Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 12
________________ ઉત્તગિરિનાં જિનમંદિરો જિનપ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરેલી અને જેઓ આખરે પ્રસ્તુત ગિરિવર પર અનશન કરી કાળધર્મ પામેલા, તે આ તૃતીય પાદલિપ્તસૂરિ હોવા જોઈએ. વળી ગુપ્તયુગ પહેલાં જૈનોમાં સંસ્કૃતમાં લખાવાની રૂઢિ નહોતી, એટલે નિર્વાણકલિકા એ દષ્ટિએ પણ પ્રથમ પાદલિપ્તસૂરિની કૃતિ ન ઠરે, વિશેષમાં (બૌદ્ધ) સિદ્ધ નાગાર્જુનનો કાળ આઠમા શતકનો મનાય છે : એટલે એમના અને પાદલિપ્તસૂરિના સંપર્કની દંતકથાનું સર્જન પણ પ્રથમ પાદલિપ્તસૂરિને અનુલક્ષીને ન હોઈ શકે. દ્વિતીય પાદલિપ્તસૂરિનો કાળ, પ્રમાણો જોતાં, વહેલામાં વહેલો ઈસ્વીસનના સાતમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય, અને તૃતીય પાદલિપ્ત સૂરિનો દશમા શતકના બીજા-ત્રીજા ચરણમાં : અને તેમ હોય તો આ કહાવલિ અને અન્ય ચરિત્ર-પ્રબંધો કથિત સંદર્ભગત નેમિનાથનું મંદિર ઈસ્વીસનના નવમા શતકના ઉત્તરાર્ધમાં ઉજજયન્ત પર વિદ્યમાન હોવા વિષે કંઈક અંશે વિશ્વસનીય પ્રમાણ પૂરું પાડી રહે. દશમા શતકને આવરી લેતી અને ગિરનારસ્થ નેમિજિનના મંદિરને સીધી રીતે સ્પર્શતી કેટલીક પશ્ચાત્કાલીન અનુશ્રુતિ મળે છે, જેનો અત્રે હવે નિર્દેશ કરીશું. વિજયસેનસૂરિના કથન અનુસાર, કાશ્મીર દેશથી અજિત અને રત્ન નામના બે સંઘપતિ શ્રાવકો ગિરનારની યાત્રાએ આવ્યા ત્યારે નેમિનાથની લેપ્યમયી પ્રતિમાને સ્નાન કરાવતાં એ ગળી ગઈ અને તેથી, અંબિકાના પ્રસાદથી, (પ્રદ્યુમ્ન શિખર – હાલના દતાત્રેય શિખર – પર અદષ્ટ રહેલા દેવનિર્મિત કલ્પાયેલ) કાંચન-બલાણકમાંથી નવી પ્રતિમા મેળવીને બિરાજમાન કરી. વિજયસેનસૂરિ આ ઘટના માટેની કોઈ મિતિ આપતા નથી. આ પછી ધર્મઘોષસૂરિ તેમ જ પુરાતન પ્રબંધ સંગ્રહ પ્રસ્તુત વાતની એ જ રીતે ટૂંકમાં નોંધ લે છે, જ્યારે રાજશેખરસૂરિ “રત્નશ્રાવકપ્રબંધ'માં આ વાત વિસ્તારથી ચર્ચે છે. તેઓએ વળી રત્ન શ્રાવકના ભાઈ તરીકે મદન’ અને ‘પૂર્ણસિંહ' નામો આપ્યાં છે. (જ્ઞાનચન્દ્ર મદન’ અને ‘રત્ન'નાં નામ આપે છે, અને ૧૫મા શતકના અરસામાં રચાયેલા, ભારતીકૃત ગિરનારગિરિકલ્પમાં પણ “મદન’નું નામ આપેલું છે.) એ જ રીતે ધનેશ્વરસૂરિના રચેલા મનાતા શત્રુંજયમાહામ્ય ગ્રંથ(૧૪મી સદી)માં ગિરનારતીર્થને લગતા સર્ગોમાં પણ આ વાત વિસ્તારથી કેટલીક વિગતોના ફેરફાર સાથે ચર્ચેલી છે. પણ પ્રાચીન લેખકો શત્રુંજયમાહાસ્યનો બિલકુલ ઉલ્લેખ કરતા નથી, અને ઉત્તર મધ્યકાળમાં તે “કુટગ્રંથ હોવાનું મનાતું હોવાનાં પ્રમાણો મુનિ કલ્યાણવિજયજીએ રજૂ કર્યા છે, જ્યારે સાંપ્રતકાલીન વિદ્વાનોમાંથી ઘણાખરા તેને ભાષા તેમ જ વસ્તુ પરીક્ષણથી બહુ મોડેથી થયેલી રચના માને છે. (સં. ૧૬૩૮ - ઈ. સ. ૧૫૮૨)માં તપાગચ્છીય નયસુંદરસૂરિએ રચેલ “ગિરનાર ઉદ્ધાર રાસ”બહુધા આ શત્રુંજયમાહાત્મને અનુસરે છે અને તેમાં ઐતિહાસિક વાતો અલ્પ છે. અજિત અને રત્નવાળો પ્રશ્ન હાલ સંશોધન હેઠળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90