Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 50
________________ ઉન્નગિરિનાં જિનમંદિરો ૪૫ ઉલ્લેખો છે. હેમહંસગણિ લાખારામનો ઉલ્લેખ પ્રસ્તુત સંદર્ભમાં કરતા હોઈ, ભરતવન પણ પુરાણું લાખારામ હોઈ શકે છે. પણ આ વાત વિશેષ સંશોધન માગી લે છે.) સહસાવનમાં નેમિનાથ ભગવાનની પાદુકાની દેરી છે. અહીં તેમને કૈવલ્યપ્રાપ્તિ થયાનું તેરમા શતકના કલ્યાદિ સાહિત્યમાં કહ્યું છે, અને લાખારામમાં પ્રથમોપદેશ થયાનું પણ નોંધ્યું છે. દ્વારકા પાસે રહેલ આગમકથિત રૈવતક ઉદ્યાનને પૂર્વમધ્યકાળથી ગિરનાર પાસે કલ્પવામાં આવ્યું હોય તેમ લાગે છે. એક સમસ્યા મંત્રીશ્વર ઉદયનના વંશજ મહત્તમ સામંતસિંહના પાસેના કાટેલા ગામના રેવતીકુંડના સં. ૧૩૨૦(ઈ. સ. ૧૨૬૪)ના પ્રશસ્તિલેખ અનુસાર, સામંતસિંહ અને તેમના બંધુ મહામાત્ય સલક્ષણસિંહે રૈવતાચલચૂલ પર નેમિનિલય આગળ પાર્શ્વજિનેશનો પ્રાંશુ (ઊંચો) પ્રાસાદ બંધાવ્યાનો ઉલ્લેખ છે. પ્રસ્તુત નિર્માતાઓની પ્રશસ્તિ કરતો ત્રુટિત શિલાખંડ, ગજપદકુંડ જવાના રસ્તેથી પ્રાપ્ત થયો હોઈ ઉપરની વાતને પુષ્ટિ મળી રહે છે. એટલું જ નહીં પણ સં૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)ની મિતિ ધરાવતો અને બંન્ને બંધુઓનું કર્તારૂપે નામ દેતો પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ પણ (અગાઉ કહ્યું તેમ, હાલ વસ્તુપાલવિહારમાં) મોજૂદ હોઈ, પ્રસ્તુત ભવનના નિર્માણ વિષે કોઈ જ શંકા નથી રહેતી. પણ આશ્ચર્યની વાત એ છે કે ધર્મઘોષસૂરિ (આ. ઈ. સ. ૧૨૬૪) અને ત્યાર બાદ જિનપ્રભસૂરિથી માંડી પછીના કોઈ જ લેખક તેનો ઉલ્લેખ કરતા નથી. રેવતીકુંડના લેખ અનુસાર તે તીર્થપતિ નેમિનાથના મંદિર આગળ કે ઉપર (સેમિનિનયા) હતું. પણ કઈ તરફી પશ્ચિમે તો મોઢા આગળ ખીણ છે અને પૂર્વમાં વસ્તુપાલવિહાર હતો. આથી તેનું સ્થાન અત્યારે જ્યાં ધર્મશાળાદિ છે ત્યાં, દક્ષિણમાં હોય, અથવા તો ખરતરવસહીને સ્થાને ઉત્તરમાં હોય, એક ત્રીજી સંભાવના એ જીરાઉલા પાર્શ્વનાથને સ્થાને હોવાની છે, અને સંઘવી ગોઈઓએ પ્રસ્તુત ખંડિત થયેલ મંદિર કાઢી નાખી, તેને સ્થાને નવું મંદિર બનાવ્યું હોય. પ્રસ્તુત મંદિરમાં ‘દાદુપાસ”ની (દાદા પાર્શ્વનાથ) મૂર્તિ હોવાનું નોંધાયેલ હોઈ, ત્યાં એક અન્ય પ્રાચીન પાર્શ્વનાથની મૂર્તિ ૧૫મા શતકમાં હતી તેવું સૂચિત થાય છે, જે આ સંદર્ભગત પાર્શ્વનાથ હોઈ શકે છે. (“દાદા પાર્શ્વનાથ”નો અર્થ “પુરાણા પાર્શ્વનાથ” એવો થાય છે.) પણ આ મંદિરનો પત્તો મેળવવા માટે વિશેષ સંશોધનની જરૂર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90