનો છઠ્ઠો સૈકો)માં પણ ‘‘ઉજ્જયન્ત‘ નો ઉલ્લેખ ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ ‘‘અપાપા’’ સાથે કરેલો છે. સંસ્કૃત ‘‘ઊર્જાયત’’નાં પ્રાકૃત ‘‘ઉજ્જન્ત‘, ‘‘ઉજ્જેન્ત‘, અને અપભ્રંશ ‘‘ઉજ્જિલ’’ એવાં રૂપો પ્રાચીન જૈન સાહિત્યમાં મળે છે. આમાંથી “ઉજ્જન્ત‘નું સંસ્કૃતીકરણ કરીને ‘‘ઉજ્જયન્ત‘ રૂપ થયું છે, અને મધ્યકાલીન જૈન-જૈનેતર સંસ્કૃત સાહિત્યમાં એ જ રૂપ વિશેષ રૂઢ થયેલું જોવા મળે છે. આ સિવાય પ્રસ્તુત ગિરિરાજ માટે ‘રેવત’’ કે ‘રૈવતક’’વા ‘‘રેવતાચલ’’ યા (પ્રાકૃત) ‘‘રવયગિરિ’’કે (અપભ્રંશ) ‘રૈવતગિરિ'' એવા પર્યાય પણ અનુક્રમે ગુપ્તકાળથી શરૂ કરી વિશેષે મધ્યકાળે પ્રરૂઢ થયા જોવા મળે છે. જોકે બહુ પ્રાચીન સાહિત્યમાં ‘‘ઉજ્જયન્ત’’ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો અને રેવતકથી ભિન્ન પર્વતો સમજાતા. અસલ રેવતક પર્વત દ્વારાવતી (દ્વારિકા) સમીપ હતો. પછીથી “સ્કંદપુરાણમાં તેને ઉજજયન્તથી ભિન્ન પણ તેની સમીપમાં હોવાનું માન્યું છે. જ્યારે ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તના ગુ. સં. ૧૩૬ (ઈ. સ. ૪૫૫)ના શિલાલેખમાં તેમ જ મધ્યકાલીન જૈન સાહિત્યમાં “ઉજ્જયન્ત અને “રેવત"ને એકબીજાના પર્યાય માન્યા છે. બીજી બાજુ ઉજ્જયન્ત પર્વતની પશ્ચિમે આવેલા, મૌર્ય સમ્રાટું ચંદ્રગુપ્તના સમયથી જાણીતા થયેલા, “ગિરિનગર'' (સાંપ્રતકાલીન જૂનાગઢ) અભિધાનનું મધ્યકાળમાં અપભ્રષ્ટ રૂપગિરિનાર” અને પછી “ગિરનાર” બની, ઉજ્જયન્તગિરિને તે પ્રાપ્ત થઈ ગયું : અને એ રીતે આજે તો પ્રસ્તુત ગિરનાર અભિધાન જ વિશેષ પ્રચારમાં છે. જિન અરિષ્ટનેમિનું ધામ મનાતા આ પ્રાચીન ઉજજયન્તગિરિ પર સોલંકી કાળમાં છએક જેટલાં જિનમંદિરો, અને સોલંકીયુગ પછી ૧૫મા શતકમાં પ્રસ્તુત જૂનાં મંદિરોના પુનરુદ્ધાર અતિરિકત છએક જેટલાં નવાં જિનાલયો પણ ઉમેરાયેલાં. પણ સોલંકીકાળ પૂર્વે તો અહીં કેવળ બે જ જિનમંદિરો હતાં : એક તો ભગવાન નેમિનાથનું, અને બીજું શિખરની ટોચે રહેલ શાસનાધિષ્ઠાત્રી અમ્બિકાદેવીનું. (આ મંદિરો સિવાય “ગજેન્દ્રપદકુંડ” પણ તીર્થરૂપ મનાતો, પણ તેના અસ્તિત્વ સમ્બદ્ધ પ્રમાણો બારમા શતકથી મળે છે.) ઉજજયન્ત પર્વત ભગવાન નેમિનાથનાં નિર્વાણ -કલ્યાણકથી પુનિત થયેલો મનાતો હોઈ ગણધર પુંડરીકની નિર્વાણભૂમિ શત્રુંજયગિરિની જેમ અહીં પણ પ્રારંભે તો જૈન મુનિઓ અનશન કરવા આવતા હશે તેવું પુરાણા આગમિક સાહિત્યના ઉલ્લેખો પરથી કલ્પી શકાય છે. ઐતિહાસિક કાળમાં નેમીશ્વરદેવનું પ્રથમ આલય કયારે બંધાયું તે વાત પર હાલ સંશોધન થઈ રહ્યું છે, જેનો નિષ્કર્ષ અહીં સંક્ષેપમાં હવે રજૂ કરીશું. ગિરનારતીર્થ સંબંધી છૂટાછવાયા જૂના ઉલ્લેખોને બાદ કરતાં એ વિષયને લગતું વિસ્તૃત અને વિગતપૂર્ણ સાહિત્ય વિશેષે તો કેવળ ઈસ્વીસનના ૧૩મા શતકના દ્વિતીય ચરણ જેટલા મોડા કાળથી મળવા લાગે છે. એ ઉપલક્ષમાં જોઈએ તો નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ કૃત રેવંતગિરિરાસ (આ સં. ૧૨૮૮ | આ૦ ઈ. સ. ૧૨૩૨), તપાગચ્છીય ધર્મઘોષસૂરિ કૃત ગિરનારકલ્પ (આ. સં. ૧૩૨૦ | આ૦ ઈ. સ. ૧૨ ૬૪), અને ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ કૃત કલ્પપ્રદીપ (આ સં. ૧૩૬૪-૧૩૮૯ / આ૦ ઈ. સ. ૧૩૦૮-૧૩૩૩)માંથી “ઉજ્જયન્તતીર્થ'નાં મંદિરો અને તેના પ્રસ્થાપકો-નિર્માતાઓ સંબંધમાં બહુમૂલ્ય કહી શકાય તેવી પ્રમાણભૂત અને અધિકૃત ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે; તદુપરાંત તે ત્રણેમાં પ્રસ્તુત તીર્થ-વિષયક કેટલીક વૃદ્ધશ્રુતિઓ-અનુશ્રુતિઓ પણ ત્યાં સંગૃહીત થયેલી મળે છે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો પ્રસ્તુત સાહિત્ય ઉપરાંત સોમપ્રભાચાર્યના જિનધર્મ-પ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં, ચતુરશીતિ પ્રબન્ધ (ઈસ્વીસનના ૧૪મા શતકનો પૂર્વાર્ધ), કુમારપાલ પ્રબોધ પ્રબંધ (ઈસ્વીસનના ૧૪મા શતકનો મધ્ય ભાગ), અને રુદ્રપલ્લીયગચ્છના સોગતિલકસૂરિના કુમારપાલદેવચરિત (ઈસ્વીસનના ૧૪મા શતકનો ઉત્તરાર્ધ)માં ગિરનારની પાજ સંબંધમાં વિવરણ મળે છે. જ્યારે રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત્ર (સં. ૧૩૪૩ | ઈસ. ૧૨૮૭), નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધ ચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈસ. ૧૩૦૫), પુરાતનપ્રબંધ સંગ્રહ (સંકલન કાળ ૧૫મી શતી), તપાગચ્છીય જિનમંડનગણિરચિત કુમારપાલ પ્રબંધ (સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬) તેમ જ તપાગચ્છના અન્ય એક મુનિ સોમધર્મકૃત ઉપદેશસપ્તતિ (સં. ૧૫૦૩ | ઈ. સ. ૧૪૪૭), અને રત્નમંડનગણિના ઉપદેશતરંગિણી (આ. સં. ૧૫૧૭ | આ૦ ઈ. સ. ૧૪૬૧) સરખા ગ્રંથોમાં અને તે પછીના યુગના સાહિત્યમાં ગિરનારસ્થ નેમિજિનના ભવનના, સિદ્ધરાજ નિયુક્ત સોરઠના દંડનાયક સજજન દ્વારા થયેલ પુનરુદ્ધારની અનુશ્રુતિ વધતા-ઓછા વિવરણ સાથે, અને કયાંક કયાંક નાની-મોટી વિગતોમાં થોડા થોડા ફેરફાર સહિત, આપવામાં આવી છે. આ સિવાય મંત્રીશ્વર વસ્તુપાલના ગિરનાર પરની શિલાપ્રશસ્તિઓ સમેતના અભિલેખો, તેમ જ તેમના સમકાલિકોમાં રાજપુરોહિત સોમેશ્વર કૃત કીર્તિકૌમુદી, હર્ષપુરીયગચ્છના આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિની “વસ્તુપાલ પ્રશસ્તિ', કવિ અરિસિંહ કૃત સુકૃતસંકીર્તન, નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ કૃત ધર્માલ્યુદયમહાકાવ્ય અને સુકૃતકીર્તિકલ્લોલિની, તેમ જ પશ્ચાત્કાલીન લેખકોમાં હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિ વિરચિત પ્રબંધકોશ (સં. ૧૪૦૩ | ઈસ. ૧૩૪૭) અંતર્ગત “વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ”, અને જિનહર્ષગણિના વસ્તુપાલચરિત (સં. ૧૪૯૭ / ઈસ. ૧૪૪૧) આદિ કાવ્ય-ગ્રંથાદિ પ્રશસ્તિ-પ્રબંધાદિ કૃતિઓમાં મંત્રી ગિરનાર પર કરાવેલ જિનમંદિરાદિ વિષે, અને ગિરિ પરનાં પૂર્વનાં ત્રણ તીર્થસ્થાનો વિષે વિશ્વસ્ત માહિતી પ્રાપ્ત થાય છે. તદતિરિત ત્યાં ૧૫મા શતકમાં બંધાયેલાં કેટલાંક મંદિરો વિષે તપાગચ્છીય પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્ય કાવ્ય(સં૧૫૨૪ / ઈ. સ. ૧૫૬૮)માંથી પણ થોડીક માહિતી સાંપડે છે. અને છેલ્લે ગિરિનારતીર્થની યાત્રા કર્યા પશ્ચાત્ મુનિવરો-યાત્રીઓ દ્વારા રચાયેલા ૧૫મા શતકની તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ આદિમાં પણ આ તીર્થ વિષે કેટલાંક બહુ જ ઉપયોગી વિગતો, વર્ણનો મળે છે : એમાં વિશેષ બૃહતપાગચ્છીય જયતિલકસૂરિની “ગિરનાર ચૈત્યપરિપાટી” (૧૫મા શતકનો પ્રારંભ), તપાગચ્છીય હેમહંસગણિની “ગિરનાર ચૈત્યપરિપાટી” (આ સં. ૧૫૧૫ / આ૦ ઈ. સ૧૪૫૯), કીર્તિરત્નસૂરિની સંસ્કૃત “ગિરનાર ચૈત્યપરિપાટી” (આ૦ ઈ. સ. ૧૪૫૯), બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત “ગિરનાર તીર્થમાળા (સં. ૧૫૦૯ કે ૧૫૨૩ / ઈ. સ. ૧૪૫૯ કે ૧૪૬૭ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો પશ્ચાત), અને શિવરાજ સંઘવીના સંઘ સાથેના અજ્ઞાત કર્તાની મળી અન્ય અદાવધિ અપ્રકાશિત પાંચ ગિરનાર ચૈત્યપરિપાટીઓ મુખ્ય છે. આ સિવાય ઈસ્વીસનના ૧૪મા શતકના પ્રથમ ચરણમાં (મોટે ભાગે ઈસ. ૧૩૧૫-૧૩૨૦ વચ્ચે) રચાયેલી અને હાલમાં જ પ્રાપ્ત થયેલી વિજયચંદ્રસૂરિના રેવતાચલચૈત્યપરિપાટી”માં, તેમ જ મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરમ્પરામાં થયેલા જ્ઞાનચન્દ્રના સંસ્કૃત ભાષા નિબદ્ધ “શ્રી ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન''માં, અને પ્રસ્તુત શતકના ત્રીજા ચરણમાં રચાયેલા, ખરતરગચ્છીય વિનયપ્રભોપાધ્યાયની તીર્થવંદના”માં પણ ગિરનાર તીર્થ સંબંધમાં ઉપયોગી ઉલ્લેખો મળે છે. આ બધા સ્રોતોના નિરીક્ષણ-પરીક્ષણથી ગિરનાર તીર્થમાં ૧૨માથી ૧૫મા શતકમાં નિર્માણ થયેલા તમામ જિનભવનો અંગે આવશ્યક તેમ જ આધારભૂત માહિતી મળે છે. ગિરનાર તીર્થ સંબંધી રચાયેલા આ વિપુલ સાહિત્ય, અને ત્યાંથી પ્રાપ્ત અભિલેખો તેમ જ સાંપ્રતકાળે ગિરિ પર વિદ્યમાન જિનમંદિરોના કલા તેમ જ સ્થાપત્યના નિરીક્ષણ-પરીક્ષણને આધારે અહીં તીર્થનો ઇતિહાસ તેમ જ જિનભવનોનો પરિચય આપીશું. સૌ પ્રથમ તો તીર્થના, અને તીર્થ સાથે સંલગ્ન જિનભવનોના ઈતિહાસ વિષે ઊડતી નજર કરી લઈશું. મંત્રીશ્વર વસ્તુપાળના સમય પહેલાં, એટલે કે ઈ. સ. ૧૨૩૨ પૂર્વે, અહીં બે જ જૈન મંદિરો હતાં તે વિષે આગળ કહી ગયા છીએ, અને આ નેમિનાથ-અમ્બિકાનાં પુરાણપ્રતિષ્ઠિત મંદિરો થકી જ ઉજ્જયન્તગિરિનો મધ્યકાળે ખૂબ જ મહિમા હતો. એથી અહીં પ્રારંભે આ બે મંદિરોના ઈતિહાસ વિષે જેવું જરૂરી બની રહે છે. આગામોમાં તો ઉજ્જયંતગિરિ પર અરિષ્ટનેમિનું ભવન રચાયું હોવાના ઉલ્લેખો નથી મળતા, અને ખૂબ જ પાછલા કાળે પ્રચારમાં આવેલી વાતો ગિરિવર પર મૌર્યરાજ સંપ્રતિએ (ઈસ્વીસન પૂર્વે ત્રીજા શતકના અંતિમ ભાગ સમીપ) નેમીશ્વરદેવનું ભવન બંધાવ્યું હોવાનું કહે છે, પણ તેને પ્રાચીન-મધ્યકાલીન એક પણ લેખકનું સમર્થન પ્રાપ્ત નથી. પણ આવશ્યક નિર્યુક્તિ ની જૈન તીર્થોની સૂચિમાં “ઉજજયન્ત'નો સમાવેશ હોઈ, ઈસ્વીસનના છઠ્ઠા શતકમાં, અને તેથી કેટલુંક પૂર્વે. તેનું જૈન દષ્ટિએ તીર્થ-રૂપે મહત્ત્વ સ્થપાઈ ચૂકયું હોવું જોઈએ. જોકે પહાડ પર તે કાળે પણ નેમીશ્વરનું મંદિર હશે કે કેમ તે એકદમ નિશ્ચયપૂર્વક તો કહેવા માટે કોઈ પ્રાચીન પૂરક સાધન નથી. પણ “નિયુકિતના આધારે જિન સંબદ્ધ કોઈક સ્થાન હોવાનો પ્રાથમિક તર્ક થઈ શકે ખરો. આ પછી સાતમા શતકમાં, ઈ. સ. ૬૪૧-૪૨ ના અરસામાં, જગતુખ્યાત ચીની બૌદ્ધ ભિક્ષ-યાત્રી યુએન-વાંગ ઉજજયન્ત પર (પહાડમાં કોરેલા) બૌદ્ધ સંઘારામો હોવાનું નોંધે છે, જે ઉપરથી સાતમા શતકમાં આ તીર્થ કદાચ બૌદ્ધોને અધીન હોય તેવું માની શકાય. ધર્મઘોષસૂરિના ગિરનારકલ્પ (આ૦ ઈ. સ. ૧૨૬૪) માં, યાત્રાર્થે આવેલા જૈન સંઘને નેમિનાથને વાંદવામાં બૌદ્ધોએ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો અવરોધ કરતાં, વિદ્યાચારણ જૈન મુનિ જયચન્દ્રને સંઘે તેડાવ્યા, અને તેમણે તારાદેવીને જીતી, બૌદ્ધોને હણી, સંઘને નેમિનિને વંદન કરાવ્યાનો ઉલ્લેખ છે. ઈસ્વીસનના ૧૩મા શતકના ઉત્તરાર્ધમાં પ્રચલિત આ કિંવદંતી માટે કોઈ જૂનો આધાર હોય તો પણ આ ઘટના કયારે બની તે વિષે, તેમ જ જયચન્દ્રમુનિ કયારે થઈ ગયા, કયા કુલ-આમ્નાયના હતા, તે બાબતમાં જ્ઞાત સાહિત્યમાંથી તો કોઈ જ માહિતી પ્રાપ્ત નથી થતી. આ પછી જોઈએ તો, તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિના વિદ્વાન્ શિષ્ય મુનિસુંદરસૂરિની સં ૧૪૬૬ (ઈ. સ. ૧૪૧૦)માં રચાયેલી ગુર્નાવલીમાં આચાર્ય હરિભદ્રસૂરિ (ઈસ્વીસનના ૮મા શતકનો પૂર્વાર્ધ)ના મિત્ર ગણાયેલા માનદેવસૂરિએ સૂરિમંત્ર વિસ્મૃત થવાથી ઉજ્જયન્ત પર જઈ, અમ્બિકાની આરાધના કરી, તે પાછો મેળવ્યાની અનુશ્રુતિ નોંધાયેલી છે; પણ બહુ જ પાછલા કાળે નોંધાયેલી આ વાત પર, પૂર્વસૂરિઓના કથનના અભાવમાં, કેટલા પ્રમાણમાં વિશ્વાસ રાખી શકાય તે વિચારવા જેવી વાત છે. આ અનુશ્રુતિની મુખ્ય વાતમાં કંઈ તથ્ય હોય તો અમ્બિકાનું ભવન ત્યાં આઠમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવું જોઈએ. (અંચલગચ્છની પશ્ચાત્કાલીન વહીઓ અનુસાર ભિન્નમાલના રાજા જયંત પછી ગાદીએ આવેલ તેનો ભાણેજ ભાણ જૈન થયો હતો અને તેણે સં૭૭૫(ઈ. સ. ૭૧૯)માં શત્રુંજય અને ગિરનારનો સંઘ કાઢ્યો હતો : પરંતુ આ વાત વિશ્વસનીય જણાતી નથી.) પણ એકદમ નકકર પ્રમાણ તો પુન્નાટસંઘના દિગંબરાચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (રચના શ૦ સં ૭૦૫/ઈસ. ૭૮૩)માં “ઉજજયન્તાલયમાં સ્થિત, સંઘના વિનને મંગલ કરનારી સિંહવાહના દેવી” ના ઉલ્લેખમાંથી પ્રાપ્ત થાય છે. ગિરિશિખર પર અમ્બિકાનું મંદિર હોવાનું ઉપર્યુકત ઉલ્લેખથી નિર્વિવાદ સિદ્ધ થાય છે. અમ્બિકા અરિષ્ટનેમિ દેવની શાસનદેવી હોઈ, તેમનું પણ ભવન ત્યાં વિદ્યમાન હોવાનું પરોક્ષ સૂચન આમાંથી મળે છે. ઉપરના સંદર્ભ પછી, એકાદ પેઢી બાદ, આમરાય (પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીય) સાથે યાત્રાળે બપ્પભટ્ટસૂરિ આવ્યા ત્યારે તે જ સમયે ત્યાં આવેલા દિગંબર સંઘ સાથે ગિરિવર ઉપર પહેલું કોણ ચડે અને એ તીર્થ કોનું છે, તે સંબંધમાં વિવાદ થયાનું અને અંતે તીર્થ શ્વેતાંબરનું ઠર્યાનું (ચમત્કારપૂર્ણ) વિવરણ મળે છે. બપ્પભટ્ટસૂરિવાળી વાત તો છેક ઈ. સ. ૧૨૭ માં સંકલિત થયેલ પ્રભાવકચરિતમાં, અને પછીના કાળના પ્રબંધોમાં આપેલી છે; પરન્તુ તે બધાને કેટલે અંશે પ્રમાણભૂત માની શકાય તે પણ વિચારવું જોઈએ. પ્રભાવકચરિતનું એક સ્રોત, પ્રભાચંદ્રાચાર્યની લગભગ અઢીસોએક વર્ષ પૂર્વે થયેલ મનાતા ભદ્રેશ્વરસૂરિની પ્રાકૃતભાષા-નિબદ્ધ કહાવલિ હતી, પણ તેની એક માત્ર ઉપલબ્ધ પ્રતનો છેલ્લો હિસ્સો અપ્રાપ્ય હોઈ, તેમાં સમાવિષ્ટ હશે તે “બપ્પભટ્ટસૂરિચરિત” આજે ઉપલબ્ધ નથી, નહીં તો પ્રભાવક ચરિતની વાતની વિશેષ ચકાસણી થઈ શકત. કાલક્રમમાં આવતું આ પછીનું For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ હવે જોઈએ સં. ૧૩૯૩(ઈ. સ. ૧૩૩૭)માં કક્કસૂરિએ રચેલ ‘‘ઉપકેશગચ્છ પ્રબંધ’’માં, કૃષ્ણપિંગચ્છ જેમનાથી નીકળ્યો છે તે “કૃષ્ણમુનિ'' ગિરનાર પર જઈ નેમિજિનને નમ્યાનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણર્ષિ ઈસ્વીસનના નવમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા : પણ એમને લગતી આ નોંધ છેક ૧૪મા શતકમાં લેવાયેલી હોઈ, એને કેટલે અંશે ભરોસાપાત્ર માની શકાય તે પણ જોવું જોઈએ. જોકે કકકસૂરિ પોતાનો પ્રબંધ પૂર્વની ગ્રંથપુસ્તકાદિ નોંધોને આધારે લખ્યાનું જણાવતા હોઈ, આજે આપણને અનુપલબ્ધ એવી કોઈ વૃદ્ધશ્રુતિને જાળવતું સાધન એમની પાસે હોવાનો સંભવ છે, અને જો એ વાત સાચી હોય તો નેમિજિનના મંદિરને લગતું આ મહત્ત્વનું પ્રમાણ ગણાય. ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો આ પછી આવે છે પાદલિપ્તસૂરિએ કરેલ ગિરનારની યાત્રાની વાત, ભદ્રેશ્વરસૂરિની દશમા શતકમાં રચાયેલી મનાતી કહાવલિમાં પાદલિપ્તસૂરિનું અત્યારે ઉપલબ્ધ સૌથી જૂનું અને વિસ્તીર્ણ ચરિત્ર ચિત્રણ મળે છે. પછીથી પ્રભાવકચરિતથી લઈ કેટલાયે પ્રબંધોમાં સૂરીશ્વરનું અનુશ્રુતિઓ અનુસારનું કથાનક આવે છે; પણ પાદલિપ્તસૂરિ ત્રણ થઈ ગયા છે : એક તો પ્રતિષ્ઠાનપુરના રાજેન્દ્ર ‘‘સાતવાહન હાલ’' અને પાટલિપુત્રના ‘“મુદંડ’’ કે મુફંડ’” રાજાઓના સમકાલિક તથા પ્રાચીન પ્રાકૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ (પણ આજે તો વિલુપ્ત થયેલ) તરંગવઈકહાના તથા જ્યોતિષકરણ્ડક ગ્રન્થના કર્તા : તેઓ આર્યનાગહસ્તિના શિષ્ય હતા અને ઈસ્વીસનના બીજા-ત્રીજા સૈકામાં થઈ ગયેલા, અને કહાવિલ અનુસાર તેઓ પ્રતિષ્ઠાનમાં સ્વર્ગવાસી થયેલા, બીજા પાદલિપ્તસૂરિ તે પ્રાકૃત મહાવીરસ્તવના મૈત્રકકાલીન કર્તા તથા ત્રીજા તે નિર્વાણકલિકાના કર્તા, જે વિદ્યાધરગચ્છના સંગમસિંહમુનિના શિષ્ય મંડનગણિના શિષ્ય હતા. શૈલી અને વસ્તુ–પરીક્ષણ પરથી નિર્વાણકલિકા ગ્રંથ દશમા શતકથી વધારે પ્રાચીન લાગતો નથી. પણ ભદ્રેશ્વરસૂરિ સહિત તમામ ચરિત્રકારો-પ્રબંધકારોએ નામ-સામ્યને કારણે આ ત્રણે સૂરિઓનાં જીવનચરિત્રો ભેળવી ગૂંચવી દીધાં છે. જે પાદલિપ્તસૂરિને રસસિદ્ધ નાગાર્જુનના સમકાલિક માન્યા છે, અને જેઓ ‘‘માનખેડ’ (‘‘મળખેડ'' =સં ‘“માન્યખેટક'') ગયેલા અને પ્રબંધચંતામણિ આદિ પ્રબંધો અનુસાર ‘“કૃષ્ણભૂભુજ’'ને મળ્યા હતા તે તો આ ત્રીજા પાદલિપ્તસૂરિ હોવા જોઈએ, કેમકે માન્યખેટકની સ્થાપના તો રાષ્ટ્રકૂટરાજ અમોઘવર્ષે ઈસ્વીસનના નવમા શતકના પહેલા બીજા ચરણમાં કયારેક કરેલી, અને કૃષ્ણરાજ, જે રાષ્ટ્રકૂટ કૃષ્ણ તૃતીય હોઈ શકે, તેનો સમય છે ઈ સ ૯૧૪-૫૯. આથી ભદ્રેશ્વરસૂરિ (તેમ જ અમુક વિગત માટે સોમપ્રભાચાર્ય) જે પાદલિપ્તસૂરિને ઢાંક, શત્રુંજય, ગિરિનગર, મથુરા, અને મળખેડ ગયાનું કહે છે, અને જે પાદલિપ્તસૂરિ શત્રુંજય અને ઉજ્જયન્તદેવને નમ્યાનું કહે છે, તેમ જ (પ્રભાચંદ્રાચાર્ય અનુસાર) શત્રુંજય પર જેમણે For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉત્તગિરિનાં જિનમંદિરો જિનપ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરેલી અને જેઓ આખરે પ્રસ્તુત ગિરિવર પર અનશન કરી કાળધર્મ પામેલા, તે આ તૃતીય પાદલિપ્તસૂરિ હોવા જોઈએ. વળી ગુપ્તયુગ પહેલાં જૈનોમાં સંસ્કૃતમાં લખાવાની રૂઢિ નહોતી, એટલે નિર્વાણકલિકા એ દષ્ટિએ પણ પ્રથમ પાદલિપ્તસૂરિની કૃતિ ન ઠરે, વિશેષમાં (બૌદ્ધ) સિદ્ધ નાગાર્જુનનો કાળ આઠમા શતકનો મનાય છે : એટલે એમના અને પાદલિપ્તસૂરિના સંપર્કની દંતકથાનું સર્જન પણ પ્રથમ પાદલિપ્તસૂરિને અનુલક્ષીને ન હોઈ શકે. દ્વિતીય પાદલિપ્તસૂરિનો કાળ, પ્રમાણો જોતાં, વહેલામાં વહેલો ઈસ્વીસનના સાતમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય, અને તૃતીય પાદલિપ્ત સૂરિનો દશમા શતકના બીજા-ત્રીજા ચરણમાં : અને તેમ હોય તો આ કહાવલિ અને અન્ય ચરિત્ર-પ્રબંધો કથિત સંદર્ભગત નેમિનાથનું મંદિર ઈસ્વીસનના નવમા શતકના ઉત્તરાર્ધમાં ઉજજયન્ત પર વિદ્યમાન હોવા વિષે કંઈક અંશે વિશ્વસનીય પ્રમાણ પૂરું પાડી રહે. દશમા શતકને આવરી લેતી અને ગિરનારસ્થ નેમિજિનના મંદિરને સીધી રીતે સ્પર્શતી કેટલીક પશ્ચાત્કાલીન અનુશ્રુતિ મળે છે, જેનો અત્રે હવે નિર્દેશ કરીશું. વિજયસેનસૂરિના કથન અનુસાર, કાશ્મીર દેશથી અજિત અને રત્ન નામના બે સંઘપતિ શ્રાવકો ગિરનારની યાત્રાએ આવ્યા ત્યારે નેમિનાથની લેપ્યમયી પ્રતિમાને સ્નાન કરાવતાં એ ગળી ગઈ અને તેથી, અંબિકાના પ્રસાદથી, (પ્રદ્યુમ્ન શિખર – હાલના દતાત્રેય શિખર – પર અદષ્ટ રહેલા દેવનિર્મિત કલ્પાયેલ) કાંચન-બલાણકમાંથી નવી પ્રતિમા મેળવીને બિરાજમાન કરી. વિજયસેનસૂરિ આ ઘટના માટેની કોઈ મિતિ આપતા નથી. આ પછી ધર્મઘોષસૂરિ તેમ જ પુરાતન પ્રબંધ સંગ્રહ પ્રસ્તુત વાતની એ જ રીતે ટૂંકમાં નોંધ લે છે, જ્યારે રાજશેખરસૂરિ “રત્નશ્રાવકપ્રબંધ'માં આ વાત વિસ્તારથી ચર્ચે છે. તેઓએ વળી રત્ન શ્રાવકના ભાઈ તરીકે મદન’ અને ‘પૂર્ણસિંહ' નામો આપ્યાં છે. (જ્ઞાનચન્દ્ર મદન’ અને ‘રત્ન'નાં નામ આપે છે, અને ૧૫મા શતકના અરસામાં રચાયેલા, ભારતીકૃત ગિરનારગિરિકલ્પમાં પણ “મદન’નું નામ આપેલું છે.) એ જ રીતે ધનેશ્વરસૂરિના રચેલા મનાતા શત્રુંજયમાહામ્ય ગ્રંથ(૧૪મી સદી)માં ગિરનારતીર્થને લગતા સર્ગોમાં પણ આ વાત વિસ્તારથી કેટલીક વિગતોના ફેરફાર સાથે ચર્ચેલી છે. પણ પ્રાચીન લેખકો શત્રુંજયમાહાસ્યનો બિલકુલ ઉલ્લેખ કરતા નથી, અને ઉત્તર મધ્યકાળમાં તે “કુટગ્રંથ હોવાનું મનાતું હોવાનાં પ્રમાણો મુનિ કલ્યાણવિજયજીએ રજૂ કર્યા છે, જ્યારે સાંપ્રતકાલીન વિદ્વાનોમાંથી ઘણાખરા તેને ભાષા તેમ જ વસ્તુ પરીક્ષણથી બહુ મોડેથી થયેલી રચના માને