Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 13
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો છે, એટલે આ ઘટના બની હોય તો તે ક્યારે બની હશે તેટલું જ ટૂંકમાં અહીં વિચારવાનું રહે છે. કેટલાક સાંપ્રતકાલીન લેખકો જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપનો હવાલો આપી, પ્રસ્તુત પ્રતિમા પ્રતિષ્ઠા અંગે સં. ૬૦૯ નું વર્ષ જણાવે છે, પણ પ્રસ્તુત ગ્રન્થની મુદ્રિત પ્રતમાં તો કયાયે આવો ઉલ્લેખ જડતો નથી. જે અંગે ડામંજુલાલ મજમુદાર અગાઉ કહી ગયા છે. ઊલટ પક્ષે પુરાતન પ્રબંધ સંગ્રહમાં ઉદ્ધત થયેલ એક પ્રાચીન પ્રાકૃત ગાથા અનુસાર, આ પ્રતિષ્ઠા સં૯૦(ઈ. સ૯૩૪)માં થયાનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. પ્રતિમા–પ્રતિષ્ઠા અંગેના પ્રસ્તુત સંદર્ભ પછી આપણને છેક સં. ૧૫૮૯(ઈ. સ. ૧૫૩૩)માં રચાયેલા, તપાગચ્છીય કવિ લાવણ્યસમયના “બલિભદ્રસૂરિરાસમાં દશમા શતકને સ્પર્શતી એક વાત નોંધાયેલી જોવા મળે છે, તે છે સાડેરકગચ્છના યશોભદ્રસૂરિ શિષ્ય બલિબદ્રસૂરિ (બલભદ્રસૂરિ)એ જૂનાગઢના બૌદ્ધ કે બૌદ્ધ તરફી રાજા રા'નવધણ અને તેમના પુત્ર રા'ખેંગાર દ્વારા ત્યાં દર્શને ગયેલ સંઘને અટકમાં લઈ બૌદ્ધ બનવાના દબાણના સંકટમાંથી સંઘને ચમત્કારો કરી છોડાવ્યાનું કહ્યું છે, તે ઘટના. આ વાતમાં ઘણી ઐતિહાસિક વિસંગતતાઓ હોઈ, બિલકુલ કપોલકલ્પિત જણાય છે. રા'નવઘણ પ્રથમ અને રા'ખેંગાર પ્રથમનો એ સમય પણ નહોતો, અને દશમા શતકમાં ત્યાં બૌદ્ધોનું જોર પણ નહોતું, કે નથી તે રાજાઓ બૌદ્ધ યા બૌદ્ધપક્ષી હોવાનું કોઈ પ્રમાણ. કોઈ પણ પ્રાચીન જૈન લેખકે આ ઘટનાનો જરા સરખો પણ ઇશારો કર્યાનું જાણમાં નથી, અને આ આખીયે વાત પાછળથી ઉપજાવી કાઢેલી જણાય છે, અને તેને કોઈ જ જૂની અનુશ્રુતિનો આધાર નથી. આથી નેમિજિનના મંદિરની દશમા શતકમાં મોજૂદગી હોવા માટે લાવણ્યસમયના લખાણમાંથી મળતું આ પ્રમાણ સ્વીકારી શકાય તેમ નથી. હવે આ પછીની ઘટના તરફ વળીએ. ' ધર્મઘોષસૂરિ નેમિજિનના ભવનના ઉદ્ધારકોમાં સજજન પહેલાં યાકુડી અમાત્યનું નામ મૂકે છે. પ્રભાચંદ્રાચાર્ય જાકુડીએ વિ. સં. ૧૫૦માં ગિરનારતીર્થનો ઉદ્ધાર કરાવ્યાનું, એ સમયે મળી આવેલ પ્રાચીન લેખના આધારે, પ્રભાવક ચરિત અંતર્ગત “વૃદ્ધવાદિ પ્રબંધ”માં કહે છે. પણ વિસં. ૧૫૦(ઈ. સ. ૮૪)નો લેખ તો પ્રથમ શતાબ્દીમાં પ્રચલિત હતી તે રૂપની બ્રાહ્મી લિપિમાં જ હોય, અને તે કોણ ઉકેલે અને તે કાળે (૧૩મા શતકમાં) કેવી રીતે કોઈ વાંચી શકે તે વાત અનુત્તર રહે છે. શત્રુંજયનો ઉદ્ધાર જાવડીસાહ વિ. સં. ૧૦૮માં કરાવ્યાની જે અનુશ્રુતિ તે કાળે પ્રચારમાં હતી તેના અનુકરણ રૂપે આ જાકુડીસાહની વિસં. ૧૫૦ ની વાત કોઈએ વહેતી મૂકી હશે, જે પ્રભાચંદ્રાચાર્યના સાંભળવામાં આવી હોય અને યથાતથ નોંધી કાઢી હોય. તેમ છતાં આ “જાકુડી” કે “યાકુડી” ઐતિહાસિક વ્યક્તિ હશે તેવાં કંઈક પ્રમાણ છે. પુરાતન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90