Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 39
________________ ૩૪ ઉજયન્તગિરિનાં જિનમંદિરો જોવા મળે છે. થોડો થોડો ફરક છોડતાં તે સૌ એક શા છે. આમાનાં એકનું ચિત્ર ક્રમાંક ૩૯) એનો ખ્યાલ આપી રહેશે. એકંદરે અહીંનાં વિતાનોની કોણી ખરતરવસહીનાં વિતાનોની જેવી સાફ અને કલ્પનાસમૃદ્ધ નથી. મંદિરમાં પ્રવેશ પહેલાં પશ્ચિમે ચોકીવાળી નાળમાંથી થતો. પ્રસ્તુત ચોકી પર તિલક તોરણવાળું બલાણક કર્યું છે, તે સુંદર છે. એમાં રાણકપુરના ધરણવિહાર (ઈ. સ. ૧૪૪૦) તેમજ આબૂ-દેલવાડાની ખરતરવસહી(ઈસ૧૪૫૯)માં દેખાય છે તેવાં કમલાદિ શોભનો ગવાક્ષોમાં તળિયાના ભાગે કોર્યા છે. મુખ્ય દ્વાર પશ્ચિમે હોવા છતાં આજે તો પ્રવેશ રંગમંડપના દક્ષિણ દ્વારેથી થાય છે, જેની ચોકીમાં જૂના સં૧૨૩૬ના લેખવાળા સ્મરણતંભનો ઉપયોગ કરવામાં આવ્યો જણાય છે.. જીરાઉલાવતાર પાર્શ્વનાથ હેમહંસગણિ, રત્નસિંહસૂરિશિષ્ય, અને એક અન્ય શવરાજ સંઘવીવાળા ચૈત્યપરિપાટીકાર શાણવસહીની નજીકમાં સંઘવી ગોઈમા સાહ કે ગોઈઆગર દ્વારા નિર્મિત “જીરાઉલાવતાર' (જીરાપલ્યાવતાર) પાર્શ્વનાથના મંદિરની વાત કરે છે. તેમાં મૂલનાયકની મૂર્તિ પિત્તળની હતી. અને સાથે દાદુપાસ(દાદા પાર્શ્વનાથ)ની પણ મૂર્તિ હતી તેવું રત્નસિંહસૂરિશિષ્યના કથન પરથી જણાય છે. પ્રસ્તુત મંદિર તે શાણવસહીની ઉત્તરે રહેલું, હાલનું ચતુર્મુખ સંભવનાથનું મંદિર હોય તેમ જણાય છે. મંદિર અષ્ટકોણ છે અને પૂર્ણતયા જીર્ણોદ્ધાર પામી ગયું છે, તેને મંડપ નથી. (ત્યાં મૂળે મંત્રી સલક્ષણસિંહે ઈ. સ. ૧૨૪૯માં કરાવેલ પાર્શ્વનાથનું મંદિર હશે.) - રાણકપુરવાળા ગિરનાર-પટ્ટમાં જીરાઉલાવતાર ચૈત્ય બતાવ્યું હોઈ, મૂળ મંદિર ઈ. સ. ૧૪૫૧ પૂર્વે બની ચૂકયું હશે એમ નિશ્ચિતપણે લાગે છે. તારંગાના અજિતજિનચૈત્યનો ઉદ્ધાર કરાવનાર ગોવિંદ શ્રેણીનું કરાવેલ આ મંદિર હોય તો તે અસલમાં ઈ. સ. ૧૪૨૩ના અરસામાં કે તેથી થોડું પૂર્વે બન્યું હોવું જોઈએ, કેમ કે એ કાળે જ ગોવિંદ શ્રેષ્ઠી ગિરનાર પર યાત્રા નિમિત્તે આવેલા. ભીમકુંડ શાણવસહીના મુખ્ય પશ્ચિમ દ્વારની નીચેથી ઢાળમાં જતો રસ્તો ભીમકુંડ તરફ જાય છે. પ્રસ્તુત કુંડ પૂનસવસહીની બરોબર ઉત્તરમાં લગભગ તેને અડીને આવેલો છે. અને તેમાં પ્રસ્તુત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90