Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 36
________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો અતિ વિમલ છે. ત્યાં જવાનો રસ્તો ખરતરવસહી અને પૂનસવસહી વચ્ચેની ગાળીમાં થઈને જાય છે. (નાગઝરા પરનો આ કુંડ ધરણેન્ટે કરાવ્યાની અને મોરવાળો ભાગ ચરિન્ટે કરાવ્યાની માન્યતા ૧૫મી સદીમાં પ્રચલિત હતી તેવી ભાળ એક નવપ્રાપ્ત ગિરનાર ચૈત્યપરિપાટી સ્તોત્રમાંથી મળી છે.) ઈન્દ્રમંડપ : દેવેન્દ્રમંડપ : વાસવઠાણ (વાસવસ્થાન) કોઈ દેપાલમંત્રીએ ઈંદ્રમંડપનો ઉદ્ધાર કર્યાનું વિજયસેનસૂરિ નોંધે છે, અને પરિપાટીકારો ગજપદકુંડ પાસે તે હોવાનો નિર્દેશ કરે છે. દેપાલમંત્રી કોણ હતા, કયારે થઈ ગયા. તે વિષે અન્ય કોઈ માહિતી મળતી નથી, પણ મંત્રીધર વસ્તુપાલ પોતાની એક યાત્રા દરમિયાન રાજની મંત્રી મુદ્રા જે દેપાલને સોંપી ગયાની નોંધ ૧૪મા શતકના એક પ્રબંધમાં મળે છે તે દેપાલ આ હોઈ શકે છે. અત્યારે તો કુંડ પાસે એક કાળા-ભૂરા પથ્થરની છત્રી છે, એ જ અસલી ઈંદ્રમંડપ હશે કે એને સ્થાને રહેલી બીજી કોઈ રચના હશે તે કહેવું કઠિન છે. રત્નસિંહસૂરિશિષ્ય આ સ્થાનની રચનાઓના સંદર્ભમાં ત્યાં “વાસિષ્ઠરિખિ” (વશિષ્ઠ ઋષિ)ની પ્રતિમા હોવાનો ઉલ્લેખ કરે છે. અહીંથી આગળ છત્રશિલા અને તેની નજીકથી સાંકળીયાળી પાજ શરૂ થાય છે, જે બન્નેનો હેમહંસગણિ અને અન્ય તીર્થમાલાકાર ઉલ્લેખ કરે છે. અન્ય રચનાઓ “અદ્ભુત આદિનાથ” (અદબદજી)થી નીચેના હિસ્સામાં આગળ આવતી, અને ૧૫માં સૈકામાં વિદ્યમાન, પણ હાલ નષ્ટ થયેલી કેટલીક રચનાઓની નોંધ એક ચૈત્યપરિપાટીકાર આપે છે. તેમના કથન અનુસાર ગજપદકુંડ તરફ જવાના માર્ગે અદબદજી પછી ચંદ્રગુફા, પછી પૂનિમવસહી આવતી, જેમાં મૂળનાયક સુમતિ જિણવર હતા. (કર્ણવિહારના ગૂઢમંડપના એક સ્તંભ પરના સં. ૧૩૩૯(ઈ. સ. ૧૨૮૩)ના લેખમાં દાતારૂપે પ્રાગ્વાટ પૂનમસિંહનું નામ આવે છે. સંભવ છે કે તેમણે સુમતિનાથની પ્રસ્તુત દેરી કરાવી હોય. અલબત આજે તે વિદ્યમાન નથી.) આ પછી વયજાગરના કરાવેલ અલવેસર અને સોમસી-વરદે સ્થાપેલ હીમસર (એમ બે કુંડ?), સારંગ જિણવર, અને ખરતર જેઠા વસહી, પછી ચંદ્રપ્રભનું મંદિર જે વિદ્યમાન છે, જોકે તે જીર્ણોદ્ધાર બાદનું જણાય છે અને તેમાં વર્તમાને જે ચંદ્રપ્રભની મૂર્તિ છે. તેની પાટલી પર વિસં. ૧૭૮૧(ઈસ૧૬૪૫)નો લેખ છે. (અહીંથી તાજેતરમાં એક સારા સારંગની પાંચ સ્ત્રીઓ સાથેની આરાધક મૂર્તિ સં૧૪૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90