છે. (સં. ૧૬૩૮ - ઈ. સ. ૧૫૮૨)માં તપાગચ્છીય નયસુંદરસૂરિએ રચેલ “ગિરનાર ઉદ્ધાર રાસ”બહુધા આ શત્રુંજયમાહાત્મને અનુસરે છે અને તેમાં ઐતિહાસિક વાતો અલ્પ છે. અજિત અને રત્નવાળો પ્રશ્ન હાલ સંશોધન હેઠળ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો છે, એટલે આ ઘટના બની હોય તો તે ક્યારે બની હશે તેટલું જ ટૂંકમાં અહીં વિચારવાનું રહે છે. કેટલાક સાંપ્રતકાલીન લેખકો જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપનો હવાલો આપી, પ્રસ્તુત પ્રતિમા પ્રતિષ્ઠા અંગે સં. ૬૦૯ નું વર્ષ જણાવે છે, પણ પ્રસ્તુત ગ્રન્થની મુદ્રિત પ્રતમાં તો કયાયે આવો ઉલ્લેખ જડતો નથી. જે અંગે ડામંજુલાલ મજમુદાર અગાઉ કહી ગયા છે. ઊલટ પક્ષે પુરાતન પ્રબંધ સંગ્રહમાં ઉદ્ધત થયેલ એક પ્રાચીન પ્રાકૃત ગાથા અનુસાર, આ પ્રતિષ્ઠા સં૯૦(ઈ. સ૯૩૪)માં થયાનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. પ્રતિમા–પ્રતિષ્ઠા અંગેના પ્રસ્તુત સંદર્ભ પછી આપણને છેક સં. ૧૫૮૯(ઈ. સ. ૧૫૩૩)માં રચાયેલા, તપાગચ્છીય કવિ લાવણ્યસમયના “બલિભદ્રસૂરિરાસમાં દશમા શતકને સ્પર્શતી એક વાત નોંધાયેલી જોવા મળે છે, તે છે સાડેરકગચ્છના યશોભદ્રસૂરિ શિષ્ય બલિબદ્રસૂરિ (બલભદ્રસૂરિ)એ જૂનાગઢના બૌદ્ધ કે બૌદ્ધ તરફી રાજા રા'નવધણ અને તેમના પુત્ર રા'ખેંગાર દ્વારા ત્યાં દર્શને ગયેલ સંઘને અટકમાં લઈ બૌદ્ધ બનવાના દબાણના સંકટમાંથી સંઘને ચમત્કારો કરી છોડાવ્યાનું કહ્યું છે, તે ઘટના. આ વાતમાં ઘણી ઐતિહાસિક વિસંગતતાઓ હોઈ, બિલકુલ કપોલકલ્પિત જણાય છે. રા'નવઘણ પ્રથમ અને રા'ખેંગાર પ્રથમનો એ સમય પણ નહોતો, અને દશમા શતકમાં ત્યાં બૌદ્ધોનું જોર પણ નહોતું, કે નથી તે રાજાઓ બૌદ્ધ યા બૌદ્ધપક્ષી હોવાનું કોઈ પ્રમાણ. કોઈ પણ પ્રાચીન જૈન લેખકે આ ઘટનાનો જરા સરખો પણ ઇશારો કર્યાનું જાણમાં નથી, અને આ આખીયે વાત પાછળથી ઉપજાવી કાઢેલી જણાય છે, અને તેને કોઈ જ જૂની અનુશ્રુતિનો આધાર નથી. આથી નેમિજિનના મંદિરની દશમા શતકમાં મોજૂદગી હોવા માટે લાવણ્યસમયના લખાણમાંથી મળતું આ પ્રમાણ સ્વીકારી શકાય તેમ નથી. હવે આ પછીની ઘટના તરફ વળીએ. ' ધર્મઘોષસૂરિ નેમિજિનના ભવનના ઉદ્ધારકોમાં સજજન પહેલાં યાકુડી અમાત્યનું નામ મૂકે છે. પ્રભાચંદ્રાચાર્ય જાકુડીએ વિ. સં. ૧૫૦માં ગિરનારતીર્થનો ઉદ્ધાર કરાવ્યાનું, એ સમયે મળી આવેલ પ્રાચીન લેખના આધારે, પ્રભાવક ચરિત અંતર્ગત “વૃદ્ધવાદિ પ્રબંધ”માં કહે છે. પણ વિસં. ૧૫૦(ઈ. સ. ૮૪)નો લેખ તો પ્રથમ શતાબ્દીમાં પ્રચલિત હતી તે રૂપની બ્રાહ્મી લિપિમાં જ હોય, અને તે કોણ ઉકેલે અને તે કાળે (૧૩મા શતકમાં) કેવી રીતે કોઈ વાંચી શકે તે વાત અનુત્તર રહે છે. શત્રુંજયનો ઉદ્ધાર જાવડીસાહ વિ. સં. ૧૦૮માં કરાવ્યાની જે અનુશ્રુતિ તે કાળે પ્રચારમાં હતી તેના અનુકરણ રૂપે આ જાકુડીસાહની વિસં. ૧૫૦ ની વાત કોઈએ વહેતી મૂકી હશે, જે પ્રભાચંદ્રાચાર્યના સાંભળવામાં આવી હોય અને યથાતથ નોંધી કાઢી હોય. તેમ છતાં આ “જાકુડી” કે “યાકુડી” ઐતિહાસિક વ્યક્તિ હશે તેવાં કંઈક પ્રમાણ છે. પુરાતન For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો પ્રબંધ સંગ્રહમાં એમના વિષે થોડીક વાસ્તવિક વાત મળે છે, અને તેમાં કહ્યું છે કે સજ્જને કામ શરૂ કર્યું તેનાથી ૧૩૫ વર્ષ પૂર્વે માલવાવાસી યાકુડી અમાત્યે નેમિનાથનું મંદિર બંધાવવું શરૂ કરેલું, પણ (કામ પૂર્ણ થાય તે પૂર્વે) તેઓ દિવંગત થયેલા, સજ્જન દંડનાયકે પ્રસ્તુત મંદિર સં. ૧૧૮પ(ઈ. સ. ૧૧૨૯)માં કરાવ્યાનું પ્રમાણ હોઈ, તેમાં ત્રણ વર્ષ લાગ્યાં હોઈ, એ ગણતરીએ યાકુડી અમાત્યે લગભગ ઈ. સ૰ ૯૯૧ માં નેમિનાથનું પૂર્વકાલીન મંદિર વિદ્યમાન હશે, તેનો ઉદ્ઘાર શરૂ કરાવ્યો હશે. રાજશેખરસૂરિ પોતાના ‘‘હેમચંદ્રસૂરિપ્રબંધ’’માં, આચાર્યપ્રવરની પૂર્ણતલગચ્છની ગુર્વાવલીમાં આવતા સૂરીશ્વરના પાંચમા વિદ્યાપૂર્વજ આચાર્ય યશોભદ્રસૂરિએ ગિરનાર પર નેમિજિન સંમુખ અનશન કર્યાનું નોંધે છે, અને સામાન્ય સમજ મુજબ, આ ઘટના લગભગ ઈસ્વીસનના દશમા શતકના અંતે કે ૧૧માના પ્રારંભમાં બની હોય; પણ રાજશેખર છેક સં ૧૪૦૫ (ઈ. સ૰ ૧૩૪૯) જેટલા પાછલા કાળમાં લખતા હોઈ, તેનો સ્વીકાર કરતાં પહેલાં વિશેષ વિચાર કરવો ઘટે. સ્વયં હેમચંદ્ર પોતાના ત્રિષષ્ટિશલાકા-પુરુષચરિત્રમાં આપેલ પોતાના ગચ્છની ગુર્વાવલીમાં આ ઘટના વિષે કહેવા છતાં ત્યાં નેમિનાથના ભવનની ઉપસ્થિતિ સંબંધમાં એકદમ સ્પષ્ટ જણાવતા નથી. તેમના સમકાલિક સોમપ્રભાચાર્ય પણ સં ૧૨૪૧(ઈ સ ૧૧૮૫)માં રચેલ જિનધર્મપ્રતિબોધમાં પૂર્ણતલ્લગચ્છની ગુર્વાવલી દેતાં તેમાં યશોભદ્રસૂરિએ ઉજ્જયન્તતીર્થ પર અનશન કર્યાનું જ નોંધે છે. પણ નડુલાઈના સં. ૧૨૧૪(ઈ. સ. ૧૧૫૮)ના લેખમાં ત્યાંના ડુંગર પરના યાદવ નેમિનાથના મંદિરને ‘‘ઉજ્જયન્તતીર્થં’’ કહ્યું છે. આથી મધ્યકાળમાં ‘‘ઉજ્જયન્ત તીર્થં’' થી જૈનોમાં ઉજ્જયન્ત ગિરિસ્થ નેમિનાથનું મંદિર વિવક્ષિત હતું તેવું સ્પષ્ટ છે; એટલે યશોભદ્રસૂરિએ ઉજ્જયન્તતીર્થમાં અનશન કર્યું ત્યારે ત્યાં તીર્થનાયક ભગવાન નેમિનાથનું મંદિર હશે તેમ કલ્પી શકાય. આ કાળના અરસાની એક વાત દિગમ્બરાચાર્ય હેમસૂરિએ સં ૧૨૫+ ના રાજા ભીમદેવ દ્વિતીયના સમયમાં પ્રભાસપાટણના ચન્દ્રપ્રભ જિનાલયના જીર્ણોદ્વારના શિલાલેખમાં નોંધી છે. તદનુસાર, તેમનાથી પાંચમી પેઢી પૂર્વે થયેલા કીર્તિસૂરિ ચિત્રકૂટથી નીકળી અણહિલવાડપાટણ ગયેલા અને મહારાજ મૂળરાજદેવે તેમને માન આપેલું. તેઓ નેમિજિનેશ્વરતીર્થ(ગિરનાર)ની યાત્રાર્થે નીકળેલા તેવો ઉલ્લેખ છે, જે હકીકત દશમા શતકના અંત ભાગે ગિરનાર પર નેમિભવન હોવાનું પ્રમાણ આપી રહે છે. આ પછી સં. ૧૯૬(ઈ. સ. ૧૦૪૦)માં ઉજ્જયન્તગિરિ પર તીર્થાધિપ સંમુખ વાદિવેતાલ શાંતિસૂરિએ ‘“પ્રાયોપવેશન’’ (અનશન) કર્યાની નોંધ પ્રભાવકચરિતમાં મળે છે, જે તથ્યપૂર્ણ હોઈ શકે છે, અને તેને લક્ષમાં લેતાં નૈમિજિનનું મંદિર ગિરવર પર ઈસ્વીસનના ૧૧મા શતકના પૂર્વાર્ધમાં મોજૂદ હોવાનો સંભવ સ્વીકારી શકાય. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો આ પછી ઈસ્વીસનના ૧૨મા શતકમાં, મોટે ભાગે તો ઈ. સ. ૧૧૧૪ પહેલાં, હર્ષપુરીયગચ્છના આગમવૃત્તિકાર, રાજમાન્ય આચાર્ય માલધારી હેમચંદ્ર સંઘ સાથે ગિરનારની યાત્રાએ આવ્યાનો પ્રસંગ, અને તે વખતે બનેલી ઘટનાની પ્રામાણિક નોંધ સૂરીશ્વરના શિષ્ય વિજયસિંહના સં ૧૧૯૩(ઈ. સ. ૧૧૩૭)માં રચાયેલા મુણિસુવ્યયચરિયા માં મળે છે. તદનુસાર વંથળીમાં સંઘે પડાવ નાખ્યા બાદ, સંઘની સમૃદ્ધિ જોઈ રાજાના માણસોએ સંઘને લૂંટી રાજનો ખજાનો તર કરવાની સલાહ આપી. આથી રાજાએ સંઘના મોવડીઓને બે દિવસ તો મુલાકાત જ ન આપી. રાજાનું સંશયાત્મક ચિત્ત કળી જઈ, બીજે દિવસે રાજમાં મરણું થતાં તે નિમિતે દિલાસો આપવા હેમચંદ્રસૂરિએ રાજમહાલયમાં જઈ, રાજાને સમજાવી, ગિરનાર પર ચઢી, નેમિનાથનાં દર્શન કર્યાની હકીકત નોંધી છે. ઘટના રા'ખેંગારના પતન પૂર્વેની તેમ જ સજજનમંત્રીએ કરાવેલ પુનરુદ્ધારથી દોઢ બે દાયકા અગાઉની છે, અને એ વાત પ્રસ્તુત પુનરુદ્ધાર પૂર્વે નેમિનાથના મંદિરનું અસ્તિત્વ હોવાનું નિર્વિવાદ સિદ્ધ કરે છે. વિજયસેનસૂરિ, કે જેઓ સજજન દંડનાયકના સં. ૧૧૮૫(ઈ. સ. ૧૧૨૯)ના ઉદ્ધાર વિષે જણાવનાર પ્રથમ લેખક છે, તેઓ પણ મંત્રીશ્વરે પહેલી જ વાર મંદિર બનાવ્યું તેમ નથી કહેતા, પણ ઉદ્ધાર કર્યાનું જ કહે છે, જે વાત પણ પૂર્વ મંદિરનું અસ્તિત્વ હોવાનું સિદ્ધ કરે છે. નેમિનાથની હોઈ શકે તેવી એક નવમા-દશમા શતકમાં મૂકી શકાય તેવી ખંડિત પ્રતિભા તાજેતરમાં જ પર્વત ઉપરથી મળી આવી હોઈ, મંદિરની પ્રાચીનતા એટલી તો કરે છે. આ પછીની પ્રસ્તુત જિનાલય સંબંધી ઐતિહાસિક ઘટનાઓ વિષે નેમિનાથના મંદિરનો પરિચય આપતા સમયે જોઈશું. નેમિજિનના આ મંદિરની યાત્રાએ (સં ૧૧૮૫/ઈ. સ. ૧૧૨૯ બાદ) સિદ્ધચક્રવર્તિ જયસિંહદેવ સિદ્ધરાજ આવી ગયાના આચાર્ય હેમચંદ્ર અને પછીના પ્રભાચંદ્ર આદિ પ્રબંધકારોના ઉલ્લેખો છે. ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળ સં૧૨૨૨/ ઈ સં. ૧૧૬૬ થી કેટલોક કાળ પૂર્વે ગિરનાર-તીર્થની યાત્રાએ આવેલા : પણ ડુંગર ન ચઢી શક્યાથી દર્શન કરી શક્યા નહીં તેવી નોંધ સોમપ્રભાચાર્ય આપે છે : અને પછીથી રાજાના આદેશથી મંત્રી આંબાકે ત્યાં પાજે બાંધેલી તેવું પણ પ્રસ્તુત લેખક જણાવે છે. ગિરનારની યાત્રાએ મધ્યકાળમાં મોટી સંખ્યામાં સંઘો, મુનિઓ અને શ્રાવક યાત્રીઓ આવ્યાના સંખ્યાબંધ ઉલ્લેખો જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જેમ કે સં૧૨૨૩ (ઈ. સ. ૧૧૬૭) બાદ, અંચલગચ્છીય જયસિંહસૂરિના ઉપદેશથી ભંડારી ગોદાએ શત્રુંજય અને ગિરનારની સંઘયાત્રા કરેલી. સં. ૧૨૫૮(ઈ. સ. ૧૨૦૨)માં સ્વયં જયસિંહસૂરિ ગિરનારની યાત્રાએ ગયાની નોંધ મળે છે. તે વચ્ચેના ગાળામાં ખરતરગચ્છાધીશ જિનપતિસૂરિ સં. ૧૨૪૫/ ઈ. સ. ૧૧૯૯માં For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો સંઘસહ વાંદવા આવેલા. આ પછીનામાં સૌથી મહત્ત્વની સંઘ-યાત્રાઓ(સં. ૧૨૪૯ / ઈ. સ ૧૧૯૩)થી પ્રારંભાયેલી અને સં. ૧૨૭૭ (ઈ. સ૰ ૧૨૨૧)થી વિશેષ રૂપે થયેલી, તે મંત્રીશ્વર વસ્તુપાલ અને તેમના બંધુ તેજપાલની હતી. સજ્જનમંત્રી પછી ગિરનાર પર મોટાં મંદિરો બાંધવાની પહેલ પણ તેમણે જ કરેલી. સં. ૧૨૮૧-૧૨૮૬(ઈ. સ. ૧૨૨૫-૧૨૩૦)ના ગાળામાં મંત્રીશ્વરે નેમિનાથના મંદિરના પાછળના ભાગમાં પ્રશસ્તિ સહિત અને બે પૂર્વજ મૂર્તિસમેત કાશ્મીરાવતાર સરસ્વતી દેવી, આદિનાથ, સ્તંભનપુરાવતાર-પાર્શ્વ તેમ જ સત્સ્યપુરાવતાર-વીરનાં મંદિરો કરાવેલ; અને તે પછી તુરતના કાળમાં, સં ૧૨૮૮(ઈ. સ૰ ૧૨૩૨)માં, મંત્રીશ્વરે “વસ્તુપાલ વિહાર’’ નામક શત્રુંજયાવતાર શ્રી યુગાદિદેવનું મંદિર, અષ્ટાપદ અને સમ્મેતશિખર મંડપો સહિતનું, કરાવ્યું : અને તેના પૃષ્ઠ ભાગે કપદીયક્ષ અને જિનમાતા મરુદેવીનાં મંદિરો કરાવેલાં; જ્યારે બંધુ તેજપાળે ‘‘કલ્યાણત્રય’’ કે ‘‘કલ્યાણત્રયી’' સંજ્ઞક ભગવાન નેમિનાથનું ઉન્નત ચૈત્ય કરાવેલું. ત્યાર બાદ પ્રશસ્તિ લેખો અને પ્રતિમા લેખના સંયુકત પ્રમાણાનુસાર સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં મંત્રીશ્વર ઉદયનના પુત્ર ચાહડના પ્રપૌત્ર દંડનાયક સલક્ષણસિંહે નેમિનાથના ભવનના અગ્રભાગમાં પાર્શ્વનાથનો ઉત્તુંગ પ્રાસાદ બંધાવેલો. આ કાળ પછી અહીં કચ્છકેસરી દાનવીર સાહ જગડુ, અને તે પછી તુરતમાં માલવ મંત્રી પેથડે યાત્રા કરેલી. (૧૫મા શતકમાં રચાયેલા તપાગચ્છીય રત્નમંડનગણિના સુકૃતસાગર અનુસાર પેથડ મંત્રી આવ્યા ત્યારે દિલ્હીથી બાદશાહમાન્ય દિગંબર શ્રેષ્ઠી પૂર્ણ પણ સંઘ લઈ આવેલા, અને બન્ને સંઘોમાંથી કોણ તીર્થમાળા પહેરે તેનો વાદ થતાં ઉછરામણી થઈ. તેમાં અતે મંત્રી પેથડે માળા પહેરેલી. ) આ પછી સં૰ ૧૩૨૦(ઈ. સ૰ ૧૨૬૪)માં પ્રસ્તુત મંત્રી ઝાઝણ (તપાગચ્છીય ધર્મઘોષસૂરિ સાથે) યાત્રાર્થે આવેલા. કાલક્રમમાં આ ઘટના પછી સં ૧૩૨૬(ઈ. સ. ૧૨૭૦ )માં ખરતરગચ્છીય યુગપ્રધાનાચાર્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીય). જિનરત્નસૂરિ, ઇત્યાદિ આચાર્યો સાધુઓ તથા સંઘ સાથે આવેલા, તો સં૰ ૧૩૩૩(ઈ. સ. ૧૨૭૭)માં ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ જિનપ્રબોધસૂરિ પણ સંઘ સાથે યાત્રા કરી ગયેલા; અને ત્યાર બાદ ખરતરગચ્છના અન્ય આચાર્ય જિનચંદ્રસુરિ (દ્વિતીય) સં૰ ૧૩૫૮(ઈ. સ. ૧૩૦૨)માં ગિરનાર પર પ્રતિષ્ઠાદિ કરી ગયેલા. સોલંકીયુગના અંતે કર્ણદેવ વાઘેલાના સમયમાં, સં. ૧૩૬૦(ઈ. સ. ૧૩૦૪)માં, સાંડરના સંઘપતિ પેથડ યાત્રાર્થે આવ્યાની નોંધ મળે છે. ૧૧ ઈસ્વીસનના ૧૪મા શતકમાં પણ અહીં કેટલીક મહત્ત્વપૂર્ણ તીર્થયાત્રાઓ થયેલી છે, જેમાં મુખ્ય છે સં૰ ૧૩૭૧(ઈ. સ. ૧૩૧૫)માં શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવ્યા બાદ, ત્યાંથી પાછા ફરતી વેળાએ જીર્ણદુર્ગ(જૂનાગઢ)ના સ્વામી ચૂડાસમા રા'મહિપાલદેવને ભેટીને સંઘ સાથે, ઉકેશગચ્છપતિ સિદ્ધસૂરિ સહ, થયેલી ઉકેશવાલ (ઓસવાલ) શ્રેષ્ઠી સમરાસાહની યાત્રા. તે પછી ૧૪મા શતકના For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો ત્રીજા ચરણમાં ખરતરગચ્છીય ઉપાધ્યાય વિનયપ્રભ, અને સં૧૪૫૧ (ઈ. સ. ૧૩૯૫)માં ખંભાતના શ્રીમાલી શ્રેષ્ઠી હરપાલ સાહની યાત્રા, ઈત્યાદિને ગણાવી શકાય. મોટે ભાગે તો ઉપર કહ્યા તે રા'મહિપાલદેવના સમયમાં અહીં એક નેમિનાથનું, સંભવત: “કલ્યાણત્રય'' સમેતનું મંદિર બંધાયેલું હોવાનું એક અભિલેખીય પ્રમાણ છે, ઈસ્વીસનના ૧૫મા શતકમાં – સલ્તનત યુગમાં – પણ અહીં કેટલીક યાદગાર સંઘયાત્રાઓ, સુપ્રસિદ્ધ સૂરિઓ અને સંઘવીઓની રાહબરી નીચે નીકળેલી. બાદશાહમાન્ય સંઘપતિ ગુણરાજે શત્રુંજય સાથે ગિરનાર તીર્થની સં. ૧૪૫૭(ઈ. સ. ૧૪૦૧), સં. ૧૪૬૨(ઈસ૧૪૦૬), અને ત્રીજી વાર સુલતાન “અહમદશાહ''નું ફરમાન લઈ સં૧૪૭(ઈ. સ. ૧૪૨૧)માં તપાગચ્છીય યુગપ્રધાનાચાર્ય સોમસુંદરસૂરિ સંગે કરેલી. ગૂર્જરેશ્વર કુમારપાલ કારિત તારંગાના મહાનું અજિતનાથ ચૈત્યના ઉદ્ધારક શ્રેષ્ઠી ગોવિંદે સં. ૧૪૭૯(ઈ. સ. ૧૪૨૩)થી થોડું પહેલાં રેવતકતીર્થની યાત્રા કર્યાની નોંધ મળે છે. એ જ અરસામાં પાટણના શ્રેષ્ઠી શ્રીનાથે ગિરનારનો સંઘ કાઢેલો, જેમાં ગચ્છપ્રવર સોમસુંદરસૂરિ પણ સાથે હતા. તે પછી સં. ૧૫૧૭(ઈ. સ. ૧૪૬૧)માં ખંભાતના શ્રેષ્ઠી શાણરાજે ગિરનારની સંઘયાત્રા કરેલી. સાધારણ રીતે શત્રુંજય જતા સંઘો, યાત્રિકો, ઈત્યાદિ ગિરનારની યાત્રાને પણ જતી વખતે કે વળતી વેળાએ આવરી લેતા. વસ્તુપાળ-તેજપાળયુગ” પછી ઈસ્વીસનનું ૧૫મું શતક ગિરનારતીર્થ માટે પુનરુદ્ધારો સાથે નવનિર્માણ માટે પણ યાદગાર બની જાય છે. અહીં સૌ પ્રથમ, “વસ્તુપાલ-વિહાર''નો ઉદ્ધાર થયો જણાય છે. તે પછી તરતમાં, સં. ૧૪૯૪(ઈસ૧૪૩૮)માં, સંઘવી સમરસિંહે પોતાના કાકા માલદે કે માલદેવની અનુજ્ઞાથી તેજપાળ મંત્રીના કલ્યાણત્રયચૈત્યનો આમૂલચૂલ ઉદ્ધાર કરાવ્યો, જેની પ્રતિષ્ઠા તપાગચ્છીય સોમસુંદરસૂરિ શિષ્ય જિનકીર્તિસૂરિએ કરી. એ જ અરસામાં બેદર (બિદર)ના બહામનીવંશીય સુલતાનના માનીતા શ્રેષ્ઠી પૂર્ણચંદ્ર કોઠારીએ પણ ત્યાં શાંતિજિનનું મંદિર બનાવ્યું, જેની પ્રતિષ્ઠા પણ પ્રસ્તુત જિનકીર્તિસૂરિએ કરેલી. લગભગ એટલા સમય આસપાસ ખંભાત પાસેના ગંધારનગરના સંઘપતિ લક્ષીબા કિંવા લખપતિએ અહીં જરાઉલાવતાર પાર્શ્વનાથનું ચતુર્મુખ મંદિર ગિરિ પર બંધાવેલું, જેની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક સ્વયં સોમસુંદરસૂરિએ કરેલી. ગોઈઆ સાઈ (ગોવિંદ શ્રેષ્ઠીએ) પણ એ કાળમાં અહીં જીરાઉલાવતાર પાર્શ્વનાથનું મંદિર કરાવેલું. તે સિવાય સં. ૧૫૧૧(ઈ. સ. ૧૪૫૧)થી થોડું પૂર્વે, ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના ઉપદેશથી નરપાલ સંઘવી અહીં મહાવીરસ્વામીનું (પછીથી “ખરતરવસહી'નામથી ઓળખાતું) બાવન જિનાલયયુકત મંદિર બંધાવેલું. તે પછી ખંભાતના અગાઉ નિર્દેશિત વ્યવહારી શાણરાજ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉજજ્યન્તગિરિનાં જિનમંદિરો ૧૩ અને સંઘવી ભુંભવે વિમલનાથદેવનું મોટું બોતેર જિનાલયવાળું મંદિર બંધાવેલું, જેની સં૧૫૦૯ (ઈ. સ. ૧૪૫૩)માં બૃહતપાગચ્છીય જયતિલકસૂરિશિષ્ય રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી. આ સિવાય અમ્બાશિખર પર સ્થિત દેવી અંબિકાના મંદિરનો સં. ૧૫૨૪ (ઈ. સ. ૧૪૬૮) પહેલાં શ્રેષ્ઠી સામલે આપાદકલશપર્યત પુનરુદ્ધાર કરાવ્યો. આ પછી ૧૬મા શતકમાં અહીં થયેલા કીર્તનાદિ (મંદિર નિર્માણાદિ) પ્રવૃત્તિઓ, ઉદ્ધારો, ઈત્યાદિ વિષે આગળ ઉપર યથાસ્થાને જોઈશું. - વર્તમાન પરિસ્થિતિ ડુંગર ચડ્યા બાદ પ્રથમ આવતી જૈન ટૂંકમાં, વર્તમાન કાળે, આ પ્રમાણે ક્રમવાર દેરાસરો ત્રણ હારમાં ગોઠવાયેલા જોવા મળે છે. કોટના બંગલીવાળા દરવાજામાં પ્રવેશતાં જમણી બાજુ છેડે માનસિંગ ભોજરાજની ટૂંક તરીકે ઓળખાતું મંદિર, અને પછી તેની હારમાં થોડે દૂર વસ્તુપાલવિહાર આવેલો છે. જ્યારે વચ્ચેના માર્ગના અંતભાગે કોતરેલ મોટી જાળીવાળા રંગમંડપવાળું, સંપ્રતિ રાજાનું કહેવાતું મંદિર, અને તેની ઉત્તરે ખડક પર રહેલ ચતુર્મુખ સંભવનાથનું મંદિર તથા તેની બાજુમાં જ્ઞાનવાપી આવેલાં છે; અને બંગલીની ડાબી બાજુની હારમાં કાળા પથ્થરના ચોકીઆળામાંથી પ્રવેશતાં દેવચંદ લક્ષ્મીચંદની પેઢીવાળો ચોક, ધર્મશાળા, ઇત્યાદિ વટાવતાં નેમિનાથના મંદિરનું દખણાદુ દ્વાર જોવા મળે છે. મંદિર-સમૂહમાં રહેલા, નેમિનાથ ભગવાનના મોટા મંદિર ફરતી ૮૪ (મૂળે આયોજનમાં ૭૬) દેવકુલિકાઓવાળું પ્રાંગણ છોડી, જગતના કોટાના ઉત્તર દ્વારેથી નીકળતાં એકદમ સીધા પચાસેક પગથિયાં નીચે ઊતરતાં મેલવસહીનું મોટું મંદિર આવે છે. આ મંદિરની ડાબી બાજુએ સં. ૧૮૫૯(ઈ. સ. ૧૮૦૩)માં બનેલું પાંચાભાઈનું પંચમેરુનું મંદિર અને જમણી બાજુએ અદ્ભુત આદિનાથ(અદબદજી)નું મંદિર છે. મેલકવસહીથી નીચે ઊતરતાં સગરામ સોનીના નામે ઓળખાતા મંદિરના વિશાળ પ્રાંગણમાં પ્રવેશ થાય છે. આ ૭ર દેવકુલિકાવાળા મંદિરના ઉત્તર દ્વારેથી નીકળતાં કુમારપાળનું કહેવાતું છેવટનું મંદિર આવે છે. એની ઉત્તર બાજુએ અડીને જ ભીમકુંડ રહેલો છે. કુમારપાળ અને સગરામ સોનીના મંદિરની વચ્ચેની ગાળી/ગરનાળામાં થઈને પશ્ચિમ તરફ ચંદ્રપ્રભસ્વામીના નાના મંદિર, હાથીપગલાંનો કુંડ, તેમજ ત્યાં રહેલ નાગ-મોર-ઝરા તરફ જવાય છે. (હંસરાજ જુઠાએ અહીં કરાવવા માંડેલ ૨૪ જિનાલયનું કામ અપૂર્ણ રહ્યું છે.) મેલકવસહી સામે ધાર પર સહેજ દખ્ખણાદુ, આગળ કહ્યું તેમ સંપ્રતિરાજાનું મંદિર છે, સંપ્રતિરાજાના કહેવાતા મંદિર અને મેલકવસહી વચ્ચેનો ઢાળિયો રસ્તો નવાકુંડ તેમજ ભીમકુંડ તરફ જાય છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તગિરિનાં જિનમંદિરો સંપ્રતિરાજાના મંદિર અને વસ્તુપાલના મંદિરની વચ્ચેના ગાળામાંથી આગળ, ઉપલા ડુંગર તરફ જતાં, કોટનો પૂર્વ બાજુનો દરવાજો આવે છે, ત્યાંથી ઉપરની ટૂંકો તરફ જવાનો રસ્તો શરૂ થાય છે. થોડું ચડતાં જમણી બાજુ નીચે નજરે પડતું વસ્તુપાલવિહારની પાછળના ભાગે, ગુમાસ્તાનું અથવા વસ્તુપાળ-તેજપાળની માતાનું મનાતું, ઘૂમટીવાળું સંભવનાથનું મંદિર છે, જેને કચ્છના ગુલાબરાયે સમરાવી, જૂની કારીગરી કાઢી નાખી, નવીન રંગીન કાચનું જડતર કરાવેલું છે. ત્યાંથી પાજે પાજે ઉપર જતાં જોરાવરમલજીએ સમરાવેલ મંદિર અને તેની જમણી બાજુ દિગંબરોએ સં. ૧૯૫૩(ઈ. સ. ૧૮૫૭)માં કરાવેલું મંદિર છે. જોરાવરમલજીના મંદિરથી હેઠાણમાં રામતીની ગુફા આવેલી છે, જેમાં રામતીની ખડક પર કોરેલ આધુનિક પ્રતિમા છે. જોરાવરમલ્લજીના મંદિરને મૂકીને આગળ વધતાં ચૌમુખમંદિર આવે છે. તેની ઉત્તરમાં સહેજ નીચાણમાં માંગરોળવાળા શેઠ ધરમશી હેમચંદે સં. ૧૯૩૨ (ઈ.