Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 26
________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો પ્રપામઠ : પાપામઢી : પાપામઢી : અપાપામઢી : અપાપામઠ જિનહર્ષગણિ નેમિનાથ મંદિરને અનુલક્ષી એક “પ્રપામઠ” નામના સ્થાનનો ઉલ્લેખ કરે છે. આ અગાઉ પાપામઠમાં નેમિનાથની મૂર્તિ હોવાનું જિનપ્રભસૂરિ પણ “ચોર્યાસી મહાતીર્થ” અંતર્ગત નોંધે છે. પણ આ કઈ સંરચના હતી તેનો પત્તો તો ૧૫મા શતકના ચૈત્યપરિપાટીકારોના વિવરણમાં મળે છે. તેઓ આ સ્થાનને “પાપામઢી”, “પાપામુઠી” કે “અપાપામઠ'' વા “અપાપામઢી” કહે છે, અને તે નેમિનાથના (મુખ્ય ભવનના) પરિસર-અંતરંગમાં હોવાનો નિર્દેશ કરે છે. (એક ચૈત્યપરિપાટીકાર તેને દેવકુલિકાઓની હારની અંદર હોવાનું જણાવે છે. રાણકપુરના ગિરનારવાળા સં. ૧૪૯૭(ઈ. સ. ૧૪૫૧)માં સ્થપાયેલ પટ્ટમાં પણ તેને નેમિનાથના ભવનની તદ્દન નજીકમાં દર્શાવેલ છે. આ “પાપામઢીમાં પરિપાટીકારો ગત ચોવીસી (પટ્ટ હશે) અને બીજાં સાત બિંબોના દર્શન કરતાં હોવાની વાત કરે છે. શિવરાજ સંઘવીના સંઘવાળા પરિપાટીકાર તેમાં આઠમું આમરાયે કરાવેલું અને બપ્પભટ્ટસૂરિએ લાવેલ બિંબ હોવાની વાત કરે છે. અન્ય એક પરિપાટીકાર ત્યાં કુલ આઠ બિંબ હોવાનું કહે છે. આ સ્થાન કયું? તે વિષે વિચારતાં તે અત્યારે જેમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા મૂકી છે, અને જેમાં નેમિનાથ, રથનેમિ, અને નેમિનાથની એક અન્ય-ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિએ સં. ૧૩પ(ઈ. સ. ૧૩૦૨)માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિ છે, તે વિશાળ, ભોંયરાવાળી દેવકુલિકા જ હોવી ઘટે. પ્રસ્તુત અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ સંપ્રતિ રાજાના વખતની હોવાની પશ્ચાત્કાલીન કિંવદંતી છે : પણ એ વાતને કોઈ જ પ્રાચીન-મધ્યકાલીન લેખકોનું સમર્થન પ્રાપ્ત નથી. વસ્તુતયા તે પ્રતિમા મૌર્યરાજ સંપ્રતિના કાળથી ઘણી અર્વાચીન છે. આરાસણના આરસની બનાવેલ આ સુરેખ પ્રતિમા, શૈલીની દષ્ટિએ તો વહેલામાં વહેલી ઉત્તર સોલંકીકાળની જણાય છે. પંદરમા શતકમાં આમરાયની મનાતી પ્રતિમા આ હશે તેમ લાગે છે, જોકે તે આમરાય એટલે કે પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયના સમયથી ચાર પાંચ સદી પછીની છે.) અમીઝરા પાર્શ્વનાથનો આઠમાથી લઈ ૧૫મા-૧૬મા શતક સુધીના પ્રાપ્ત ગિરનાર સંબંધી આધારભૂત સાહિત્યમાં બિલકુલ ઉલ્લેખ નથી. તેનો સૌથી પહેલો ઉપલબ્ધ ઉલ્લેખ છેક ૧૭મી સદીના અંતભાગે તપગચ્છીય શીલવિજયની “તીર્થમાળામાં પ્રાપ્ત થાય છે. (નાગેન્દ્રગચ્છીય ભુવનસુંદરીકથા (ઈ. સ. ૧૦૫૪) અનુસાર પ્રભાસના રહેવાસી ગોપાદિત્યે નેમિમંદિરની પાસે મઠ કરાવેલો તે આ સ્થાને હશે ?) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90