Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 49
________________ ૪૪ અવલોકન, સામ્બ, પ્રદ્યુમ્ન શિખરતીર્થો — વસ્તુપાલના પ્રશસ્તિલેખો તેમજ સમકાલીન, સમીપકાલીન અને ઉત્તરકાલીન જૈન લેખો અનુસાર અંબા પાછળનાં ત્રણ શિખરો — ગોરખનાથ, ઓડઘનાથ અને ગુરુદત્તાત્રેયનાં અસલી નામો “અવલોકન’”, ‘“સામ્બ”, અને “પ્રદ્યુમ્ન” હતાં. અને જિનસેનકૃત હરિવંશપુરાણ(ઈ સ૰ ૭૮૪)માં એ જ અભિધાનો જોવા મળે છે; સ્કન્દપુરાણમાં પણ અમ્બા પછી સામ્બ અને પ્રદ્યુમ્નનો ઉલ્લેખ મળે છે; ત્યાં સાંપ્રત કાળે પ્રચારમાં આવેલ ગોરખનાથાદિ નામો નથી. અંબા સમેત આ ત્રણે શિખરો પર પણ મંત્રીશ્વર વસ્તુપાલે નેમિનાથની દેવકુલિકાઓ કરાવી હતી, તેવું તેમની સં. ૧૨૮૮(ઈ સ ૧૨૩૨)ની છ શિલાપ્રશસ્તિઓમાં કહ્યું છે. તેની વિશેષ વિગત નરેન્દ્રપ્રભસૂરિ અને તેમનો અનુસરી જિનહર્ષગણિ આ રીતે આપે છે : અવલોકન શિખર પર ચંડપ્રાસાદના પુણ્યની વૃદ્ધિ માટે મંત્રીશ્વર વસ્તુપાળે નેમિજિન તથા ચંડપ્રાસાદની અને પોતાની મૂર્તિ મુકાવી. શામ્બ શિખરે (પ્રદ્યુમ્ન હોવું ઘટે) પિતાના શ્રેયાર્થે નૈમિજિન અને પિતૃ (આસરાજ) અને માતૃ(કુમારદેવી)ની મૂર્તિ મુકાવી. (આ બધી આરાધક મૂર્તિઓ સહમૂર્તિઓ (જોડિયા મૂર્તિઓ) રૂપે હશે.) વસ્તુપાળે કરાવેલ પ્રસ્તુત દેરીઓ પૂર્વે આ અણિયાળાં શિખરો પર પણ જૈન તીર્થ હોવાનો સંભવ છે. જૈન લેખકો અહીં (મોટે ભાગે દત્તાત્રયની ટૂંકમાં) સં૰ ૧૨૪૪(ઇ. સ૰ ૧૧૮૮)નો નેમિનાથની પાદુકા પરનો પ્રતિષ્ઠાનો લેખ હોવાનું જણાવે છે. છત્રશિલા પર નેમિનાથની પ્રવ્રજ્યા, સહસામ્રવનમાં કૈવલ્યપ્રાપ્તિ, અને અવલોકન શિખર પર નિર્વાણ થયાનું મધ્યકાલીન કલ્પકારો તે કાળે જાણીતી વૃદ્ધ અનુશ્રુતિઓને આધારે નોંધે છે. અહીં નેમિનાથની શ્યામ-શિલાની મૂર્તિ હોવાનું કહે છે તે મોટે ભાગે વસ્તુપાલ પ્રતિષ્ઠિત મૂર્તિ હોઈ શકે છે. સાંપ્રતકાળે અલબત્ત અમ્બા ઉપરાંત અવલોકન સામ્બ અને પ્રદ્યુમ્ન શિખરો પૂર્ણતયા બ્રાહ્મણ સંપ્રદાયને અધીન છે. અને જૈન યાત્રીઓ અંબા પછીની ટૂંકોના દર્શને સાધારણતયા જતા નથી. (પ્રધુમ્ન શિખર પર ‘‘સિદ્ધી વિનાયક’'ની પ્રતિમા હોવાનું ધર્મઘોષસૂરિ અને પછીના લેખકો કહે છે; રાણકપુરવાળા ઈ. સ ૧૪૫૧ના પટ્ટમાં પણ પ્રસ્તુત દેવ અંબાદેવી પછી બતાવ્યાં છે.) ઉત્ત્પન્નગિરિનાં જિનમંદિરો લાખારામ, સહસાવન, (સહસામ્રવન / સેવાવન) વિજયસેનસૂરિ, અને તેમને અનુસરીને જિનપ્રભસૂરિ ગિરિ પર ચડતાં જમણી બાજુ લાખારામ (લક્ષારામ) હોવાનું કહે છે, જે કદાચ જમણી બાજુ રહેલ લાખામેડી સ્તૂપવાળું સ્થાન હોઈ શકે છે, જ્યારે સહસાવન કે સહસ્રામ્રવન જવાનો રસ્તો ગૌમુખી ગંગાથી નીચાણમાં જાય છે. (અગાઉના યાત્રીઓ અવલોકન શિખરથી તે તરફ દુર્ગમ રસ્તે જતા હોવાના પરિપાટીકારોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90