સ. ૧૮૭૬)માં સમરાવેલું, શાંતિનાથની પ્રતિભાવાળું મંદિર આવે છે. ત્યાંથી ઉપર ચડતાં ગૌમુખી ગંગાનો કુંડ, અને ૨૪ તીર્થકરોનાં પગલાં, અને ત્યાંથી થોડું આગળ ચઢતાં રથનેમિનું મંદિર, અને ત્યાંથી છેવટે ઉપર અંબાજીની ટૂક આવે છે. (અંબાજી તીર્થ આજે બ્રાહ્મણ સંપ્રદાય અધીન છે,) અંબાજીના શિખર પાછળ આજના કાળે ગોરખનાથ, ઓઘડનાથ, અને દત્તાત્રેયના નામે ઓળખાતી ટૂંકો આવેલી છે. ગિરિ પર વર્તમાન અવસ્થિત જૈનમંદિરો અને પ્રાચીન યાત્રિકોએ વર્ણવેલ પરિસ્થિતિમાં બાહ્ય દષ્ટિથી ઘણો ફરક પડી ગયો છે. મુસ્લિમ આક્રમણો દરમિયાન થયેલા વિનાશ, અને પછીથી ૨૦મી સદી સુધીના પુનરુદ્ધારોએ ઘણી અસલી વાતોને વીસરાવી દીધી છે. મંદિરોમાં કેટલાં પુરાણાં છે, જૂના મંદિરોનો અસલી ભાગ કેટલા પ્રમાણમાં આજે મોજૂદ રહ્યો છે, તે સૌ વાતો પર અસ્પષ્ટતા વરતાય છે : અને એના નિર્માતાઓ, નિર્માણ-મિતિઓ, ઈત્યાદિ વિષયમાં બે-ત્રણ અપવાદ છોડતાં, આજે તો કેવળ અજ્ઞાન અને કિંવદંતીયુકત, નિરાધાર, ભ્રમમૂલક વાતો જ સાંભળવા-વાંચવામાં આવે છે : અને મોટે ભાગે જૈન-જૈનેતર લેખકો દ્વારા, પોતપોતાનાં ગિરનાર સંબંધી લેખનો-પુસ્તકોમાં, તેનો જ પ્રચાર થઈ રહ્યો છે. આ દયનીય-શોચનીય પરિસ્થિતિમાં વધારો કરતી વાત તે મૂલનાયકોની મૂર્તિઓમાં થયેલ પરિવર્તનો છે, પણ સદ્ભાગ્યે આ સંબંધી કેટલોક પ્રકાશ આ તીર્થ સાથે સંલગ્ન અભિલેખો અને એ સંબંધી આગળ કહ્યા તે રાસો, કલ્પો, પ્રબંધો, તીર્થમાળાઓ અને ચૈત્યપરિપાટીઓમાંથી મળે છે. આ સ્રોતોનાં ધ્યાનપૂર્વકના નિરીક્ષણ-પરીક્ષણ, તેમજ વિદ્યમાન મંદિરોની પ્રાચીન વાતો સાથે તુલના, એનાં શિલ્પ-સ્થાપત્યનાં વિશ્લેષણ-પરીક્ષણ આદિ સર્વ સાધનો કામે લગાડતાં ઘણાં નવાં ઐતિહાસિક તથ્યો નજર સામે આવે છે, અથવા તો જૂનાં ઢંકાયેલાં તથ્યો તાદશ બને છે. આ નવા ઉજાસના ટેકે ટેકે હવે તીર્થયાત્રા આરંભીશું. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉયન્તગિરિનાં જિનમંદિરો ગિરનારની પાજ જયસિંહદેવ સિદ્ધરાજના સમય સુધી ગિરનાર પર ચડવા માટે પગથિયાં નહોતાં બંધાયાં. સમકાલિક લેખક સોમપ્રભાચાર્યના કથન અનુસાર યાત્રાર્થે આવેલો રાજા કુમારપાળ ડુંગર ન ચડી શકતાં ખેદ પામી તેણે ત્યાં પાજ બંધાવવાનો નિર્ણય કર્યો. તે માટે કવિ શ્રીપાલના પુત્ર સિદ્ધપાલની મંત્રણાથી શ્રીમાલી રાણિગના પુત્ર આંબાકની સોરઠના દંડનાયકરૂપે નિયુકિત કરી. (પુરાતન પ્રબંધ સંગ્રહ અનુસાર રાણિગને સજ્જન, અંબાક, અને ધવલ એમ ત્રણ પુત્રો હતા. અને આમાંનો સજ્જન તે સુપ્રસિદ્ધ દંડનાયક સજ્જન હોવાનો સંભવ છે.) વિજયસેનસૂરિ પણ પ્રસ્તુત પાજ કુમારપાળ-નિયુકત સોરઠના દંડનાયક અંબાક દ્વારા સં ૧૨૨૦માં થયાનું કહે છે. (અંબાકના) બંધુ ધવલે ત્યાં અંતરે અંતરે પરબ બેસાડેલી તેવું પણ તેઓ નોંધે છે. જિનપ્રભસૂરિ (જેઓ વિજયસેનસૂરિને અક્ષરશ: અનુસરે છે તેમના) કથન અનુસાર પણ પ્રસ્તુત પાજ સં ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪)માં બંધાઈ હતી; પણ ગિરનાર ચઢતાં રસ્તે આવતા ખબુતરી ખાણ પાસેના આંબાકના બે લેખોમાં પાજ કરાવ્યાની સં ૧૨૨૨ / અને સં૰ ૧૨૨૩(ઈ. સ૰૧૧૬૬ અને ૧૧૬૭)ની સાલ આપેલી છે. સંભવ છે કે ક્રામની શરૂઆત સં૰ ૧૨૨૦માં થઈ ચૂકી હોય ને પૂર્ણાહૂતિ સં ૧૨૨૩માં થઈ હોય. આખરે આ કામ મોટું અને દીર્ઘ સમય માગી લે તેવું હતું. આ પાજ કેટલે સુધી બાંધી હશે તે નિશ્ચયપૂર્વક કહેવું કઠિન છે. કોઈ કોઈ પ્રબંધમાં, અને ગિરનાર સંબંધી ૧૫મા શતકની એક તીર્થમાળામાં સાંકળીયાળી પાજ (મંત્રીશ્વર ઉદયનના પુત્ર) બાહડે (વાગ્ભટ્ટ) કરાવી હોવાનું કહ્યું છે, તો કોઈક પરિપાટી મુખ્ય (જૂનાગઢ તરફ્ની) પાજને જ બાહડ નિર્મિત ઠરાવે છે, જેનો આધાર ચતુરશીતિ પ્રબંધ, કુમારપાલ પ્રબોધ પ્રબંધ, અને સોમતિલક સૂરિના કુમારપાળ દેવ ચરિત્ર સરખા ૧૪મા શતકના પ્રબંધો જણાય છે, પણ તે વાતને સમકાલિક અભિલેખીય અને પ્રાચીનતર ગ્રંથસ્થ પ્રમાણોનું સમર્થન નથી. (એક તર્ક એવો છે કે સાંકળીયાળી પાજમાં સાંકળી ગામથી શરૂ થતા ગિરનારના ચઢાણે જે પાજ બંધાઈ તેનો ઉલ્લેખ વિવક્ષિત છે.) ૧૫ ૧૫મા શતકના બે ચૈત્યપરિપાટીકારો અનુસાર ઉપરની (ગૌમુખી ગંગાથી) અંબાજીના મંદિરની પાજ ચિતર સાહે કરાવેલી. એ પછી હાથી પગલાના લેખ અનુસાર ગિરનારની (સમસ્ત) પાજનો ઉદ્ધાર દીવના શ્રીમાળી શ્રેષ્ઠી માનસંગ મેઘજીએ સં૰ ૧૬૮૩ (ઈ. સ૰ ૧૬૨૭)માં કરાવેલો, અને સં૰ ૧૬૮૬(ઈ સ૦ ૧૬૩૦)માં સહસાવન તરફ જવાના પગથિયાં સંતોકરામ જેચંદે કરાવ્યાં છે; જ્યારે અત્યારે મુખ્ય પાજનાં જે પગથિયાં થયાં છે તે જૂનાગઢના ડૉ. ત્રિભુવનદાસ મોતીચંદ્રે સં. ૧૯૯૮(ઈ. સ. ૧૯૪૨)માં (પાંચ ટૂક સુધી) કરાવેલાં છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૫મા શતકના યાત્રીઓ અહીં જૈન ટૂક પહોંચતાં સુધીની પાજ પર આવતી ચારેક પરબોનાં નામ આપે છે, જ્યારે મધ્યકાલીન ‘સુવાવડીની પરબ''નું આજે દેવસ્થાનકરૂપે અસ્તિત્વ છે. સંભવ છે આમાંની કોઈ કોઈ મૂળે મહત્તમ ધવલના સમય, એટલે કે ૧૨મા શતક જેટલી પ્રાચીન હોય. ઉજ્જનગિરિનાં જિનમંદિરો પોળ ૧૫મા શતકના એક ચૈત્યપરિપાટીકાર પાજ ઉપર આગળ આવતાં તોરણો તેમજ ત્યાંથી દેખાતા આંચલિયાપ્રાસાદ(અંચલગચ્છના પ્રાસાદ)ની વાત કરે છે. તોરણો તો હાલ અસ્તિત્વમાં નથી. (અને આંચલિયાપ્રાસાદ વિષે આગળ જોઈશું.) ચૈત્યપરિપાટીકારો આ પછી બે પોળની વાત કરે છે; એક સાતપોળ(પૂર્ણસિંહ કોઠારીની) કે મૂલગી પોળ. તે જ પહેલી પોળ, એ અત્યારની બંગલીવાળી પોળ જણાય છે, અને પશ્ચિમ (વસ્તુપાળની) પોળ, જે પેઢી તરફ જતાં આવતી બહારથી કાળા પથ્થરની માળ-ચોકીઆળાંવાળી અંદરથી થાંભલાઓની હારવાળી પોળ હોય તેવું અનુમાન થઈ શકે. બીજી પોળમાં પ્રવેશીએ એટલે આપણે દેવભવનોનાં પ્રાંગણમાં દાખલ થઈ જઈએ છીએ. ત્યાંથી હવે ક્રમાનુસાર મંદિરોની વંદના-યાત્રા પ્રારંભીશું. કર્ણવિહાર : (તીર્થનાયક નેમિનાથ ભગવાનનું મંદિર) રૈવતકાદ્રિમંડન ભગવાન અરિષ્ટનેમિના સાંપ્રતકાલીન મંદિરનો પુરાણો ભાગ ગૂર્જરેશ્વર જયસિંહદેવ સિદ્ધરાજ નિયુકત શ્રીમાલી દંડનાયક સજ્જનના સં૰ ૧૧૪૫(ઈ સ ૧૧૨૯)ના ઉદ્ધારના સમયનો છે. પ્રસ્તુત નવનિર્માણનો સૌ પ્રથમ ઉલ્લેખ, મિતિ સમેત, વિજયસેનસૂરિએ કર્યો છે. પ્રબંધોમાં આ પુનરુદ્ધારને લગતી વાતો કંઈક વિસ્તારથી (થોડી થોડી વિગતોના ફરક સાથે) આપી છે. પ્રબંધચિંતામણિ અનુસાર સજ્જને સોરઠની ત્રણ વર્ષની આવક રાજકોષમાં જમા ન કરતાં આ મંદિર બાંધવામાં વાપરી નાખેલી. રાજાને ખબર પડતાં, સોમનાથની યાત્રાએથી પાછા વળતાં એની તપાસ કરી. સજ્જને વંથળીના શ્રાવકોને વાત કરીને દ્રવ્ય તૈયાર રાખેલું. સજ્જને રાજાને વાત કરી મંદિર બતાવ્યું. તેનું અભધાન રાજપિતૃ કર્ણદેવના નામથી ‘‘કર્ણવિહાર’’ રાખ્યું છે તે જાણીને રાજી થઈ રાજાએ નિર્માણખર્ચ રાજકોષમાંથી અપાયાનું મંજૂર રાખ્યું. નેમિનાથના મંદિરની જગતીના દક્ષિણ દ્વારના પથ્થર પરના આજે ગૂમ થયેલ પણ સો વર્ષ પહેલાં રહેલા (અતિ ત્રુટિત) લેખમાં ‘‘સિદ્ધ ચક્રપતિ જયસિંહદેવ (કલ્યાણ?) વિજય (રાજ્યે?)'', For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો “જાદવકુલતિલક તીર્થંકર નેમિનાથ પ્રાસાદ', અને “કરણાયતન” જેવા શબ્દો વંચાયાનું નોંધાયેલ છે, જે કેટલેક અંશે ઉપલી વાતનું સમર્થન કરે છે. મહાત્ દિગમ્બર વાદી-કવિ અને બેજોડ સ્તુતિકાર સમન્તભદ્રના બૃહસ્વયમ્ભસ્તોત્ર (આ૦ ઈ. સ. ૬0) અનુસાર અહીં અરિષ્ટનેમિનાં ઈન્દ્ર આલેખિત “લક્ષણો” એટલે કે પગલાં આદિ હતાં. પ્રતિમાયુક્ત મંદિર પછીથી બંધાયેલું. નેમિનાથ ભગવાનનો, કાળા-ભૂરા અગ્નિકૃત પથ્થરનો, પશ્ચિમાભિમુખ મૂલપ્રાસાદ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે “સાંધાર” જાતિનો એટલે કે અંદર ગર્ભગૃહ ફરતી પ્રદક્ષિણાવાળો છે, અને તેના બહારના ભાગ પર કોતરણી અત્યલ્પ છે, (કુંભ પર કરેલ અર્ધરત્ન સિવાય બીજું કશું અલંકરણ નથી :) (ચિત્ર-૧). મંદિરના કદના પ્રમાણમાં પીઠ પણ હોવી જોઈએ તેનાથી ચારેક ફીટ ટૂંકી, અને મંડોવર (ભીંત) પણ પ્રાસાદના લગભગ ૪૨ ફીટ જેટલા ભદ્રવ્યાસને હિસાબે ત્રણેક ફીટ ટૂંકો ગણાય. પણ શિખર ઘણું જ સુડોળ છે, કે તેમાં જલાલંકાર (કુડચલ) કોરેલ નથી. તેની રથિકાઓમાં ચક્રેશ્વરી આદિ જૈન યક્ષીઓનાં રૂપો જોવા મળે છે. આ મંદિર મૂળ શિવાલય હોવાનું અને જૈનોએ તે લઈ લીધું હોવાની વાતો અજ્ઞાન અને સાંપ્રદાયિક દષ્ટિવાળા માણસો કરે છે; પણ અભિલેખો, પ્રાચીન સાહિત્યિક પ્રમાણો, અને શિલ્પનાં પ્રમાણોથી આ વાત પૂર્ણપણે નિરાધાર કરે છે. ચૈત્યપરિપાટીકાર રત્નસિંહસૂરિશિષ્ય તેમજ શવરાજ સંઘવીવાળા તીર્થમાલાકાર મંદિરને “પૃથ્વીજયપ્રાસાદ” નામ આપે છે, જે તેના શિખરની અંડકાદિ વિભકિત જોતાં સત્ય જણાય છે, વાસ્તુશાસ્ત્ર “અપરાજિતપૃચ્છા” (ઈસ્વીસનના ૧૨માં શતકનું ત્રીજું ચરણ)માં આપેલા પૃથ્વીજયપ્રાસાદના વર્ણન સાથે આનો મેળ બેસે છે. - પ્રાસાદના ગૂઢમંડપનાં પીઠ અને ભીંત પણ પ્રાસાદ પ્રમાણે સાદાં છે. ગૂઢમંડપને ઉત્તર, દક્ષિણ, અને પૂર્વ તરફ ઈલ્લિકા-તોરણવાળાં ચોકીદ્વાર કર્યા છે. ગૂઢમંડપ પર ૩૭ ઘંટાવાળી પણ કોરણીની વિગત વગરની બૃહદ્ સંવરણા કરી છે : (ચિત્ર-૨). ગૂઢમંડપ અંદરથી તો ઘણો જ સપ્રમાણ છે. સ્તંભો પર તો કોરણી થોડી હતી. (સ્તબ્બો ચારેક દશકા પહેલાં આરસજડિત કરી દીધા છે). પણ તેમાં ઉચ્ચાલકો ઠેકી) કરી ઉપલા ભાગે વચ્ચે વચ્ચે ઈલ્લિકા તોરણો કર્યા છે. તેમજ પાટડા ઉપર પણ સિદ્ધરાજના યુગમાં પ્રચલિત હતી તેવી ઘટપલ્લવ-રત્નની કોરણી કરી છે : (ચિત્ર-૩); અને ભારપટ્ટોના સંધિપાલો પર યક્ષ-યક્ષિાદિની રથિકાઓ કરી છે. ઉચ્ચાલક પર મૂકેલી નાયિકાઓની કેટલીક પ્રતિમાઓ પણ મૂળની છે. અઢાંશ પર ૧૨ સ્તંભોની ઉપર “સભાનાભિ' પ્રકારનો, સોળ નાયિકાવાળો, લગભગ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉ ન્નગિરિનાં જિનમંદિરો પંદરેક ફીટના વ્યાસનો, કાળા પથ્થરનો નકશીદાર ગજતાલ અને કોલના થરથી શોભતો કરોટક કરેલો છે : (ચિત્ર-૪). અહીં નાયિકાઓની મૂર્તિઓ પણ અસલ હતી તે સચવાયેલી છે. વિજયસેનસૂરિ આ મંદિરનું આંખે દલું સરસ વર્ણન કરે છે, જેમાં પ્રસ્તુત પૂતળીઓનો પણ ઉલ્લેખ કરે છે. ગૂઢમંડપની અંદરની ભીંતોમાં કરાવેલ ગોખલાઓમાં હેમચંદ્રસૂરિ, કુમારપાળ, અને કુંજરાપદ્રીયગચ્છના આચાર્ય શાંતિસૂરિની સં૧૨૭૫(ઈ. સ. ૧૨૧૯)માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિઓ છે. (આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિના કથન અનુસાર આ શૈવેયચૈત્યમાં મંત્રીશ્વર વસ્તુપાલે પોતાની અને નાનાભાઈ તેજપાલની સપત્નીક મૂર્તિઓ મુકાવેલી, જે આજે જોવા મળતી નથી.) અહીં મંદિરના સ્તંભો પર સં૧૩૩૩ (ઈ. સ. ૧૨૭૮), સં. ૧૩૩૫ (ઈ. સ. ૧૨૮૦) અને સં. ૧૩૩૯ (ઈ. સ. ૧૨૮૪)ના દાન સંબંધીના લેખો છે. (કેટલાક જૈન લેખકો અહીં સ્તંભો પર સં૧૧૧૩નો નેમિનાથ જિનાલય કરાવ્યા સંબંધનો, સં ૧૧૪પમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો, અને સં૧૧૭૪માં દેવાલય સમરાવ્યાનો એમ ત્રણ લેખ હોવાનો ઉલ્લેખ કરે છે, તે નિરાધાર જણાય છે, અને તે ઉપરના ત્રણ લેખો ખોટી રીતે વંચાયાની અને પ્રસ્તુત ભૂલનું પુનરાવર્તન થતું રહ્યું હોવાની હકીકત પ્રગટ કરે છે. આ જ પ્રમાણે કર્નલ ટોડની બિલકુલ અવિશ્વનીય લેખ-વાચનાઓના સંદર્ભો પણ મૂલ્યહીન છે.) જિનહર્ષગણિના કથન અનુસાર આ મંડપના ત્રણે દ્વારે મંત્રીશ્વર વસ્તુપાલે ત્રણ તોરણો કરાવેલાં, જે આજે પણ મોજૂદ છે અને તેના ઘાટ અંદરના તોરણ મુજબ ઈલ્લિકા પ્રકારના રાખ્યા જણાય છે. અત્યારે ગૂઢમંડપની પશ્ચિમે એક બીજે, પાછલા સમયનો, મંડપ જોડેલો છે, જેને પશ્ચિમે રહેલ બલાણકના ઝરૂખા સુધી મેળવી દીધેલી છે. સદરહુ મંડપમાં વચ્ચે ૪૨૦ ગણધર-પગલાં ધરાવતી પડખે પડખે બે પીઠ સં. ૧૬૯૪(ઈ. સ. ૧૬૨૮)માં બનાવેલી છે. આની પૂર્વે પણ કોઈક પ્રકારનો મંડપ, તેમજ તેની અંતર્ગત પગલાં હશે તેમ લાગે છે. કેમ કે ૧૫મા શતકના ચૈત્યપરિપાટીકારો આ સ્થળે “પાઉમંડપ” કે પાઊમંડપ” (પાદ-મંડ૫)નો અને તેમાં રહેલી પાદુકાનો ઉલ્લેખ કરે છે. (જિનપ્રભસૂરિએ પણ આ પૂર્વે પાદુકાનો ઉલ્લેખ કર્યો છે. તેનાથી પણ પહેલાં આબુની લૂણવસહીના સં. ૧૨૯૬ ઈ. સ. ૧૨૪૦ના વરદુડિયા કુટુંબના લેખમાં પણ ગિરનારના નેમિનાથના પાદુકામંડપનો ઉલ્લેખ છે.) પણ વસ્તુપાળના સમયમાં તો જિનહર્ષગણિના કથન અનુસાર, ગૂઢમંડપના મોઢા આગળ ત્રિક (ચોકી) હતી. તેમાં મંત્રીશ્વરે પોતાના પિતા(આસરાજ)ના શ્રેયાર્થે અજિતનાથ અને શાંતિનાથનાં બિંબ મુકાવેલાં અને તેમાં ઉત્તર-દક્ષિણે પિતા(આસરાજ) અને પિતામહ(સોમ)ની અશ્વારૂઢ પ્રતિમાઓ મુકાવેલી. (આ પ્રતિમાઓ આજે અસ્તિત્વમાન નથી.) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો ૧૯ જિનહર્ષગણિના વિશેષ કથન અનુસાર અહીં સંકડાશ ટાળવા મંત્રીશ્વરે ઈન્દ્રમંડપ બંધાવેલો, જે પ્રસ્તુત પાદુકામંડપ હોઈ શકે. પણ પુરાણી છચોકી અને તેની સાથે અગાઉ મેળવ્યો હતો તે મંત્રીશ્વરના ઈન્દ્રમંડપ(કે પાદુકામંડપ)ને સ્થાને આ નવો ગણધર-પગલાંનો મંડપ ૧૭મા સૈકામાં થયો જણાય છે. નેમિનાથનું મંદિર સજ્જનમંત્રીના ઉદ્ધાર પહેલાં મૂળ કાષ્ઠનું હોવાનું મેરૂતુંગાચાર્ય કહે છે, જેમ તેઓ શત્રુંજયના આદિનાથનું મંદિર પણ “વાભટ્ટ મંત્રી”ના ઉદ્ધાર પૂર્વે લાકડાનું હોવાનું કહે છે તેમ : પણ એ બાબતમાં અન્ય કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી. વિજયસેનસૂરિના કથન અનુસાર સજ્જનમંત્રીના મંદિરનો આમલસારક માલવાના ભાવડ શ્રેષ્ઠીએ સુવર્ણનો (સોનાના પતરે મહેલો હશે) કરાવેલો. (આ ઘટના સં૧૧૨૯ અને ઈ. સ. ૧૨૩ર ની વચ્ચે બની હશે.) જ્યારે સં ૧૫૦૯-૧૦(ઈ. સ. ૧૪૫૩-૫૪)ના અરસાની “શાણરાજ શિલા પ્રશસ્તિ” અનુસાર રાંમાંડલિક પ્રથમે ૧૩મા શતકના અંતે કે પછી ૧૪મા શતકના આરંભે?) નેમિનાથનું મંદિર (શિખર હશે) સુવર્ણના પતરાંથી મઢાવેલું. (ઈ. સ. ૧૨૮૭માં અહીં સમારકામ થયાનો લેખ હોવાનું બર્જેસ નોંધે છે, પણ લેખનો પાઠ આપ્યો નથી. અને આવો કોઈ લેખ મૂળ મંદિરમાં જોવામાં આવતો નથી. ભમતીના એક સ્તંભ પર સં. ૧૩૩૩/ ઈ. સ. ૧૨૮૭ નો ખંડિત લેખ છે.) મંદિરનો બૃહતપાગચ્છીય જયતિલકસૂરિના ઉપદેશથી ખંભાતના સંઘવી હરપાલ શાહ સં. ૧૪૪૯(ઈ. સ. ૧૩૯૩)માં ઉદ્ધાર કરાવ્યાની નોંધ મળે છે. આ ઉદ્ધારમાં શું કર્યું હશે તેની વિગતો મળતી નથી. કદાચ ગૂઢમંડપનાં દ્વારા નવેસરથી કર્યા હોય, યા તો ભૂલનાયકની પ્રતિમા નવેસરથી કરાવી હોય, કેમ કે તે સિવાય મંદિર તો સ્પષ્ટતયા સજ્જનમંત્રીના સમયની શૈલી પ્રગટ કરે છે. - મંદિરનું ઉત્તાનપટ્ટવાળું (છોબંધ) પ્રાંગણ, દેવકુલિકાઓ સમેત ૧૦ ફીટ લાંબું અને ૧૩૦ ફીટ પહોળું છે. મૂળ તલસ્કંદ અને આયોજન અનુસાર તો ફરતી ૭૬ દેવકુલિકાઓ હોવી ઘટે, પણ નૈઋત્ય ખૂણે પર્વતની ધાર ખાંગી હોઈ તે કારણે, કે પછી અન્ય કોઈ કારણે, ત્યાં ગણતરીમાં આવતી ૯ દેરીઓ થઈ શકી નથી કે કરી નથી. મંદિર પશ્ચિમાભિમુખ છે. અને તેનું માળચોકીવાળું પૂર્વ દ્વાર, જેને પરિપાટીકારો સિંહદ્વાર, મૂલદ્વાર, સવાલાખી ચોકીઘર કે પૂર્વ તરફની નવચોકી કહે છે, તો ૧૯ભી સદીમાં કે તે પછી બંધ કરી, ત્યાં ઓરડા જેવું કરી, પ્રતિમાઓ બેસાડેલ છે. (એક તીર્થમાળાકાર આ દ્વારમાં વસ્તુપાલે મુકાવેલ નેમિજિનનું બિંબ હોવાની નોંધ કરે છે.) આ સિવાય ગૂઢમંડપના ઉત્તર-દક્ષિણ દ્વારોના સૂત્રે, જગતના કોટમાં દેવકુલિકાઓની હારમાં પરોવાયેલાં છે, જ્યારે પૂર્વ તરફ, પર્વતની ખીણ પર ઝળુંબી રહેલ, ટૂંકું શું પણ જરૂખા અને For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો માળવાળું ચોકી-બલાણક કરેલું છે. (દક્ષિણ દ્વારની બાજુમાં કરેલ એક ૧૫મા શતકના પૂર્વાર્ધમાં બનેલી, રૂપસુંદર જાળી ચિત્ર-૩૨માં રજૂ કરી છે.) મૂલપ્રાસાદનું સ્થાન એકંદરે બલાણકની ઘણું જ નજીક હોઈ, રંગમંડપ બની શકયો નથી. અને દેવકુલિકાઓ પણ ઘણી જ દૂર રહી જતી હોઈ, પ્રાસાદને રંગમંડપ હોત તો પણ તેનું ઉત્તર-દક્ષિણ સંધાન લાંબું પડી ગયું હોત. મૂલપ્રાસાદની પાછળ ઘણી કોરી જગ્યા પડી છે, તેમાં અત્યારે ગર્ભસૂત્રે પોરવાડ જગમાલ ગોરધનની સં. ૧૮૪૮(ઈ. સ. ૧૭૯૨)માં કરાવેલી, આદિનાથની વિજય જિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી, દેહરી છે, અને તેની બાજુમાં પશ્ચાત્કાલીન રામતીની દેરી છે. ૧૫મા શતકના એક અનામી ચૈત્યપરિપાટીદાર નેમિનાથ ફરતી દેવકુલિકાઓ વસ્તુપાલે કરાવ્યાનું કહે છે, પણ તે વાતને સમકાલિક-ઉત્તરકાલિક કોઈ પણ લેખકનો ટેકો નથી. વાસ્તવમાં દેવકુલિકાઓનાં છાદ્ય અને સંવરણા સં૧૨૧૫(ઈ. સ. ૧૧૫૯)માં થયાનો ઉત્તર દ્વારમાં લેખ છે. દેવકુલિકાઓ મૂળ મંદિરના સમયની તેમજ કાળા પથ્થરની છે. સજ્જનમંત્રીના સમયમાં જે કામ અપૂર્ણ રહ્યું હશે તે ત્રીસેક વર્ષ બાદ પૂરું થયેલું તેમ ઉત્તર દ્વાર પરના પ્રસ્તુત લેખ પરથી જણાય છે. દેવકુલિકાઓની પટ્ટશાલાઓમાં થંભો વચ્ચે જાળી પાછલા કાળે ભરાઈ હતી, જે કેટલાક કાળ પૂર્વે દૂર કરવામાં આવી છે. ભમતીમાં એક કાળે અહીં બે નંદીશ્વર પટ્ટો હતા; એક સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)નો (જે હાલ સગરામ સોનીવાળા કહેવાતા મંદિરના મંડપમાં મૂક્યો છે), અને બીજે સં૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)નો, જે હાલ ત્યાં પશ્ચિમ બાજુની ભમતીમાં છે. આ સિવાય એક સં. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪)નો વસ-વિહરમાનનો મનાતો (વાસ્તવમાં સમેતશિખરનો) પટ્ટ પણ ત્યાં ઉત્તર બાજુની ભમતીમાં છે. ગિરનારસ્થ ભગવાન નેમિનાથનો “સ્કન્દપુરાણ”ના પ્રભાસખંડ અંતર્ગત “વસ્ત્રાપથક્ષેત્ર માહાભ્ય”માં ઉલ્લેખ છે. ત્યાં તેમને સમાદર અને સમભાવથી “શિવ” કહ્યા છે અને તેમની સ્થાપના વામને કરી હોવાનું જણાવ્યું છે. નેમિનાથ-જિનાલયના ગૂઢમંડપના દક્ષિણ દ્વારને અડીને આવેલ ભગવતી અમ્બાની દેરી આધુનિક છે. તેનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં નથી. ગજેન્દ્રપદકુંડ પાસે શ્રેષ્ઠી સાલવાહણે ઈ. સ. ૧૧૫૯માં કરાવેલ અંબિકાની મૂર્તિ ત્યાંથી પાછલા કાળે અહીં લાવવામાં આવી હોય તેમ બને. