Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 48
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો મંત્રીશ્વરે તેમાં પોતાની અને અનુજ(તેજપાળ)ની મૂર્તિઓ તેમાં મુકાવી હતી. જિનહર્ષગણિ પણ પ્રસ્તુત વાતનું પુનરાવર્તન (પ્રસ્તુત આચાર્યના કથનના આધારે) કરે છે. મંત્રીશ્વર વસ્તુપાલે ગિરિશિખરસ્થ અંબિકાને ઉદ્દેશીને જે સ્તોત્ર રચ્યું છે તેમાં પણ ‘‘ડિ’’ ‘‘સહારનુમ્નમ્બ્રે’’ અને ‘“નિનશાસનરક્ષળાય'' સરખાં ઉદ્બોધન પ્રાપ્ત હોઈ, એમના કાળમાં પણ આ પ્રતિમા જૈન ગ્રંથોમાં કહેલ સ્વરૂપની હતી. જિનેશ્વરસૂરિ (૧૧મી સદીનો પૂર્વાર્ધ) કૃતમંત્રગર્ભિત ‘‘અંબિકાસ્તોત્ર’’માં પણ એવા જ ઉલ્લેખો મળે છે. વિજયસેનસૂરિ તેમજ જિનપ્રભસૂરિનું વર્ણન પણ શાસનાધિષ્ઠાત્રી, આમ્રલુમ્બિ ધારણ કરેલ, શુભંકર-વિશંકર-(વિકલ્પે સિદ્ધ-બુદ્ધ) પુત્ર પરિવૃત, સિંહવાહના યક્ષી અંબિકાનું જ છે. આ મંદિરના દર્શને જૈન શ્રાવકો-ઉપાસકો ઉપરાંત જૈન મુનિઓ પણ ૧૫મા શતક સુધી તો જતા હોવાનાં બહુ જ સ્પષ્ટ પ્રમાણો મળે છે. બીજી તરફ સ્કન્દપુરાણમાં શિશુધારણી આ દેવીને ‘‘ભવાની’’ અને ‘‘સ્કન્દમાતૃ'' કહી છે, અને તેના (આમ્રલુમ્બિંધારણ કરેલ) બાહુને ‘‘ઊર્ધ્વસંસ્થિત'' કહ્યો છે. અને આ દેવી ‘‘અંબા’’ તરીકે પણ ઓળખાય છે, તેમ કહ્યું છે. બ્રાહ્મણીય સંપ્રદાયમાં અંબિકાનું સ્વરૂપ કાં તો ‘“દુર્ગા-ક્ષેમંકરી’’કે ‘‘દુર્ગા-મહિષમર્દિની’’ હોય છે. આથી અહીં પુરાણકારે શિશુસમ્પન્ના જૈનામ્બિકાને સદ્ભાવથી ‘‘સ્કન્દમાતા’’ કહી છે. અને તે કાળે પાસે રહેલ જિન નેમિનાથની ધ્યાનસ્થ પ્રતિમાને ‘‘બુદ્ધરૂપી, જટિલ, કુશાંગ, અને સર્વજ્ઞશિવ”ની કહી છે. ૪૩ મંત્રીશ્વર વસ્તુપાલે (એમના પ્રશસ્તિલેખ અનુસાર તેમજ સમકાલિક આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિ અને જિનહર્ષગણિના કથન અનુસાર) આ અમ્બા શિખર પર ચંડપના શ્રેયાર્થે નેમિનાથની દેવકુલિકા કરાવેલી અને તેમાં ચંડપની અને મલ્લદેવની પ્રતિમાઓ મુકાવેલી. તે દેરી આજે તો વિલુપ્ત થઈ છે. અભિલેખો ઉપરાંત ગ્રંથોનાં પ્રમાણો જોતાં, તેમજ તેના તલચ્છન્દ, ત્રિકમાં ખત્તકો, વિતાન ઇત્યાદિ લક્ષણો પરથી આ મંદિર મૂળ જૈન આમ્નાયનું હતું તેમ સ્પષ્ટ રીતે જણાય છે. બર્જેસ આદિ વિદ્વાનોએ પણ તેને બૌદ્ધ, અથવા એમ ન હોય તો જૈન માન્યું છે. ઉત્તર મધ્યયુગમાં કોઈક સમયે તે બ્રાહ્મણ સંપ્રદાય અંતર્ગત ગયું છે. આજે તો શૈવ-વૈષ્ણવો ઉપરાંત તે મંદિરના દર્શને જૈન શ્રાવકો પણ જાય છે જ. મૂળ પ્રતિમા વિધર્મી હુમલાના સમયે ખંડિત થતાં વર્તમાને તેમાં ‘‘લહી’’ની પૂજા કરવામાં આવે છે. હાલના આ મંદિરની શૈલી ૧૫મા શતકના ઉત્તરાર્ધની છે. તેના રંગમંડપની વિશાળ, પદ્મશિલાયુકત ૧૬ વિદ્યાધરવાળી છત પણ નીચેના જૈન મંદિરોની છતને મળતી જ છે, જેમાં મૂળે ૧૬ વિદ્યાદેવીઓ હોવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90