Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 29
________________ ૨૪ ઉ ત્તગિરિનાં જિનમંદિરો જેમાં કેટલીક મુઘલકાલીન કારીગરી વરતાય છે. અહીં જે નરપાલસિંહ કારિત અસલી મૂલપ્રાસાદ હતો તેનું રત્નસિંહસૂરિશિષ્ય (વાસ્તુશાસ્ત્રો અનુસાર) “શ્રીતિલક' નામ જણાવે છે; ઉપાધ્યાય જયસોમ પણ તેને “લક્ષ્મીતિલક” નામનો “વર વિહાર” કહે છે : પણ આગળ કહ્યું તેમ, આ પ્રાસાદની બહિરંગની મૂર્તિઓ ખંડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી શહેનશાહ અકબરના જમાનામાં નવો પ્રસાદ કરાવેલ છે. બિકાનેરના રાજાના મંત્રી, અકબરમાન્ય કર્મચન્દ્ર બચ્છાવતે, ખરતરગચ્છીય પંચમ જિનચંદ્રસૂરિના ઉપદેશથી શત્રુંજય-ગિરનાર તીર્થમાં ઉદ્ધારાર્થે દ્રવ્ય મોકલાવેલું તેવી નોંધ મળે છે. તેઓ ખરતરગચ્છની આમ્નાયમાં હોઈ, સ્વાભાવિક રીતે જ તેમનું દ્રવ્ય ગિરનાર પર ખરતરવસહીના ઉદ્ધારમાં વપરાયું હશે, અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તો મૂલપ્રાસાદને નવો કરાવ્યો તે જ ઘટના બની હશે એમ જણાય છે મંદિરને ફરતાં બાવન જિનાલય છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તો ત્રણ જ અને મોટી દેરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના બાજુનાં દ્વારના સૂત્રે દક્ષિણે અષ્ટાપદ ધરાવતો શ્રેષ્ઠી ધરણાસાહે બનાવડાવેલ ભદ્રપ્રસાદ મુખ્ય છે. અષ્ટાપદની અસલી રચના તો આરસ નીચે છુપાઈ ગઈ છે, અને ભદ્રપ્રાસાદની જૂની દીવાલો પણ આધુનિક ઢબે બદલી નાખવામાં આવી છે, છતાં અહીં ધ્યાન ખેંચે તેવી અને બહુમૂલ્ય કહી શકાય તેવી એક અસલી રચના રહી ગઈ છે : તે છે તેનો સભા-પદ્મમંદારક વિતાન (ચિત્ર-૨૯-૩૦). અહીંરૂપકંઠમાં બહુ જ સરસ, સચેત ભાસતી ચક્રવાકોની આવલી કાઢી છે અને તેમાં આંતરે આંતરે વિદ્યાદેવીઓને ઉભવા માટે ૧૬ ઘાટીલાં મદલો (ઘોડાં) કર્યા છે : (વિદ્યાદેવીઓની આ મૂર્તિઓ, અલબત્ત, સલ્તનત સમયે ખંડિત થતાં દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગજલાલુના ત્રણ સુઘટિત થરો, અને તે પછી બે નવખંડી, ગાળે ગાળે પદ્મવાળા, ગજલાલુના થર છે. તત્પશ્ચાત્ ૧૬ પદ્મભૂમાનો વલયાકાર પટ્ટ અને તેની વચ્ચેથી પાંચ અણિયાળા કોલના થરવાળી, ખૂણે ખૂણે ચંપક અને અર્ક(આંકડા)ના પુષ્પના છંટકાવ સહિતની અને વચ્ચે કમળના પુટવાળી મનોહર લમ્બનાકૃતિ પદ્મશિલા કરી છે : (ચિત્ર-૨૯). સામે, ઉત્તર બાજુએ, પ્રતિવિન્યાસે કરેલા ભદ્રપ્રસાદની બહારની મૂળ ભીંતો કાયમ છે. તેમાં કુંભ-કલશને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે : અને જંઘામાં પણ રૂપાદિ કર્યા છે પણ તેમની ખંડિત થયેલ મુખાકૃતિઓ ઈત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને વણસાવી દીધા છે (ચિત્ર-૩૨). અંદર રહેલી સમેતશિખરની રચના પણ આરસ નીચે દબાઈ ગઈ છે. અહીં પણ દર્શનીય વસ્તુ છે પ્રાસાદનો સભા-મંદારક વિતાન (ચિત્ર-૩૧). આ વિતાનમાં ગજલાલુ અને કોલના થરો રંગમંડપના થરો બરાબર છે. રૂપકંઠમાં મદલો (ઘોડા) છે પણ લુમાનો વલયપટ્ટ નથી. પદ્મશિલાની રચના અષ્ટાપદવાળા વિતાનમાં છે તેવી જ છે પણ અહીં કોલનાં સંધાનમાં આંતરે આંતરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90