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો પ્રપામઠ : પાપામઢી : પાપામઢી : અપાપામઢી : અપાપામઠ જિનહર્ષગણિ નેમિનાથ મંદિરને અનુલક્ષી એક “પ્રપામઠ” નામના સ્થાનનો ઉલ્લેખ કરે છે. આ અગાઉ પાપામઠમાં નેમિનાથની મૂર્તિ હોવાનું જિનપ્રભસૂરિ પણ “ચોર્યાસી મહાતીર્થ” અંતર્ગત નોંધે છે. પણ આ કઈ સંરચના હતી તેનો પત્તો તો ૧૫મા શતકના ચૈત્યપરિપાટીકારોના વિવરણમાં મળે છે. તેઓ આ સ્થાનને “પાપામઢી”, “પાપામુઠી” કે “અપાપામઠ'' વા “અપાપામઢી” કહે છે, અને તે નેમિનાથના (મુખ્ય ભવનના) પરિસર-અંતરંગમાં હોવાનો નિર્દેશ કરે છે. (એક ચૈત્યપરિપાટીકાર તેને દેવકુલિકાઓની હારની અંદર હોવાનું જણાવે છે. રાણકપુરના ગિરનારવાળા સં. ૧૪૯૭(ઈ. સ. ૧૪૫૧)માં સ્થપાયેલ પટ્ટમાં પણ તેને નેમિનાથના ભવનની તદ્દન નજીકમાં દર્શાવેલ છે. આ “પાપામઢીમાં પરિપાટીકારો ગત ચોવીસી (પટ્ટ હશે) અને બીજાં સાત બિંબોના દર્શન કરતાં હોવાની વાત કરે છે. શિવરાજ સંઘવીના સંઘવાળા પરિપાટીકાર તેમાં આઠમું આમરાયે કરાવેલું અને બપ્પભટ્ટસૂરિએ લાવેલ બિંબ હોવાની વાત કરે છે. અન્ય એક પરિપાટીકાર ત્યાં કુલ આઠ બિંબ હોવાનું કહે છે. આ સ્થાન કયું? તે વિષે વિચારતાં તે અત્યારે જેમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા મૂકી છે, અને જેમાં નેમિનાથ, રથનેમિ, અને નેમિનાથની એક અન્ય-ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિએ સં. ૧૩પ(ઈ. સ. ૧૩૦૨)માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિ છે, તે વિશાળ, ભોંયરાવાળી દેવકુલિકા જ હોવી ઘટે. પ્રસ્તુત અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ સંપ્રતિ રાજાના વખતની હોવાની પશ્ચાત્કાલીન કિંવદંતી છે : પણ એ વાતને કોઈ જ પ્રાચીન-મધ્યકાલીન લેખકોનું સમર્થન પ્રાપ્ત નથી. વસ્તુતયા તે પ્રતિમા મૌર્યરાજ સંપ્રતિના કાળથી ઘણી અર્વાચીન છે. આરાસણના આરસની બનાવેલ આ સુરેખ પ્રતિમા, શૈલીની દષ્ટિએ તો વહેલામાં વહેલી ઉત્તર સોલંકીકાળની જણાય છે. પંદરમા શતકમાં આમરાયની મનાતી પ્રતિમા આ હશે તેમ લાગે છે, જોકે તે આમરાય એટલે કે પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયના સમયથી ચાર પાંચ સદી પછીની છે.) અમીઝરા પાર્શ્વનાથનો આઠમાથી લઈ ૧૫મા-૧૬મા શતક સુધીના પ્રાપ્ત ગિરનાર સંબંધી આધારભૂત સાહિત્યમાં બિલકુલ ઉલ્લેખ નથી. તેનો સૌથી પહેલો ઉપલબ્ધ ઉલ્લેખ છેક ૧૭મી સદીના અંતભાગે તપગચ્છીય શીલવિજયની “તીર્થમાળામાં પ્રાપ્ત થાય છે. (નાગેન્દ્રગચ્છીય ભુવનસુંદરીકથા (ઈ. સ. ૧૦૫૪) અનુસાર પ્રભાસના રહેવાસી ગોપાદિત્યે નેમિમંદિરની પાસે મઠ કરાવેલો તે આ સ્થાને હશે ?) For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ખરતરવસહી નેમિનાથની જગતીના ઉત્તર દ્વારેથી હેઠે ઊતરતાં સૌથી મોટું પહેલું મંદિર જે મળે છે તે ‘‘મેલકવસહી’’ કે ‘‘મેરકવસહી’’ નામે આજે ઓળખાય છે; પણ આ અભિધાન ભ્રમમૂલક છે, કેમકે જે બેએક ચૈત્યપરિપાટીકારો ‘‘મેલાગર’’ અપરનામ ‘‘મેલાસાહ’'ના મંદિરની વાત કરે છે, તે મંદિર તો તેમના કહેવા પ્રમાણે ધરમનાથ(જિન ધર્મનાથ)નું અને કેવળ નાની દેરી રૂપે જ હતું. અને તે પણ નેમિનાથની જગતીના પૂર્વદ્વાર પાસે કયાંક હશે તે રીતે ઉલ્લેખ કરે છે; જ્યારે આ કહેવાતી ‘‘મેલકવસહી’’ તો મોટું બાવન જિનાલય છે અને તે અષ્ટાપદ અને સમ્મેતશિખરનાં ભદ્રપ્રાસાદો, ગૂઢમંડપ, અને રંગમંડપની રચનાઓ ઉપરાંત ‘‘પંચાંગવીર’’ અને ‘‘નાગબંધ’’ ઇત્યાદિ કોતરણીવાળી છતો ધરાવતું સુંદર શોભાયમાન મંદિર છે. ૧૫મા શતકના ઉત્તરાર્ધના ચૈત્યપરિપાટીકારો આ મંદિરનું ખૂબ હોંશપૂર્વક અને વિગતે વર્ણન કરે છે, જે સર્વ રીતે વર્તમાન મંદિર સાથે મળી રહે છે : અને ત્યાં તો તેમણે સૌએ આ મંદિરને સ્પષ્ટતયા “ખરતરવસહી’' કહ્યું છે, અને તેના નિર્માતા તરીકે નરપાલ સંઘવીનું નામ આપ્યું છે. આ મંદિરની નિર્માણ-મિતિ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસોમ સ્વરચિત ‘‘જયસાગરોપાધ્યાય-પ્રશસ્તિ''માં સં૰ ૧૫૧૧ (ઈ. સ૰ ૧૪૫૫) આપે છે, પરંતુ રાણકપુરના ગિરનારવાળા સં૰ ૧૫૦૭(ઈ સ૰ ૧૪૫૧)ના પટ્ટમાં પણ ખરતરવસહી બતાવવામાં આવી હોઈ, પ્રસ્તુત મંદિર તે પૂર્વે બંધાઈ ચૂકયું હોવું જોઇએ. શૈલીની દૃષ્ટિએ જેની મિતિ નિશ્ચિત થઈ શકે તેવા ૧૫મા શતકમાં બંધાયેલ ગિરનાર પરનાં અન્ય જિનમંદિરો સાથે સરખાવતાં આ મંદિર ઈ. સ૰ ૧૪૩૮ આસપાસ બંધાયું હશે તેમ લાગે છે. આ મંદિર વિષે બીજી એક ખોટી કિંવદંતી, (જે સાંપ્રતકાલીન જૈન લેખકો અન્વેષણ કર્યા વગર લખ્યું જ રાખે છે તે) એ છે કે સજ્જનમંત્રીએ ટીપ કરીને તૈયાર રાખેલું નેમિનાથ મંદિરના નિર્માણ-ખર્ચ જેટલું દ્રવ્ય સિદ્ધરાજે ગ્રહણ ન કરતાં તેનો ઉપયોગ આ મંદિર બાંધવામાં થયો હતો; પણ કોઈ જ સમકાલિક-ઉત્તરકાલિક ઉલ્લેખ આ વાતનું સમર્થન કરતો હોવાનું જ્ઞાત નથી : અને મંદિરની શૈલી તો સ્પષ્ટત: ૧૫મા સૈકાની છે. મોટે ભાગે આ પૂર્વે અહીં વસ્તુપાલ કારિત સત્યપુરાવતાર મહાવીરનું મંદિર હતું. ઉજ્જત્તગિરિનાં જિનમંદિરો મંદિરના ગભારામાં વર્તમાને સં૰ ૧૮૫૯(ઈ સ૰ ૧૮૦૩)માં વિજયજિનેન્દ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત સહસ્રર્ણપાર્શ્વનાથ મૂલનાયક રૂપે બિરાજમાન છે; પણ ૧૫મા શતકમાં તો તેમાં સ-તોરણ સોવનમયવીરની (પિત્તળની સોનાથી રસેલી) પ્રતિમા મૂલનાયકરૂપે પ્રતિષ્ઠિત હતી : અને તેની આજુબાજુ શાંતિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાયોત્સર્ગ પ્રતિમાઓ હતી તેવું ચૈત્યપરિપાટીઓ પરથી જણાય છે. (આ પ્રતિમા સંપ્રતિકારિત હોવાનું રાવરાજ સંઘવીવાળા પરિપાટીકાર કહે છે, જે અલબત્ત એમના યુગની કિંવદંતી માત્ર છે.) For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો હવે મંદિરની રચના વિષે જોઈએ. પ્રવેશદ્વારની મુખચોકી વટાવી અંદર જતાં પહેલાં મુખમંડપ આવે છે, જેમાં પંચાંગવીર (ચિત્ર-૧૪) અને વિષ્ણુ ગોપલીલા(ચિત્ર-૧પ)નાં દશ્યો કંડારેલાં છે. (આ આકૃતિઓને સં. ૧૯૩૨(ઈ. સ. ૧૮૭૬)ના કેશવજી નાયકના જીર્ણોદ્ધાર વખતે પાશ્ચાત્ય કિંવા રૉમન પદ્ધતિએ ઘડવામાં આવી છે.) અહીં કેટલીક બીજી (વાસ્તુશાસ્ત્રોકત) છતો પણ છે, તેમાંથી નાભિમંદારક જાતની એક અહીં ચિત્ર-૧૫માં જોઈ શકાશે. ૨૩ મુખમંડપ વટાવતાં તેના અનુસંધાને કરેલ રંગમંડપમાં જોવાલાયક વસ્તુ છે તેનો ‘“સભા-પદ્મમંદારક’’ જાતિનો મહાવિતાન (ચિત્ર-૨૮). અહીં રૂપકંઠમાં પંચપરમેષ્ટિદર્શનના ભાવો ‘પરિમાણોની સ્પષ્ટતા સાથે' કંડાર્યા છે. તે પછી આવતા ત્રણ ગજતાલુ, અને તે પછી બહુ જ ઘાટીલા કોલના ત્રણ થરો છે. જેમાં પડખાઓમાં સુરેખ રત્નોનો કંડાર કર્યો છે અને વજ્રશૃંગોમાં કમળપુષ્પો ભર્યાં છે. આ થરો પછી ૧૬ લુમાનો પટ્ટો આવે છે. તે પછી આવવી ઘટે તે (અસલી) પદ્મશિલાને સ્થાને જીર્ણોદ્વારમાં રૉમન શૈલીનું મેળ વગરનું ‘‘લમ્બન’’ ખોસેલું છે. રંગમંડપ પછી ‘‘છચોકી’’ કરી છે. તેમાં જમણી બાજુના એક નાભિચ્છન્દ વિતાનમાં ભારપટ્ટિકા પર કોરેલી ચક્રવાકોની સુંદર હારનું દૃશ્ય ચિત્ર-૭૩માં રજૂ કર્યું છે. રંગમંડપમાં ગૂઢમંડપનું મુખ્ય કોરણીયુકત સપ્તશાખાદ્વાર આવે છે, જેનું આરસનું મંદારક (માણુ) આધુનિક છે. તેની બન્ને બાજુએ મથાળે ઈલ્લિકાવલણવાળા, લક્ષ્મી આદિ મૂર્તિવાળા મઝાના ગોખલા કાઢ્યા છે. મુખમંડપ, રંગમંડપ, અને છચોકી એક જ છત પર કરેલા હોઈ તલવિન્યાસના છંદનો ઉપાડ પ્રભાવશાળી નથી લાગતો, ને થોડીક જ કોરણી હોઈ સ્તંભો કંઈક શુષ્ક લાગે છે. ગૂઢમંડપની બહારની ભીંત તત્કાલીન વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ઘાટવિધાન અને રૂપાદિ અલંકારયુકત રચના બતાવે છે : (ચિત્ર-૧૦). આમાં યક્ષ-યક્ષીઓ અને જંઘામાં દિક્પાલો, અપ્સરાઓ અને ખડ્ગાસન જિનમૂર્તિઓ કંડારેલી છે, જેમાંની ઘણીખરી ખંડિત છે. ૧૫મા શતકની અન્યત્ર છે તેને મુકાબલે અહીંની કેટલીક મૂર્તિઓ ખાસ કરીને દિપાલાદિની મૂર્તિઓ—ના કામમાં નમનીયતા સરસ રીતે દેખાય છે. - ગૂઢમંડપના અંદરના ભાગમાં દીવાલોમાં ગોખલાઓ કર્યા છે, તે પ્રાચીન છે, પણ તેનો અલંકારી વિતાન હટાવી, તે સ્થળે જીર્ણોદ્વારમાં આધુનિક ઘુમ્મટ કરી નાખ્યો છે. ગૂઢમંડપના પડખાનાં દ્વારો ઓછી કોતરણીવાળાં છે. મંદિરના મૂળપ્રાસાદને ૧૬મા શતકના અંતમાં કે ૧૭મા સૈકાના પ્રારંભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવો બનાવેલો છે, અને તેમાં રૂપકામને બદલે પટ્ટબંધો કર્યા છે : (ચિત્ર-૧૨). For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉ ત્તગિરિનાં જિનમંદિરો જેમાં કેટલીક મુઘલકાલીન કારીગરી વરતાય છે. અહીં જે નરપાલસિંહ કારિત અસલી મૂલપ્રાસાદ હતો તેનું રત્નસિંહસૂરિશિષ્ય (વાસ્તુશાસ્ત્રો અનુસાર) “શ્રીતિલક' નામ જણાવે છે; ઉપાધ્યાય જયસોમ પણ તેને “લક્ષ્મીતિલક” નામનો “વર વિહાર” કહે છે : પણ આગળ કહ્યું તેમ, આ પ્રાસાદની બહિરંગની મૂર્તિઓ ખંડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી શહેનશાહ અકબરના જમાનામાં નવો પ્રસાદ કરાવેલ છે. બિકાનેરના રાજાના મંત્રી, અકબરમાન્ય કર્મચન્દ્ર બચ્છાવતે, ખરતરગચ્છીય પંચમ જિનચંદ્રસૂરિના ઉપદેશથી શત્રુંજય-ગિરનાર તીર્થમાં ઉદ્ધારાર્થે દ્રવ્ય મોકલાવેલું તેવી નોંધ મળે છે. તેઓ ખરતરગચ્છની આમ્નાયમાં હોઈ, સ્વાભાવિક રીતે જ તેમનું દ્રવ્ય ગિરનાર પર ખરતરવસહીના ઉદ્ધારમાં વપરાયું હશે, અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તો મૂલપ્રાસાદને નવો કરાવ્યો તે જ ઘટના બની હશે એમ જણાય છે મંદિરને ફરતાં બાવન જિનાલય છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તો ત્રણ જ અને મોટી દેરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના બાજુનાં દ્વારના સૂત્રે દક્ષિણે અષ્ટાપદ ધરાવતો શ્રેષ્ઠી ધરણાસાહે બનાવડાવેલ ભદ્રપ્રસાદ મુખ્ય છે. અષ્ટાપદની અસલી રચના તો આરસ નીચે છુપાઈ ગઈ છે, અને ભદ્રપ્રાસાદની જૂની દીવાલો પણ આધુનિક ઢબે બદલી નાખવામાં આવી છે, છતાં અહીં ધ્યાન ખેંચે તેવી અને બહુમૂલ્ય કહી શકાય તેવી એક અસલી રચના રહી ગઈ છે : તે છે તેનો સભા-પદ્મમંદારક વિતાન (ચિત્ર-૨૯-૩૦). અહીંરૂપકંઠમાં બહુ જ સરસ, સચેત ભાસતી ચક્રવાકોની આવલી કાઢી છે અને તેમાં આંતરે આંતરે વિદ્યાદેવીઓને ઉભવા માટે ૧૬ ઘાટીલાં મદલો (ઘોડાં) કર્યા છે : (વિદ્યાદેવીઓની આ મૂર્તિઓ, અલબત્ત, સલ્તનત સમયે ખંડિત થતાં દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગજલાલુના ત્રણ સુઘટિત થરો, અને તે પછી બે નવખંડી, ગાળે ગાળે પદ્મવાળા, ગજલાલુના થર છે. તત્પશ્ચાત્ ૧૬ પદ્મભૂમાનો વલયાકાર પટ્ટ અને તેની વચ્ચેથી પાંચ અણિયાળા કોલના થરવાળી, ખૂણે ખૂણે ચંપક અને અર્ક(આંકડા)ના પુષ્પના છંટકાવ સહિતની અને વચ્ચે કમળના પુટવાળી મનોહર લમ્બનાકૃતિ પદ્મશિલા કરી છે : (ચિત્ર-૨૯). સામે, ઉત્તર બાજુએ, પ્રતિવિન્યાસે કરેલા ભદ્રપ્રસાદની બહારની મૂળ ભીંતો કાયમ છે. તેમાં કુંભ-કલશને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે : અને જંઘામાં પણ રૂપાદિ કર્યા છે પણ તેમની ખંડિત થયેલ મુખાકૃતિઓ ઈત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને વણસાવી દીધા છે (ચિત્ર-૩૨). અંદર રહેલી સમેતશિખરની રચના પણ આરસ નીચે દબાઈ ગઈ છે. અહીં પણ દર્શનીય વસ્તુ છે પ્રાસાદનો સભા-મંદારક વિતાન (ચિત્ર-૩૧). આ વિતાનમાં ગજલાલુ અને કોલના થરો રંગમંડપના થરો બરાબર છે. રૂપકંઠમાં મદલો (ઘોડા) છે પણ લુમાનો વલયપટ્ટ નથી. પદ્મશિલાની રચના અષ્ટાપદવાળા વિતાનમાં છે તેવી જ છે પણ અહીં કોલનાં સંધાનમાં આંતરે આંતરે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જન્તગિરિનાં જિનમંદિરો મૂકેલાં પુષ્પો પોયણાની જાતિનાં છે અને વચ્ચે ‘પદ્મકેસર’’ કર્યું છે. મૂલપ્રાસાદના ગર્ભસૂત્રે પશ્ચિમે પણ ભદ્રપ્રાસાદ છે, પણ તેનું મોવાળ ખુલ્લું છે. ચૈત્યપરિપાટીકાર તેને શત્રુંજયાવતારનો પ્રાસાદ કહે છે. તેના નિર્માતા વિષે જાણવા નથી મળતું; અને શિલ્પની દષ્ટિએ તેમાં કશું ધ્યાન ખેંચે તેવું નથી. (આ ત્રણે ભદ્રપ્રાસાદો અહીંની અન્ય દેવકુલિકાઓના મુકાબલે ઘણા મોટા છે.) બાકી રહી તે દેવકુલિકાઓમાં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી. સિવાય પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુની દેરીઓના ગભારાનાં અને તેને લગતી પટ્ટશાલાઓનાં વિતાનો. તેમાં ભમતીના વાયવ્ય ભાગની પટ્ટશાલાનાં વિતાનો તો ૧૫મા શતકના વિતાનસર્જનની પરાકાષ્ઠા દાખવી રહે છે. આમાંથી દશેક જેટલા ચુનંદા નમૂનાઓ અહીં મૂળ ચિત્રો સાથે જોઈશું. ચિત્ર-૧૧માં દર્શાવેલ સમતલ વિતાનમાં વચ્ચે કમલપુષ્પ કરી, ફરતી બે પટ્ટીઓમાં સદાસોહાગણ જેવાં ભાસતાં છ પાંખડીવાળાં ફૂલોની હાર કાઢી છે (જેવાં ફૂલો પછીથી અમદાવાદની રાણી રૂપમતીની મસ્જિદ તથા સુપ્રસિદ્ધ અડાલજની ઈ. સ૰ ૧૫૦૧માં બંધાયેલી વાવમાં જોવા મળે છે.) ચિત્ર-૧૭માં સમતલ પટ્ટમાં ગોલાકૃતિ કોલની પ્રતિક્રમમાં હારો કરી, તેમાં ગાળે ગાળે પડતા ચોકમાં આગળ કહ્યા તે છ પાંખડીવાળાં ફૂલો છાંટેલાં છે. ઘણાંખરાં ફૂલો ખંડિત થઈ ગયાં છે, પણ નીચેના ભાગમાં જે થોડાં બચ્યાં છે તે તેનાં ઘાટીલાપણા અને સજીવતાને છતાં કરે છે. ચિત્ર-૧૮ની છત ચિત્ર-૧૭ને મળતી જ છે, પણ તેમાં ગાળાઓમાં કમળનાં પુષ્પો કાઢ્યાં છે અને કોલની હારો પ્રતિક્રમમાં નહીં પણ એકસૂત્રમાં કાઢેલી છે. બન્ને છતો પોતપોતાની રીતે સુંદર છે. (ચિત્ર-૧૮ વાળી છતનું તળિયેથી દેખાતું પૂર્ણદર્શન ચિત્ર-૧૯માં આપ્યું છે.) ૨૫ આ પછીથી છત(ચિત્ર-૨૦)માં એક પંક્તિમાં પાંચ, એવી ચાર હારોમાં પંચમંડા કોલ કર્યા છે અને ગાળામાં ઊંડા ટાંકણે ઉપસાવેલ, વલયપટ્ટી વચ્ચે, મોટાં કમળપુષ્પો કોર્યાં છે. તેના પછી ચિત્ર-૨૧માં આપેલ છત લકકડકામમાં જ હોય તેવી ફૂલ અને ગજનેત્ર ભાતની ઝીણી ગૂંથણી બતાવી રહે છે. ત્યાર બાદના નમૂનામાં (ચિત્ર-૨૨) પહોળી કિનારીમાં બહુ જ સુરેખ અને સપ્રમાણ ચોરસ ખંડોમાં, ચોકોર પંચખંડા ૧૨ કોલ કર્યાં છે. ૧૫મી શતાબ્દીના મેવાડનાં મંદિરોમાં આને મળતી ભાતો જોવા મળે છે, પણ આટલી સ્વચ્છતા અને આટલી પૂર્ણતાને તે દૃષ્ટાંતો આંબતાં જણાતાં નથી. ઉપરના પ્રકારનું એક વિશેષ આગળ વધેલું દૃષ્ટાંત હવે જોઈએ. અહીં અસલ રચનામાં તેરખંડા નાભિં ંદમાં કરેલી ત્રણ લૂમાઓ (લાંબસાઓ) એક હારમાં, એવી ત્રણ હાર હશે; પણ તેના કેવળ બે જ ટુકડા બચ્યા છે, જેમાંથી એક (ચિત્ર-૨૩) રજૂ કર્યો છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉન્નગિરિનાં જિનમંદિરો ભમતીના બિલકુલ નૈઋત્ય ખૂણામાં રહેલો, કોલના ઘટતા ક્રમમાં ઊંડા ઊતરતા જતા ચાર થરોથી સર્જાતી ચાર ઉક્ષિપ્ત લૂમાઓના સંયોજનથી રચાતો આ પદ્મનાભ જાતિનો વિતાન સોલંકીયુગના કારીગરોને પણ સ્તબ્ધ કરી દે તેવો છે (ચિત્ર-૨૪). પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતાં પદ્મપુષ્પ, અને છતના વચલા, ઊંચકાઈ આવતા બિંદુમાં કરેલ કોમળ પાંખડીઓથી સર્જાતા કમળફૂલ, તેમજ કર્ણ ભાગે ગ્રાસનાં મુખો અને ભદ્ર ભાગે ચંપાના પાનથી સોહતો આ સુંદર વિતાન પંદરમા શતકનાં સર્જનોમાં તો બેજોડ કહી શકાય તેવો છે. કોલના થરોના ઊંડા ઊતરતા જતા વિન્યાસથી સર્જાતા એક નાભિછંદ જાતિના વિરલ વિતાનનું દષ્ટાંત ચિત્ર-૨૫માં જોવા મળશે. કોલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ ૧૧ જેટલા થરોથી સર્જાતા આ વિસ્તાનની તો સોલંકીકાળમાંયે જોડી નથી જડતી. મંત્રીશ્વર ઉદયનના પુત્ર આદ્મભટ્ટ દ્વારા નવનિર્મિત શકુનિકાવિહાર(ઈ. સ. ૧૧૬૬)માં આવા સિદ્ધાંત પર રચાયેલાં વિતાનો હતાં. (હાલ તે સૌ ભરૂચની જુમા મસ્જિદમાં છે.) પણ તેમાં પણ આટલા બધા થરો લેવાનું સાહસ શિલ્પીઓએ કર્યું હોય તેવું જાણમાં નથી. ઘડીમાં વાદળોના થરોને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો લાગે, તો ઘડીમાં પાતાળ-પાણીમાં શેવાળનાં બાઝેલા એક પછી એક થરને વીંધીને તળિયાને આંબવા યત્ન કરતો લાગે એવો આ વિતાન સમગ્ર ભારતમાં એક જ છે! વસ્તુપાલ-તેજપાલના સૂક્ષ્માતિસૂક્ષ્મ કોરણી કરનારા શિલ્પીઓ પણ જેનાં વખાણ કરે તેવો એક પદ્મનાભ જાતિનો ચેતોહર વિતાન ચિત્ર-૨૬માં રજૂ કર્યો છે. રચનામાં સૌ પહેલાં પાછળ ઉલ્લિખિત છ પાંખડીવાળાં, ચેતનથી ધબકતાં ફૂલોની કિનારી કરી (ચિત્ર-ર૭), અંદર ચોરસ છંદમાં ગજલાલુનો થર લઈ, વચલા ક્ષેત્રમાં ચાર દળવાળી ચાર બહુભંગી ક્ષિપ્તોક્લિપ્ત લૂમાઓના સંયોજનથી પ્રગટ થતાં આ મનોહર વિતાન(ચિત્ર-૨૬)નાં મૂળ તો સોલંકીકાળમાં છે, પણ દળદાર-ચોટદાર કલ્પનામાં તો આની સામે દેલવાડાની વિમલવસહીના સૂત્રધારો પણ એક કોર ઊભા રહી જાય, અને જોમનો ભોગ આપ્યા સિવાય નિપજાવેલી ઘાટની મુલાયમ સફાઈ અને તેમાં રહેલાં મોટાં કમળોની પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ અને સજીવતાની સામે તો આરાસણના આરસને મીણની જેમ પ્રયોજી ગયેલા લૂણવસહીના શિલ્પીઓ પણ ઘા ખાઈ જાય ! ગિરનાર પર કામ કરી ગયેલા આ શિલ્પીઓનો મુકાબલો એમના જમાનામાં ભારતમાં અન્ય કોઈ સ્થળના ગજધરો નહીં કરી શક્યા હોય, ૧૫મા શતકમાં આવું દિંગ થઈ જવાય તેવું કામ થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે! For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉત્તગિરિનાં જિનમંદિરો અદ્ભુત આદિનાથ આ ખરતરવસહીની જમણી બાજુએ, ખડક સમાણું ઉત્તરાભિમુખ અદબદજીનું મંદિર છે. પંદરમા શતકના તીર્થમાલાકારો તેનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે પૂર્વેના સાહિત્યમાં તેનો બિલકુલ નિર્દેશ ન હોઈ, અદ્ભુત આદિનાથની આ વિશાળ પ્રતિમા ૧૫મા શતકના મધ્ય ભાગના અરસામાં કંડારવામાં આવી હોય તેમ જણાય છે. શત્રુંજય પરના પ્રાચીન અદ્ભુત આદિનાથના અનુકરણ રૂપે આ પ્રતિમા અવતારી હોવાનું અનુમાન થઈ શકે. કલ્યાણત્રય ચૈત્ય મંત્રીશ્વર તેજપાળે ઉજ્જયન્ત પર “કલ્યાણત્રય” નામક ઉત્તુંગ પ્રાસાદ કરાવ્યાની પહેલી નોંધ વિજયસેનસૂરિ આપે છે, તે પર્વતની ધાર સમીપ હોવાનો નિર્દેશ ધર્મઘોષસૂરિ કરે છે. પ્રબન્ધકોશકાર રાજશેખરસૂરિ પણ તેનો ઉલ્લેખ કરે છે. રત્નસિંહસૂરિશિષ્યના કથન અનુસાર, તેમજ સમકાલીન ચૈત્યપરિપાટીકાર ભાવહર્ષશિષ્ય રંગસારના કથન અનુસાર આ પ્રાસાદનો ઉદ્ધાર સોની સમરસિંહ-માલદેએ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)માં કરાવેલો. ચૈત્યપરિપાટીદારોમાંના કેટલાક તેનું વિગતે વર્ણન આપે છે, પણ તે તેજપાળ કારિત મૂળ કલ્યાણત્રય કે કલ્યાણત્રિતય નહીં પણ સમરસિંહ-માલદેએ આમૂલચૂલ ઉદ્ધાર કરી, તદ્દન નવો જ નિર્માણ કરાવેલ પ્રાસાદ છે, કેમ કે તમામ પરિપાટીઓ ઈસ્વીસનના ૧૫મા શતકની હોવા છતાં વિસં. ૧૪૯૪ બાદ બનેલી છે. સાંપ્રતકાળમાં આ મંદિર વિદ્યમાન છે, પણ તે સગરામ સોનીના (સંગ્રામ સોનીના) મંદિર તરીકે ખોટી રીતે ઓળખાય છે. (મોહનલાલ દલીચંદ દેશાઈ, પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, આદિ વિદ્વાનોએ ખરા નિર્માતા અંગે સપ્રમાણ નિર્ણય લીધો હોવા છતાં કેટલાયે જૈન લેખકો હજુ પણ આ મંદિરને સંગ્રામ સોની કારિત કહે છે.) સોમસૌભાગ્યકાવ્ય (સં. ૧૫૩૪ / ઈ. સ. ૧૪૬૮) અનુસાર આ મંદિરની પ્રતિષ્ઠા ગચ્છનાથ(સોમસુંદરસૂરિ)ના વચનથી જિનકીર્તિસૂરિએ સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં કરેલી. * * મંદિરમાં મૂલપ્રાસાદ, મજલાવાળો ગૂઢમંડપ (મેઘમંડ૫), અને તે પછી માથુકત મેઘનાદ મંડપ કે બલાણક મંડપ કરેલો છે. (આ વિગતો ચૈત્યપરિપાટીકારો આપે છે તે જ પ્રમાણે આજે પણ જોવા મળે છે. બન્ને મંડપોમાં કોરણી વગરના થાંભલા છે, તેમ છતાં પ્રમાણતોલન જળવાયું હોઈ મંડપો અંદરથી સારા લાગે છે.) પ્રાસાદ ફરતી હરદેવકુલિકાઓ અને તેમાં ઉત્તર-દક્ષિણ અને પશ્ચિમે ભદ્રપ્રાસાદો પણ જોવા મળે છે. (શવજી સંઘવીવાળી ચૈત્યપરિપાટી અનુસાર દક્ષિણનો ભદ્રપ્રાસાદ માલદેવની કરાવેલો હતો. અને તેમાં પિત્તળના