Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 21
________________ ૧૬ ૧૫મા શતકના યાત્રીઓ અહીં જૈન ટૂક પહોંચતાં સુધીની પાજ પર આવતી ચારેક પરબોનાં નામ આપે છે, જ્યારે મધ્યકાલીન ‘સુવાવડીની પરબ''નું આજે દેવસ્થાનકરૂપે અસ્તિત્વ છે. સંભવ છે આમાંની કોઈ કોઈ મૂળે મહત્તમ ધવલના સમય, એટલે કે ૧૨મા શતક જેટલી પ્રાચીન હોય. ઉજ્જનગિરિનાં જિનમંદિરો પોળ ૧૫મા શતકના એક ચૈત્યપરિપાટીકાર પાજ ઉપર આગળ આવતાં તોરણો તેમજ ત્યાંથી દેખાતા આંચલિયાપ્રાસાદ(અંચલગચ્છના પ્રાસાદ)ની વાત કરે છે. તોરણો તો હાલ અસ્તિત્વમાં નથી. (અને આંચલિયાપ્રાસાદ વિષે આગળ જોઈશું.) ચૈત્યપરિપાટીકારો આ પછી બે પોળની વાત કરે છે; એક સાતપોળ(પૂર્ણસિંહ કોઠારીની) કે મૂલગી પોળ. તે જ પહેલી પોળ, એ અત્યારની બંગલીવાળી પોળ જણાય છે, અને પશ્ચિમ (વસ્તુપાળની) પોળ, જે પેઢી તરફ જતાં આવતી બહારથી કાળા પથ્થરની માળ-ચોકીઆળાંવાળી અંદરથી થાંભલાઓની હારવાળી પોળ હોય તેવું અનુમાન થઈ શકે. બીજી પોળમાં પ્રવેશીએ એટલે આપણે દેવભવનોનાં પ્રાંગણમાં દાખલ થઈ જઈએ છીએ. ત્યાંથી હવે ક્રમાનુસાર મંદિરોની વંદના-યાત્રા પ્રારંભીશું. કર્ણવિહાર : (તીર્થનાયક નેમિનાથ ભગવાનનું મંદિર) રૈવતકાદ્રિમંડન ભગવાન અરિષ્ટનેમિના સાંપ્રતકાલીન મંદિરનો પુરાણો ભાગ ગૂર્જરેશ્વર જયસિંહદેવ સિદ્ધરાજ નિયુકત શ્રીમાલી દંડનાયક સજ્જનના સં૰ ૧૧૪૫(ઈ સ ૧૧૨૯)ના ઉદ્ધારના સમયનો છે. પ્રસ્તુત નવનિર્માણનો સૌ પ્રથમ ઉલ્લેખ, મિતિ સમેત, વિજયસેનસૂરિએ કર્યો છે. પ્રબંધોમાં આ પુનરુદ્ધારને લગતી વાતો કંઈક વિસ્તારથી (થોડી થોડી વિગતોના ફરક સાથે) આપી છે. પ્રબંધચિંતામણિ અનુસાર સજ્જને સોરઠની ત્રણ વર્ષની આવક રાજકોષમાં જમા ન કરતાં આ મંદિર બાંધવામાં વાપરી નાખેલી. રાજાને ખબર પડતાં, સોમનાથની યાત્રાએથી પાછા વળતાં એની તપાસ કરી. સજ્જને વંથળીના શ્રાવકોને વાત કરીને દ્રવ્ય તૈયાર રાખેલું. સજ્જને રાજાને વાત કરી મંદિર બતાવ્યું. તેનું અભધાન રાજપિતૃ કર્ણદેવના નામથી ‘‘કર્ણવિહાર’’ રાખ્યું છે તે જાણીને રાજી થઈ રાજાએ નિર્માણખર્ચ રાજકોષમાંથી અપાયાનું મંજૂર રાખ્યું. નેમિનાથના મંદિરની જગતીના દક્ષિણ દ્વારના પથ્થર પરના આજે ગૂમ થયેલ પણ સો વર્ષ પહેલાં રહેલા (અતિ ત્રુટિત) લેખમાં ‘‘સિદ્ધ ચક્રપતિ જયસિંહદેવ (કલ્યાણ?) વિજય (રાજ્યે?)'', Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90