Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 47
________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો ગંગાવતારકુંડ : ગંગાકુંડ : ગંગાદેઉલ : ગૌમુખી : (ગૌમુખી ગંગા) અહીંથી ઉપર જતાં બ્રાહ્મણીય સંપ્રદાયનું પ્રસિદ્ધ સ્થાન ગૌમુખી ગંગા આવે છે. શાણરાજ પ્રશસ્તિમાં ગજપદ સાથે “ IIMન્ને જૌમુવ'નો ઉલ્લેખ આવે છે. રત્નસિંહસૂરિશિષ્ય પણ ગંગાવતાર કુંડનો ઉલ્લેખ કરે છે, જ્યારે શિવરાજ સંઘવીવાળી પરિપાટીમાં “ગંગાકુડે ગંગાદેઉલ” એવો નિર્દેશ મળે છે. આની નજીક દેવરાજે આણેલા જિણવરના બિંબની વાત પ્રસ્તુત પરિપાટીકાર કરે છે. આજે ત્યાં ચોવીસ જિનનાં પગલાં છે. ૧૩મા-૧૪મા શતકના જૈન લેખકો ગૌમુખી ગંગાનો ઉલ્લેખ કરતા નથી. તેથી પ્રસ્તુત તીર્થ ૧૫મા શતકના આરંભમાં અસ્તિત્વમાં આવ્યું હશે એમ કહી શકાય. ગણપતિ (ગણપતિ) અને રહનેમિ (રથનેમિ)નાં મંદિરો અહીંથી આગળ જનારી પાજ ચીતર સાહે બંધાવી હોવાનું ઉપર કથિત બન્ને પરિપાટીકારોને અભીષ્ટ હોવાનું જણાય છે. આ પાજ ઉપર આગળ વધતાં રહનેમિનું મંદિર આવે છે (ચિત્ર-૪૩). આ મંદિરનો ઉલ્લેખ ૧૫મા શતકના બધા જ ચૈત્યપરિપાટીકારો કરે છે. આથી તે ૧૫મા શતકના ઉત્તરાર્ધ પહેલાં બંધાઈ ચૂક્યું હશે. તેના નિર્માતા વિષે કોઈ માહિતી પ્રાપ્ત નથી. કાળા પથ્થરના આ મંદિરની શૈલી નીચેના અંચલગચ્છના પ્રાસાદને મળતી છે (ચિત્ર-૪૦). શવરાજ સંઘવીવાળી પરિપાટીમાં ત્યાં આગળ ગણપતિ હોવાનો નિર્દેશ છે. અંબિકા ભવન અમ્બા શિખર પર સ્થિત દેવી અંબિકાનો પ્રાસાદ ચૈત્યપરિપાટીકારોના વર્ણનો અનુસાર, શ્રેષ્ઠી સામલે ઉદ્ધાર કર્યો હોઈ, “સામલપ્રાસાદ'ના નામથી ૧૫મા શતકમાં ઓળખાતો. સં. ૧૫૨૪(ઈ. સ. ૧૪૬૮)ના એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રશસ્તિ અનુસાર પણ પ્રસ્તુત પ્રાસાદનો સામલ સાહે ઉદ્ધાર કરાવેલો એવું સ્પષ્ટ કથન છે. ચૈત્યપરિપાટીકારોએ તેમાં રહેલ જે પ્રતિમાનું વર્ણન કર્યું છે તે જૈન સમુદાય અનુસારની યક્ષી અંબિકાનું છે. રાણકપુરના ગિરનારવાળા સં. ૧૫૭ના પટ્ટમાં પણ તેનું એ રીતે જ ચિત્રણ કર્યું છે. મંદિરનો તલછંદ અને એની શૈલી પણ જૈન પ્રણાલી અનુસારનાં છે. મંત્રીશ્વર વસ્તુપાલે ઈસ. ૧૨૩૨ આસપાસ અંબિકાસદનનો રંગમંડપ કરાવેલો અને દેવીની મૂર્તિ માટે આરસનું પરિકર કરાવેલું. આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિના કથન અનુસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90