મૂળનાયક તેમજ રતનદે ગુરુની મૂર્તિ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉ ન્નગિરિનાં જિનમંદિરો હતી, જ્યારે પશ્ચિમનો ભદ્રપ્રાસાદ કોઈ હાજા નામના શ્રાવકે અને ઉત્તરનો શ્રાવક સદા વછરાજે કરાવ્યો હતો.) આ કલ્યાણત્રય પ્રાસાદમાં પ્રવેશ એની જગતના કોટના દક્ષિણ દ્વારેથી થાય છે. મૂલપ્રાસાદ ઘણો મોટો છે, પણ તેના પર અલંકરણ ઓછું છે અને કંડારકામ કડક છે (ચિત્ર-૯). મેઘમંડપની પીળા પથ્થરની દક્ષિણાદિ દ્વારશાખમાં કરણી છે. અંદર આ મંડપના અને મેઘનાદ મંડપના સ્તંભો તેમજ વિતાનો તદ્દન સાદા છે. પણ ગર્ભગૃહનું સરસ કોરણીયુકત દ્વાર ખાસ ધ્યાન ખેંચે તેવું છે. તેમાં ઉચ્ચાલક આપીને તેને ખૂબ ઊંચું કર્યું છે, તેનું કારણ એ છે કે તેમાં ત્રણ ભૂમિવાળી અને એથી ઠીક ઠીક ઊંચી અને પ્રત્યેક મજલે નેમિનાથની શ્યામલ ચોમુખ મૂર્તિઓવાળી રચના હતી. નીચેની ભૂમિએ કાયોત્સર્ગ અને ઉપરની બન્ને ભૂમિમાં પદ્માસન મૂતિઓ, જે નેમિનાથનાં દીક્ષા, કેવલ્ય, અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકોને સૂચવતી પ્રતીક રચના હતી. આજે તો તે વિદ્યમાન નથી. પરિપાટીકારો વર્ણિત, ૧૫મા શતકમાં જે રચના હશે તે મૂળ તેજપાળની હતી કે સમરસિંહ-માલદેની તેનો આજે નિર્ણય થવો લગભગ અશકય છે. મંદિરમાં અત્યારે બિરાજમાન મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૮૫૯(ઈ. સ. ૧૮૦૩)માં વિજય જિનેન્દ્રસૂરિ દ્વારા થયેલી છે. ગર્ભગૃહમાં નીચે અને ઉપર ગૅલરીઓ કરી તેમાં બધી મળી પચીસ અન્ય નાની નાની જિનમૂર્તિઓ બેસાડેલી છે. શિખર અંદરથી પોલું છે, એથી ઉપરની ગૈલરીઓ પણ દ્વારમાંથી દેખી શકાય છે. સં. ૧૮૪૩(ઈ. સ. ૧૭૮૭)માં શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ મંદિરને સમરાવ્યું છે. મંદિરનું મેળ વગરનું શિખર પ્રસ્તુત જીર્ણોદ્ધાર સમયનું જણાય છે. શિલ્પ-સ્થાપત્યની દષ્ટિએ આ ભારેખમ લાગતું મંદિર ઓછું મહત્ત્વ ધરાવે છે. મંત્રીશ્વર તેજપાળની મૂળ વાસ્તુ રચના ૧૫મા સૈકામાં સમૂળગી ચાલી ગઈ એ બીના ખરે જ અફ્સોસજનક છે. (વિધમી વિધ્વંસકો દ્વારા થયેલી હાનિમાં વધારો કેટલીક વાર અજ્ઞાનવશ થયેલ જીર્ણોદ્ધારથી થયેલ છે તે વાત શોચનીય છે.) પ્રાસાદ-સંલગ્ન મંડપોના સ્તંભો સાદા છે, પણ અંદરની રચના એકંદરે સપ્રમાણ હોઈ પ્રભાવપૂત ભાસે છે. પૂનસીવસહી : (શાંતિનાથત્ય) કલ્યાણયમાંથી તેની જગતીના ઉત્તર તરફ્તા દ્વારમાંથી નીસરીને થોડું નીચે જતાં વર્તમાને “કુમારપાળ રાજાના મંદિર' નામે ઓળખાતા જિનાલયમાં જવાય છે. કુમારપાળના બે સમકાલિક લેખકો–આચાર્ય હેમચંદ્ર અને સોમપ્રભાચાર્ય–કુમારપાળે ઉજજયન્તગિરિ પર મંદિર બંધાવ્યાનું જણાવતા નથી. તે પછી રેવંતગિરિરાસુના કર્તા વિજયસેનસૂરિ કે ગિરનારકલ્પકાર ધર્મઘોષસૂરિ, For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉજયન્તગિરિનાં જિનમંદિરો ૨૯ કે કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિ પણ અહીં કુમારપાળ કારિત કોઈ મંદિર હોવા વિષે નોંધ લેતા નથી. મંત્રીશ્વર વસ્તુપાળની ૬ શિલાપ્રશસ્તિઓમાં, કે તેમના સમકાલિક પ્રશસ્તિકારો–આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિ, ઉદયપ્રભસૂરિ, અરિસિંહ, અને બાલચંદ્ર, તેમજ રાજશેખરસૂરિ કે જિનહર્ષગણિ સરખા ઉત્તરકાલીન લેખકો જે સૌ વસ્તુપાલના સુકૃતોનું વિગતે વિવરણ કરે છે–તે સૌના લખાણમાં પણ ગિરનાર પર “કુમારવિહાર” હોવાની કે તેમાં વસ્તુપાલે કશું કરાવ્યાની નોંધ મળતી નથી; એટલું જ નહીં પણ તે પછી ૧૪માથી ૧૮મા શતક સુધીના તીર્થગંદનાકારો-ચૈત્યપરિપાટીકારો પણ ગિરનાર પર કુમારપાળ નિર્મિત મંદિર હોવાનો જરા સરખો પણ નિર્દેશ કરતા નથી. સોલંકીકાલીન તથા ઉત્તર મધ્યકાલીન લેખકોના સમર્થનનો સંપૂર્ણ અભાવ જોતાં આ મંદિરને કુમારપાળનું મંદિર કહેવું સમીચીન નથી. જેમ શત્રુંજય પર કુમારવિહાર હોવાની કિંવદંતી ૧૮મી-૧૯મી સદીથી પ્રચારમાં આવી, તેવું જ ગિરનારના આ મંદિરના સંબંધમાં પણ બન્યું જણાય છે. ત્યારે આ મંદિર કોણે બંધાવ્યું? ૧૫મા શતકના ઉત્તરાર્ધમાં થયેલા ચૈત્યપરિપાટીકારો આ મંદિરને સાહ પૂનાનું કે પૂના કોઠારીનું શાંતિનાથનું ૭૨ જિનાલયવાળું મંદિર કહે છે. પ્રતિષ્ઠાસોમ સોમસૌભાગ્યકાવ્ય (સં. ૧૫૨૪, ઈ. સ. ૧૪૬૮)માં આ મંદિરને બેદર (બિદર) નગરના પૂર્ણસિંહ કોઠારી અને તેમના બંધુ રમણે કરાવ્યાનું કહે છે. રાણકપુરના ધરણવિહારમાં સં. ૧૫૦૭(ઈ. સ. ૧૪૫૧)માં સ્થાપેલ ગિરનારવાળા પટ્ટમાં “પૂનસવસહી” બતાવવામાં આવી છે. તેથી આ મંદિર તે સાલ પૂર્વે બંધાઈ ચૂકયું હોવું જોઈએ. આ મંદિરના અને સમરસિંહ-માલદેના(ઈ. સ. ૧૪૩૮)માં પ્રતિષ્ઠિત “કલ્યાણત્રય” મંદિરના પ્રતિષ્ઠાપક આચાર્ય એક જ (જિનકીર્તિસૂરિ) હોઈ, સંભવતયા આ પૂનસવસહી પણ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં બની હોવી ઘટે. તેના પુરાણા અવશિષ્ટ ભાગની શૈલી પ્રસ્તુત અનુમાનનું સમર્થન કરે છે. . આ મંદિરનો દુર્ભાગ્યે વધુ પડતો પુનરુદ્ધાર થઈ ગયેલો છે. બર્જેસના કથન અનુસાર ૧૯મી સદીના પ્રથમ ચરણમાં જૈનોએ આ મંદિરના પુનરુદ્ધારની શરૂઆત કરી, પણ જૂનાગઢના કોઈ શ્રીમંત મહેસરી શરાફે તેમાં શિવની સ્થાપના કરવાનો નિર્ણય કરતાં ઝઘડો થયેલો. શ્રાવકો આમરણાંત અનશન પર ઊતર્યા હતા. તે સમયે જૂનાગઢના નાગર ગૃહસ્થ ભગવાનલાલ મદનજી, જેઓ કાઠિયાવાડના નેટિવ એજન્ટ હતા, તેમણે તે મંદિર અસલમાં ભીમકુંડેશ્વર હોવાનું ઠરાવ્યું; પણ અમદાવાદથી તપાસ માટે આવેલ અન્ય એજન્ટ ઠાકરસી પુંજાશાએ દ્વારના ઉતરંગ (ઓતરંગ) પરથી મંગળમૂર્તિ રૂપે બિરાજેલ પદ્માસનસ્થ જિનની નિશાની પરથી મંદિર મૂળે જૈન હોવાનું સાબિત કરતાં ઝઘડાનો અંત આવ્યો અને ઈ. સ. ૧૮૨૪માં શેઠ પાંચા હંસરાજ જેઠાએ નવનિર્માણનું કાર્ય શરૂ કર્યું. ને સં૧૮૭૫(ઈ. સ. ૧૮૨૯)માં તપાગચ્છીય વિજયજિનેન્દ્રસૂરિએ અભિનંદનજિનની For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો મૂલનાયકરૂપે પ્રતિષ્ઠા કરી. મૂલનાયકની બાજુબાજુમાં આદિનાથ અને સંભવનાથના બિંબની પ્રતિષ્ઠા ઈ સ ૧૮૨૪ના જીર્ણોદ્વારમાં દૂર થઇ, તેને સ્થાને નવી રચના થઈ. જૂના ગૂઢમંડપની બહારની ભીંત પણ નવી કરી, પણ તેનો અંદરનો જૂનો ભાગ સદ્ભાગ્યે બચી ગયો છે. તેમાં રહેલો વચલો વીસેક ફૂટના વ્યાસનો વિશાળ કરોટક ચિત્ર-૩૪-૩૫માં રજૂ કર્યો છે. તેમાં નીચે રૂપકંઠ પછી ગજતાળુના ત્રણ થરો કરી, તેના પર નવખંડા કોલના ત્રણ થરો અને વચ્ચે મોટા પાનની, અણીદાર-જાળીદાર કોલના પાંચ થરવાળી, પુષ્પખચિત અને પદ્મકેસરયુકત બહુ જ સુંદર પદ્મશિલા કરેલી છે, જેની ગણના પશ્ચિમ ભારતના ૧૫મા સૈકાનાં સર્વોત્તમ ઉદાહરણોમાં થઈ શકે તેમ છે. એકંદરે તેનું કરોળિયાની જાળ જેવું કામ ખરતરવસહીના આવાં સમાન વિતાનોની પદ્મશિલાઓને બહુ જ મળતું આવે છે, અને આ બધી એક જ પરંપરાના કારીગરોની એકકાલીન કૃતિઓ છે. ૩૦ ગજપદકુંડ પાસે નવો કુંડ કરવા માટે ફોડેલી સુરંગમાં આ મંદિરના આગળના ભાગને નુકસાન થતાં કોચીનવાળા શેઠ જીવરાજ ધનજીએ, હાલ જે કાચની બારીઓવાળો રંગમંડપ છે, તે જૂનાને સ્થાને કરાવેલો છે. પૂર્ણસિંહ કોઠારીનું આ મંદિર અસલમાં બહારથી અને અંદરથી ખૂબ જ શોભાસંપન્ન હશે. દુ:ખની વાત એ છે કે, અજ્ઞાનમૂલક પુનરુદ્વારો અને પુરાવસ્તુ પ્રતિની ઉપેક્ષા-ઉદાસીનતાને કારણે એના મોટા ભાગના પુરાણા હિસ્સાનો દોઢસોએક વર્ષે વિલય થયો છે! ગજપદકુંડ : ગજાગ્રપદકુંડ : ગર્યદપયકુંડ : ગર્યદમુકુંડ : હાથીપગલાનો કુંડ જ્યારે દંડનાયક સજ્જનનું ‘‘કર્ણાયતન’” મંદિર પૂર્ણ થયું ત્યારે ઉત્તર બાજુની જગતીના કોટમાં ચોકીવાળું દ્વાર મૂકેલું. એનો હેતુ શું હશે? એ કાળે તો આજે ત્યાંથી નીચે દેખાય છે તેમાંનું એક પણ મંદિર બન્યું નહોતું. પ્રસ્તુત દ્વાર મૂકવાનું પ્રયોજન એ જણાય છે કે ત્યાંથી એક વાટ નીચે ખડકની પડખે પડતા નાગ-મોર-ઝરા તરફ જતી હતી. મધ્યકાળમાં યાત્રીઓ તેમાં સ્નાન કરીને નેમિનાથનું પૂજન કરવા જતા. નેમિનાથની જગતીના ઉત્તર દ્વારના એક સં ૧૨૧૫(ઈ. સ. ૧૧૫૯)ના લેખ અનુસાર ઠકુર સાલવાહણે આ ઝરા પર કુંડ બનાવ્યો અને તેની બાજુમાં અંબિકાદેવીની કુલિકા કરાવી. સંભવ છે કે હાથીપગલું તો તે કાળે પણ હોય અને તેને પ્રસ્તુત કુંડની અંદર સમાવી લેવામાં આવ્યું હોય. આ ગજપદકુંડ, ગજાગ્રપદકુંડ, ગણંદપયકુંડ કે ગયંદમુકુંડનો ઉલ્લેખ ૧૩મા શતકથી ૧૫મા શતક સુધી રચાયેલ ગિરનાર સંબંધી લગભગ તમામ જૈન સાહિત્યમાં મળે છે. ‘‘સ્કન્દપુરાણ’’ અંતર્ગત ‘‘પ્રભાસખંડ’’માં પણ તેનો ઉલ્લેખ છે. આ સાદો કુંડ આજે પણ (જીર્ણોદ્ધાર પામી) વિદ્યમાન છે, અને તેમાં આવતા ઝરણનું શીતલ જલ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો અતિ વિમલ છે. ત્યાં જવાનો રસ્તો ખરતરવસહી અને પૂનસવસહી વચ્ચેની ગાળીમાં થઈને જાય છે. (નાગઝરા પરનો આ કુંડ ધરણેન્ટે કરાવ્યાની અને મોરવાળો ભાગ ચરિન્ટે કરાવ્યાની માન્યતા ૧૫મી સદીમાં પ્રચલિત હતી તેવી ભાળ એક નવપ્રાપ્ત ગિરનાર ચૈત્યપરિપાટી સ્તોત્રમાંથી મળી છે.) ઈન્દ્રમંડપ : દેવેન્દ્રમંડપ : વાસવઠાણ (વાસવસ્થાન) કોઈ દેપાલમંત્રીએ ઈંદ્રમંડપનો ઉદ્ધાર કર્યાનું વિજયસેનસૂરિ નોંધે છે, અને પરિપાટીકારો ગજપદકુંડ પાસે તે હોવાનો નિર્દેશ કરે છે. દેપાલમંત્રી કોણ હતા, કયારે થઈ ગયા. તે વિષે અન્ય કોઈ માહિતી મળતી નથી, પણ મંત્રીધર વસ્તુપાલ પોતાની એક યાત્રા દરમિયાન રાજની મંત્રી મુદ્રા જે દેપાલને સોંપી ગયાની નોંધ ૧૪મા શતકના એક પ્રબંધમાં મળે છે તે દેપાલ આ હોઈ શકે છે. અત્યારે તો કુંડ પાસે એક કાળા-ભૂરા પથ્થરની છત્રી છે, એ જ અસલી ઈંદ્રમંડપ હશે કે એને સ્થાને રહેલી બીજી કોઈ રચના હશે તે કહેવું કઠિન છે. રત્નસિંહસૂરિશિષ્ય આ સ્થાનની રચનાઓના સંદર્ભમાં ત્યાં “વાસિષ્ઠરિખિ” (વશિષ્ઠ ઋષિ)ની પ્રતિમા હોવાનો ઉલ્લેખ કરે છે. અહીંથી આગળ છત્રશિલા અને તેની નજીકથી સાંકળીયાળી પાજ શરૂ થાય છે, જે બન્નેનો હેમહંસગણિ અને અન્ય તીર્થમાલાકાર ઉલ્લેખ કરે છે. અન્ય રચનાઓ “અદ્ભુત આદિનાથ” (અદબદજી)થી નીચેના હિસ્સામાં આગળ આવતી, અને ૧૫માં સૈકામાં વિદ્યમાન, પણ હાલ નષ્ટ થયેલી કેટલીક રચનાઓની નોંધ એક ચૈત્યપરિપાટીકાર આપે છે. તેમના કથન અનુસાર ગજપદકુંડ તરફ જવાના માર્ગે અદબદજી પછી ચંદ્રગુફા, પછી પૂનિમવસહી આવતી, જેમાં મૂળનાયક સુમતિ જિણવર હતા. (કર્ણવિહારના ગૂઢમંડપના એક સ્તંભ પરના સં. ૧૩૩૯(ઈ. સ. ૧૨૮૩)ના લેખમાં દાતારૂપે પ્રાગ્વાટ પૂનમસિંહનું નામ આવે છે. સંભવ છે કે તેમણે સુમતિનાથની પ્રસ્તુત દેરી કરાવી હોય. અલબત આજે તે વિદ્યમાન નથી.) આ પછી વયજાગરના કરાવેલ અલવેસર અને સોમસી-વરદે સ્થાપેલ હીમસર (એમ બે કુંડ?), સારંગ જિણવર, અને ખરતર જેઠા વસહી, પછી ચંદ્રપ્રભનું મંદિર જે વિદ્યમાન છે, જોકે તે જીર્ણોદ્ધાર બાદનું જણાય છે અને તેમાં વર્તમાને જે ચંદ્રપ્રભની મૂર્તિ છે. તેની પાટલી પર વિસં. ૧૭૮૧(ઈસ૧૬૪૫)નો લેખ છે. (અહીંથી તાજેતરમાં એક સારા સારંગની પાંચ સ્ત્રીઓ સાથેની આરાધક મૂર્તિ સં૧૪૯૪ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ (ઈ. સ. ૧૪૩૮)ના લેખવાળી પ્રાપ્ત થઈ છે. ઉપર કથિત ‘‘સારંગ જિણવર' આ સાહ સારંગ સ્થાપિત હોઈ શકે છે.) ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો શાણગર પ્રાસાદ : શાણવસહી : (વિમલનાથ જિનાલય) ખરતરવસહીની સામેની ધાર પર હાલ સંપ્રતિરાજાના મંદિર તરીકે ઓળખાતું, કર્ણવિહાર અને વસ્તુપાલવિહારની વચ્ચેના રસ્તાને છેડે આવી રહેલું, જે વિશાળ જિનાલય છે તે વસ્તુતયા ખંભાતના હરપતિસાહના પુત્ર વ્યવહારી શાણગર કે શાણરાજ અને સંઘવી ભુંભવે બંધાવેલું. એની પ્રતિષ્ઠા (હરપતિ સાહના કુલગુરુ, બૃહત્તપાગચ્છીય જયતિલકસૂરિ શિષ્ય) રત્નસિંહસૂરિએ સં ૧પ૯(ઈ. સ. ૧૪૫૩)માં કરી તેવો ઉલ્લેખ રત્નસિંહસૂરિશિષ્ય રચિત ‘‘ગિરનાર તીર્થમાળા’’માં મળે છે. પ્રસ્તુત મંદિર શાણરાજે બંધાવ્યું હોવાની વાતને હેમહંસગણિ અને અન્ય બે ચૈત્યપરિપાટીકારોનો પણ ટેકો છે. આ મંદિરમાં એક કાળે હતી તે ‘‘શાણરાજ પ્રશસ્તિ’’નો જૂનાગઢના ચૂડાસમા રાજાઓનું વંશ-વર્ણન કરતો ખંડ પણ અગાઉ આ મંદિરમાંથી મળી આવ્યો છે, જે આજે નેમિનાથના મંદિરના પ્રકારની પૂર્વ બાજુની દીવાલ પર પ્રવેશ પાસે લગાવ્યો છે. આ મંદિરમાં મૂલનાયકરૂપે વિમલનાથનું પિત્તલમય બિંબ પ્રતિષ્ઠિત હતું, તેવું ચૈત્યપરિપાટીકારોના ઉલ્લેખ પરથી જણાય છે. સં. ૧૫૨૩(ઈ સ ૧૪૬૭)માં પ્રસ્તુત વ્ય૰ શાણા અને સં ભૂંભવે એનું ગચ્છનાથ રત્નસિંહસૂરિ તથા ભટ્ટારક ઉદયવલ્લભસૂરિના શિષ્ય તેમજ અન્ય પરિપાટીકારોના કથન અનુસાર આ મંદિરમાં પિત્તળનાં ચિંતામણિ પાર્શ્વનાથ, જિન અજિતનાથ અને સમવરણ સ્થિત વીરનાં બિંબ પણ હતાં. (અહીં ભોંયરામાંથી પિત્તળના સમવરણની બેસણી પણ મળી આવી છે.) રત્નસિંહસૂરિ સં૰ ૧૫૦૭(ઈ. સ. ૧૪૫૧)માં જૂનાગઢમાં વિદ્યમાન હશે તેનું પ્રમાણ દેતું, રા‘માંડલિકનું અમારિ ઘોષણાનું શિલાશાસન ઉપરકોટમાંથી પ્રાપ્ત થયું છે. તે પછી એકાદ દોઢ સાલ બાદ એમના દ્વારા ગિરનાર પર પ્રતિષ્ઠા થયેલી જણાય છે. આથી શાણરાજના ખંડિત પ્રશસ્તિ-શિલાલેખની મિતિ સં૰ ૧૫૦૯ની હોવી ઘટે, અને એથી મંદિરના નિર્માણની પણ તેજ મિતિ હોવી પૂરેપૂરી સંભવે છે. ન્યાયવિજયજી અહીંના રંગમંડપ(ગૂઢમંડપ)માં સં ૧પ૦૯ અને મહા સુદ બીજને દિવસે રત્નસિંહસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત ૪૮ ઇંચ ઊંચી વિમલનાથની લેખવાળી પ્રતિમા હોવાનું કહે છે. (આ પ્રતિમા તો છે, પણ આજે તેના લેખની સાલ ઘસારાને કારણે બરાબર ઉકેલી શકાતી નથી.) રત્નસિંહસૂરિના શિષ્યના કથન અનુસાર આ મંદિરના મુખ્ય પ્રાસાદનું નામ (વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવેલ) ‘‘ઇંદ્રનીલપ્રાસાદ” હતું, અને તે બાવન જિનાલય હતું. જેમ પુનસીવસહીમાં બન્યું For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો છે તેમ, અહીં પણ અત્યારે તો એક કાળની ફરતી દેવકુલિકાઓ લુપ્ત થઈ છે; છતાં વાયવ્ય ખૂણાની દેરીઓની ભીંતડીઓ બલાણક સાથે હજુ ઊભી છે. બ્રાહ્મણીય લોકવાયકા આ ભાગને ‘‘રા’ખેંગારનો મહેલ’’ કે ‘રાણકદેવીનો મહેલ” કહે છે, અને પ્રસ્તુત મહાલયને કુમારપાલના સમયમાં જૈન મંદિરમાં પરિવર્તિત કરી નાખ્યાનો અપવાદ કેટલાક સજ્જનો આજે ભ્રમમૂલક તેમજ સાંપ્રદાયિક દંતકથાઓના આધારે જૈનો પર મૂકે છે. (સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી વહેતી મૂકવામાં આવેલી પ્રસ્તુત જનવાયકા અને તેનો અજ્ઞાનવશ સ્વીકાર, એ ઐતિહાસિક-વૈજ્ઞાનિક દષ્ટિનો અભાવ સૂચવે છે: પ્રસ્તુત પ્રવાદ અન્વેષણના નિષ્કર્ષો સામે ટકી શકતો નથી.) સારાયે મંદિરની શૈલી પૂર્ણતયા ૧૫મા શતકની છે. (રા‘ખેંગારે ૧૨મા શતકમાં ૧૫મા શતકની શૈલીમાં મહેલ કેવી રીતે બનાવ્યો અને તે પણ જૈન મંદિરના તલ ંદ અને ઉદ્દય અનુસાર, તે વાત સમજમાં આવી શકે તેવી નથી !) 333 મંદિરમાં મૂલનાયકનું પરિવર્તન થઈ ગયું છે, અને અત્યારે તો કોઈ કર્ણરામ જયરાજે સં. ૧૫૧૭(ઈ. સ. ૧૪૬૧)માં ભરાવેલી, (રત્નસિંહસૂરિ શિષ્ય) ઉદયવલ્લભસૂરિએ પ્રતિષ્ઠા કરેલ નેમિનાથની મૂર્તિ ગર્ભગૃહમાં બિરાજમાન છે. રંગમંડપમાં કેટલીક કાયોત્સર્ગ પ્રતિમાઓ, જેમાં એક લગભગ સાડા ત્રણ ફૂટ ઊંચી છે, તે ઉપરાંત ચક્રેશ્વરીની પ્રતિમા પણ છે. મંદિરનો મૂલપ્રાસાદ ૧૫મી સદીની શૈલી મુજબ છે. તેમાં કર્ણપીઠ, મંડોવરના કુંભ પર યક્ષ-યક્ષીઓ, અને જંઘામાં દિક્પાલાદિ દેવોની શોભનમૂર્તિઓ કરેલી છે. (મંદિરનું શિખર પ્રમાણમાં આધુનિક છે.) ગૂઢમંડપની દીવાલ પર પણ એવી જ કોરણી છે : (ચિત્ર-૩૮). જ્યારે લંબચોરસ વિશાલ રંગમંડપના દક્ષિણ દ્વારથી શરૂ કરી બલાણક સુધીમાં બહારથી વેદી ઇત્યાદિ કોરણીયુકત ઘાટ કરેલા છે, પણ સૌથી ધ્યાન ખેંચે તેવી વસ્તુ તો ત્યાં કક્ષાસન પર માંડેલી એકવીસ એકવીસ ખંડની એવી ત્રણ ત્રણ હારોવાળી સુદીર્ઘ છિદ્રહીન જાળી. આ જાળીના પ્રત્યેક ખંડમાં અલગ અલગ અને મનોહર શોભન કરેલું છે (ચિત્ર-૭). ચૈત્યપરિપાટીકાર આ મુખમંડપ(રંગમંડપ)ને ‘રળિયામણો’ હોવાનું કહે છે, જે વાત કંઈક અંશે યથાર્થ છે. રંગમંડપમાં અંદર સ્તંભો અલ્પ કોરણીવાળા છે. વચ્ચે લગભગ ૨૫ ફૂટ વ્યાસનો, ગિરનારના મંદિરોમાં સૌથી મોટો કહી શકાય તેવો સભામંદારક જાતિનો કરોટક કરેલો છે. તેના પર નાયિકાઓની પ્રતિમાઓ મૂકેલી છે. ત્રણ ગજતાલુ અને કોલના થરો પછી વચ્ચેની પદ્મશિલા પર પણ રાજસ્થાનમાં રાણકપુર અને વરકાણાનાં જૈન મંદિરોમાં છે તેમ પૂતળીઓ લગાવી છે. રંગમંડપમાં નાની નાની કુલ ચોવીસેક જેટલી ઘૂમટીઓ છે, જેમાં કોરણીવાળાં વિતાનો For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉજયન્તગિરિનાં જિનમંદિરો જોવા મળે છે. થોડો થોડો ફરક છોડતાં તે સૌ એક શા છે. આમાનાં એકનું ચિત્ર ક્રમાંક ૩૯) એનો ખ્યાલ આપી રહેશે. એકંદરે અહીંનાં વિતાનોની કોણી ખરતરવસહીનાં વિતાનોની જેવી સાફ અને કલ્પનાસમૃદ્ધ નથી. મંદિરમાં પ્રવેશ પહેલાં પશ્ચિમે ચોકીવાળી નાળમાંથી થતો. પ્રસ્તુત ચોકી પર તિલક તોરણવાળું બલાણક કર્યું છે, તે સુંદર છે. એમાં રાણકપુરના ધરણવિહાર (ઈ. સ. ૧૪૪૦) તેમજ આબૂ-દેલવાડાની ખરતરવસહી(ઈસ૧૪૫૯)માં દેખાય છે તેવાં કમલાદિ શોભનો ગવાક્ષોમાં તળિયાના ભાગે કોર્યા છે. મુખ્ય દ્વાર પશ્ચિમે હોવા છતાં આજે તો પ્રવેશ રંગમંડપના દક્ષિણ દ્વારેથી થાય છે, જેની ચોકીમાં જૂના સં૧૨૩૬ના લેખવાળા સ્મરણતંભનો ઉપયોગ કરવામાં આવ્યો જણાય છે.. જીરાઉલાવતાર પાર્શ્વનાથ હેમહંસગણિ, રત્નસિંહસૂરિશિષ્ય, અને એક અન્ય શવરાજ સંઘવીવાળા ચૈત્યપરિપાટીકાર શાણવસહીની નજીકમાં સંઘવી ગોઈમા સાહ કે ગોઈઆગર દ્વારા નિર્મિત “જીરાઉલાવતાર' (જીરાપલ્યાવતાર) પાર્શ્વનાથના મંદિરની વાત કરે છે. તેમાં મૂલનાયકની મૂર્તિ પિત્તળની હતી. અને સાથે દાદુપાસ(દાદા પાર્શ્વનાથ)ની પણ મૂર્તિ હતી તેવું રત્નસિંહસૂરિશિષ્યના કથન પરથી જણાય છે. પ્રસ્તુત મંદિર તે શાણવસહીની ઉત્તરે રહેલું, હાલનું ચતુર્મુખ સંભવનાથનું મંદિર હોય તેમ જણાય છે. મંદિર અષ્ટકોણ છે અને પૂર્ણતયા જીર્ણોદ્ધાર પામી ગયું છે, તેને મંડપ નથી. (ત્યાં મૂળે મંત્રી સલક્ષણસિંહે ઈ. સ. ૧૨૪૯માં કરાવેલ પાર્શ્વનાથનું મંદિર હશે.) - રાણકપુરવાળા ગિરનાર-પટ્ટમાં જીરાઉલાવતાર ચૈત્ય બતાવ્યું હોઈ, મૂળ મંદિર ઈ. સ. ૧૪૫૧ પૂર્વે બની ચૂકયું હશે એમ નિશ્ચિતપણે લાગે છે. તારંગાના અજિતજિનચૈત્યનો ઉદ્ધાર કરાવનાર ગોવિંદ શ્રેણીનું કરાવેલ આ મંદિર હોય તો તે અસલમાં ઈ. સ. ૧૪૨૩ના અરસામાં કે તેથી થોડું પૂર્વે બન્યું હોવું જોઈએ, કેમ કે એ કાળે જ ગોવિંદ શ્રેષ્ઠી ગિરનાર પર યાત્રા નિમિત્તે આવેલા. ભીમકુંડ શાણવસહીના મુખ્ય પશ્ચિમ દ્વારની નીચેથી ઢાળમાં જતો રસ્તો ભીમકુંડ તરફ જાય છે. પ્રસ્તુત કુંડ પૂનસવસહીની બરોબર ઉત્તરમાં લગભગ તેને અડીને આવેલો છે. અને તેમાં પ્રસ્તુત For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉન્નગિરિનાં જિનમંદિરો ૩૫ જિનાલયની જગતીનું ઉત્તર દ્વાર તેમજ પગથિયાં પડે છે. આ કુંડનો પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં ઉલ્લેખ મળતો નથી. કર્ણવિહાર, વસ્તુપાલ-વિહાર, અને અન્ય પુરાણાં મંદિરો ગિરનારના તળપદ કાળા પથ્થરનાં હતાં. તેને માટેના પથ્થરો કાઢવા જે ખાણ ખોદાવવી શરૂ કરાવી હશે તેને પાછળથી ઘાટ અને પગથિયાંથી સજાવી, વ્યવસ્થિત રીતે આ કુંડનું રૂપ ૧૫મા શતકમાં આપ્યું જણાય છે. કુંડ લગભગ ૭૦ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે. પશ્ચાત્કાલીન જૈન અનુશ્રુતિઓ અનુસાર આ કુંડ ભીમ સાથરિઆ કે ભીમ કુંડળીઆએ બનાવેલો હતો : પ્રસ્તુત ભીમ, દંડનાયક સજ્જનનો સમકાલિક હતો અને નેમિભવનના ખર્ચનું દ્રવ્ય સિદ્ધરાજને દેવા માટે તે સજ્જન પાસે ગયો હોવાની અનુશ્રુતિ છે, પણ તે સાચી જણાતી નથી. આ કુંડ ૧૫મા શતકમાં બનેલો હોઈ, પ્રસ્તુત ભીમ સાથરીઆ સાથે કોઈ જ સંબંધ નથી. આ કુંડમાં પૂનસવસહીનું (હાલ બંધ કરી દીધેલ) દ્વાર પગથિયાં સાથે પડતું હોઈ, કુંડ મૂળ જૈન નિર્મિત હોવા સંબંધમાં કોઈ શંકા રહેતી નથી. આંચલિયાપ્રાસાદ : (માનસિંગ ભોજરાજની ટૂક) હવે જમણી બાજુની હારનાં મંદિરો જોઈએ. અહીં આજે માનસિંગ ભોજરાજની ટૂકના મંદિર તરીકે ઓળખાતા જિનાલયને કર્નલ ટોડે “દિગંબરોનું નેમિનાથ મંદિર” માનેલું, પણ દિગંબરોનું મંદિર ઉપરના ભાગમાં હતું, અહીં નહીં. શવરાજ સંઘવીવાળી ૧૫મા શતકની ચૈત્યપરિપાટીમાં પોળ પાસેના આ મંદિરને “આંચલિયાપ્રાસાદ” (અંચલગચ્છનું મંદિર) એવું નામ આપ્યું છે. ૧૫મા સૈકા પહેલાં તેનો ઉલ્લેખ ન મળતો હોઈ, તે મંદિર પ્રાય: ૧૫મા શતકમાં – કે જ્યારે અહીં અન્ય કેટલાંયે મંદિરો બંધાઈ રહ્યાં હતાં તે અરસામાં બંધાયું હશે. ૧૫મી સદીમાં ગિરનારની અંચલગચ્છના શ્રાવકો, સંઘવીઓ યાત્રાર્થે આવી ગયાના અંચલગચ્છની વહીઓના આધારો મળે છે. મંદિરની શૈલી પણ પ્રાય: ૧૫મા શતકની છે. તેમાં ગૂઢમંડપ અને મૂલપ્રાસાદના ભદ્રભાગે ગવાક્ષો કરેલા છે (ચિત્ર-૪૦). અલ્પ કરણીવાળા મૂલપ્રાસાદ અને ગૂઢમંડપવાળા પ્રસ્તુત કાળા પથ્થરના મંદિરનો કચ્છના અંચલગચ્છીય વીશા ઓસવાળા શ્રેષ્ઠી માનસિંગ ભોજરાજે સં. ૧૯૦૧(ઈ. સ. ૧૮૫૫)ના અરસામાં ઉદ્ધાર કરાવેલો છે. આ ટૂકમાં રહેલો સૂરજકુંડ પણ તેમણે કરાવેલો. તે પછી કુંડનો ઉદ્ધાર નરશી કેશવજીએ સં૧૯૩૨ (ઈ. સ. ૧૮૭૬)માં કરાવેલો, મંદિરમાં આજે જિન સંભવનાથ મૂલનાયક રૂપે પ્રતિષ્ઠિત છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો વસ્તુપાલવિહાર - કર્ણવિહારના પૂર્વે પ્રવેશદ્વારની બરાબર સામે, સૂત્ર મેળવીને જે મંદિર કરેલું છે તે વસ્તુપાળવિહાર છે (ચિત્ર-૫). અચલગચ્છના જિનાલયથી તે ઉત્તરમાં આવેલું છે. મહામાત્ય વસ્તુપાલ અહીં સં૧૨૮૮(ઈ. સ. ૧૨૩ર)માં શત્રુંજયાવતાર આદિનાથનું મંદિર પોતાના કલ્યાણાર્થે વેદીવાળા રંગમંડપ સાથે બંધાવ્યું, તેને એમના સં. ૧૨૮૯(ઈ. સ. ૧૨૩૩)ના અન્ય ત્રણ (એક સરખા શિલાલેખોમાં) “વસ્તુપાલ વિહાર” સંજ્ઞા આપેલી છે. પ્રસ્તુત પ્રાસાદની મોઢા આગળ મુખમંડપ રચી, મુખમંડપને ઉત્તર-દક્ષિણ દ્વારે અનુક્રમે અષ્ટાપદ અને સમેતશિખરની પ્રતીક રચનાઓ ધરાવતા વિશાળ અને અલંકૃત, ત્રણ દ્વારવાળા ગૂઢમંડપરૂપી પ્રાસાદો જોડેલા. અષ્ટાપદાવતાર તીર્થની રચના પોતાની દ્વિતીય પત્ની સોબુકાના શ્રેયાર્થે, અને સમેતશિખરની રચના પ્રથમ પત્ની લલિતાદેવીના કલ્યાણાર્થે કરાવેલી. મૂલગભારામાં, મૂલનાયક આદિનાથની આજુબાજુ, પોતાના પૂર્વજ ચંડપ, અને ચણ્ડપ્રસાદના કલ્યાણાર્થે અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ સ્થાપેલાં અને મંડપમાં ચંડપની પ્રતિમા તથા અંબિકાદેવી અને વીર જિનનાં બિંબ સ્થાપેલાં, ગર્ભગૃહના દ્વારની દક્ષિણ તથા ઉત્તર બાજુએ ક્રમથી પોતાની તથા લઘુબંધુ તેજપાળની અશ્વારૂઢ (કે ગજારૂઢ?) મૂર્તિઓ મુકાવી. ગર્ભગૃહની અંદર ઉત્તર તરફની ભીંતમાં મોટો ખત્તક (ગોખલો) કરી, તેમાં વસ્તુપાલે પોતાની બે મૂર્તિઓ, એક લલિતાદેવી સાથે અને બીજી સોખુ સાથે મુકાવેલી (આ મતલબના બે ટૂંકા લેખ પ્રસ્તુત ગોખલા નીચે, તેમજ મંડપના બે ભારોટ પર કોરેલા છે). જ્યારે અષ્ટાપદપ્રાસાદમાં પોતાના પૂર્વજોની (આરાધક) મૂર્તિઓ કરાવી અને સમેતશિખર પ્રાસાદમાં માતા કુમારદેવી અને સાત ભગિનીઓની મૂર્તિઓ મુકાવી. ત્રણે પ્રાસાદને ત્રણ તોરણો કરાવ્યાં. મંદિરની પ્રતિષ્ઠા મંત્રીશ્વરના કુલગુરુ નાગેન્દ્રગથ્વીય આચાર્ય વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮(ઈ. સ. ૧૨૩૨)માં કરેલી. આમાંની ઘણીખરી હકીકતો જણાવતા સ્વયં વસ્તુપાલના જ ત્રણ ત્રણ એકસરખા પ્રશસ્તિલેખો અષ્ટાપદ અને સમેતશિખર પ્રાસાદનાં દ્વાર પર ચોડેલા છે. આ સિવાય આચાર્ય નરચંદ્રસૂરિની પણ એક વસ્તુપાલ-પ્રશસ્તિ આ મંદિરમાં હતી, જેની હસ્તપ્રત નકલ મળી આવી છે. આ મંદિરમાં વરહુડિયા કુટુંબનો એક નાનો પ્રશસ્તિલેખ પણ સં૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)નો હતો. જે તાજેતરમાં મળ્યો છે, જેમાં આ ચૈત્ય અંદર મંત્રી તેજપાળના આદેશથી ખરક સહિત નેમિનાથનું બિંબ પરિવારના સભ્યોએ સ્થાપેલું. (પ્રસ્તુત કુટુંબના, આબૂ-દેલવાડાની ધૂણવસહીના સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)ના પ્રશસ્તિ લેખમાં પણ ગિરનાર પરના આ સુકૃતનો ઉલ્લેખ છે.) ૧૫મા શતકના પરિપાટીકારો આમાંથી પોતાના સમયમાં ઉપસ્થિત હતું તેની યથાવલોકન For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉજ્યન્તગિરિનાં જિનમંદિર નોંધ લે છે. રત્નસિંહસૂરિશિષ્ય “ગિરનાર પર શેત્રુંજયને વસ્તુપાલે અવતાર્યા”નું કહે છે, તો એક ચૈત્યપરિપાટીકાર (શવરાજ સંઘવીવાળા) અંદરની વિગતો આપતાં તેમાં અંદર ગજ પર વસ્તુપાળ-તેજપાળ તેમજ સોમ અને આસરાજની મૂર્તિઓ હોવાનું કહે છે અને તેના કરોટકમાં રહેલ પૂતળીઓની તેમ બહારના તિલક-તોરણની નોંધ લે છે. આજે તો આ બધું અદશ્ય થયું છે. વસ્તુપાલનું આ મંદિર વર્તમાને મોજૂદ છે, પણ ૧૫મા શતકના ઉદ્ધાર દરમિયાન ત્રણે પ્રાસાદોનો, છાથી ઉપરનો બધો જ ભાગ અને તમામ છતો બદલાવવામાં આવેલો છે. આથી મૂલપ્રાસાદનું શિખર, મંડપની છતો અને સંવરણા ઈત્યાદિ સર્વ પલટાઈ ગયું છે. મંદિર કાળા પથ્થરનું હતુ અને અંદર જૂના અલ્પ કારીગરીવાળા કાળા સ્તંભો હજુ કાયમ છે, જ્યારે વિતાનો રેતિયા પથ્થરના છે. અષ્ટાપદની રચનાને આધુનિક જીર્ણોદ્ધાર દરમિયાન આરસથી મઢી, ગોપવી દેવામાં આવી છે, પણ સમેતશિખરની પીળા રેતિયા પથ્થરની વિરલ અને અમૂલ્ય રચના ખંડિત થઈ હોવા છતાં, જીર્ણોદ્ધારમાંથી બચી જવા પામી છે. બહારની દીવાલોની કોરણીને જીર્ણોદ્ધારમાં પ્લાસ્ટર-સિમેન્ટથી અને મૂર્તિઓને નવાં ઘરેણાં તેમજ મરાઠણ જેવી સાડીઓ પહેરાવી, તેની કોરણીને વિકૃત કરી મૂકી છે. આયોજનની દષ્ટિએ ગુજરાતના ગૌરવરૂપ આ મંદિરમાં હવે દર્શનીય વસ્તુઓ થોડી જ રહી છે, જેમાં ખાસ તો મુખમંડપ અને રંગમંડપના વિતાનો ગણાવી શકાય. મુખમંડપના કરોટક કિંવા મહાવિર્તનનું દશ્ય ચિત્ર-૬માં રજૂ કર્યું છે. અહીં રૂપકંઠમાં વિદ્યાદેવીઓને ઊભવા માટેનાં મદલનાં આસનો કર્યા છે, તે પછી ત્રણ ગજવાનું અને વચ્ચે પુષ્પકવાળા પંચખંડા કોલના થરો, તે પછી અંદર ઉતારેલો ૧૬ લૂમાનો પટ્ટ અને મધ્ય ભાગમાંથી પ્રગટ થતી અણિયાળા કોલવાળી ઝીણી જાળીદાર, બહુ જ બારીક પુષ્પોના ભરાવથી બનતું કોલયુકત બેનમૂન કમલ આવે છે. વિતાનનો વ્યાસ આશરે ૧૫ ફૂટ જેટલો જણાય છે. આગળ રહેલ રંગમંડપનો મોટો વિતાન પાછળના મુખમંડપના વિતાન જેવો જ છે (ચિત્ર-૭), પણ અહીં મદલસંલગ્ન વિદ્યાધરો અને ઉપર વિદ્યાદેવીઓની મૂર્તિઓ ટોચાઈ જવા છતાં સાબૂત છે. કોલકમલની ઝીણી ઝીણી વિગતો અહીં વિશેષ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જરીભરતનો કસબ પથ્થરમાં ભર્યો હોય તેવી આ પધ્ધશિલા ઉર્ફ કોલ-કમલના પદ્મકેસર પર નૃત્યમૂર્તિઓ (આબૂ-કુંભારિયાનાં મંદિરોની જેમ) મૂકેલી છે, જે ખરતરવસહી કે પૂનસવસહીમાં નથી. આ વિતાનનું નીચે ભોં પરથી દેખાતું દશ્ય ચિત્ર-૮માં રજૂ કર્યું છે. કરોળિયાના વિશાળ જાળા જેવું પદ્મશિલાનું આ જટિલ, વિગતપૂર્ણ, પણ ભૂમિતિ-નિબદ્ધ ગુન એમાં સ્પષ્ટતયા દશ્યમાન બની રહે છે. આ બધું કામ ૧૫મી સદીના ઉદ્ધાર દરમિયાન થયું છે. પણ કઈ સાલમાં? શૈલીની દષ્ટિએ તે ખરતરસહીના નિર્માણકાળના અરસામાં જ હશે તેમ જણાય છે. અત્યારે મંદિરના ૧૩/૨ ફીટ પહોળાઈવાળા ગર્ભગૃહમાં શામળા પાર્શ્વનાથ મૂળનાયક છે, અને જે ગોખલામાં વસ્તુપાલની For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉજયન્તગિરિનાં જિનમંદિરો સપત્નીક મૂર્તિઓ હતી ત્યાં મલ્લિનાથની મૂર્તિ છે. સાંપ્રત ભૂલનાયકની મૂર્તિ નીચે સં૧૩૦૫ (ઈ. સ. ૧૨૪૯)નો મહત્તમ સામંતસિંહ તથા મહામાત્ય સલક્ષણસિંહનો લેખ ધરાવતું પબાસણ છે, તે વસ્તુતયા અહીં અન્યત્ર રહેલા તેમના પાર્શ્વનાથના પ્રાસાદના મૂલનાયકનું હતું. આ મંદિરોને અને એને કોઈ જ સંબંધ નથી. (સાંપ્રતકાલીન જૈન લેખકો આ લેખની અહીં ઉપસ્થિતિને કારણે આ ઝુમખાના વચલા મૂળનાયકના મંદિરના કર્તા વિષે નિષ્કારણ ભ્રમમાં પડી ગયેલા છે. આ પબાસણ તો અહીં જીણદ્વાર દરમિયાન ગોઠવી દેવામાં આવ્યું છે.) વસ્તુપાળના આ મંદિરનાં માન-પ્રમાણો, બજેસે આપ્યા મુજબ આ પ્રમાણે છે: વચલું મંદિર મુખદ્વારથી પ૩ ફીટ લાંબું અને મૂલપ્રાસાદ (ભદ્ર વ્યાસે) ર૯/ ફીટ છે, જ્યારે બન્ને બાજુના તીર્વાવતાર પ્રાસાદો અંદરથી ૩૪/રફીટ છે અને બહારથી ૪૪ થી ૪૫ ફૂટ છે. મંદિર મોવાડના ભાગે “જગત” પર ઊભેલું છે, જેનો થોડોક ભાગ ૧૪મી સદીનો જણાય છે. મુખોદ્દઘાટનક સ્તંભ વસ્તુપાલ વિહારના છ પ્રશસ્તિલેખો અનુસાર મહામાત્ય વસ્તુપાલે અહીં નેમિનાથ બિંબ સમેત પોતાની, પૂર્વજોની, અગ્રજ (મોટાભાઈ મલ્લદેવ), અનુજ (તેજપાળ) અને પુત્રાદિ (જહત્રસિંહ)ની પ્રતિમાઓવાળો મુખોદ્દઘાટનક સ્તંભ કરાવેલો. જોકે તે ગિરિવર પર કયે સ્થળે હતો તે જણાવ્યું નથી. પણ જિનહર્ષગણિ પ્રસ્તુત સ્તંભને નેમિનાથના મંદિર આગળ (મુખદ્વાર સંમુખ) હતો તેમ જણાવે છે. આજે આ મહત્ત્વપૂર્ણ રચના વિદ્યમાન નથી. કપર્દયક્ષનું મંદિર વસ્તુપાલના અહીં શિલા પર કંડારેલ સં. ૧૨૮૯(ઈ. સ. ૧૨૩૩)ના એક અન્ય લેખ અનુસાર મંત્રીશ્વરે શત્રુજયાવતારના પશ્ચાત્ ભાગે કપદયક્ષનું મંદિર કરાવેલું. વિજયસેનસૂરિ અહીં મંત્રી રાજે કપદયક્ષ તેમજ મરુદેવીનાં બે ઉત્તેગ મંદિરો કરાવ્યાનું કહે છે. (શત્રુંજયગિરિ પર યક્ષરાજ કપદ અને જિનમાતા મરૂદેવીનાં નાનાં પણ પ્રસિદ્ધ મંદિરો હતાં, મંત્રીશ્વરની ભાવના અહીં શત્રુંજયપતિના મંદિર સાથે સંકળાયેલ આ બે ખ્યાતનામ મંદિરોનું પણ ગિરનાર પર અવતરણ કરી, “શત્રુંજયાવતાર” નામને પૂરેપૂરું સાર્થક કરવાની હશે.) વસ્તુપાલવિહારની પાછળ ખડક કોરીને કોરી જગ્યા નિર્માણ સમયે બનાવવામાં આવેલી, ત્યાં આજે એકદમ પાછળ ઊંચાણમાં રહેલ, ગુમાસ્તાની ટૂક તરીકે ઓળખાતા, મંદિરનો કચ્છના ગુલાબસાહે ઉદ્ધાર કરાવેલો છે. આ મંદિરમાં અત્યારે તો સંભવનાથની પ્રતિમા છે, પણ મંત્રીશ્વર કારિત કપદયક્ષનું મંદિર મૂળ આ સ્થાને હોવું જોઈએ. ૧૫મા શતકના For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો ૩૯ શવરાજ સંઘવીવાળા ચૈત્યપરિપાટીકારે આ મંદિરનો કોઈ સિદ્ધરાજે ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ કર્યો છે, જે ૧૫મા સૈકાની શરૂઆતમાં થયેલ ભંગ પછી બન્યું હોવું જોઈએ. (શવરાજ સંઘવીવાળા પરિપાટીકાર કપદયક્ષના દરે આવતાં પહેલાં ચંદ્રપ્રભને પ્રણમ્યાની વાત કરે છે, આથી પ્રસ્તુત જિનની દેરી પણ આટલામાં હોવી જોઈએ.) (અસલી) મેલવસહી : (ધર્મનાથ જિનકુલિકા) રત્નસિંહસૂરિશિષ્યના કથન અનુસાર (નેમિનાથના ભવન પાસે) ઉસવાલ સાલિગ અને મેલાગર દ્વારા વિનિર્મિત ધરમનાથનું નાનું દેરું હતું. એક અન્ય ચૈત્યપરિપાટી (શવરાજ સંઘવીવાળી)માં પણ મેલાસાહીની ધરમનાથની દેરીને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ ડુંગર ઉપર આગળ ચડતાં પૂર્વે કરે છે. અસલી મેલકવસહી આ હતી, જે આજે વિદ્યમાન નથી. ઉપરનાં જિનાલયો ઘણાખરા ચૈત્યપરિપાટીકાર કપદયક્ષ પછી ક્રમમાં મરુદેવીમાત, રામતીની ગુફા, રહેનેમિ (રથનેમિ)નું મંદિર, અને ત્યાર બાદ અંબાદેવીના મંદિરે પોતે ગયાનું કહે છે. પણ આ મંદિરો સિવાય પણ બીજાં કેટલાંક મંદિરો હતાં જેની નોંધ કંઈક રત્નસિંહસૂરિશિષ્ય અને વિશેષે શવરાજ સંઘવીવાળા ચૈત્યપરિપાટકાર લે છે, જે વિષે અહીં એ કાળના ક્રમાનુસાર જોઈશું. મરૂદેવીનું મંદિર પાજ ચડીને, દેવકોટની બહારની રાંગ ઉપર ચઢતાં આજે પ્રથમ જે શાંતિનાથનું મંદિર આવે છે તે ચૈત્યપરિપાટીકારોએ દશાર્વેલ માર્ગ પ્રમાણે તો મૂળ વસ્તુપાલ કારિત મરુદેવીનું મંદિર હોવું ઘટે : (ચિત્ર-૪૧). પરિપાટીકાર મરુદેવી માતાની સંગાથે તે કાળે ભરતેશ્વરની મૂર્તિ હોવાનું પણ કહે છે. આ મંદિરની ૧૫મા શતકમાં પહેલો ઉદ્ધાર થયેલો, અને આજે વિદ્યમાન છે તે રચનામાં મૂલપ્રાસાદનો છજા નીચેનો ભાગ એ કાળનો છે : (ચિત્ર-૩૮). તે પછી માંગરોળના શેઠ ધરમશી હેમરાજે તેનો સં. ૧૯૭૨ (ઈ. સ. ૧૮૭૬)માં પુનરુદ્ધાર કરાવેલો છે, જેમાં શિખરનો ઉપલો ભાગ અને ગૂઢમંડપ નવેસરથી કરાવ્યાં જણાય છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ રામસિંહ-ડુંગરની દેરીઓ વ્યવહારી રામસિંહ અને ડુંગર નિર્મિત, જિનપગલાં ધરાવતી અને રાજીમતીની અકેક મૂર્તિ ધરાવતી, બે દેરીઓની વાત રત્નસિંહસૂરિશિષ્ય તેમજ શવરાજ સંઘવીવાળા પરિપાટીકાર કહે છે. શવરાજ સંઘવીવાળી પરિપાટીમાં આ બન્ને દેરીની વંદના મરુદેવીના ભવન પછી કહી છે, એટલે તે બેઉ ત્યાં આગળ હોવી જોઈએ. પણ આજે તો તે બન્ને વિલુપ્ત થઈ છે, કે પછી પશ્ચાત્કાળે તેને બાજુના શાંતિનાથના મંદિર સાથે મેળવી દેવામાં આવી હશે. ઉજ્જન્તગિરિનાં જિનમંદિરો રાજીમતીની ગુફા ચૈત્યપરિપાટીકારો મરુદેવીના મંદિર પછી રાજીમતીની ગુફા ભણી જતી, આ ગુફા શાંતિનાથ (જોરાવરમલ્લજી)ના મંદિરની નીચે આવેલી છે. એનો પ્રથમ નિર્દેશ ધર્મઘોષસૂરિના ગિરનારકલ્પમાં અને પછી જિનપ્રભ સૂરિના ‘‘ઉજ્જયંત સ્તવ’’માં મળે છે. પ્રસ્તુત ગુફામાં આજે તો રાજીમતીની ખડક પર કંડારેલ આધુનિક મૂર્તિ છે. (રાણકપુરવાળા સં૰ ૧પ૦૭ના પટ્ટમાં કપર્દીયક્ષ ઉપર રાજીમતીનું સ્થાન બતાવ્યું છે. મરુદેવીનું મંદિર પણ તેમાં દર્શાવ્યું છે જેનો મેળ પરિપાટીકારોની વાત સાથે બેસે છે.) પાતાવિહાર શવરાજ સંઘવીવાળી ચૈત્યપરિપાટીમાં આ મંદિરનો ઉલ્લેખ છે. અત્યારે જ્યાં જોરાવરમલ્લજીનું શાંતિનાથનું મંદિર રાજીમતીની ગુફા ઉપર છે. તે સ્થાને નજીક અસલમાં આ ‘‘પાતાવિહાર’’ નામક (શ્રેષ્ઠી પાતા નિર્મિત?) દિગંબર જિનાલય હતું. અને તેમાં આદિનાથની દિગંબર મૂર્તિ હતી. (પ્રસ્તુત પરિપાટીકાર અપાપામઠમાં પણ પિત્તળની દિગંબર મૂર્તિ હોવાની નોંધ લે છે.) આ મંદિર મૂળ ૧૫મા શતકમાં, કે તેથી થોડું પૂર્વે બન્યું હશે. અને મોટે ભાગે તે સાંપ્રતકાલીન દિગંબર મંદિરના સ્થાને કે આસપાસમાં જ હશે. અલ્પ કોરણીવાળું આ મંદિર સાદાં ઘાટડાંથી રચાયેલું છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જત્તગિરિનાં જિનમંદિરો ભાવસાર ડાહાવિહાર મરુદેવીના ભવનથી સહેજ ત્રાંસમાં અને પાતાવિહારથી જમણી બાજુએ આજના દિગંબર મંદિરની નજીકમાં ભાવસાર ડાહાનું બાંધેલું મંદિર હતું અને તેમાં પિત્તળના ‘‘અજિતનાથ જિણેસર’’ હોવાનું શવરાજ સંઘવીના પરિપાટીકાર જણાવે છે. રાજીમતીની ગુફા ઉપર આવેલ જોરાવરમલ્લજીએ સમરાવેલ મંદિર તે મૂળ ડાહાવિહાર હશે. મંદિરના મંડપમાં થોડું જૂનું કામ છે. બાકીનાનો ઉદ્ધાર થઈ ગયેલો છે. ૪૧ કાંચનવિહાર : ચતુર્મુખ મંદિર પગથિયે પગથિયે આગળ વધતાં જે જિનમંદિર આવે છે, તેને રત્નસિંહસૂરિશિષ્ય ‘‘કંચણહવિહાર’’ (કાંચનવિહાર) નામ આપે છે. જોકે બીજી કશી વિગત ત્યાં આપી નથી. આ પછી ગંગાવિહાર કુંડ આવતો હોવાનું કહ્યું છે. આ નિર્દેશ ધ્યાનમાં રાખીએ તો હાલના દિગંબર મંદિર પછી જે ચૌમુખ શામળા પાર્શ્વનાથનું મંદિર કહેવાય છે તે મંદિર જ તે હોઈ શકે. પ્રતિષ્ઠાસોમના કથન અનુસાર ગંધારના શ્રેષ્ઠી લક્ષોબાએ ઉજ્જયન્ત શૈલ પર જે ચતુર્મુખ મંદિર કરાવેલું તે આ મંદિર હોવું જોઈએ. શવરાજ સંઘવીવાળી ચૈત્યપરિપાટીમાં લખપતિએ (લક્ષોબાએ) બાંધેલ ચતુર્મુખ મંદિર, પછી ગંગાકુંડ અને ગંગાદેઉલ આવતા હોવાનું કહ્યું છે. આથી ઉપર કરેલી ઓળખ સુનિશ્ચિત બની જાય છે. આ મંદિરમાં મૂલનાયક રૂપે કયા જિન હતા તે વિષે કશું કહેવામાં આવ્યું નથી. ત્યાં વર્તમાનમાં ઉપલબ્ધ સં ૧૫૧૧(ઈ સ૰ ૧૪૫૫)ના પબાસણના લેખો અનુસાર ગર્ભગૃહસ્થિત ચૌમુખમાં જિનહર્ષસૂરિએ (‘‘વસ્તુપાલ ચરિત’’ના લેખક?) જિનમુનિસુવ્રત, ચંદ્રપ્રભુ, નેમિનાથ, અને સુપાર્શ્વનાથની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરેલી તેમ કહે છે. પણ પ્રતિષ્ઠાસોમના કથન અનુસાર તો આમાં પ્રતિષ્ઠા સોમસુંદરસૂરિએ કરેલી. આ વિસંવાદનો ખુલાસો વિશેષ સંશોધન માગી લે છે. સંવત્ નષ્ટ થયેલા . પણ યદુકુલતિલક મહારાજ મહિપાલદેવ-રા‘મહિપાલદેવરા‘મહિપાલદેવપ્રથમ-નું નામ દેતા એક ત્રુટિત લેખમાં (ઉજ્જયન્તગિરિ પર) એક પરિવારે (નેમિ)નાથનું મંદિર કરાવ્યાનો ઉલ્લેખ છે, તેમાં આગળ પાછળનો ભાગ નષ્ટ થઈ જવાથી સંદર્ભ વગરનો ‘‘કલ્યાણત્રય’' શબ્દ પણ છે. સંભવ છે કે, આ મંદિર મૂળે ઈસ્વીસનના ૧૪મા શતકના પ્રથમ ચરણમાં બંધાયેલ કલ્યાણત્રયનું મંદિર હોય અને ભંગ બાદ લખપતિએ તેનો પુનરુદ્ધાર કરાવ્યો હોય, આખરે કલ્યાણત્રય પણ મોટા ભાગે ચતુર્મુખ રચના હોય છે, તેથી સાંપ્રત પ્રાસાદ ચતુર્મુખ હોવા સાથે તે વાતનો બંધ બેસે છે. મંદિર કાળા પથ્થરનું અને અલ્પ કારીગરીવાળું છે. (ચિત્ર-૪૨). For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો ગંગાવતારકુંડ : ગંગાકુંડ : ગંગાદેઉલ : ગૌમુખી : (ગૌમુખી ગંગા) અહીંથી ઉપર જતાં બ્રાહ્મણીય સંપ્રદાયનું પ્રસિદ્ધ સ્થાન ગૌમુખી ગંગા આવે છે. શાણરાજ પ્રશસ્તિમાં ગજપદ સાથે “ IIMન્ને જૌમુવ'નો ઉલ્લેખ આવે છે. રત્નસિંહસૂરિશિષ્ય પણ ગંગાવતાર કુંડનો ઉલ્લેખ કરે છે, જ્યારે શિવરાજ સંઘવીવાળી પરિપાટીમાં “ગંગાકુડે ગંગાદેઉલ” એવો નિર્દેશ મળે છે. આની નજીક દેવરાજે આણેલા જિણવરના બિંબની વાત પ્રસ્તુત પરિપાટીકાર કરે છે. આજે ત્યાં ચોવીસ જિનનાં પગલાં છે. ૧૩મા-૧૪મા શતકના જૈન લેખકો ગૌમુખી ગંગાનો ઉલ્લેખ કરતા નથી. તેથી પ્રસ્તુત તીર્થ ૧૫મા શતકના આરંભમાં અસ્તિત્વમાં આવ્યું હશે એમ કહી શકાય. ગણપતિ (ગણપતિ) અને રહનેમિ (રથનેમિ)નાં મંદિરો અહીંથી આગળ જનારી પાજ ચીતર સાહે બંધાવી હોવાનું ઉપર કથિત બન્ને પરિપાટીકારોને અભીષ્ટ હોવાનું જણાય છે. આ પાજ ઉપર આગળ વધતાં રહનેમિનું મંદિર આવે છે (ચિત્ર-૪૩). આ મંદિરનો ઉલ્લેખ ૧૫મા શતકના બધા જ ચૈત્યપરિપાટીકારો કરે છે. આથી તે ૧૫મા શતકના ઉત્તરાર્ધ પહેલાં બંધાઈ ચૂક્યું હશે. તેના નિર્માતા વિષે કોઈ માહિતી પ્રાપ્ત નથી. કાળા પથ્થરના આ મંદિરની શૈલી નીચેના અંચલગચ્છના પ્રાસાદને