Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 43
________________ ૩૮ ઉજયન્તગિરિનાં જિનમંદિરો સપત્નીક મૂર્તિઓ હતી ત્યાં મલ્લિનાથની મૂર્તિ છે. સાંપ્રત ભૂલનાયકની મૂર્તિ નીચે સં૧૩૦૫ (ઈ. સ. ૧૨૪૯)નો મહત્તમ સામંતસિંહ તથા મહામાત્ય સલક્ષણસિંહનો લેખ ધરાવતું પબાસણ છે, તે વસ્તુતયા અહીં અન્યત્ર રહેલા તેમના પાર્શ્વનાથના પ્રાસાદના મૂલનાયકનું હતું. આ મંદિરોને અને એને કોઈ જ સંબંધ નથી. (સાંપ્રતકાલીન જૈન લેખકો આ લેખની અહીં ઉપસ્થિતિને કારણે આ ઝુમખાના વચલા મૂળનાયકના મંદિરના કર્તા વિષે નિષ્કારણ ભ્રમમાં પડી ગયેલા છે. આ પબાસણ તો અહીં જીણદ્વાર દરમિયાન ગોઠવી દેવામાં આવ્યું છે.) વસ્તુપાળના આ મંદિરનાં માન-પ્રમાણો, બજેસે આપ્યા મુજબ આ પ્રમાણે છે: વચલું મંદિર મુખદ્વારથી પ૩ ફીટ લાંબું અને મૂલપ્રાસાદ (ભદ્ર વ્યાસે) ર૯/ ફીટ છે, જ્યારે બન્ને બાજુના તીર્વાવતાર પ્રાસાદો અંદરથી ૩૪/રફીટ છે અને બહારથી ૪૪ થી ૪૫ ફૂટ છે. મંદિર મોવાડના ભાગે “જગત” પર ઊભેલું છે, જેનો થોડોક ભાગ ૧૪મી સદીનો જણાય છે. મુખોદ્દઘાટનક સ્તંભ વસ્તુપાલ વિહારના છ પ્રશસ્તિલેખો અનુસાર મહામાત્ય વસ્તુપાલે અહીં નેમિનાથ બિંબ સમેત પોતાની, પૂર્વજોની, અગ્રજ (મોટાભાઈ મલ્લદેવ), અનુજ (તેજપાળ) અને પુત્રાદિ (જહત્રસિંહ)ની પ્રતિમાઓવાળો મુખોદ્દઘાટનક સ્તંભ કરાવેલો. જોકે તે ગિરિવર પર કયે સ્થળે હતો તે જણાવ્યું નથી. પણ જિનહર્ષગણિ પ્રસ્તુત સ્તંભને નેમિનાથના મંદિર આગળ (મુખદ્વાર સંમુખ) હતો તેમ જણાવે છે. આજે આ મહત્ત્વપૂર્ણ રચના વિદ્યમાન નથી. કપર્દયક્ષનું મંદિર વસ્તુપાલના અહીં શિલા પર કંડારેલ સં. ૧૨૮૯(ઈ. સ. ૧૨૩૩)ના એક અન્ય લેખ અનુસાર મંત્રીશ્વરે શત્રુજયાવતારના પશ્ચાત્ ભાગે કપદયક્ષનું મંદિર કરાવેલું. વિજયસેનસૂરિ અહીં મંત્રી રાજે કપદયક્ષ તેમજ મરુદેવીનાં બે ઉત્તેગ મંદિરો કરાવ્યાનું કહે છે. (શત્રુંજયગિરિ પર યક્ષરાજ કપદ અને જિનમાતા મરૂદેવીનાં નાનાં પણ પ્રસિદ્ધ મંદિરો હતાં, મંત્રીશ્વરની ભાવના અહીં શત્રુંજયપતિના મંદિર સાથે સંકળાયેલ આ બે ખ્યાતનામ મંદિરોનું પણ ગિરનાર પર અવતરણ કરી, “શત્રુંજયાવતાર” નામને પૂરેપૂરું સાર્થક કરવાની હશે.) વસ્તુપાલવિહારની પાછળ ખડક કોરીને કોરી જગ્યા નિર્માણ સમયે બનાવવામાં આવેલી, ત્યાં આજે એકદમ પાછળ ઊંચાણમાં રહેલ, ગુમાસ્તાની ટૂક તરીકે ઓળખાતા, મંદિરનો કચ્છના ગુલાબસાહે ઉદ્ધાર કરાવેલો છે. આ મંદિરમાં અત્યારે તો સંભવનાથની પ્રતિમા છે, પણ મંત્રીશ્વર કારિત કપદયક્ષનું મંદિર મૂળ આ સ્થાને હોવું જોઈએ. ૧૫મા શતકના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90