Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 11
________________ પ્રમાણ હવે જોઈએ સં. ૧૩૯૩(ઈ. સ. ૧૩૩૭)માં કક્કસૂરિએ રચેલ ‘‘ઉપકેશગચ્છ પ્રબંધ’’માં, કૃષ્ણપિંગચ્છ જેમનાથી નીકળ્યો છે તે “કૃષ્ણમુનિ'' ગિરનાર પર જઈ નેમિજિનને નમ્યાનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણર્ષિ ઈસ્વીસનના નવમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા : પણ એમને લગતી આ નોંધ છેક ૧૪મા શતકમાં લેવાયેલી હોઈ, એને કેટલે અંશે ભરોસાપાત્ર માની શકાય તે પણ જોવું જોઈએ. જોકે કકકસૂરિ પોતાનો પ્રબંધ પૂર્વની ગ્રંથપુસ્તકાદિ નોંધોને આધારે લખ્યાનું જણાવતા હોઈ, આજે આપણને અનુપલબ્ધ એવી કોઈ વૃદ્ધશ્રુતિને જાળવતું સાધન એમની પાસે હોવાનો સંભવ છે, અને જો એ વાત સાચી હોય તો નેમિજિનના મંદિરને લગતું આ મહત્ત્વનું પ્રમાણ ગણાય. ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો આ પછી આવે છે પાદલિપ્તસૂરિએ કરેલ ગિરનારની યાત્રાની વાત, ભદ્રેશ્વરસૂરિની દશમા શતકમાં રચાયેલી મનાતી કહાવલિમાં પાદલિપ્તસૂરિનું અત્યારે ઉપલબ્ધ સૌથી જૂનું અને વિસ્તીર્ણ ચરિત્ર ચિત્રણ મળે છે. પછીથી પ્રભાવકચરિતથી લઈ કેટલાયે પ્રબંધોમાં સૂરીશ્વરનું અનુશ્રુતિઓ અનુસારનું કથાનક આવે છે; પણ પાદલિપ્તસૂરિ ત્રણ થઈ ગયા છે : એક તો પ્રતિષ્ઠાનપુરના રાજેન્દ્ર ‘‘સાતવાહન હાલ’' અને પાટલિપુત્રના ‘“મુદંડ’’ કે મુફંડ’” રાજાઓના સમકાલિક તથા પ્રાચીન પ્રાકૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ (પણ આજે તો વિલુપ્ત થયેલ) તરંગવઈકહાના તથા જ્યોતિષકરણ્ડક ગ્રન્થના કર્તા : તેઓ આર્યનાગહસ્તિના શિષ્ય હતા અને ઈસ્વીસનના બીજા-ત્રીજા સૈકામાં થઈ ગયેલા, અને કહાવિલ અનુસાર તેઓ પ્રતિષ્ઠાનમાં સ્વર્ગવાસી થયેલા, બીજા પાદલિપ્તસૂરિ તે પ્રાકૃત મહાવીરસ્તવના મૈત્રકકાલીન કર્તા તથા ત્રીજા તે નિર્વાણકલિકાના કર્તા, જે વિદ્યાધરગચ્છના સંગમસિંહમુનિના શિષ્ય મંડનગણિના શિષ્ય હતા. શૈલી અને વસ્તુ–પરીક્ષણ પરથી નિર્વાણકલિકા ગ્રંથ દશમા શતકથી વધારે પ્રાચીન લાગતો નથી. પણ ભદ્રેશ્વરસૂરિ સહિત તમામ ચરિત્રકારો-પ્રબંધકારોએ નામ-સામ્યને કારણે આ ત્રણે સૂરિઓનાં જીવનચરિત્રો ભેળવી ગૂંચવી દીધાં છે. જે પાદલિપ્તસૂરિને રસસિદ્ધ નાગાર્જુનના સમકાલિક માન્યા છે, અને જેઓ ‘‘માનખેડ’ (‘‘મળખેડ'' =સં ‘“માન્યખેટક'') ગયેલા અને પ્રબંધચંતામણિ આદિ પ્રબંધો અનુસાર ‘“કૃષ્ણભૂભુજ’'ને મળ્યા હતા તે તો આ ત્રીજા પાદલિપ્તસૂરિ હોવા જોઈએ, કેમકે માન્યખેટકની સ્થાપના તો રાષ્ટ્રકૂટરાજ અમોઘવર્ષે ઈસ્વીસનના નવમા શતકના પહેલા બીજા ચરણમાં કયારેક કરેલી, અને કૃષ્ણરાજ, જે રાષ્ટ્રકૂટ કૃષ્ણ તૃતીય હોઈ શકે, તેનો સમય છે ઈ સ ૯૧૪-૫૯. આથી ભદ્રેશ્વરસૂરિ (તેમ જ અમુક વિગત માટે સોમપ્રભાચાર્ય) જે પાદલિપ્તસૂરિને ઢાંક, શત્રુંજય, ગિરિનગર, મથુરા, અને મળખેડ ગયાનું કહે છે, અને જે પાદલિપ્તસૂરિ શત્રુંજય અને ઉજ્જયન્તદેવને નમ્યાનું કહે છે, તેમ જ (પ્રભાચંદ્રાચાર્ય અનુસાર) શત્રુંજય પર જેમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90