મળતી છે (ચિત્ર-૪૦). શવરાજ સંઘવીવાળી પરિપાટીમાં ત્યાં આગળ ગણપતિ હોવાનો નિર્દેશ છે. અંબિકા ભવન અમ્બા શિખર પર સ્થિત દેવી અંબિકાનો પ્રાસાદ ચૈત્યપરિપાટીકારોના વર્ણનો અનુસાર, શ્રેષ્ઠી સામલે ઉદ્ધાર કર્યો હોઈ, “સામલપ્રાસાદ'ના નામથી ૧૫મા શતકમાં ઓળખાતો. સં. ૧૫૨૪(ઈ. સ. ૧૪૬૮)ના એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રશસ્તિ અનુસાર પણ પ્રસ્તુત પ્રાસાદનો સામલ સાહે ઉદ્ધાર કરાવેલો એવું સ્પષ્ટ કથન છે. ચૈત્યપરિપાટીકારોએ તેમાં રહેલ જે પ્રતિમાનું વર્ણન કર્યું છે તે જૈન સમુદાય અનુસારની યક્ષી અંબિકાનું છે. રાણકપુરના ગિરનારવાળા સં. ૧૫૭ના પટ્ટમાં પણ તેનું એ રીતે જ ચિત્રણ કર્યું છે. મંદિરનો તલછંદ અને એની શૈલી પણ જૈન પ્રણાલી અનુસારનાં છે. મંત્રીશ્વર વસ્તુપાલે ઈસ. ૧૨૩૨ આસપાસ અંબિકાસદનનો રંગમંડપ કરાવેલો અને દેવીની મૂર્તિ માટે આરસનું પરિકર કરાવેલું. આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિના કથન અનુસાર For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો મંત્રીશ્વરે તેમાં પોતાની અને અનુજ(તેજપાળ)ની મૂર્તિઓ તેમાં મુકાવી હતી. જિનહર્ષગણિ પણ પ્રસ્તુત વાતનું પુનરાવર્તન (પ્રસ્તુત આચાર્યના કથનના આધારે) કરે છે. મંત્રીશ્વર વસ્તુપાલે ગિરિશિખરસ્થ અંબિકાને ઉદ્દેશીને જે સ્તોત્ર રચ્યું છે તેમાં પણ ‘‘ડિ’’ ‘‘સહારનુમ્નમ્બ્રે’’ અને ‘“નિનશાસનરક્ષળાય'' સરખાં ઉદ્બોધન પ્રાપ્ત હોઈ, એમના કાળમાં પણ આ પ્રતિમા જૈન ગ્રંથોમાં કહેલ સ્વરૂપની હતી. જિનેશ્વરસૂરિ (૧૧મી સદીનો પૂર્વાર્ધ) કૃતમંત્રગર્ભિત ‘‘અંબિકાસ્તોત્ર’’માં પણ એવા જ ઉલ્લેખો મળે છે. વિજયસેનસૂરિ તેમજ જિનપ્રભસૂરિનું વર્ણન પણ શાસનાધિષ્ઠાત્રી, આમ્રલુમ્બિ ધારણ કરેલ, શુભંકર-વિશંકર-(વિકલ્પે સિદ્ધ-બુદ્ધ) પુત્ર પરિવૃત, સિંહવાહના યક્ષી અંબિકાનું જ છે. આ મંદિરના દર્શને જૈન શ્રાવકો-ઉપાસકો ઉપરાંત જૈન મુનિઓ પણ ૧૫મા શતક સુધી તો જતા હોવાનાં બહુ જ સ્પષ્ટ પ્રમાણો મળે છે. બીજી તરફ સ્કન્દપુરાણમાં શિશુધારણી આ દેવીને ‘‘ભવાની’’ અને ‘‘સ્કન્દમાતૃ'' કહી છે, અને તેના (આમ્રલુમ્બિંધારણ કરેલ) બાહુને ‘‘ઊર્ધ્વસંસ્થિત'' કહ્યો છે. અને આ દેવી ‘‘અંબા’’ તરીકે પણ ઓળખાય છે, તેમ કહ્યું છે. બ્રાહ્મણીય સંપ્રદાયમાં અંબિકાનું સ્વરૂપ કાં તો ‘“દુર્ગા-ક્ષેમંકરી’’કે ‘‘દુર્ગા-મહિષમર્દિની’’ હોય છે. આથી અહીં પુરાણકારે શિશુસમ્પન્ના જૈનામ્બિકાને સદ્ભાવથી ‘‘સ્કન્દમાતા’’ કહી છે. અને તે કાળે પાસે રહેલ જિન નેમિનાથની ધ્યાનસ્થ પ્રતિમાને ‘‘બુદ્ધરૂપી, જટિલ, કુશાંગ, અને સર્વજ્ઞશિવ”ની કહી છે. ૪૩ મંત્રીશ્વર વસ્તુપાલે (એમના પ્રશસ્તિલેખ અનુસાર તેમજ સમકાલિક આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિ અને જિનહર્ષગણિના કથન અનુસાર) આ અમ્બા શિખર પર ચંડપના શ્રેયાર્થે નેમિનાથની દેવકુલિકા કરાવેલી અને તેમાં ચંડપની અને મલ્લદેવની પ્રતિમાઓ મુકાવેલી. તે દેરી આજે તો વિલુપ્ત થઈ છે. અભિલેખો ઉપરાંત ગ્રંથોનાં પ્રમાણો જોતાં, તેમજ તેના તલચ્છન્દ, ત્રિકમાં ખત્તકો, વિતાન ઇત્યાદિ લક્ષણો પરથી આ મંદિર મૂળ જૈન આમ્નાયનું હતું તેમ સ્પષ્ટ રીતે જણાય છે. બર્જેસ આદિ વિદ્વાનોએ પણ તેને બૌદ્ધ, અથવા એમ ન હોય તો જૈન માન્યું છે. ઉત્તર મધ્યયુગમાં કોઈક સમયે તે બ્રાહ્મણ સંપ્રદાય અંતર્ગત ગયું છે. આજે તો શૈવ-વૈષ્ણવો ઉપરાંત તે મંદિરના દર્શને જૈન શ્રાવકો પણ જાય છે જ. મૂળ પ્રતિમા વિધર્મી હુમલાના સમયે ખંડિત થતાં વર્તમાને તેમાં ‘‘લહી’’ની પૂજા કરવામાં આવે છે. હાલના આ મંદિરની શૈલી ૧૫મા શતકના ઉત્તરાર્ધની છે. તેના રંગમંડપની વિશાળ, પદ્મશિલાયુકત ૧૬ વિદ્યાધરવાળી છત પણ નીચેના જૈન મંદિરોની છતને મળતી જ છે, જેમાં મૂળે ૧૬ વિદ્યાદેવીઓ હોવી જોઈએ. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અવલોકન, સામ્બ, પ્રદ્યુમ્ન શિખરતીર્થો — વસ્તુપાલના પ્રશસ્તિલેખો તેમજ સમકાલીન, સમીપકાલીન અને ઉત્તરકાલીન જૈન લેખો અનુસાર અંબા પાછળનાં ત્રણ શિખરો — ગોરખનાથ, ઓડઘનાથ અને ગુરુદત્તાત્રેયનાં અસલી નામો “અવલોકન’”, ‘“સામ્બ”, અને “પ્રદ્યુમ્ન” હતાં. અને જિનસેનકૃત હરિવંશપુરાણ(ઈ સ૰ ૭૮૪)માં એ જ અભિધાનો જોવા મળે છે; સ્કન્દપુરાણમાં પણ અમ્બા પછી સામ્બ અને પ્રદ્યુમ્નનો ઉલ્લેખ મળે છે; ત્યાં સાંપ્રત કાળે પ્રચારમાં આવેલ ગોરખનાથાદિ નામો નથી. અંબા સમેત આ ત્રણે શિખરો પર પણ મંત્રીશ્વર વસ્તુપાલે નેમિનાથની દેવકુલિકાઓ કરાવી હતી, તેવું તેમની સં. ૧૨૮૮(ઈ સ ૧૨૩૨)ની છ શિલાપ્રશસ્તિઓમાં કહ્યું છે. તેની વિશેષ વિગત નરેન્દ્રપ્રભસૂરિ અને તેમનો અનુસરી જિનહર્ષગણિ આ રીતે આપે છે : અવલોકન શિખર પર ચંડપ્રાસાદના પુણ્યની વૃદ્ધિ માટે મંત્રીશ્વર વસ્તુપાળે નેમિજિન તથા ચંડપ્રાસાદની અને પોતાની મૂર્તિ મુકાવી. શામ્બ શિખરે (પ્રદ્યુમ્ન હોવું ઘટે) પિતાના શ્રેયાર્થે નૈમિજિન અને પિતૃ (આસરાજ) અને માતૃ(કુમારદેવી)ની મૂર્તિ મુકાવી. (આ બધી આરાધક મૂર્તિઓ સહમૂર્તિઓ (જોડિયા મૂર્તિઓ) રૂપે હશે.) વસ્તુપાળે કરાવેલ પ્રસ્તુત દેરીઓ પૂર્વે આ અણિયાળાં શિખરો પર પણ જૈન તીર્થ હોવાનો સંભવ છે. જૈન લેખકો અહીં (મોટે ભાગે દત્તાત્રયની ટૂંકમાં) સં૰ ૧૨૪૪(ઇ. સ૰ ૧૧૮૮)નો નેમિનાથની પાદુકા પરનો પ્રતિષ્ઠાનો લેખ હોવાનું જણાવે છે. છત્રશિલા પર નેમિનાથની પ્રવ્રજ્યા, સહસામ્રવનમાં કૈવલ્યપ્રાપ્તિ, અને અવલોકન શિખર પર નિર્વાણ થયાનું મધ્યકાલીન કલ્પકારો તે કાળે જાણીતી વૃદ્ધ અનુશ્રુતિઓને આધારે નોંધે છે. અહીં નેમિનાથની શ્યામ-શિલાની મૂર્તિ હોવાનું કહે છે તે મોટે ભાગે વસ્તુપાલ પ્રતિષ્ઠિત મૂર્તિ હોઈ શકે છે. સાંપ્રતકાળે અલબત્ત અમ્બા ઉપરાંત અવલોકન સામ્બ અને પ્રદ્યુમ્ન શિખરો પૂર્ણતયા બ્રાહ્મણ સંપ્રદાયને અધીન છે. અને જૈન યાત્રીઓ અંબા પછીની ટૂંકોના દર્શને સાધારણતયા જતા નથી. (પ્રધુમ્ન શિખર પર ‘‘સિદ્ધી વિનાયક’'ની પ્રતિમા હોવાનું ધર્મઘોષસૂરિ અને પછીના લેખકો કહે છે; રાણકપુરવાળા ઈ. સ ૧૪૫૧ના પટ્ટમાં પણ પ્રસ્તુત દેવ અંબાદેવી પછી બતાવ્યાં છે.) ઉત્ત્પન્નગિરિનાં જિનમંદિરો લાખારામ, સહસાવન, (સહસામ્રવન / સેવાવન) વિજયસેનસૂરિ, અને તેમને અનુસરીને જિનપ્રભસૂરિ ગિરિ પર ચડતાં જમણી બાજુ લાખારામ (લક્ષારામ) હોવાનું કહે છે, જે કદાચ જમણી બાજુ રહેલ લાખામેડી સ્તૂપવાળું સ્થાન હોઈ શકે છે, જ્યારે સહસાવન કે સહસ્રામ્રવન જવાનો રસ્તો ગૌમુખી ગંગાથી નીચાણમાં જાય છે. (અગાઉના યાત્રીઓ અવલોકન શિખરથી તે તરફ દુર્ગમ રસ્તે જતા હોવાના પરિપાટીકારોના For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉન્નગિરિનાં જિનમંદિરો ૪૫ ઉલ્લેખો છે. હેમહંસગણિ લાખારામનો ઉલ્લેખ પ્રસ્તુત સંદર્ભમાં કરતા હોઈ, ભરતવન પણ પુરાણું લાખારામ હોઈ શકે છે. પણ આ વાત વિશેષ સંશોધન માગી લે છે.) સહસાવનમાં નેમિનાથ ભગવાનની પાદુકાની દેરી છે. અહીં તેમને કૈવલ્યપ્રાપ્તિ થયાનું તેરમા શતકના કલ્યાદિ સાહિત્યમાં કહ્યું છે, અને લાખારામમાં પ્રથમોપદેશ થયાનું પણ નોંધ્યું છે. દ્વારકા પાસે રહેલ આગમકથિત રૈવતક ઉદ્યાનને પૂર્વમધ્યકાળથી ગિરનાર પાસે કલ્પવામાં આવ્યું હોય તેમ લાગે છે. એક સમસ્યા મંત્રીશ્વર ઉદયનના વંશજ મહત્તમ સામંતસિંહના પાસેના કાટેલા ગામના રેવતીકુંડના સં. ૧૩૨૦(ઈ. સ. ૧૨૬૪)ના પ્રશસ્તિલેખ અનુસાર, સામંતસિંહ અને તેમના બંધુ મહામાત્ય સલક્ષણસિંહે રૈવતાચલચૂલ પર નેમિનિલય આગળ પાર્શ્વજિનેશનો પ્રાંશુ (ઊંચો) પ્રાસાદ બંધાવ્યાનો ઉલ્લેખ છે. પ્રસ્તુત નિર્માતાઓની પ્રશસ્તિ કરતો ત્રુટિત શિલાખંડ, ગજપદકુંડ જવાના રસ્તેથી પ્રાપ્ત થયો હોઈ ઉપરની વાતને પુષ્ટિ મળી રહે છે. એટલું જ નહીં પણ સં૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)ની મિતિ ધરાવતો અને બંન્ને બંધુઓનું કર્તારૂપે નામ દેતો પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ પણ (અગાઉ કહ્યું તેમ, હાલ વસ્તુપાલવિહારમાં) મોજૂદ હોઈ, પ્રસ્તુત ભવનના નિર્માણ વિષે કોઈ જ શંકા નથી રહેતી. પણ આશ્ચર્યની વાત એ છે કે ધર્મઘોષસૂરિ (આ. ઈ. સ. ૧૨૬૪) અને ત્યાર બાદ જિનપ્રભસૂરિથી માંડી પછીના કોઈ જ લેખક તેનો ઉલ્લેખ કરતા નથી. રેવતીકુંડના લેખ અનુસાર તે તીર્થપતિ નેમિનાથના મંદિર આગળ કે ઉપર (સેમિનિનયા) હતું. પણ કઈ તરફી પશ્ચિમે તો મોઢા આગળ ખીણ છે અને પૂર્વમાં વસ્તુપાલવિહાર હતો. આથી તેનું સ્થાન અત્યારે જ્યાં ધર્મશાળાદિ છે ત્યાં, દક્ષિણમાં હોય, અથવા તો ખરતરવસહીને સ્થાને ઉત્તરમાં હોય, એક ત્રીજી સંભાવના એ જીરાઉલા પાર્શ્વનાથને સ્થાને હોવાની છે, અને સંઘવી ગોઈઓએ પ્રસ્તુત ખંડિત થયેલ મંદિર કાઢી નાખી, તેને સ્થાને નવું મંદિર બનાવ્યું હોય. પ્રસ્તુત મંદિરમાં ‘દાદુપાસ”ની (દાદા પાર્શ્વનાથ) મૂર્તિ હોવાનું નોંધાયેલ હોઈ, ત્યાં એક અન્ય પ્રાચીન પાર્શ્વનાથની મૂર્તિ ૧૫મા શતકમાં હતી તેવું સૂચિત થાય છે, જે આ સંદર્ભગત પાર્શ્વનાથ હોઈ શકે છે. (“દાદા પાર્શ્વનાથ”નો અર્થ “પુરાણા પાર્શ્વનાથ” એવો થાય છે.) પણ આ મંદિરનો પત્તો મેળવવા માટે વિશેષ સંશોધનની જરૂર છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો વિધર્મી આક્રમણો અને ઉદ્ધારો ઈ. સ. ૧૩૦૫માં સોમનાથ અને ઈ. સ. ૧૩૧૩માં શત્રુંજયગિરિ પર થયેલા મુસ્લિમ આક્રમણ સમયે કદાચ જૂનાગઢ અને ગિરનાર બચી ગયાં હશે, કેમ કે ૧૪મી શતાબ્દીમાં તો ત્યાં પુનરુદ્ધાર થયા સંબંધી નોંધો કે શિલાલેખો મળતા નથી. પણ ૧૫મા શતકમાં, ઓછામાં ઓછું ઈ. સ. ૧૪૩૮થી, ઉદ્ધારો શરૂ થાય છે, જે તપૂર્વે થયેલ અમદાવાદના સુલ્તાનનાં (અહમદશાહનાં) આક્રમણોને કારણે હશે. ૧૫માં શતકમાં બંધાયેલાં મંદિરો પણ ફરીને ઈ. સ. ૧૪૬૯-૭૦ના મહમૂદ બેગડાના આક્રમણ સમયે ખંડિત થયાનું ને પછી છેક શહેનશાહ અકબરના જમાનામાં પુનરુદ્ધાર થયાનું જણાય છે. બેગડાના આક્રમણ પછી ચૂડાસમા વંશનું જૂનાગઢમાંથી થયેલું ઉન્મેલન, જૂનાગઢમાં સ્થપાયેલ ઈસ્લામી શાસન (અને તેનું પહેલું “મુસ્તફાબાદ” નામ) ઈત્યાદિ કારણોને લઈને સોએક વર્ષ બાંધકામો બંધ રહ્યાં લાગે છે. આ પછી કર્મચંદ્ર બચ્છાવત, જામનગરના અંચલગચ્છીય શ્રેષ્ઠી બંધુ વર્ધમાનસાહ અને પદ્મસિંહ સાહ, ઈત્યાદિ પ્રભાવશાળી શ્રાવકોએ એક પછી એક ઉદ્ધાર કરાવ્યા છે, જે આધુનિક કાળે કચ્છના શ્રેષ્ઠી કેશવજી નાયકથી લઈ આજ દિવસ સુધી ચાલુ છે. અનુપૂર્તિ વસ્ત્રાપથક્ષેત્ર : ગિરનારની તળેટીથી લઈ લગભગ ઉપરકોટની પૂર્વમાં જ્યાં સોનરખ નદી મરડાય છે ત્યાં સુધીનું ક્ષેત્ર વસ્ત્રાપથક્ષેત્ર' કહેવાતું હતું અને તેનું સ્કન્દપુરાણ અંતર્ગત “પ્રભાસખંડ”માં ખૂબ માહાભ્ય કહ્યું છે. તેમાં કેવળ બ્રાહ્મણીય તીર્થો જ હતાં; અને એક પણ જૈન મંદિર તેમાં નહોતું. જેમ ગિરનાર પરથી અદ્યાવધિ એક પણ બ્રાહ્મણીય અભિલેખ કે શિલ્પ પ્રાપ્ત નથી થયાં તેમ વસ્ત્રાપથ”માંથી એક પણ જૈન લેખ કે પ્રતિમાદિ મળ્યાં નથી. પણ અહીંના બ્રાહ્મણ સંપ્રદાયનાં મંદિરોમાંથી ગિરિ-દામોદર, હરિ-દામોદર અને કાલમેઘનો ઉલ્લેખ વિજયસેનસૂરિ કરે છે. તેમના કથન અનુસાર મંત્રીશ્વર વસ્તુપાળે કાલમેઘ ક્ષેત્રપાળ અનુલક્ષમાં કંઈક રચના કરાવેલ. (નરેન્દ્રપ્રભસૂરિ તેમજ જિનહર્ષગણિ અનુસાર ત્યાં તેજપાળે આશ્વિન મંડપ ઉમેરેલો.) નરેન્દ્રપ્રભસૂરિ અહીં રહેલ ભવનાથના પુરાતન મંદિરનો તેજપાળ મંત્રીએ ઉદ્ધાર કરાવ્યાનો વિશેષ ઉલ્લેખ કરે છે. ૧૫માં શતકની એક ચૈત્યપરિપાટીમાં વસ્તુપાળે દામોદરકુંડનાં પગથિયાં કરાવેલાં તેવો ઉલ્લેખ છે, પણ વસ્ત્રાપથમાં જૈન મંદિર હોવાનું કોઈ જ જૈન લેખકો કહેતા નથી. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો “જીર્ણદુર્ગ” અને “તેજલપુર” પ્રાચીન “જીર્ણદુર્ગ”ના પર્યાય “જુર્ણદુર્ગ”માંથી જખ્ખદુગ્ગ” થઈ તેનો ગૂર્જર ભાષામાં જૂનઈગઢ” અને “જૂનૂગઢ પર્યાય બની આજે “જૂનાગઢ' રૂપે રૂઢ થયો છે. મધ્યકાળમાં જીર્ણદુર્ગ”થી કેવળ જૂનાગઢનો ઉપરકોટનો ભાગ જ સમજાતો. નીચે ૧૩મા શતક પહેલાં કોઈ જ શહેર નહોતું. (પ્રાચીન ગિરિનગર ઘસાઈ જતાં છેવટે ઉપરકોટ પૂરતું જ ગામ સીમિત થયું હશે. ચૂડાસમાઓની રાજધાની તો ત્યાંથી દશ માઈલ પશ્ચિમે વંથળી” વામનસ્થલીમાં હતી.) પણ ૧૩મા શતકમાં ઈસ. ૧૨૩૨ના અરસામાં, મંત્રી તેજપાળે અહીં પોતાના નામથી “તેજલપુર” ગામ વસાવ્યાનાં, વિજયસેનસૂરિ, જિનપ્રભસૂરિ, રાજશેખરસૂરિ, અને અન્ય લેખકોનાં, તેમ જ તેના અસ્તિત્વ વિષે ચૈત્યપરિપાટીકારોનાં અને ગિરનારના નેમિનાથ મંદિરના ૧૩મી સદીના ઉત્તરાર્ધના એક લેખ સહિત વિશ્વસ્ત પ્રમાણો મળે છે. વર્તમાન જૂનાગઢ શહેરનો તળપદ ભાગ-તળાવ દરવાજાથી શરૂ કરી ઉપરકોટ સુધીનો ભાગ પ્રાચીન તેજલપુર હોય તેમ જણાય છે. “જીર્ણદુર્ગ” (ઉપરકોટ)ના જિનપ્રભસૂરિ બીજા બે પર્યાયો “ઉગ્રસેનદુર્ગ” અને “અંગારદુર્ગ” પણ આપે છે. “ઉગ્રસેનદુર્ગ” એ નેમિકુમારના શ્વસૂર ઉગ્રસેનની જૈન પૌરાણિક વાત પરથી ઉદ્ભવ્યું છે, જ્યારે “ખંગારદુર્ગ” નામ રાખંગારે પ્રસ્તુત દુર્ગ સમરાવ્યો હશે તે પરથી પડ્યું હશે. ગઢ તો રા'ગ્રહરિપુ કર્તક અને એ કારણસર મૂળે દશમા શતકના પૂર્વ કે મધ્ય ભાગનો હોવાનું પ્રબંધો પરથી પ્રતીત થાય છે. હાલનું જૂનાગઢ આમ પ્રાચીન જીર્ણદુર્ગ અને મધ્યકાલીન તેજલપુરના સંયોજનથી બન્યું છે. | તેજલપુરમાં મંત્રી તેજપાલે પિતાના નામથી “આસરાજ વિહાર” નામક પાર્શ્વનાથનો પ્રાસાદ, ગામ ફરતો દુર્ગ, અને સતત (ગામની પશ્ચિમે) માતા કુમારદેવીના નામથી “કુમાર સરોવર” તેમજ અન્ય કેટલીક રચનાઓ કરાવેલી. પાર્શ્વનાથના પ્રસ્તુત પ્રાસાદનો પુનરુદ્ધાર ઉજજયન્ત પર તેજપાળ કારિત કલ્યાણત્રચૈત્યના ઉદ્ધારક) સમરસિંહ-માલદેએ કરાવેલો, ૧૫મા શતકના ઉત્તરાર્ધમાં તે “તેજલવિહાર' નામથી ઓળખાવા લાગેલો. ૧૫મા શતકના પરિપાટીકારોના કથન અનુસાર તેને વિશાળ મંડપ, તથા ફરતાં ૨૪ જિનાલય હતાં. ૧૫મા સૈકાના મધ્યભાગ આસપાસ સંઘવી ધૂધલે અહીં આદિનાથનું મંદિર કરાવેલું તથા તે અરસામાં શ્રેષ્ઠી લાખારાજે (ગિરનારવાળા “લક્ષોબા” કે “લખપતિ” હશે?) પિત્તળની આદિનાથની મૂર્તિવાળી “ખમાણાવસહી કરાવેલી. ઈ. સ. ૧૪૬૯ના મહમૂદ બેગડાના આક્રમણ દરમિયાન આ તમામ જિનમંદિરોનો નાશ થયો For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉજજ્યન્તગિરિનાં જિનમંદિરો જીર્ણદુર્ગ-ઉપરકોટ-ની અંદર પણ જિનમંદિરો હતાં. તેમાં આદિનાથના મંદિરને “મેદિનીમુકુટ” કહી. જિનપ્રભસૂરિ તેની ગણના “ચોરાશી જૈન મહાતીથી''માં કરે છે. આ મંદિર પુરાતન હોવું જોઈએ. આનો સલક્ષ શ્રેષ્ઠીએ ૧૫મી સદીમાં (કે તે પૂર્વે ) ઉદ્ધાર કરાવેલો. ગિરનાર પર્વત પર ખરતરવહીમાં જે ધરણિગ શ્રેષ્ઠીએ સમેતશિખરયુકત ભદ્રપ્રાસાદ કરાવેલો. મોટે ભાગે તો તે જ ધરણિગે જીર્ણદુર્ગમાં “ધરણિગ વિહાર” નામક સત્યપુરાવતાર વિરજિનનો પ્રાસાદ કરાવેલો. તેમાં પૂનિગ શ્રેષ્ઠીએ (ગિરનારની પરની “પૂનસવસહી” વાળા પૂનિગ કિંવા પૂર્ણસિંહ લાગે છે) ભદ્રપ્રાસાદ કરાવેલો. આ તમામ મંદિરો નાશ પામ્યાં છે. પ્રાચીન સ્રોતોના આધારે ઉજ્જયન્તગિરિ તેમજ તેની સમાવર્તી જીર્ણદુર્ગ અને તેજલપુરમાં આ મહાતીર્થના મહિમાને પ્રકાશિત કરતાં પુરાતન જિનમંદિરો ઉપરાંત ઘણાં જિનાલયો મધ્યયુગમાં સ્થપાયાની કલ્પના ઉપરના સંદર્ભોથી થઈ શકે છે. નીચેનાં બધાં જ મંદિરો તો કાળના ગર્ભમાં વિલીન થયાં છે, પણ ઉજ્જયન્તગિરિ પર જે કંઈ બચ્યું છે તેમાં, ખાસ કરીને ૧૫મા શતકનાં મંદિરોના વિતાનોએ, આ ગરિમાપૂત તીર્થનું કલાક્ષેત્રે ગૌરવ વધાર્યું છે, અને મરુ-ગુર્જર સ્થાપત્યનો પ્રાણ વિધમી આક્રમણો બાદ પણ મરી ન પરવારતાં ગુજરાતનું નામ અજવાળે તેવાં સર્જનો પછીના કાળે પણ કરી શકે છે તેની પ્રતીતિ કરાવે છે. રેવતાચલનાં જિનમંદિરો કેવળ જૈનોની જ ગૌરવગાથા છે તેવું નથી, તે ગુજરાતનું ભારતીય સંસ્કૃતિને પોતાના તરફથી અપાયેલાં ઉત્તમ પ્રદાનોમાંના એક છે. ચિત્રસૂચિ : ૧. દંડનાયક “સજ્જન” દ્વારા નવનિર્મિત, તીર્થનાયક “જિન અરિષ્ટનેમિ”નો પ્રાસાદ : “કર્ણવિહાર” : (સં. ૧૧૮૫ | ઈસ. ૧૧૨૯). ૨. નેમિનાથના પ્રાસાદનું (“કર્ણવિહાર''નું) તેના “ગૂઢમંડપ”ની “સંવરણા”ને વિશેષરૂપે બતાવતું દશ્ય : (સં. ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯). ૩. “નેમિનાથ જિનાલય"ના (“કર્ણવિહાર'ના) “ગૂઢમંડપ”ના “તોરણ” તથા કોરણીયુકત “ભારભટ્ટ"નું દર્શન : (સં. ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯). ૪. “નેમિનાથ જિનાલય"ના (“કર્ણવિહાર”ના) “ગૂઢમંડપનો “સભામાર્ગ” જાતિનો “કોટક | (મહાવિતાન) : (સં ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯). ૫. મંત્રીશ્વર “વસ્તુપાલ” કારિત “વસ્તુપાલ વિહાર”ના “સમેતશિખર મંડપ”નું બહારી દશ્ય (“છાઘ” For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉજજ્યન્તગિરિનાં જિનમંદિરો ૪૯ સુધીનો ભાગ સં. ૧૨૮૭ / ઈસ. ૧૨૩૧. ઉપરનો ભાગ ૧૫મા શતકના પૂર્વાર્ધનો, આધુનિક કાળે સમારિત). ૬. “વસ્તુપાલ વિહાર”ના “ગૂઢમંડપ'નો “સભામંદારક' જાતિનો “મહાવિતાન” : (ઈસ્વીસનની ૧૫મી સદીનો પૂર્વાર્ધ : આ સં૧૪૮૧ ( ઈ. સ. ૧૪૨૫). ૭. “વસ્તુપાલ વિહાર”ના “ગૂઢમંડપ”નો “સભામંદારક” જાતિનો “મહાવિતાન” (ઈસ્વીસનની ૧૫મી સદીનો પૂર્વાર્ધ આ સં. ૧૪૮૧ ઈ. સ. ૧૪૨૫). ૮. ચિત્ર ૭ વાળા મહાવિતાનનું નીચેથી દેખાતું દશ્ય. ૯. “સમરસિંહ-માલદે” દ્વારા સં. ૧૪૯૪ | ઈસ. ૧૪૩૮માં નવનિર્મિત “કલ્યાણત્રય ચૈત્ય'નો મૂલપ્રાસાદ. ૧૦. ખરતરગચ્છીય “નરપાલ સંઘવી” દ્વારા કારિત “ખરતરવસહી”ના ગૂઢમંડપનું બહારી દશ્ય : (આ સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧ થી થોડું પૂર્વે : મોટે ભાગે સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮. ૧૧. “ખરતરવસહી”ના “ગૂઢમંડપનું મુખ્ય (પૂર્વનું) કરણીખચિત દ્વાર (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧ થી પૂર્વે : વા સં. ૧૪૯૪ | ઈસ. ૧૪૩૮ આસપાસ). ૧૨. “ખરતરવસહી નો “મૂલપ્રાસાદ” : (શહેનશાહ અકબરના કાળમાં “કર્મચંદ્ર બચ્છાવત” દ્વારા નવનિર્મિત). ૧૩. “ખરતરવસહી”ના મુખમંડપ”નું વિષ્ણુ (કૃષ્ણ)-ગોપલીલાનું દશ્ય (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧ પહેલાં અથવા આ સં. ૧૪૯૪ | આઈ. સ૧૪૩૮. રોમક શૈલીની મુખાકૃતિઓ આધુનિક). ૧૪. “ખરતરવસહી”ના “મુખમંડપ”ના સમતલવિતાનમાં રહેલ “પંચાંગવીર”નું દશ્ય. (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧ થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ | ઈસ ૧૪૩૮. રોમક શૈલીની મુખાકૃતિ આધુનિક). ૧૫. “ખરતરવસહી”ના “મુખમંડપમાંનો એક “નાભિપદ્મ” જાતિનો વિતાન : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે અથવા આ સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૮). ૧૬. “ખરતરવહીસહી”ની પશ્ચિમ દિશાની “ભમતી” (“પટ્ટશાલા')નો એક પુષ્પમંડિત “સમતલ” જાતિનો વિતાન : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, કે આ સં૧૪૯૪ | ઈસ ૧૪૩૮). ૧૭. “ખરતરવસહી”ની ઉત્તર તરફની “પટ્ટશાલામાં વાયવ્ય બાજુનો “કોલ” સર્જિત, “પુષ્પક” મંડિત “સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, મોટે ભાગે સં. ૧૪૯૪ / ઈસ ૧૪૩૮). ૧૮. “ખરતરવસહી”ની ઉત્તર બાજુની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પટ્ટશાલા”નો “કોલ” જનિત અને પુષ્પકાંતિ “સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ / આ ઈ. સ. ૧૪૩૮). ૧૯. