Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 25
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો માળવાળું ચોકી-બલાણક કરેલું છે. (દક્ષિણ દ્વારની બાજુમાં કરેલ એક ૧૫મા શતકના પૂર્વાર્ધમાં બનેલી, રૂપસુંદર જાળી ચિત્ર-૩૨માં રજૂ કરી છે.) મૂલપ્રાસાદનું સ્થાન એકંદરે બલાણકની ઘણું જ નજીક હોઈ, રંગમંડપ બની શકયો નથી. અને દેવકુલિકાઓ પણ ઘણી જ દૂર રહી જતી હોઈ, પ્રાસાદને રંગમંડપ હોત તો પણ તેનું ઉત્તર-દક્ષિણ સંધાન લાંબું પડી ગયું હોત. મૂલપ્રાસાદની પાછળ ઘણી કોરી જગ્યા પડી છે, તેમાં અત્યારે ગર્ભસૂત્રે પોરવાડ જગમાલ ગોરધનની સં. ૧૮૪૮(ઈ. સ. ૧૭૯૨)માં કરાવેલી, આદિનાથની વિજય જિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી, દેહરી છે, અને તેની બાજુમાં પશ્ચાત્કાલીન રામતીની દેરી છે. ૧૫મા શતકના એક અનામી ચૈત્યપરિપાટીદાર નેમિનાથ ફરતી દેવકુલિકાઓ વસ્તુપાલે કરાવ્યાનું કહે છે, પણ તે વાતને સમકાલિક-ઉત્તરકાલિક કોઈ પણ લેખકનો ટેકો નથી. વાસ્તવમાં દેવકુલિકાઓનાં છાદ્ય અને સંવરણા સં૧૨૧૫(ઈ. સ. ૧૧૫૯)માં થયાનો ઉત્તર દ્વારમાં લેખ છે. દેવકુલિકાઓ મૂળ મંદિરના સમયની તેમજ કાળા પથ્થરની છે. સજ્જનમંત્રીના સમયમાં જે કામ અપૂર્ણ રહ્યું હશે તે ત્રીસેક વર્ષ બાદ પૂરું થયેલું તેમ ઉત્તર દ્વાર પરના પ્રસ્તુત લેખ પરથી જણાય છે. દેવકુલિકાઓની પટ્ટશાલાઓમાં થંભો વચ્ચે જાળી પાછલા કાળે ભરાઈ હતી, જે કેટલાક કાળ પૂર્વે દૂર કરવામાં આવી છે. ભમતીમાં એક કાળે અહીં બે નંદીશ્વર પટ્ટો હતા; એક સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)નો (જે હાલ સગરામ સોનીવાળા કહેવાતા મંદિરના મંડપમાં મૂક્યો છે), અને બીજે સં૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)નો, જે હાલ ત્યાં પશ્ચિમ બાજુની ભમતીમાં છે. આ સિવાય એક સં. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪)નો વસ-વિહરમાનનો મનાતો (વાસ્તવમાં સમેતશિખરનો) પટ્ટ પણ ત્યાં ઉત્તર બાજુની ભમતીમાં છે. ગિરનારસ્થ ભગવાન નેમિનાથનો “સ્કન્દપુરાણ”ના પ્રભાસખંડ અંતર્ગત “વસ્ત્રાપથક્ષેત્ર માહાભ્ય”માં ઉલ્લેખ છે. ત્યાં તેમને સમાદર અને સમભાવથી “શિવ” કહ્યા છે અને તેમની સ્થાપના વામને કરી હોવાનું જણાવ્યું છે. નેમિનાથ-જિનાલયના ગૂઢમંડપના દક્ષિણ દ્વારને અડીને આવેલ ભગવતી અમ્બાની દેરી આધુનિક છે. તેનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં નથી. ગજેન્દ્રપદકુંડ પાસે શ્રેષ્ઠી સાલવાહણે ઈ. સ. ૧૧૫૯માં કરાવેલ અંબિકાની મૂર્તિ ત્યાંથી પાછલા કાળે અહીં લાવવામાં આવી હોય તેમ બને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90