Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 33
________________ ૨૮ ઉ ન્નગિરિનાં જિનમંદિરો હતી, જ્યારે પશ્ચિમનો ભદ્રપ્રાસાદ કોઈ હાજા નામના શ્રાવકે અને ઉત્તરનો શ્રાવક સદા વછરાજે કરાવ્યો હતો.) આ કલ્યાણત્રય પ્રાસાદમાં પ્રવેશ એની જગતના કોટના દક્ષિણ દ્વારેથી થાય છે. મૂલપ્રાસાદ ઘણો મોટો છે, પણ તેના પર અલંકરણ ઓછું છે અને કંડારકામ કડક છે (ચિત્ર-૯). મેઘમંડપની પીળા પથ્થરની દક્ષિણાદિ દ્વારશાખમાં કરણી છે. અંદર આ મંડપના અને મેઘનાદ મંડપના સ્તંભો તેમજ વિતાનો તદ્દન સાદા છે. પણ ગર્ભગૃહનું સરસ કોરણીયુકત દ્વાર ખાસ ધ્યાન ખેંચે તેવું છે. તેમાં ઉચ્ચાલક આપીને તેને ખૂબ ઊંચું કર્યું છે, તેનું કારણ એ છે કે તેમાં ત્રણ ભૂમિવાળી અને એથી ઠીક ઠીક ઊંચી અને પ્રત્યેક મજલે નેમિનાથની શ્યામલ ચોમુખ મૂર્તિઓવાળી રચના હતી. નીચેની ભૂમિએ કાયોત્સર્ગ અને ઉપરની બન્ને ભૂમિમાં પદ્માસન મૂતિઓ, જે નેમિનાથનાં દીક્ષા, કેવલ્ય, અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકોને સૂચવતી પ્રતીક રચના હતી. આજે તો તે વિદ્યમાન નથી. પરિપાટીકારો વર્ણિત, ૧૫મા શતકમાં જે રચના હશે તે મૂળ તેજપાળની હતી કે સમરસિંહ-માલદેની તેનો આજે નિર્ણય થવો લગભગ અશકય છે. મંદિરમાં અત્યારે બિરાજમાન મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૮૫૯(ઈ. સ. ૧૮૦૩)માં વિજય જિનેન્દ્રસૂરિ દ્વારા થયેલી છે. ગર્ભગૃહમાં નીચે અને ઉપર ગૅલરીઓ કરી તેમાં બધી મળી પચીસ અન્ય નાની નાની જિનમૂર્તિઓ બેસાડેલી છે. શિખર અંદરથી પોલું છે, એથી ઉપરની ગૈલરીઓ પણ દ્વારમાંથી દેખી શકાય છે. સં. ૧૮૪૩(ઈ. સ. ૧૭૮૭)માં શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ મંદિરને સમરાવ્યું છે. મંદિરનું મેળ વગરનું શિખર પ્રસ્તુત જીર્ણોદ્ધાર સમયનું જણાય છે. શિલ્પ-સ્થાપત્યની દષ્ટિએ આ ભારેખમ લાગતું મંદિર ઓછું મહત્ત્વ ધરાવે છે. મંત્રીશ્વર તેજપાળની મૂળ વાસ્તુ રચના ૧૫મા સૈકામાં સમૂળગી ચાલી ગઈ એ બીના ખરે જ અફ્સોસજનક છે. (વિધમી વિધ્વંસકો દ્વારા થયેલી હાનિમાં વધારો કેટલીક વાર અજ્ઞાનવશ થયેલ જીર્ણોદ્ધારથી થયેલ છે તે વાત શોચનીય છે.) પ્રાસાદ-સંલગ્ન મંડપોના સ્તંભો સાદા છે, પણ અંદરની રચના એકંદરે સપ્રમાણ હોઈ પ્રભાવપૂત ભાસે છે. પૂનસીવસહી : (શાંતિનાથત્ય) કલ્યાણયમાંથી તેની જગતીના ઉત્તર તરફ્તા દ્વારમાંથી નીસરીને થોડું નીચે જતાં વર્તમાને “કુમારપાળ રાજાના મંદિર' નામે ઓળખાતા જિનાલયમાં જવાય છે. કુમારપાળના બે સમકાલિક લેખકો–આચાર્ય હેમચંદ્ર અને સોમપ્રભાચાર્ય–કુમારપાળે ઉજજયન્તગિરિ પર મંદિર બંધાવ્યાનું જણાવતા નથી. તે પછી રેવંતગિરિરાસુના કર્તા વિજયસેનસૂરિ કે ગિરનારકલ્પકાર ધર્મઘોષસૂરિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90