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પટ્ટશાલા”નો “કોલ”જનિત અને પુષ્પકાંકિત “સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / આ ઈ. સ. ૧૪૩૮). For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો ૨૦. ‘ખરતરવસહી'ની ઉત્તર દિશાની ‘ભમતી'ની પશ્ચિમ ભાગની પટ્ટશાલા'નો કોલજનિત અને પુષ્પકાંતિ “સમતલ વિતાન' (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ થી થોડું પૂર્વે અથવા આ સં. ૧૪૯૪ | આ૦ ઈ. સ. ૧૪૩૮). “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”ની પશ્ચિમ ભાગની “પટ્ટશાલા”નો એક ભૌમિતિક અને “પુષ્પક” શોભનોની સંયોજનલીલાથી સર્જાતો “સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ / ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ | ઈસ. ૧૪૩૮). ૨૨. “ખરતરવસહી"ની ઉત્તર દિશાની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પશાલા”નો “લૂમા મંડિત “સમોક્લિપ્ત વિતાન” : (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ / આ ઈ. સ. ૧૪૩૮). ૨૩. “ખરતરવસહી''ની ઉત્તર દિશાની “ભમતી''ની “પટ્ટશાલા”ની મધ્યમાં જડેલો “સમનાભિ' જાતિના વિતાનનો ખંડ : (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / ઈસ. ૧૪૩૮). ૨૪. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”માં વાયવ્યકોણમાં આવેલો “નાભિજીંદ” જાતિનો વિતાન : (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ / આ. ઈસ૧૪૩૮). ૨૫. “ખરતરવસહી ની ઉત્તર દિશાની એક દેવકુલિકામાં “નાભિચ્છન્દ” જાતિનો અનેક થરયુકત વિતાન : (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / આ૦ ઈ. સ ૧૪૩૮). ૨૬. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પઠ્ઠશાલા”માં રહેલ પદ્મનાભ જાતિનો વિતાન : (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / ઈસ. ૧૪૩૮). ૨૭. ચિત્ર-૨૬'વાળા વિતાનની કિનારીનાં મનોહર પુષ્પો : (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮). ૨૮. “ખરતરવસહી”ના “રંગમંડપ”નો "સભાપદ્મમંદારક"જાતિનો કોટક (મહાવિતાન) : (સં. ૧૫૦૭ | - ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ { ઈ. સ. ૧૪૩૮). હીના દક્ષિણ બાજુના ભણસાલી જોગે કરાવેલ “ભદ્રપ્રાસાદ''નો ‘સભામંદારક વિતાન'' (આ સં. ૧૪૯૪ / આ. ઈ. સ૧૪૩૮). ૩૦. ચિત્ર-૨૯ વાળા વિતાનના રૂપકંઠમાં “ચક્રવાકની હાર અને મદલો. ૩૧. “ખરતરવસહી”ના ઉત્તર તરફના “ધરણિગશ્રેષ્ઠી” કારિત “ભદ્રપ્રાસાદ”નો “સભામંદારક” વિતાન : (આ સં ૧૪૯૪ | આ. ઈ. સ૧૪૩૮). ૩૨. “પૂનસવસહી"નો “સભામંદારક" વિતાન : (આ સં. ૧૪૯૪ / આ. ઈ. સ. ૧૪૩૮). ૩૩. ચિત્ર-૩ર વાળા વિતાનનું તળિયેથી દેખાતું દશ્ય. ૩૪. “કર્ણવિહાર' (નેમિનાથ જિનાલય)ની ભમતીની એક જાળી : (આ ઈસ્વીસનના ૧૫મા શતકનો મધ્ય ભાગ), For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉત્તગિરિનાં જિનમંદિરો ૫૧ ૩૫. “શાણવસહી”ના “રંગમંડપની જાળીનો એક ભાગ. (સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩). ૩૬. “શાણવસહી નો ગૂઢમંડપ : (સં. ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). ૩૭. “શાણવસહી”ના “રંગમંડપ”નો એક “નાભિમંદારક” વિતાન : (સં. ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). ૩૮. “આંચલિયાપ્રાસાદ” (હાલ સંભવનાથ જિનાલય) : (ઈસ્વીસનના ૧૫મા શતકનો મધ્યાહન). ૩૯. શાંતિનાથનું મંદિર : જૂનો ભાગ ૧૫મા શતકનો પૂર્વાર્ધ : (મૂળ મંત્રીશ્વર વસ્તુપાલકારિત મરૂદેવી માતાનું મંદિર). ૪૦. ચૌમુખ શામળા પાર્શ્વનાથનું મંદિર : કાંચનવિહાર : શ્રેષ્ઠી લક્ષોબા | અમરનાથ લખપતિ કારિત ચતુર્મુખ મંદિર : ઈસ્વીસનના ૧૫મા શતનો મધ્યભાગ : મોટે ભાગે ઈસ. ૧૪૪૦ આસપાસ). ૪૧. રહનેમિ (રથનેમિ)નું મંદિર : ૧૫મા શતકનો મધ્ય ભાગ. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧. દંડનાયક ‘સજ્જન'' દ્વારા નવનિર્મિત, તીર્થનાયક ‘‘જિન અરિષ્ટનેમિ''નો પ્રાસાદ ‘‘કર્ણવિહાર’' (સં. ૧૧૮૫ / ઇ. સ. ૧૧૨૯). For Personal & Private Use Only Bousou Mas Page #59 -------------------------------------------------------------------------- ________________ જ છે, મા અક , iiiiiiiiivini ૨. નેમિનાથના પ્રાસાદનું (“કર્ણવિહાર”નું) તેના ‘‘ગૂઢમંડપ”ની “સંવરણા”ને વિશેષરૂપે બતાવતું દશ્ય (સં. ૧૧૮૫ / ઈસ. ૧૧૨૯). For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩. “નેમિનાથ જિનાલય”ના (''કર્ણવિહાર''ના) “ગૂઢમંડપ''ના “તોરણ” તથા કોરણીયુકત ‘ભારભટ્ટ'નું દર્શન (સં૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯). For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ R : A ૪. “નેમિનાથ જિનાલય”ના (“કર્ણવિહાર”ના) “ગૂઢમંડપ'નો સભામાર્ગ” જાતિનો “કોટક” (મહાવિતાન) (સં. ૧૧૮૫ / ઈસ. ૧૧૨૯). For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ 11 ETSI , (7) Unit મા, ૫. મંત્રીશ્વર “વસ્તુપાલ” કારિત “વસ્તુપાલ વિહાર”ના “સમેતશિખર મંડપ”નું બહારી દશ્ય (““છાઘ” સુધીનો ભાગ સં. ૧૨૮૭ | ઈ. સ. ૧૨૩૧. ઉપરનો ભાગ ૧૫મા શતકના પૂર્વાર્ધનો, આધુનિક કાળે સમારિત). For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ .!! ! | કી TITL 'III 3:::::: પun 1K ME ભીમelviiiliilii'l) મ '1' UTTI '' *,* ' . રાધttpકમhan ' = પws == = * હarat attapart fhuk// કે liliilli , ! ulilill" D t * ને કterrivalif, it still all the ''' '' ' * છે ETT . *:/vt !' ' '' . '1" ૬. “વસ્તુપાલ વિહાર”ના “ગૂઢમંડપનો “સભામંદારક” જાતિનો “મહાવિતાન” (ઈસ્વીસનની ૧૫મી સદીનો પૂર્વાર્ધ આ સં. ૧૪૮૧ ઈ. સ૧૪૨૫). For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ #gnan OFRAM ૭. “વસ્તુપાલ વિહાર’’ના ‘‘ગૂઢમંડપ’’નો ‘‘સભામંદારક’’ જાતિનો ‘‘મહાવિતાન’’ (ઈસ્વીસનની ૧૫મી સદીનો પૂર્વાર્ધ આ સં ૧૪૮૧ / ઈ. સ. ૧૪૨૫). ERED For Personal & Private Use Only *&t&> a Page #65 -------------------------------------------------------------------------- ________________ ૮. ચિત્ર ૭ વાળા મહાવિતાનનું નીચેથી દેખાતું દશ્ય. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ A ACCENCECEN wwww Pamu ARDE 90EN WIEEE 80 For Personal & Private Use Only wwwww ૯. ‘સમરસિંહ-માલદે’ દ્વારા સં ૧૪૯૪ / ઈ સ ૧૪૩૮માં નવનિર્મિત ‘‘કલ્યાણત્રય ચૈત્ય’’નો મૂલપ્રાસાદ. EVER dresses to Page #67 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private tee only છે a ૧૦. ખરતરગચ્છીય “નરપાલ સંઘવી” દ્વારા કારિત “ખરતરવસહી”ના ગૂઢમંડપનું બહારી દેશ્ય (આ સં. ૧૫૦૭ / ઈ સ. ૧૪૫૧ થી થોડું પૂર્વે મોટે ભાગે સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮). Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૧. “ખરતરવસહી'ના ‘‘ગૂઢમંડપ”નું મુખ્ય (પૂર્વનું) કરણીખચિત દ્વાર (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ થી પૂર્વે વા સં. ૧૪૯૪ / ઈ. સ ૧૪૩૮ આસપાસ). Jain Education Internatiba : એ : : TItluપviા Turi 7> $p &છે. . શRI 8ા List S - ૧૯seeeeeeeeee For Personal & Private Use on ALATLATAUTALALAU ta Aી પર વો en જ lainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ‘‘ખરતરવસહી’’નો ‘‘મૂલપ્રાસાદ’’ (શહેનશાહ અકબરના કાળમાં ‘‘કર્મચંદ્ર બચ્છાવત’’ દ્વારા નવનિર્મિત). Have For Personal & Private Use Only EL RE 1000000000000 XNXX 7773 Page #70 -------------------------------------------------------------------------- ________________ வைகைமைcைree 1 • E1:11tv 055055555555555 145055 ખરતરવસહી''ના “મુખમંડપ'નું વિષ્ણુ (કૃષ્ણ)-ગોપલીલાનું દશ્ય (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ પહેલાં અથવા આ સં. ૧૪૯૪ | આ૦ ઈસ. ૧૪૩૮, રોમક શૈલીની મુખાકૃતિઓ આધુનિક). રહેલ ખરતરવસહી”ના “મુખમંડપ''ના સમતલલિતાન'માં “પંચાંગવીર''નું દશ્ય. (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧ થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮. રોમક રૌલીની મુખાકૃતિ આધુનિક). Page #71 -------------------------------------------------------------------------- ________________ જ૮૯૯૯૯૯૮ ગઝલ.. \\ Aજક, /..' શTED / ); ::/:::::::: 2:/???? ??? ???? "} ૧૫. “ખરતરવસહી''ના મુખમંડપ'નો એક “નાભિપદ્મ” જાતિનો વિતાન (સં૧૫૦૭ / ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વે અથવા આ સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮). For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ t/c/ r777777://ti זוft< د ود ۱ ))]۱ و הוגן.. /<>li \\\\צוג לעיוורון עניינע פווייצור יוז חיישינשיין ...ונה< אין" //:7(ו), >/c/< , יז >/ " בין ) גע, גב{ 2 גוילכה }R}נן 7777777 Bாணையமாலா triticircottirect גומי ג'נ/כלל עולמי - - ו 1. "42d7eedleagle-l v[aa [Eau-( **adl°• ("4galuat')-l as quoisc "Hadadail adler (2i) 1909 | 8% 21% 18474l als 14, 34 3io 1xex | 6 21 1832). For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ f//1/2 ૧૮. “ખરતરવસહી''ની ઉત્તર બાજુની “ભમતી”ના પશ્ચિમ ભાગની ‘પદૃશાલા”નો “કોલ” જનિત અને પુષ્પકાંકિત “સમતલ વિતાન” (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ | આ ઈ. સ. ૧૪૩૮). " tir ATT ૧૭. (ખરતરવસહી”ની ઉત્તર તરફની “પટ્ટશાલા'માં વાયવ્ય બાજુનો “કોલ’ સર્જિત, “પુષ્પક” મંડિત “સમતલ વિતાન” (સં. ૧૫૦૭ / - ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, મોટે ભાગે સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮). For Personal & Povale use.com - tet 1 c ઇસ તરહ w - ch) 2 )))))); થઈ, anaejiwary or Page #74 -------------------------------------------------------------------------- ________________ ) ) ) ) ) ક, ‘ખરતરવસહી”ની ઉત્તર દિશાની ‘‘ભમતી''ના પશ્ચિમ ભાગની ‘પદૃશાલા”નો “કોલ''જનિત અને પુષ્પકાંકિત ‘‘સમતલ વિતાન' (સં. ૧૫૦૭ | ઈસ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ | આઇ ઈ સર ૧૪૩૮). D) //૮ ( ) crab છે. જે r રીપS 5)\ /crctci \\\\\ * 2. ખરતરવસહી'ની ઉત્તર દિશાની ‘ભમતી'ની પશ્ચિમ ભાગની ‘પટ્ટશાલા'નો કોલજનિત અને પુષ્પકાંકિત ‘સમતલ વિતાન' (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧ થી થોડું પૂર્વે અથવા આ સં. ૧૪૯૪ | આ૦ ઈસ ૧૪૩૮). (krtircrk O ) '૮૪૮૮૮૮૮ /૮/301200000003) . આ , • છે ' : છે. - - - - - axxxxxxxxxxxxxx .<1st11st r(t Page #75 -------------------------------------------------------------------------- ________________ プルルルルル t t ter . . KAKSESUBUSSOS તેરા DPSSC C - આ જ રીતે ADITAL ૨૧. “ખરતરવસહી ની ઉત્તર દિશાની “ભમતીની પશ્ચિમ ભાગની “પટ્ટશાલા”નો એક ભૌમિતિક અને “પુષ્પક” શોભનોની સંયોજનલીલાથી સર્જાતો “સમતલ વિતાન” (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ | ઈસ. ૧૪૩૮). Jain Education Intel For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ? A SEM 1 જી (155c02//2/ Pi s tics()))))))))))) ICES = ૨૨. ‘‘ખરતરવસહી''ની ઉત્તર દિશાની ભમતી'ના પશ્ચિમ ભાગની પઠ્ઠશાલા”નો ‘‘લુમા' મંડિત ‘‘સંમોલ્લેિખ વિતાન'' ૨૩. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની ભમતી'ની ‘પટ્ટશાલા''ની મધ્યમાં જડેલો “સમનાભિ” જાતિના વિતાનનો ખંડ (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. Jain ૧૪૯૪ / ઈ સ»૧૪૩૮). For Personal Private Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ((((૮(૮ (૮૪૮ ૮૮ ૮ (૮૧/૮ (૮)))))))))))))) Ki) મe 3 | ર 2. Skip Cen? ti) - ૨ (c E p>> Step)?ક (((((((((((((((((((((((((r ((((૮) /(((((((t૮ ((((((((((It" B '' કે sibly (til) LSL 1 ezclarecie HITT DIIી છે. આ ચ )))))))) )))) ) )) cc 1 1c1ccts | ૨૪. “ખરતરવસહી''ની ઉત્તર દિશાની “ભમતી''માં વાયવ્યકોણમાં આવેલો “નાભિજીંદ” જાતિનો વિતાન (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં૧૪૯૪ / આ૦ ઈ. સ. ૧૪૩૮). For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ INNNN T ' '. ૬ ૬ ૧૮ * \ \ \* * * * * * * * * T' D ), ૨૫. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની એક દેવકુલિકામાં “નાભિચ્છન્દ' જાતિનો અનેક થરયુકત વિતાન (સં૧૫૦૭ / ઈસ. ૧૪૫૧થી પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ | આ ઈ. સ. ૧૪૩૮). For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ VCIACICICICACICILACAPUCCI. W S W SAARISCIACICE NGUACATOARCA 23072 CHRIEBOREECTRICICD ZUCCIS SIIT CICLE ))))) SESE » CCCCCC 21 C L T ) ) ) ) ) ) ) ) tccclcctcctciICCCCCCCCCCC crecicSSICCICKS camerella ricicuricien , Jain Education Intematon Privale Use Only hoog Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૬. ‘‘ખરતરવસહી’’ની ઉત્તર દિશાની ‘‘ભમતી’’ના પશ્ચિમ ભાગની ‘“પટ્ટશાલા’’માં રહેલ પદ્મનાભ જાતિનો વિતાન (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં૰ ૧૪૯૪ / ઈ સ ૧૪૩૮). wwwwwwww ૨૮. ‘‘ખરતરવસહી’’ના ‘‘રંગમંડપ''નો ''સભાપદ્મમંદારક''જાતિનો કરોટક (મહાવિતાન) (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં ૧૪૯૪ / ઈ સ ૧૪૩૮). ૨૭. ચિત્ર-‘૨૬’વાળા વિતાનની કિનારીનાં મનોહર પુષ્પો (સં૰ ૧૫૦૭ / ઈ સ ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં૰ ૧૪૯૪ / ઈ સ ૧૪૩૮). . For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ WH ablabbishont EXE2622222222) aaaaaddddd 2/5/2/22/222)2) anal Private use only TRECACA SKEERCADOS bbbb www Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૯. “ખરતરવસહી''ના દક્ષિણ બાજુના ભણસાલી જોગે કરાવેલ “ભદ્રપ્રાસાદ”નો “સભામંદારક વિતાન'' (આ સં. ૧૪૯૪ | આ૦ ઈસ૧૪૩૮). ויויויויויויוי જ છે" I GIR કકકકકકક )))))))))) 5) તો )))))))) , ), કામ કરી ને જ - Dર - . istiti !tREઇ શકાય કામ કરી રાઈ - જ મોમાં કરતા પકા ' t tttttttttttt - The કરી છે તે છેએસ . કરો annapadar *ી Left . સ કરી ઈrist પર એમ icticistettu SHEET ત મય " કરી, પાક મા ફરી ... છે + સામાં +- - Ettetett ** * OF છે Tietoleraine Shik ( TWITTER -R, L ef,'-' '' FreePle hક પણ ૨ HEHERBS S - Bab Tira . 1 1 = " છે + + = 1 ' = = '' '' નrrrr RITESH ૩૧. “ખરતરવસહી”ના ઉત્તર તરફના ““ધરણિગશ્રેષ્ઠી” કારિત ‘‘ભદ્રપ્રાસાદ”નો “સભામંદારક” વિતાન (આ સં. ૧૪૯૪ | આ૦ ઈ. સ. ૧૪૩૮). ૩૦, ચિત્ર૨૯, વાળા વિતાનના રૂપકંઠમાં “ચક્રવાક"ની હાર અને મદલો. Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ''''' GUITOCURREN દ t tt tin''t d I RE: Htt< * * * * * . છે - છે. જોકે * **** ** . **** * રા , **, *** જ 2 std કહે કે કે છે . 1 - F કે F: *e 10ttrfer, * * * * * * * * * * મીન : reff: જો :: : ht: ૨, * * EAR. - 1 કોક . * મા દેવતા ' :: * * ( * * Hiriliii tti . -1 ન હૈ : ની * ૩ છે . * * * * * t , 'કે * * TRETCHBACEAE ? , : * [; fit * ***;Jai , E * * * * - RE 5321 720p); Essibility ટકટ કેBail;wWww Xxxર ૩૨. “પૂનસીવસહી”નો “સભામંદારક” વિતાન (આ સં. ૧૪૯૪ / આ૦ ઈ. સ૧૪૩૮). ૩૩. ચિત્ર-૩૫ વાળા વિતાનનું તળિયેથી દેખાતું દશ્ય. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ;;;;;גגוני ;;;;;וכל :::::::::: ליווי ליווי :: פנומהמיני וכנויו פגעצוין והורוגוואי . י : אוווווווג י . שר התגוננננננננ איינגעגע דען שיעור . 5), הרי . עינוגינצי ייייייייייייייי ווי יוני?י?יגייני גגגגגגגגגג. יגיעו משוגע : מנגנו . ע ליי : עוד (((((((((((( נ וירולוגיה ייי ונתנה (( גגגגגגגגגגגגגגג יהו, נגני לתינוק ייו - ::;: : כ ללי כגון :גוגכולוגי עילי .. יו 2: ".:: ...... ליידס א דיבי For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કરી :::: - :: - - :: 2 ૩૪. “કર્ણવિહાર' (નેમિનાથ જિનાલય)ની ભમતીની એક જાળી (આ ઈસ્વીસનના ૧૫મા શતકનો મધ્ય ભાગ). For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૫. “શાણવસહી”ના “રંગમંડપ”ની જાળીનો એક ભાગ. (સં. ૧૫૦૯ / ઈસ. ૧૪૫૩). For Personary રના ૨ ડ ( હું છું, કિ IT IS HEET. : Em III. , ક8િ rary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ 2 Jain Educati TEJECTE 11'' /}}}}} * * *$'; HITO ERE ૩૬. ‘“શાણવસહી’’નો ગૂઢમંડપ (૨ ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). ૩૭. ‘‘શાણવસહી’’ના ‘“રંગમંડપ’”નો એક ‘‘નાભિમંદારક’’ વિતાન (સં. ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). Page #88 -------------------------------------------------------------------------- ________________ 1.In]. Thngtc)" ૩૮, “આંચલિયાપ્રાસાદ'' | (હાલ સંભવનાથ જિનાલય) (ઈસ્વીસનના ૧૫મા શતકનો મધ્યાહન). ૩૯. શાંતિનાથનું મંદિર જૂનો ભાગ ૧૫માં શતકનો પૂર્વાધ (મૂળે મંત્રીશ્વર વસ્તુપાલકારિત મરૂદેવી માતાનું મંદિર). T For Personalmente Use Only www.jainierbary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ ४१. रहनेभि ( रथनेभि) नुं मंदिर १५ मा શતકનો મધ્ય ભાગ. 7 नरपि ३८२००९ श्रीमहावीर जैन आराधना केन्द्र श्रीवाला ससागरसूरि ज्ञानमन्दिर ૪૦. ચૌમુખ શામળા પાર્શ્વનાથનું મંદિર કાંચનવિહાર શ્રેષ્ઠી લક્ષોબા / અમરનાથ લખપતિ કારિત ચતુર્મુખ મંદિર ઈસ્વીસનના ૧૫મા શતકનો Page #90 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only