Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 41
________________ ૩૬ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો વસ્તુપાલવિહાર - કર્ણવિહારના પૂર્વે પ્રવેશદ્વારની બરાબર સામે, સૂત્ર મેળવીને જે મંદિર કરેલું છે તે વસ્તુપાળવિહાર છે (ચિત્ર-૫). અચલગચ્છના જિનાલયથી તે ઉત્તરમાં આવેલું છે. મહામાત્ય વસ્તુપાલ અહીં સં૧૨૮૮(ઈ. સ. ૧૨૩ર)માં શત્રુંજયાવતાર આદિનાથનું મંદિર પોતાના કલ્યાણાર્થે વેદીવાળા રંગમંડપ સાથે બંધાવ્યું, તેને એમના સં. ૧૨૮૯(ઈ. સ. ૧૨૩૩)ના અન્ય ત્રણ (એક સરખા શિલાલેખોમાં) “વસ્તુપાલ વિહાર” સંજ્ઞા આપેલી છે. પ્રસ્તુત પ્રાસાદની મોઢા આગળ મુખમંડપ રચી, મુખમંડપને ઉત્તર-દક્ષિણ દ્વારે અનુક્રમે અષ્ટાપદ અને સમેતશિખરની પ્રતીક રચનાઓ ધરાવતા વિશાળ અને અલંકૃત, ત્રણ દ્વારવાળા ગૂઢમંડપરૂપી પ્રાસાદો જોડેલા. અષ્ટાપદાવતાર તીર્થની રચના પોતાની દ્વિતીય પત્ની સોબુકાના શ્રેયાર્થે, અને સમેતશિખરની રચના પ્રથમ પત્ની લલિતાદેવીના કલ્યાણાર્થે કરાવેલી. મૂલગભારામાં, મૂલનાયક આદિનાથની આજુબાજુ, પોતાના પૂર્વજ ચંડપ, અને ચણ્ડપ્રસાદના કલ્યાણાર્થે અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ સ્થાપેલાં અને મંડપમાં ચંડપની પ્રતિમા તથા અંબિકાદેવી અને વીર જિનનાં બિંબ સ્થાપેલાં, ગર્ભગૃહના દ્વારની દક્ષિણ તથા ઉત્તર બાજુએ ક્રમથી પોતાની તથા લઘુબંધુ તેજપાળની અશ્વારૂઢ (કે ગજારૂઢ?) મૂર્તિઓ મુકાવી. ગર્ભગૃહની અંદર ઉત્તર તરફની ભીંતમાં મોટો ખત્તક (ગોખલો) કરી, તેમાં વસ્તુપાલે પોતાની બે મૂર્તિઓ, એક લલિતાદેવી સાથે અને બીજી સોખુ સાથે મુકાવેલી (આ મતલબના બે ટૂંકા લેખ પ્રસ્તુત ગોખલા નીચે, તેમજ મંડપના બે ભારોટ પર કોરેલા છે). જ્યારે અષ્ટાપદપ્રાસાદમાં પોતાના પૂર્વજોની (આરાધક) મૂર્તિઓ કરાવી અને સમેતશિખર પ્રાસાદમાં માતા કુમારદેવી અને સાત ભગિનીઓની મૂર્તિઓ મુકાવી. ત્રણે પ્રાસાદને ત્રણ તોરણો કરાવ્યાં. મંદિરની પ્રતિષ્ઠા મંત્રીશ્વરના કુલગુરુ નાગેન્દ્રગથ્વીય આચાર્ય વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮(ઈ. સ. ૧૨૩૨)માં કરેલી. આમાંની ઘણીખરી હકીકતો જણાવતા સ્વયં વસ્તુપાલના જ ત્રણ ત્રણ એકસરખા પ્રશસ્તિલેખો અષ્ટાપદ અને સમેતશિખર પ્રાસાદનાં દ્વાર પર ચોડેલા છે. આ સિવાય આચાર્ય નરચંદ્રસૂરિની પણ એક વસ્તુપાલ-પ્રશસ્તિ આ મંદિરમાં હતી, જેની હસ્તપ્રત નકલ મળી આવી છે. આ મંદિરમાં વરહુડિયા કુટુંબનો એક નાનો પ્રશસ્તિલેખ પણ સં૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)નો હતો. જે તાજેતરમાં મળ્યો છે, જેમાં આ ચૈત્ય અંદર મંત્રી તેજપાળના આદેશથી ખરક સહિત નેમિનાથનું બિંબ પરિવારના સભ્યોએ સ્થાપેલું. (પ્રસ્તુત કુટુંબના, આબૂ-દેલવાડાની ધૂણવસહીના સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)ના પ્રશસ્તિ લેખમાં પણ ગિરનાર પરના આ સુકૃતનો ઉલ્લેખ છે.) ૧૫મા શતકના પરિપાટીકારો આમાંથી પોતાના સમયમાં ઉપસ્થિત હતું તેની યથાવલોકન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90