Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 18
________________ ઉજજ્યન્તગિરિનાં જિનમંદિરો ૧૩ અને સંઘવી ભુંભવે વિમલનાથદેવનું મોટું બોતેર જિનાલયવાળું મંદિર બંધાવેલું, જેની સં૧૫૦૯ (ઈ. સ. ૧૪૫૩)માં બૃહતપાગચ્છીય જયતિલકસૂરિશિષ્ય રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી. આ સિવાય અમ્બાશિખર પર સ્થિત દેવી અંબિકાના મંદિરનો સં. ૧૫૨૪ (ઈ. સ. ૧૪૬૮) પહેલાં શ્રેષ્ઠી સામલે આપાદકલશપર્યત પુનરુદ્ધાર કરાવ્યો. આ પછી ૧૬મા શતકમાં અહીં થયેલા કીર્તનાદિ (મંદિર નિર્માણાદિ) પ્રવૃત્તિઓ, ઉદ્ધારો, ઈત્યાદિ વિષે આગળ ઉપર યથાસ્થાને જોઈશું. - વર્તમાન પરિસ્થિતિ ડુંગર ચડ્યા બાદ પ્રથમ આવતી જૈન ટૂંકમાં, વર્તમાન કાળે, આ પ્રમાણે ક્રમવાર દેરાસરો ત્રણ હારમાં ગોઠવાયેલા જોવા મળે છે. કોટના બંગલીવાળા દરવાજામાં પ્રવેશતાં જમણી બાજુ છેડે માનસિંગ ભોજરાજની ટૂંક તરીકે ઓળખાતું મંદિર, અને પછી તેની હારમાં થોડે દૂર વસ્તુપાલવિહાર આવેલો છે. જ્યારે વચ્ચેના માર્ગના અંતભાગે કોતરેલ મોટી જાળીવાળા રંગમંડપવાળું, સંપ્રતિ રાજાનું કહેવાતું મંદિર, અને તેની ઉત્તરે ખડક પર રહેલ ચતુર્મુખ સંભવનાથનું મંદિર તથા તેની બાજુમાં જ્ઞાનવાપી આવેલાં છે; અને બંગલીની ડાબી બાજુની હારમાં કાળા પથ્થરના ચોકીઆળામાંથી પ્રવેશતાં દેવચંદ લક્ષ્મીચંદની પેઢીવાળો ચોક, ધર્મશાળા, ઇત્યાદિ વટાવતાં નેમિનાથના મંદિરનું દખણાદુ દ્વાર જોવા મળે છે. મંદિર-સમૂહમાં રહેલા, નેમિનાથ ભગવાનના મોટા મંદિર ફરતી ૮૪ (મૂળે આયોજનમાં ૭૬) દેવકુલિકાઓવાળું પ્રાંગણ છોડી, જગતના કોટાના ઉત્તર દ્વારેથી નીકળતાં એકદમ સીધા પચાસેક પગથિયાં નીચે ઊતરતાં મેલવસહીનું મોટું મંદિર આવે છે. આ મંદિરની ડાબી બાજુએ સં. ૧૮૫૯(ઈ. સ. ૧૮૦૩)માં બનેલું પાંચાભાઈનું પંચમેરુનું મંદિર અને જમણી બાજુએ અદ્ભુત આદિનાથ(અદબદજી)નું મંદિર છે. મેલકવસહીથી નીચે ઊતરતાં સગરામ સોનીના નામે ઓળખાતા મંદિરના વિશાળ પ્રાંગણમાં પ્રવેશ થાય છે. આ ૭ર દેવકુલિકાવાળા મંદિરના ઉત્તર દ્વારેથી નીકળતાં કુમારપાળનું કહેવાતું છેવટનું મંદિર આવે છે. એની ઉત્તર બાજુએ અડીને જ ભીમકુંડ રહેલો છે. કુમારપાળ અને સગરામ સોનીના મંદિરની વચ્ચેની ગાળી/ગરનાળામાં થઈને પશ્ચિમ તરફ ચંદ્રપ્રભસ્વામીના નાના મંદિર, હાથીપગલાંનો કુંડ, તેમજ ત્યાં રહેલ નાગ-મોર-ઝરા તરફ જવાય છે. (હંસરાજ જુઠાએ અહીં કરાવવા માંડેલ ૨૪ જિનાલયનું કામ અપૂર્ણ રહ્યું છે.) મેલકવસહી સામે ધાર પર સહેજ દખ્ખણાદુ, આગળ કહ્યું તેમ સંપ્રતિરાજાનું મંદિર છે, સંપ્રતિરાજાના કહેવાતા મંદિર અને મેલકવસહી વચ્ચેનો ઢાળિયો રસ્તો નવાકુંડ તેમજ ભીમકુંડ તરફ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90