Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 10
________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો અવરોધ કરતાં, વિદ્યાચારણ જૈન મુનિ જયચન્દ્રને સંઘે તેડાવ્યા, અને તેમણે તારાદેવીને જીતી, બૌદ્ધોને હણી, સંઘને નેમિનિને વંદન કરાવ્યાનો ઉલ્લેખ છે. ઈસ્વીસનના ૧૩મા શતકના ઉત્તરાર્ધમાં પ્રચલિત આ કિંવદંતી માટે કોઈ જૂનો આધાર હોય તો પણ આ ઘટના કયારે બની તે વિષે, તેમ જ જયચન્દ્રમુનિ કયારે થઈ ગયા, કયા કુલ-આમ્નાયના હતા, તે બાબતમાં જ્ઞાત સાહિત્યમાંથી તો કોઈ જ માહિતી પ્રાપ્ત નથી થતી. આ પછી જોઈએ તો, તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિના વિદ્વાન્ શિષ્ય મુનિસુંદરસૂરિની સં ૧૪૬૬ (ઈ. સ. ૧૪૧૦)માં રચાયેલી ગુર્નાવલીમાં આચાર્ય હરિભદ્રસૂરિ (ઈસ્વીસનના ૮મા શતકનો પૂર્વાર્ધ)ના મિત્ર ગણાયેલા માનદેવસૂરિએ સૂરિમંત્ર વિસ્મૃત થવાથી ઉજ્જયન્ત પર જઈ, અમ્બિકાની આરાધના કરી, તે પાછો મેળવ્યાની અનુશ્રુતિ નોંધાયેલી છે; પણ બહુ જ પાછલા કાળે નોંધાયેલી આ વાત પર, પૂર્વસૂરિઓના કથનના અભાવમાં, કેટલા પ્રમાણમાં વિશ્વાસ રાખી શકાય તે વિચારવા જેવી વાત છે. આ અનુશ્રુતિની મુખ્ય વાતમાં કંઈ તથ્ય હોય તો અમ્બિકાનું ભવન ત્યાં આઠમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવું જોઈએ. (અંચલગચ્છની પશ્ચાત્કાલીન વહીઓ અનુસાર ભિન્નમાલના રાજા જયંત પછી ગાદીએ આવેલ તેનો ભાણેજ ભાણ જૈન થયો હતો અને તેણે સં૭૭૫(ઈ. સ. ૭૧૯)માં શત્રુંજય અને ગિરનારનો સંઘ કાઢ્યો હતો : પરંતુ આ વાત વિશ્વસનીય જણાતી નથી.) પણ એકદમ નકકર પ્રમાણ તો પુન્નાટસંઘના દિગંબરાચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (રચના શ૦ સં ૭૦૫/ઈસ. ૭૮૩)માં “ઉજજયન્તાલયમાં સ્થિત, સંઘના વિનને મંગલ કરનારી સિંહવાહના દેવી” ના ઉલ્લેખમાંથી પ્રાપ્ત થાય છે. ગિરિશિખર પર અમ્બિકાનું મંદિર હોવાનું ઉપર્યુકત ઉલ્લેખથી નિર્વિવાદ સિદ્ધ થાય છે. અમ્બિકા અરિષ્ટનેમિ દેવની શાસનદેવી હોઈ, તેમનું પણ ભવન ત્યાં વિદ્યમાન હોવાનું પરોક્ષ સૂચન આમાંથી મળે છે. ઉપરના સંદર્ભ પછી, એકાદ પેઢી બાદ, આમરાય (પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીય) સાથે યાત્રાળે બપ્પભટ્ટસૂરિ આવ્યા ત્યારે તે જ સમયે ત્યાં આવેલા દિગંબર સંઘ સાથે ગિરિવર ઉપર પહેલું કોણ ચડે અને એ તીર્થ કોનું છે, તે સંબંધમાં વિવાદ થયાનું અને અંતે તીર્થ શ્વેતાંબરનું ઠર્યાનું (ચમત્કારપૂર્ણ) વિવરણ મળે છે. બપ્પભટ્ટસૂરિવાળી વાત તો છેક ઈ. સ. ૧૨૭ માં સંકલિત થયેલ પ્રભાવકચરિતમાં, અને પછીના કાળના પ્રબંધોમાં આપેલી છે; પરન્તુ તે બધાને કેટલે અંશે પ્રમાણભૂત માની શકાય તે પણ વિચારવું જોઈએ. પ્રભાવકચરિતનું એક સ્રોત, પ્રભાચંદ્રાચાર્યની લગભગ અઢીસોએક વર્ષ પૂર્વે થયેલ મનાતા ભદ્રેશ્વરસૂરિની પ્રાકૃતભાષા-નિબદ્ધ કહાવલિ હતી, પણ તેની એક માત્ર ઉપલબ્ધ પ્રતનો છેલ્લો હિસ્સો અપ્રાપ્ય હોઈ, તેમાં સમાવિષ્ટ હશે તે “બપ્પભટ્ટસૂરિચરિત” આજે ઉપલબ્ધ નથી, નહીં તો પ્રભાવક ચરિતની વાતની વિશેષ ચકાસણી થઈ શકત. કાલક્રમમાં આવતું આ પછીનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90