Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 17
________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો ત્રીજા ચરણમાં ખરતરગચ્છીય ઉપાધ્યાય વિનયપ્રભ, અને સં૧૪૫૧ (ઈ. સ. ૧૩૯૫)માં ખંભાતના શ્રીમાલી શ્રેષ્ઠી હરપાલ સાહની યાત્રા, ઈત્યાદિને ગણાવી શકાય. મોટે ભાગે તો ઉપર કહ્યા તે રા'મહિપાલદેવના સમયમાં અહીં એક નેમિનાથનું, સંભવત: “કલ્યાણત્રય'' સમેતનું મંદિર બંધાયેલું હોવાનું એક અભિલેખીય પ્રમાણ છે, ઈસ્વીસનના ૧૫મા શતકમાં – સલ્તનત યુગમાં – પણ અહીં કેટલીક યાદગાર સંઘયાત્રાઓ, સુપ્રસિદ્ધ સૂરિઓ અને સંઘવીઓની રાહબરી નીચે નીકળેલી. બાદશાહમાન્ય સંઘપતિ ગુણરાજે શત્રુંજય સાથે ગિરનાર તીર્થની સં. ૧૪૫૭(ઈ. સ. ૧૪૦૧), સં. ૧૪૬૨(ઈસ૧૪૦૬), અને ત્રીજી વાર સુલતાન “અહમદશાહ''નું ફરમાન લઈ સં૧૪૭(ઈ. સ. ૧૪૨૧)માં તપાગચ્છીય યુગપ્રધાનાચાર્ય સોમસુંદરસૂરિ સંગે કરેલી. ગૂર્જરેશ્વર કુમારપાલ કારિત તારંગાના મહાનું અજિતનાથ ચૈત્યના ઉદ્ધારક શ્રેષ્ઠી ગોવિંદે સં. ૧૪૭૯(ઈ. સ. ૧૪૨૩)થી થોડું પહેલાં રેવતકતીર્થની યાત્રા કર્યાની નોંધ મળે છે. એ જ અરસામાં પાટણના શ્રેષ્ઠી શ્રીનાથે ગિરનારનો સંઘ કાઢેલો, જેમાં ગચ્છપ્રવર સોમસુંદરસૂરિ પણ સાથે હતા. તે પછી સં. ૧૫૧૭(ઈ. સ. ૧૪૬૧)માં ખંભાતના શ્રેષ્ઠી શાણરાજે ગિરનારની સંઘયાત્રા કરેલી. સાધારણ રીતે શત્રુંજય જતા સંઘો, યાત્રિકો, ઈત્યાદિ ગિરનારની યાત્રાને પણ જતી વખતે કે વળતી વેળાએ આવરી લેતા. વસ્તુપાળ-તેજપાળયુગ” પછી ઈસ્વીસનનું ૧૫મું શતક ગિરનારતીર્થ માટે પુનરુદ્ધારો સાથે નવનિર્માણ માટે પણ યાદગાર બની જાય છે. અહીં સૌ પ્રથમ, “વસ્તુપાલ-વિહાર''નો ઉદ્ધાર થયો જણાય છે. તે પછી તરતમાં, સં. ૧૪૯૪(ઈસ૧૪૩૮)માં, સંઘવી સમરસિંહે પોતાના કાકા માલદે કે માલદેવની અનુજ્ઞાથી તેજપાળ મંત્રીના કલ્યાણત્રયચૈત્યનો આમૂલચૂલ ઉદ્ધાર કરાવ્યો, જેની પ્રતિષ્ઠા તપાગચ્છીય સોમસુંદરસૂરિ શિષ્ય જિનકીર્તિસૂરિએ કરી. એ જ અરસામાં બેદર (બિદર)ના બહામનીવંશીય સુલતાનના માનીતા શ્રેષ્ઠી પૂર્ણચંદ્ર કોઠારીએ પણ ત્યાં શાંતિજિનનું મંદિર બનાવ્યું, જેની પ્રતિષ્ઠા પણ પ્રસ્તુત જિનકીર્તિસૂરિએ કરેલી. લગભગ એટલા સમય આસપાસ ખંભાત પાસેના ગંધારનગરના સંઘપતિ લક્ષીબા કિંવા લખપતિએ અહીં જરાઉલાવતાર પાર્શ્વનાથનું ચતુર્મુખ મંદિર ગિરિ પર બંધાવેલું, જેની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક સ્વયં સોમસુંદરસૂરિએ કરેલી. ગોઈઆ સાઈ (ગોવિંદ શ્રેષ્ઠીએ) પણ એ કાળમાં અહીં જીરાઉલાવતાર પાર્શ્વનાથનું મંદિર કરાવેલું. તે સિવાય સં. ૧૫૧૧(ઈ. સ. ૧૪૫૧)થી થોડું પૂર્વે, ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના ઉપદેશથી નરપાલ સંઘવી અહીં મહાવીરસ્વામીનું (પછીથી “ખરતરવસહી'નામથી ઓળખાતું) બાવન જિનાલયયુકત મંદિર બંધાવેલું. તે પછી ખંભાતના અગાઉ નિર્દેશિત વ્યવહારી શાણરાજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90