Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 38
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો છે તેમ, અહીં પણ અત્યારે તો એક કાળની ફરતી દેવકુલિકાઓ લુપ્ત થઈ છે; છતાં વાયવ્ય ખૂણાની દેરીઓની ભીંતડીઓ બલાણક સાથે હજુ ઊભી છે. બ્રાહ્મણીય લોકવાયકા આ ભાગને ‘‘રા’ખેંગારનો મહેલ’’ કે ‘રાણકદેવીનો મહેલ” કહે છે, અને પ્રસ્તુત મહાલયને કુમારપાલના સમયમાં જૈન મંદિરમાં પરિવર્તિત કરી નાખ્યાનો અપવાદ કેટલાક સજ્જનો આજે ભ્રમમૂલક તેમજ સાંપ્રદાયિક દંતકથાઓના આધારે જૈનો પર મૂકે છે. (સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી વહેતી મૂકવામાં આવેલી પ્રસ્તુત જનવાયકા અને તેનો અજ્ઞાનવશ સ્વીકાર, એ ઐતિહાસિક-વૈજ્ઞાનિક દષ્ટિનો અભાવ સૂચવે છે: પ્રસ્તુત પ્રવાદ અન્વેષણના નિષ્કર્ષો સામે ટકી શકતો નથી.) સારાયે મંદિરની શૈલી પૂર્ણતયા ૧૫મા શતકની છે. (રા‘ખેંગારે ૧૨મા શતકમાં ૧૫મા શતકની શૈલીમાં મહેલ કેવી રીતે બનાવ્યો અને તે પણ જૈન મંદિરના તલ ંદ અને ઉદ્દય અનુસાર, તે વાત સમજમાં આવી શકે તેવી નથી !) 333 મંદિરમાં મૂલનાયકનું પરિવર્તન થઈ ગયું છે, અને અત્યારે તો કોઈ કર્ણરામ જયરાજે સં. ૧૫૧૭(ઈ. સ. ૧૪૬૧)માં ભરાવેલી, (રત્નસિંહસૂરિ શિષ્ય) ઉદયવલ્લભસૂરિએ પ્રતિષ્ઠા કરેલ નેમિનાથની મૂર્તિ ગર્ભગૃહમાં બિરાજમાન છે. રંગમંડપમાં કેટલીક કાયોત્સર્ગ પ્રતિમાઓ, જેમાં એક લગભગ સાડા ત્રણ ફૂટ ઊંચી છે, તે ઉપરાંત ચક્રેશ્વરીની પ્રતિમા પણ છે. મંદિરનો મૂલપ્રાસાદ ૧૫મી સદીની શૈલી મુજબ છે. તેમાં કર્ણપીઠ, મંડોવરના કુંભ પર યક્ષ-યક્ષીઓ, અને જંઘામાં દિક્પાલાદિ દેવોની શોભનમૂર્તિઓ કરેલી છે. (મંદિરનું શિખર પ્રમાણમાં આધુનિક છે.) ગૂઢમંડપની દીવાલ પર પણ એવી જ કોરણી છે : (ચિત્ર-૩૮). જ્યારે લંબચોરસ વિશાલ રંગમંડપના દક્ષિણ દ્વારથી શરૂ કરી બલાણક સુધીમાં બહારથી વેદી ઇત્યાદિ કોરણીયુકત ઘાટ કરેલા છે, પણ સૌથી ધ્યાન ખેંચે તેવી વસ્તુ તો ત્યાં કક્ષાસન પર માંડેલી એકવીસ એકવીસ ખંડની એવી ત્રણ ત્રણ હારોવાળી સુદીર્ઘ છિદ્રહીન જાળી. આ જાળીના પ્રત્યેક ખંડમાં અલગ અલગ અને મનોહર શોભન કરેલું છે (ચિત્ર-૭). ચૈત્યપરિપાટીકાર આ મુખમંડપ(રંગમંડપ)ને ‘રળિયામણો’ હોવાનું કહે છે, જે વાત કંઈક અંશે યથાર્થ છે. રંગમંડપમાં અંદર સ્તંભો અલ્પ કોરણીવાળા છે. વચ્ચે લગભગ ૨૫ ફૂટ વ્યાસનો, ગિરનારના મંદિરોમાં સૌથી મોટો કહી શકાય તેવો સભામંદારક જાતિનો કરોટક કરેલો છે. તેના પર નાયિકાઓની પ્રતિમાઓ મૂકેલી છે. ત્રણ ગજતાલુ અને કોલના થરો પછી વચ્ચેની પદ્મશિલા પર પણ રાજસ્થાનમાં રાણકપુર અને વરકાણાનાં જૈન મંદિરોમાં છે તેમ પૂતળીઓ લગાવી છે. રંગમંડપમાં નાની નાની કુલ ચોવીસેક જેટલી ઘૂમટીઓ છે, જેમાં કોરણીવાળાં વિતાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90