Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 9
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો પશ્ચાત), અને શિવરાજ સંઘવીના સંઘ સાથેના અજ્ઞાત કર્તાની મળી અન્ય અદાવધિ અપ્રકાશિત પાંચ ગિરનાર ચૈત્યપરિપાટીઓ મુખ્ય છે. આ સિવાય ઈસ્વીસનના ૧૪મા શતકના પ્રથમ ચરણમાં (મોટે ભાગે ઈસ. ૧૩૧૫-૧૩૨૦ વચ્ચે) રચાયેલી અને હાલમાં જ પ્રાપ્ત થયેલી વિજયચંદ્રસૂરિના રેવતાચલચૈત્યપરિપાટી”માં, તેમ જ મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરમ્પરામાં થયેલા જ્ઞાનચન્દ્રના સંસ્કૃત ભાષા નિબદ્ધ “શ્રી ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન''માં, અને પ્રસ્તુત શતકના ત્રીજા ચરણમાં રચાયેલા, ખરતરગચ્છીય વિનયપ્રભોપાધ્યાયની તીર્થવંદના”માં પણ ગિરનાર તીર્થ સંબંધમાં ઉપયોગી ઉલ્લેખો મળે છે. આ બધા સ્રોતોના નિરીક્ષણ-પરીક્ષણથી ગિરનાર તીર્થમાં ૧૨માથી ૧૫મા શતકમાં નિર્માણ થયેલા તમામ જિનભવનો અંગે આવશ્યક તેમ જ આધારભૂત માહિતી મળે છે. ગિરનાર તીર્થ સંબંધી રચાયેલા આ વિપુલ સાહિત્ય, અને ત્યાંથી પ્રાપ્ત અભિલેખો તેમ જ સાંપ્રતકાળે ગિરિ પર વિદ્યમાન જિનમંદિરોના કલા તેમ જ સ્થાપત્યના નિરીક્ષણ-પરીક્ષણને આધારે અહીં તીર્થનો ઇતિહાસ તેમ જ જિનભવનોનો પરિચય આપીશું. સૌ પ્રથમ તો તીર્થના, અને તીર્થ સાથે સંલગ્ન જિનભવનોના ઈતિહાસ વિષે ઊડતી નજર કરી લઈશું. મંત્રીશ્વર વસ્તુપાળના સમય પહેલાં, એટલે કે ઈ. સ. ૧૨૩૨ પૂર્વે, અહીં બે જ જૈન મંદિરો હતાં તે વિષે આગળ કહી ગયા છીએ, અને આ નેમિનાથ-અમ્બિકાનાં પુરાણપ્રતિષ્ઠિત મંદિરો થકી જ ઉજ્જયન્તગિરિનો મધ્યકાળે ખૂબ જ મહિમા હતો. એથી અહીં પ્રારંભે આ બે મંદિરોના ઈતિહાસ વિષે જેવું જરૂરી બની રહે છે. આગામોમાં તો ઉજ્જયંતગિરિ પર અરિષ્ટનેમિનું ભવન રચાયું હોવાના ઉલ્લેખો નથી મળતા, અને ખૂબ જ પાછલા કાળે પ્રચારમાં આવેલી વાતો ગિરિવર પર મૌર્યરાજ સંપ્રતિએ (ઈસ્વીસન પૂર્વે ત્રીજા શતકના અંતિમ ભાગ સમીપ) નેમીશ્વરદેવનું ભવન બંધાવ્યું હોવાનું કહે છે, પણ તેને પ્રાચીન-મધ્યકાલીન એક પણ લેખકનું સમર્થન પ્રાપ્ત નથી. પણ આવશ્યક નિર્યુક્તિ ની જૈન તીર્થોની સૂચિમાં “ઉજજયન્ત'નો સમાવેશ હોઈ, ઈસ્વીસનના છઠ્ઠા શતકમાં, અને તેથી કેટલુંક પૂર્વે. તેનું જૈન દષ્ટિએ તીર્થ-રૂપે મહત્ત્વ સ્થપાઈ ચૂકયું હોવું જોઈએ. જોકે પહાડ પર તે કાળે પણ નેમીશ્વરનું મંદિર હશે કે કેમ તે એકદમ નિશ્ચયપૂર્વક તો કહેવા માટે કોઈ પ્રાચીન પૂરક સાધન નથી. પણ “નિયુકિતના આધારે જિન સંબદ્ધ કોઈક સ્થાન હોવાનો પ્રાથમિક તર્ક થઈ શકે ખરો. આ પછી સાતમા શતકમાં, ઈ. સ. ૬૪૧-૪૨ ના અરસામાં, જગતુખ્યાત ચીની બૌદ્ધ ભિક્ષ-યાત્રી યુએન-વાંગ ઉજજયન્ત પર (પહાડમાં કોરેલા) બૌદ્ધ સંઘારામો હોવાનું નોંધે છે, જે ઉપરથી સાતમા શતકમાં આ તીર્થ કદાચ બૌદ્ધોને અધીન હોય તેવું માની શકાય. ધર્મઘોષસૂરિના ગિરનારકલ્પ (આ૦ ઈ. સ. ૧૨૬૪) માં, યાત્રાર્થે આવેલા જૈન સંઘને નેમિનાથને વાંદવામાં બૌદ્ધોએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90