Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 37
________________ ૩૨ (ઈ. સ. ૧૪૩૮)ના લેખવાળી પ્રાપ્ત થઈ છે. ઉપર કથિત ‘‘સારંગ જિણવર' આ સાહ સારંગ સ્થાપિત હોઈ શકે છે.) ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો શાણગર પ્રાસાદ : શાણવસહી : (વિમલનાથ જિનાલય) ખરતરવસહીની સામેની ધાર પર હાલ સંપ્રતિરાજાના મંદિર તરીકે ઓળખાતું, કર્ણવિહાર અને વસ્તુપાલવિહારની વચ્ચેના રસ્તાને છેડે આવી રહેલું, જે વિશાળ જિનાલય છે તે વસ્તુતયા ખંભાતના હરપતિસાહના પુત્ર વ્યવહારી શાણગર કે શાણરાજ અને સંઘવી ભુંભવે બંધાવેલું. એની પ્રતિષ્ઠા (હરપતિ સાહના કુલગુરુ, બૃહત્તપાગચ્છીય જયતિલકસૂરિ શિષ્ય) રત્નસિંહસૂરિએ સં ૧પ૯(ઈ. સ. ૧૪૫૩)માં કરી તેવો ઉલ્લેખ રત્નસિંહસૂરિશિષ્ય રચિત ‘‘ગિરનાર તીર્થમાળા’’માં મળે છે. પ્રસ્તુત મંદિર શાણરાજે બંધાવ્યું હોવાની વાતને હેમહંસગણિ અને અન્ય બે ચૈત્યપરિપાટીકારોનો પણ ટેકો છે. આ મંદિરમાં એક કાળે હતી તે ‘‘શાણરાજ પ્રશસ્તિ’’નો જૂનાગઢના ચૂડાસમા રાજાઓનું વંશ-વર્ણન કરતો ખંડ પણ અગાઉ આ મંદિરમાંથી મળી આવ્યો છે, જે આજે નેમિનાથના મંદિરના પ્રકારની પૂર્વ બાજુની દીવાલ પર પ્રવેશ પાસે લગાવ્યો છે. આ મંદિરમાં મૂલનાયકરૂપે વિમલનાથનું પિત્તલમય બિંબ પ્રતિષ્ઠિત હતું, તેવું ચૈત્યપરિપાટીકારોના ઉલ્લેખ પરથી જણાય છે. સં. ૧૫૨૩(ઈ સ ૧૪૬૭)માં પ્રસ્તુત વ્ય૰ શાણા અને સં ભૂંભવે એનું ગચ્છનાથ રત્નસિંહસૂરિ તથા ભટ્ટારક ઉદયવલ્લભસૂરિના શિષ્ય તેમજ અન્ય પરિપાટીકારોના કથન અનુસાર આ મંદિરમાં પિત્તળનાં ચિંતામણિ પાર્શ્વનાથ, જિન અજિતનાથ અને સમવરણ સ્થિત વીરનાં બિંબ પણ હતાં. (અહીં ભોંયરામાંથી પિત્તળના સમવરણની બેસણી પણ મળી આવી છે.) રત્નસિંહસૂરિ સં૰ ૧૫૦૭(ઈ. સ. ૧૪૫૧)માં જૂનાગઢમાં વિદ્યમાન હશે તેનું પ્રમાણ દેતું, રા‘માંડલિકનું અમારિ ઘોષણાનું શિલાશાસન ઉપરકોટમાંથી પ્રાપ્ત થયું છે. તે પછી એકાદ દોઢ સાલ બાદ એમના દ્વારા ગિરનાર પર પ્રતિષ્ઠા થયેલી જણાય છે. આથી શાણરાજના ખંડિત પ્રશસ્તિ-શિલાલેખની મિતિ સં૰ ૧૫૦૯ની હોવી ઘટે, અને એથી મંદિરના નિર્માણની પણ તેજ મિતિ હોવી પૂરેપૂરી સંભવે છે. ન્યાયવિજયજી અહીંના રંગમંડપ(ગૂઢમંડપ)માં સં ૧પ૦૯ અને મહા સુદ બીજને દિવસે રત્નસિંહસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત ૪૮ ઇંચ ઊંચી વિમલનાથની લેખવાળી પ્રતિમા હોવાનું કહે છે. (આ પ્રતિમા તો છે, પણ આજે તેના લેખની સાલ ઘસારાને કારણે બરાબર ઉકેલી શકાતી નથી.) રત્નસિંહસૂરિના શિષ્યના કથન અનુસાર આ મંદિરના મુખ્ય પ્રાસાદનું નામ (વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવેલ) ‘‘ઇંદ્રનીલપ્રાસાદ” હતું, અને તે બાવન જિનાલય હતું. જેમ પુનસીવસહીમાં બન્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90