Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 40
________________ ઉન્નગિરિનાં જિનમંદિરો ૩૫ જિનાલયની જગતીનું ઉત્તર દ્વાર તેમજ પગથિયાં પડે છે. આ કુંડનો પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં ઉલ્લેખ મળતો નથી. કર્ણવિહાર, વસ્તુપાલ-વિહાર, અને અન્ય પુરાણાં મંદિરો ગિરનારના તળપદ કાળા પથ્થરનાં હતાં. તેને માટેના પથ્થરો કાઢવા જે ખાણ ખોદાવવી શરૂ કરાવી હશે તેને પાછળથી ઘાટ અને પગથિયાંથી સજાવી, વ્યવસ્થિત રીતે આ કુંડનું રૂપ ૧૫મા શતકમાં આપ્યું જણાય છે. કુંડ લગભગ ૭૦ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે. પશ્ચાત્કાલીન જૈન અનુશ્રુતિઓ અનુસાર આ કુંડ ભીમ સાથરિઆ કે ભીમ કુંડળીઆએ બનાવેલો હતો : પ્રસ્તુત ભીમ, દંડનાયક સજ્જનનો સમકાલિક હતો અને નેમિભવનના ખર્ચનું દ્રવ્ય સિદ્ધરાજને દેવા માટે તે સજ્જન પાસે ગયો હોવાની અનુશ્રુતિ છે, પણ તે સાચી જણાતી નથી. આ કુંડ ૧૫મા શતકમાં બનેલો હોઈ, પ્રસ્તુત ભીમ સાથરીઆ સાથે કોઈ જ સંબંધ નથી. આ કુંડમાં પૂનસવસહીનું (હાલ બંધ કરી દીધેલ) દ્વાર પગથિયાં સાથે પડતું હોઈ, કુંડ મૂળ જૈન નિર્મિત હોવા સંબંધમાં કોઈ શંકા રહેતી નથી. આંચલિયાપ્રાસાદ : (માનસિંગ ભોજરાજની ટૂક) હવે જમણી બાજુની હારનાં મંદિરો જોઈએ. અહીં આજે માનસિંગ ભોજરાજની ટૂકના મંદિર તરીકે ઓળખાતા જિનાલયને કર્નલ ટોડે “દિગંબરોનું નેમિનાથ મંદિર” માનેલું, પણ દિગંબરોનું મંદિર ઉપરના ભાગમાં હતું, અહીં નહીં. શવરાજ સંઘવીવાળી ૧૫મા શતકની ચૈત્યપરિપાટીમાં પોળ પાસેના આ મંદિરને “આંચલિયાપ્રાસાદ” (અંચલગચ્છનું મંદિર) એવું નામ આપ્યું છે. ૧૫મા સૈકા પહેલાં તેનો ઉલ્લેખ ન મળતો હોઈ, તે મંદિર પ્રાય: ૧૫મા શતકમાં – કે જ્યારે અહીં અન્ય કેટલાંયે મંદિરો બંધાઈ રહ્યાં હતાં તે અરસામાં બંધાયું હશે. ૧૫મી સદીમાં ગિરનારની અંચલગચ્છના શ્રાવકો, સંઘવીઓ યાત્રાર્થે આવી ગયાના અંચલગચ્છની વહીઓના આધારો મળે છે. મંદિરની શૈલી પણ પ્રાય: ૧૫મા શતકની છે. તેમાં ગૂઢમંડપ અને મૂલપ્રાસાદના ભદ્રભાગે ગવાક્ષો કરેલા છે (ચિત્ર-૪૦). અલ્પ કરણીવાળા મૂલપ્રાસાદ અને ગૂઢમંડપવાળા પ્રસ્તુત કાળા પથ્થરના મંદિરનો કચ્છના અંચલગચ્છીય વીશા ઓસવાળા શ્રેષ્ઠી માનસિંગ ભોજરાજે સં. ૧૯૦૧(ઈ. સ. ૧૮૫૫)ના અરસામાં ઉદ્ધાર કરાવેલો છે. આ ટૂકમાં રહેલો સૂરજકુંડ પણ તેમણે કરાવેલો. તે પછી કુંડનો ઉદ્ધાર નરશી કેશવજીએ સં૧૯૩૨ (ઈ. સ. ૧૮૭૬)માં કરાવેલો, મંદિરમાં આજે જિન સંભવનાથ મૂલનાયક રૂપે પ્રતિષ્ઠિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90