Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 28
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો હવે મંદિરની રચના વિષે જોઈએ. પ્રવેશદ્વારની મુખચોકી વટાવી અંદર જતાં પહેલાં મુખમંડપ આવે છે, જેમાં પંચાંગવીર (ચિત્ર-૧૪) અને વિષ્ણુ ગોપલીલા(ચિત્ર-૧પ)નાં દશ્યો કંડારેલાં છે. (આ આકૃતિઓને સં. ૧૯૩૨(ઈ. સ. ૧૮૭૬)ના કેશવજી નાયકના જીર્ણોદ્ધાર વખતે પાશ્ચાત્ય કિંવા રૉમન પદ્ધતિએ ઘડવામાં આવી છે.) અહીં કેટલીક બીજી (વાસ્તુશાસ્ત્રોકત) છતો પણ છે, તેમાંથી નાભિમંદારક જાતની એક અહીં ચિત્ર-૧૫માં જોઈ શકાશે. ૨૩ મુખમંડપ વટાવતાં તેના અનુસંધાને કરેલ રંગમંડપમાં જોવાલાયક વસ્તુ છે તેનો ‘“સભા-પદ્મમંદારક’’ જાતિનો મહાવિતાન (ચિત્ર-૨૮). અહીં રૂપકંઠમાં પંચપરમેષ્ટિદર્શનના ભાવો ‘પરિમાણોની સ્પષ્ટતા સાથે' કંડાર્યા છે. તે પછી આવતા ત્રણ ગજતાલુ, અને તે પછી બહુ જ ઘાટીલા કોલના ત્રણ થરો છે. જેમાં પડખાઓમાં સુરેખ રત્નોનો કંડાર કર્યો છે અને વજ્રશૃંગોમાં કમળપુષ્પો ભર્યાં છે. આ થરો પછી ૧૬ લુમાનો પટ્ટો આવે છે. તે પછી આવવી ઘટે તે (અસલી) પદ્મશિલાને સ્થાને જીર્ણોદ્વારમાં રૉમન શૈલીનું મેળ વગરનું ‘‘લમ્બન’’ ખોસેલું છે. રંગમંડપ પછી ‘‘છચોકી’’ કરી છે. તેમાં જમણી બાજુના એક નાભિચ્છન્દ વિતાનમાં ભારપટ્ટિકા પર કોરેલી ચક્રવાકોની સુંદર હારનું દૃશ્ય ચિત્ર-૭૩માં રજૂ કર્યું છે. રંગમંડપમાં ગૂઢમંડપનું મુખ્ય કોરણીયુકત સપ્તશાખાદ્વાર આવે છે, જેનું આરસનું મંદારક (માણુ) આધુનિક છે. તેની બન્ને બાજુએ મથાળે ઈલ્લિકાવલણવાળા, લક્ષ્મી આદિ મૂર્તિવાળા મઝાના ગોખલા કાઢ્યા છે. મુખમંડપ, રંગમંડપ, અને છચોકી એક જ છત પર કરેલા હોઈ તલવિન્યાસના છંદનો ઉપાડ પ્રભાવશાળી નથી લાગતો, ને થોડીક જ કોરણી હોઈ સ્તંભો કંઈક શુષ્ક લાગે છે. ગૂઢમંડપની બહારની ભીંત તત્કાલીન વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ઘાટવિધાન અને રૂપાદિ અલંકારયુકત રચના બતાવે છે : (ચિત્ર-૧૦). આમાં યક્ષ-યક્ષીઓ અને જંઘામાં દિક્પાલો, અપ્સરાઓ અને ખડ્ગાસન જિનમૂર્તિઓ કંડારેલી છે, જેમાંની ઘણીખરી ખંડિત છે. ૧૫મા શતકની અન્યત્ર છે તેને મુકાબલે અહીંની કેટલીક મૂર્તિઓ ખાસ કરીને દિપાલાદિની મૂર્તિઓ—ના કામમાં નમનીયતા સરસ રીતે દેખાય છે. - ગૂઢમંડપના અંદરના ભાગમાં દીવાલોમાં ગોખલાઓ કર્યા છે, તે પ્રાચીન છે, પણ તેનો અલંકારી વિતાન હટાવી, તે સ્થળે જીર્ણોદ્વારમાં આધુનિક ઘુમ્મટ કરી નાખ્યો છે. ગૂઢમંડપના પડખાનાં દ્વારો ઓછી કોતરણીવાળાં છે. મંદિરના મૂળપ્રાસાદને ૧૬મા શતકના અંતમાં કે ૧૭મા સૈકાના પ્રારંભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવો બનાવેલો છે, અને તેમાં રૂપકામને બદલે પટ્ટબંધો કર્યા છે : (ચિત્ર-૧૨). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90