Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૧૦
ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો
આ પછી ઈસ્વીસનના ૧૨મા શતકમાં, મોટે ભાગે તો ઈ. સ. ૧૧૧૪ પહેલાં, હર્ષપુરીયગચ્છના આગમવૃત્તિકાર, રાજમાન્ય આચાર્ય માલધારી હેમચંદ્ર સંઘ સાથે ગિરનારની યાત્રાએ આવ્યાનો પ્રસંગ, અને તે વખતે બનેલી ઘટનાની પ્રામાણિક નોંધ સૂરીશ્વરના શિષ્ય વિજયસિંહના સં ૧૧૯૩(ઈ. સ. ૧૧૩૭)માં રચાયેલા મુણિસુવ્યયચરિયા માં મળે છે. તદનુસાર વંથળીમાં સંઘે પડાવ નાખ્યા બાદ, સંઘની સમૃદ્ધિ જોઈ રાજાના માણસોએ સંઘને લૂંટી રાજનો ખજાનો તર કરવાની સલાહ આપી. આથી રાજાએ સંઘના મોવડીઓને બે દિવસ તો મુલાકાત જ ન આપી. રાજાનું સંશયાત્મક ચિત્ત કળી જઈ, બીજે દિવસે રાજમાં મરણું થતાં તે નિમિતે દિલાસો આપવા હેમચંદ્રસૂરિએ રાજમહાલયમાં જઈ, રાજાને સમજાવી, ગિરનાર પર ચઢી, નેમિનાથનાં દર્શન કર્યાની હકીકત નોંધી છે. ઘટના રા'ખેંગારના પતન પૂર્વેની તેમ જ સજજનમંત્રીએ કરાવેલ પુનરુદ્ધારથી દોઢ બે દાયકા અગાઉની છે, અને એ વાત પ્રસ્તુત પુનરુદ્ધાર પૂર્વે નેમિનાથના મંદિરનું અસ્તિત્વ હોવાનું નિર્વિવાદ સિદ્ધ કરે છે. વિજયસેનસૂરિ, કે જેઓ સજજન દંડનાયકના સં. ૧૧૮૫(ઈ. સ. ૧૧૨૯)ના ઉદ્ધાર વિષે જણાવનાર પ્રથમ લેખક છે, તેઓ પણ મંત્રીશ્વરે પહેલી જ વાર મંદિર બનાવ્યું તેમ નથી કહેતા, પણ ઉદ્ધાર કર્યાનું જ કહે છે, જે વાત પણ પૂર્વ મંદિરનું અસ્તિત્વ હોવાનું સિદ્ધ કરે છે. નેમિનાથની હોઈ શકે તેવી એક નવમા-દશમા શતકમાં મૂકી શકાય તેવી ખંડિત પ્રતિભા તાજેતરમાં જ પર્વત ઉપરથી મળી આવી હોઈ, મંદિરની પ્રાચીનતા એટલી તો કરે છે. આ પછીની પ્રસ્તુત જિનાલય સંબંધી ઐતિહાસિક ઘટનાઓ વિષે નેમિનાથના મંદિરનો પરિચય આપતા સમયે જોઈશું.
નેમિજિનના આ મંદિરની યાત્રાએ (સં ૧૧૮૫/ઈ. સ. ૧૧૨૯ બાદ) સિદ્ધચક્રવર્તિ જયસિંહદેવ સિદ્ધરાજ આવી ગયાના આચાર્ય હેમચંદ્ર અને પછીના પ્રભાચંદ્ર આદિ પ્રબંધકારોના ઉલ્લેખો છે. ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળ સં૧૨૨૨/ ઈ સં. ૧૧૬૬ થી કેટલોક કાળ પૂર્વે ગિરનાર-તીર્થની યાત્રાએ આવેલા : પણ ડુંગર ન ચઢી શક્યાથી દર્શન કરી શક્યા નહીં તેવી નોંધ સોમપ્રભાચાર્ય આપે છે : અને પછીથી રાજાના આદેશથી મંત્રી આંબાકે ત્યાં પાજે બાંધેલી તેવું પણ પ્રસ્તુત લેખક જણાવે છે.
ગિરનારની યાત્રાએ મધ્યકાળમાં મોટી સંખ્યામાં સંઘો, મુનિઓ અને શ્રાવક યાત્રીઓ આવ્યાના સંખ્યાબંધ ઉલ્લેખો જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જેમ કે સં૧૨૨૩ (ઈ. સ. ૧૧૬૭) બાદ, અંચલગચ્છીય જયસિંહસૂરિના ઉપદેશથી ભંડારી ગોદાએ શત્રુંજય અને ગિરનારની સંઘયાત્રા કરેલી. સં. ૧૨૫૮(ઈ. સ. ૧૨૦૨)માં સ્વયં જયસિંહસૂરિ ગિરનારની યાત્રાએ ગયાની નોંધ મળે છે. તે વચ્ચેના ગાળામાં ખરતરગચ્છાધીશ જિનપતિસૂરિ સં. ૧૨૪૫/ ઈ. સ. ૧૧૯૯માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90