Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 14
________________ ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો પ્રબંધ સંગ્રહમાં એમના વિષે થોડીક વાસ્તવિક વાત મળે છે, અને તેમાં કહ્યું છે કે સજ્જને કામ શરૂ કર્યું તેનાથી ૧૩૫ વર્ષ પૂર્વે માલવાવાસી યાકુડી અમાત્યે નેમિનાથનું મંદિર બંધાવવું શરૂ કરેલું, પણ (કામ પૂર્ણ થાય તે પૂર્વે) તેઓ દિવંગત થયેલા, સજ્જન દંડનાયકે પ્રસ્તુત મંદિર સં. ૧૧૮પ(ઈ. સ. ૧૧૨૯)માં કરાવ્યાનું પ્રમાણ હોઈ, તેમાં ત્રણ વર્ષ લાગ્યાં હોઈ, એ ગણતરીએ યાકુડી અમાત્યે લગભગ ઈ. સ૰ ૯૯૧ માં નેમિનાથનું પૂર્વકાલીન મંદિર વિદ્યમાન હશે, તેનો ઉદ્ઘાર શરૂ કરાવ્યો હશે. રાજશેખરસૂરિ પોતાના ‘‘હેમચંદ્રસૂરિપ્રબંધ’’માં, આચાર્યપ્રવરની પૂર્ણતલગચ્છની ગુર્વાવલીમાં આવતા સૂરીશ્વરના પાંચમા વિદ્યાપૂર્વજ આચાર્ય યશોભદ્રસૂરિએ ગિરનાર પર નેમિજિન સંમુખ અનશન કર્યાનું નોંધે છે, અને સામાન્ય સમજ મુજબ, આ ઘટના લગભગ ઈસ્વીસનના દશમા શતકના અંતે કે ૧૧માના પ્રારંભમાં બની હોય; પણ રાજશેખર છેક સં ૧૪૦૫ (ઈ. સ૰ ૧૩૪૯) જેટલા પાછલા કાળમાં લખતા હોઈ, તેનો સ્વીકાર કરતાં પહેલાં વિશેષ વિચાર કરવો ઘટે. સ્વયં હેમચંદ્ર પોતાના ત્રિષષ્ટિશલાકા-પુરુષચરિત્રમાં આપેલ પોતાના ગચ્છની ગુર્વાવલીમાં આ ઘટના વિષે કહેવા છતાં ત્યાં નેમિનાથના ભવનની ઉપસ્થિતિ સંબંધમાં એકદમ સ્પષ્ટ જણાવતા નથી. તેમના સમકાલિક સોમપ્રભાચાર્ય પણ સં ૧૨૪૧(ઈ સ ૧૧૮૫)માં રચેલ જિનધર્મપ્રતિબોધમાં પૂર્ણતલ્લગચ્છની ગુર્વાવલી દેતાં તેમાં યશોભદ્રસૂરિએ ઉજ્જયન્તતીર્થ પર અનશન કર્યાનું જ નોંધે છે. પણ નડુલાઈના સં. ૧૨૧૪(ઈ. સ. ૧૧૫૮)ના લેખમાં ત્યાંના ડુંગર પરના યાદવ નેમિનાથના મંદિરને ‘‘ઉજ્જયન્તતીર્થં’’ કહ્યું છે. આથી મધ્યકાળમાં ‘‘ઉજ્જયન્ત તીર્થં’' થી જૈનોમાં ઉજ્જયન્ત ગિરિસ્થ નેમિનાથનું મંદિર વિવક્ષિત હતું તેવું સ્પષ્ટ છે; એટલે યશોભદ્રસૂરિએ ઉજ્જયન્તતીર્થમાં અનશન કર્યું ત્યારે ત્યાં તીર્થનાયક ભગવાન નેમિનાથનું મંદિર હશે તેમ કલ્પી શકાય. આ કાળના અરસાની એક વાત દિગમ્બરાચાર્ય હેમસૂરિએ સં ૧૨૫+ ના રાજા ભીમદેવ દ્વિતીયના સમયમાં પ્રભાસપાટણના ચન્દ્રપ્રભ જિનાલયના જીર્ણોદ્વારના શિલાલેખમાં નોંધી છે. તદનુસાર, તેમનાથી પાંચમી પેઢી પૂર્વે થયેલા કીર્તિસૂરિ ચિત્રકૂટથી નીકળી અણહિલવાડપાટણ ગયેલા અને મહારાજ મૂળરાજદેવે તેમને માન આપેલું. તેઓ નેમિજિનેશ્વરતીર્થ(ગિરનાર)ની યાત્રાર્થે નીકળેલા તેવો ઉલ્લેખ છે, જે હકીકત દશમા શતકના અંત ભાગે ગિરનાર પર નેમિભવન હોવાનું પ્રમાણ આપી રહે છે. આ પછી સં. ૧૯૬(ઈ. સ. ૧૦૪૦)માં ઉજ્જયન્તગિરિ પર તીર્થાધિપ સંમુખ વાદિવેતાલ શાંતિસૂરિએ ‘“પ્રાયોપવેશન’’ (અનશન) કર્યાની નોંધ પ્રભાવકચરિતમાં મળે છે, જે તથ્યપૂર્ણ હોઈ શકે છે, અને તેને લક્ષમાં લેતાં નૈમિજિનનું મંદિર ગિરવર પર ઈસ્વીસનના ૧૧મા શતકના પૂર્વાર્ધમાં મોજૂદ હોવાનો સંભવ સ્વીકારી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90