Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 23
________________ ૧૮ ઉ ન્નગિરિનાં જિનમંદિરો પંદરેક ફીટના વ્યાસનો, કાળા પથ્થરનો નકશીદાર ગજતાલ અને કોલના થરથી શોભતો કરોટક કરેલો છે : (ચિત્ર-૪). અહીં નાયિકાઓની મૂર્તિઓ પણ અસલ હતી તે સચવાયેલી છે. વિજયસેનસૂરિ આ મંદિરનું આંખે દલું સરસ વર્ણન કરે છે, જેમાં પ્રસ્તુત પૂતળીઓનો પણ ઉલ્લેખ કરે છે. ગૂઢમંડપની અંદરની ભીંતોમાં કરાવેલ ગોખલાઓમાં હેમચંદ્રસૂરિ, કુમારપાળ, અને કુંજરાપદ્રીયગચ્છના આચાર્ય શાંતિસૂરિની સં૧૨૭૫(ઈ. સ. ૧૨૧૯)માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિઓ છે. (આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિના કથન અનુસાર આ શૈવેયચૈત્યમાં મંત્રીશ્વર વસ્તુપાલે પોતાની અને નાનાભાઈ તેજપાલની સપત્નીક મૂર્તિઓ મુકાવેલી, જે આજે જોવા મળતી નથી.) અહીં મંદિરના સ્તંભો પર સં૧૩૩૩ (ઈ. સ. ૧૨૭૮), સં. ૧૩૩૫ (ઈ. સ. ૧૨૮૦) અને સં. ૧૩૩૯ (ઈ. સ. ૧૨૮૪)ના દાન સંબંધીના લેખો છે. (કેટલાક જૈન લેખકો અહીં સ્તંભો પર સં૧૧૧૩નો નેમિનાથ જિનાલય કરાવ્યા સંબંધનો, સં ૧૧૪પમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો, અને સં૧૧૭૪માં દેવાલય સમરાવ્યાનો એમ ત્રણ લેખ હોવાનો ઉલ્લેખ કરે છે, તે નિરાધાર જણાય છે, અને તે ઉપરના ત્રણ લેખો ખોટી રીતે વંચાયાની અને પ્રસ્તુત ભૂલનું પુનરાવર્તન થતું રહ્યું હોવાની હકીકત પ્રગટ કરે છે. આ જ પ્રમાણે કર્નલ ટોડની બિલકુલ અવિશ્વનીય લેખ-વાચનાઓના સંદર્ભો પણ મૂલ્યહીન છે.) જિનહર્ષગણિના કથન અનુસાર આ મંડપના ત્રણે દ્વારે મંત્રીશ્વર વસ્તુપાલે ત્રણ તોરણો કરાવેલાં, જે આજે પણ મોજૂદ છે અને તેના ઘાટ અંદરના તોરણ મુજબ ઈલ્લિકા પ્રકારના રાખ્યા જણાય છે. અત્યારે ગૂઢમંડપની પશ્ચિમે એક બીજે, પાછલા સમયનો, મંડપ જોડેલો છે, જેને પશ્ચિમે રહેલ બલાણકના ઝરૂખા સુધી મેળવી દીધેલી છે. સદરહુ મંડપમાં વચ્ચે ૪૨૦ ગણધર-પગલાં ધરાવતી પડખે પડખે બે પીઠ સં. ૧૬૯૪(ઈ. સ. ૧૬૨૮)માં બનાવેલી છે. આની પૂર્વે પણ કોઈક પ્રકારનો મંડપ, તેમજ તેની અંતર્ગત પગલાં હશે તેમ લાગે છે. કેમ કે ૧૫મા શતકના ચૈત્યપરિપાટીકારો આ સ્થળે “પાઉમંડપ” કે પાઊમંડપ” (પાદ-મંડ૫)નો અને તેમાં રહેલી પાદુકાનો ઉલ્લેખ કરે છે. (જિનપ્રભસૂરિએ પણ આ પૂર્વે પાદુકાનો ઉલ્લેખ કર્યો છે. તેનાથી પણ પહેલાં આબુની લૂણવસહીના સં. ૧૨૯૬ ઈ. સ. ૧૨૪૦ના વરદુડિયા કુટુંબના લેખમાં પણ ગિરનારના નેમિનાથના પાદુકામંડપનો ઉલ્લેખ છે.) પણ વસ્તુપાળના સમયમાં તો જિનહર્ષગણિના કથન અનુસાર, ગૂઢમંડપના મોઢા આગળ ત્રિક (ચોકી) હતી. તેમાં મંત્રીશ્વરે પોતાના પિતા(આસરાજ)ના શ્રેયાર્થે અજિતનાથ અને શાંતિનાથનાં બિંબ મુકાવેલાં અને તેમાં ઉત્તર-દક્ષિણે પિતા(આસરાજ) અને પિતામહ(સોમ)ની અશ્વારૂઢ પ્રતિમાઓ મુકાવેલી. (આ પ્રતિમાઓ આજે અસ્તિત્વમાન નથી.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90