Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 32
________________ ઉત્તગિરિનાં જિનમંદિરો અદ્ભુત આદિનાથ આ ખરતરવસહીની જમણી બાજુએ, ખડક સમાણું ઉત્તરાભિમુખ અદબદજીનું મંદિર છે. પંદરમા શતકના તીર્થમાલાકારો તેનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે પૂર્વેના સાહિત્યમાં તેનો બિલકુલ નિર્દેશ ન હોઈ, અદ્ભુત આદિનાથની આ વિશાળ પ્રતિમા ૧૫મા શતકના મધ્ય ભાગના અરસામાં કંડારવામાં આવી હોય તેમ જણાય છે. શત્રુંજય પરના પ્રાચીન અદ્ભુત આદિનાથના અનુકરણ રૂપે આ પ્રતિમા અવતારી હોવાનું અનુમાન થઈ શકે. કલ્યાણત્રય ચૈત્ય મંત્રીશ્વર તેજપાળે ઉજ્જયન્ત પર “કલ્યાણત્રય” નામક ઉત્તુંગ પ્રાસાદ કરાવ્યાની પહેલી નોંધ વિજયસેનસૂરિ આપે છે, તે પર્વતની ધાર સમીપ હોવાનો નિર્દેશ ધર્મઘોષસૂરિ કરે છે. પ્રબન્ધકોશકાર રાજશેખરસૂરિ પણ તેનો ઉલ્લેખ કરે છે. રત્નસિંહસૂરિશિષ્યના કથન અનુસાર, તેમજ સમકાલીન ચૈત્યપરિપાટીકાર ભાવહર્ષશિષ્ય રંગસારના કથન અનુસાર આ પ્રાસાદનો ઉદ્ધાર સોની સમરસિંહ-માલદેએ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)માં કરાવેલો. ચૈત્યપરિપાટીદારોમાંના કેટલાક તેનું વિગતે વર્ણન આપે છે, પણ તે તેજપાળ કારિત મૂળ કલ્યાણત્રય કે કલ્યાણત્રિતય નહીં પણ સમરસિંહ-માલદેએ આમૂલચૂલ ઉદ્ધાર કરી, તદ્દન નવો જ નિર્માણ કરાવેલ પ્રાસાદ છે, કેમ કે તમામ પરિપાટીઓ ઈસ્વીસનના ૧૫મા શતકની હોવા છતાં વિસં. ૧૪૯૪ બાદ બનેલી છે. સાંપ્રતકાળમાં આ મંદિર વિદ્યમાન છે, પણ તે સગરામ સોનીના (સંગ્રામ સોનીના) મંદિર તરીકે ખોટી રીતે ઓળખાય છે. (મોહનલાલ દલીચંદ દેશાઈ, પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, આદિ વિદ્વાનોએ ખરા નિર્માતા અંગે સપ્રમાણ નિર્ણય લીધો હોવા છતાં કેટલાયે જૈન લેખકો હજુ પણ આ મંદિરને સંગ્રામ સોની કારિત કહે છે.) સોમસૌભાગ્યકાવ્ય (સં. ૧૫૩૪ / ઈ. સ. ૧૪૬૮) અનુસાર આ મંદિરની પ્રતિષ્ઠા ગચ્છનાથ(સોમસુંદરસૂરિ)ના વચનથી જિનકીર્તિસૂરિએ સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં કરેલી. * * મંદિરમાં મૂલપ્રાસાદ, મજલાવાળો ગૂઢમંડપ (મેઘમંડ૫), અને તે પછી માથુકત મેઘનાદ મંડપ કે બલાણક મંડપ કરેલો છે. (આ વિગતો ચૈત્યપરિપાટીકારો આપે છે તે જ પ્રમાણે આજે પણ જોવા મળે છે. બન્ને મંડપોમાં કોરણી વગરના થાંભલા છે, તેમ છતાં પ્રમાણતોલન જળવાયું હોઈ મંડપો અંદરથી સારા લાગે છે.) પ્રાસાદ ફરતી હરદેવકુલિકાઓ અને તેમાં ઉત્તર-દક્ષિણ અને પશ્ચિમે ભદ્રપ્રાસાદો પણ જોવા મળે છે. (શવજી સંઘવીવાળી ચૈત્યપરિપાટી અનુસાર દક્ષિણનો ભદ્રપ્રાસાદ માલદેવની કરાવેલો હતો. અને તેમાં પિત્તળના મૂળનાયક તેમજ રતનદે ગુરુની મૂર્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90