Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 24
________________ ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો ૧૯ જિનહર્ષગણિના વિશેષ કથન અનુસાર અહીં સંકડાશ ટાળવા મંત્રીશ્વરે ઈન્દ્રમંડપ બંધાવેલો, જે પ્રસ્તુત પાદુકામંડપ હોઈ શકે. પણ પુરાણી છચોકી અને તેની સાથે અગાઉ મેળવ્યો હતો તે મંત્રીશ્વરના ઈન્દ્રમંડપ(કે પાદુકામંડપ)ને સ્થાને આ નવો ગણધર-પગલાંનો મંડપ ૧૭મા સૈકામાં થયો જણાય છે. નેમિનાથનું મંદિર સજ્જનમંત્રીના ઉદ્ધાર પહેલાં મૂળ કાષ્ઠનું હોવાનું મેરૂતુંગાચાર્ય કહે છે, જેમ તેઓ શત્રુંજયના આદિનાથનું મંદિર પણ “વાભટ્ટ મંત્રી”ના ઉદ્ધાર પૂર્વે લાકડાનું હોવાનું કહે છે તેમ : પણ એ બાબતમાં અન્ય કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી. વિજયસેનસૂરિના કથન અનુસાર સજ્જનમંત્રીના મંદિરનો આમલસારક માલવાના ભાવડ શ્રેષ્ઠીએ સુવર્ણનો (સોનાના પતરે મહેલો હશે) કરાવેલો. (આ ઘટના સં૧૧૨૯ અને ઈ. સ. ૧૨૩ર ની વચ્ચે બની હશે.) જ્યારે સં ૧૫૦૯-૧૦(ઈ. સ. ૧૪૫૩-૫૪)ના અરસાની “શાણરાજ શિલા પ્રશસ્તિ” અનુસાર રાંમાંડલિક પ્રથમે ૧૩મા શતકના અંતે કે પછી ૧૪મા શતકના આરંભે?) નેમિનાથનું મંદિર (શિખર હશે) સુવર્ણના પતરાંથી મઢાવેલું. (ઈ. સ. ૧૨૮૭માં અહીં સમારકામ થયાનો લેખ હોવાનું બર્જેસ નોંધે છે, પણ લેખનો પાઠ આપ્યો નથી. અને આવો કોઈ લેખ મૂળ મંદિરમાં જોવામાં આવતો નથી. ભમતીના એક સ્તંભ પર સં. ૧૩૩૩/ ઈ. સ. ૧૨૮૭ નો ખંડિત લેખ છે.) મંદિરનો બૃહતપાગચ્છીય જયતિલકસૂરિના ઉપદેશથી ખંભાતના સંઘવી હરપાલ શાહ સં. ૧૪૪૯(ઈ. સ. ૧૩૯૩)માં ઉદ્ધાર કરાવ્યાની નોંધ મળે છે. આ ઉદ્ધારમાં શું કર્યું હશે તેની વિગતો મળતી નથી. કદાચ ગૂઢમંડપનાં દ્વારા નવેસરથી કર્યા હોય, યા તો ભૂલનાયકની પ્રતિમા નવેસરથી કરાવી હોય, કેમ કે તે સિવાય મંદિર તો સ્પષ્ટતયા સજ્જનમંત્રીના સમયની શૈલી પ્રગટ કરે છે. - મંદિરનું ઉત્તાનપટ્ટવાળું (છોબંધ) પ્રાંગણ, દેવકુલિકાઓ સમેત ૧૦ ફીટ લાંબું અને ૧૩૦ ફીટ પહોળું છે. મૂળ તલસ્કંદ અને આયોજન અનુસાર તો ફરતી ૭૬ દેવકુલિકાઓ હોવી ઘટે, પણ નૈઋત્ય ખૂણે પર્વતની ધાર ખાંગી હોઈ તે કારણે, કે પછી અન્ય કોઈ કારણે, ત્યાં ગણતરીમાં આવતી ૯ દેરીઓ થઈ શકી નથી કે કરી નથી. મંદિર પશ્ચિમાભિમુખ છે. અને તેનું માળચોકીવાળું પૂર્વ દ્વાર, જેને પરિપાટીકારો સિંહદ્વાર, મૂલદ્વાર, સવાલાખી ચોકીઘર કે પૂર્વ તરફની નવચોકી કહે છે, તો ૧૯ભી સદીમાં કે તે પછી બંધ કરી, ત્યાં ઓરડા જેવું કરી, પ્રતિમાઓ બેસાડેલ છે. (એક તીર્થમાળાકાર આ દ્વારમાં વસ્તુપાલે મુકાવેલ નેમિજિનનું બિંબ હોવાની નોંધ કરે છે.) આ સિવાય ગૂઢમંડપના ઉત્તર-દક્ષિણ દ્વારોના સૂત્રે, જગતના કોટમાં દેવકુલિકાઓની હારમાં પરોવાયેલાં છે, જ્યારે પૂર્વ તરફ, પર્વતની ખીણ પર ઝળુંબી રહેલ, ટૂંકું શું પણ જરૂખા અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90