Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 45
________________ ૪૦ રામસિંહ-ડુંગરની દેરીઓ વ્યવહારી રામસિંહ અને ડુંગર નિર્મિત, જિનપગલાં ધરાવતી અને રાજીમતીની અકેક મૂર્તિ ધરાવતી, બે દેરીઓની વાત રત્નસિંહસૂરિશિષ્ય તેમજ શવરાજ સંઘવીવાળા પરિપાટીકાર કહે છે. શવરાજ સંઘવીવાળી પરિપાટીમાં આ બન્ને દેરીની વંદના મરુદેવીના ભવન પછી કહી છે, એટલે તે બેઉ ત્યાં આગળ હોવી જોઈએ. પણ આજે તો તે બન્ને વિલુપ્ત થઈ છે, કે પછી પશ્ચાત્કાળે તેને બાજુના શાંતિનાથના મંદિર સાથે મેળવી દેવામાં આવી હશે. ઉજ્જન્તગિરિનાં જિનમંદિરો રાજીમતીની ગુફા ચૈત્યપરિપાટીકારો મરુદેવીના મંદિર પછી રાજીમતીની ગુફા ભણી જતી, આ ગુફા શાંતિનાથ (જોરાવરમલ્લજી)ના મંદિરની નીચે આવેલી છે. એનો પ્રથમ નિર્દેશ ધર્મઘોષસૂરિના ગિરનારકલ્પમાં અને પછી જિનપ્રભ સૂરિના ‘‘ઉજ્જયંત સ્તવ’’માં મળે છે. પ્રસ્તુત ગુફામાં આજે તો રાજીમતીની ખડક પર કંડારેલ આધુનિક મૂર્તિ છે. (રાણકપુરવાળા સં૰ ૧પ૦૭ના પટ્ટમાં કપર્દીયક્ષ ઉપર રાજીમતીનું સ્થાન બતાવ્યું છે. મરુદેવીનું મંદિર પણ તેમાં દર્શાવ્યું છે જેનો મેળ પરિપાટીકારોની વાત સાથે બેસે છે.) પાતાવિહાર શવરાજ સંઘવીવાળી ચૈત્યપરિપાટીમાં આ મંદિરનો ઉલ્લેખ છે. અત્યારે જ્યાં જોરાવરમલ્લજીનું શાંતિનાથનું મંદિર રાજીમતીની ગુફા ઉપર છે. તે સ્થાને નજીક અસલમાં આ ‘‘પાતાવિહાર’’ નામક (શ્રેષ્ઠી પાતા નિર્મિત?) દિગંબર જિનાલય હતું. અને તેમાં આદિનાથની દિગંબર મૂર્તિ હતી. (પ્રસ્તુત પરિપાટીકાર અપાપામઠમાં પણ પિત્તળની દિગંબર મૂર્તિ હોવાની નોંધ લે છે.) આ મંદિર મૂળ ૧૫મા શતકમાં, કે તેથી થોડું પૂર્વે બન્યું હશે. અને મોટે ભાગે તે સાંપ્રતકાલીન દિગંબર મંદિરના સ્થાને કે આસપાસમાં જ હશે. અલ્પ કોરણીવાળું આ મંદિર સાદાં ઘાટડાંથી રચાયેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90