Book Title: Mahatirth Ujjayantgiri Girnar Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 8
________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો પ્રસ્તુત સાહિત્ય ઉપરાંત સોમપ્રભાચાર્યના જિનધર્મ-પ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં, ચતુરશીતિ પ્રબન્ધ (ઈસ્વીસનના ૧૪મા શતકનો પૂર્વાર્ધ), કુમારપાલ પ્રબોધ પ્રબંધ (ઈસ્વીસનના ૧૪મા શતકનો મધ્ય ભાગ), અને રુદ્રપલ્લીયગચ્છના સોગતિલકસૂરિના કુમારપાલદેવચરિત (ઈસ્વીસનના ૧૪મા શતકનો ઉત્તરાર્ધ)માં ગિરનારની પાજ સંબંધમાં વિવરણ મળે છે. જ્યારે રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત્ર (સં. ૧૩૪૩ | ઈસ. ૧૨૮૭), નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધ ચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈસ. ૧૩૦૫), પુરાતનપ્રબંધ સંગ્રહ (સંકલન કાળ ૧૫મી શતી), તપાગચ્છીય જિનમંડનગણિરચિત કુમારપાલ પ્રબંધ (સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬) તેમ જ તપાગચ્છના અન્ય એક મુનિ સોમધર્મકૃત ઉપદેશસપ્તતિ (સં. ૧૫૦૩ | ઈ. સ. ૧૪૪૭), અને રત્નમંડનગણિના ઉપદેશતરંગિણી (આ. સં. ૧૫૧૭ | આ૦ ઈ. સ. ૧૪૬૧) સરખા ગ્રંથોમાં અને તે પછીના યુગના સાહિત્યમાં ગિરનારસ્થ નેમિજિનના ભવનના, સિદ્ધરાજ નિયુક્ત સોરઠના દંડનાયક સજજન દ્વારા થયેલ પુનરુદ્ધારની અનુશ્રુતિ વધતા-ઓછા વિવરણ સાથે, અને કયાંક કયાંક નાની-મોટી વિગતોમાં થોડા થોડા ફેરફાર સહિત, આપવામાં આવી છે. આ સિવાય મંત્રીશ્વર વસ્તુપાલના ગિરનાર પરની શિલાપ્રશસ્તિઓ સમેતના અભિલેખો, તેમ જ તેમના સમકાલિકોમાં રાજપુરોહિત સોમેશ્વર કૃત કીર્તિકૌમુદી, હર્ષપુરીયગચ્છના આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિની “વસ્તુપાલ પ્રશસ્તિ', કવિ અરિસિંહ કૃત સુકૃતસંકીર્તન, નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ કૃત ધર્માલ્યુદયમહાકાવ્ય અને સુકૃતકીર્તિકલ્લોલિની, તેમ જ પશ્ચાત્કાલીન લેખકોમાં હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિ વિરચિત પ્રબંધકોશ (સં. ૧૪૦૩ | ઈસ. ૧૩૪૭) અંતર્ગત “વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ”, અને જિનહર્ષગણિના વસ્તુપાલચરિત (સં. ૧૪૯૭ / ઈસ. ૧૪૪૧) આદિ કાવ્ય-ગ્રંથાદિ પ્રશસ્તિ-પ્રબંધાદિ કૃતિઓમાં મંત્રી ગિરનાર પર કરાવેલ જિનમંદિરાદિ વિષે, અને ગિરિ પરનાં પૂર્વનાં ત્રણ તીર્થસ્થાનો વિષે વિશ્વસ્ત માહિતી પ્રાપ્ત થાય છે. તદતિરિત ત્યાં ૧૫મા શતકમાં બંધાયેલાં કેટલાંક મંદિરો વિષે તપાગચ્છીય પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્ય કાવ્ય(સં૧૫૨૪ / ઈ. સ. ૧૫૬૮)માંથી પણ થોડીક માહિતી સાંપડે છે. અને છેલ્લે ગિરિનારતીર્થની યાત્રા કર્યા પશ્ચાત્ મુનિવરો-યાત્રીઓ દ્વારા રચાયેલા ૧૫મા શતકની તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ આદિમાં પણ આ તીર્થ વિષે કેટલાંક બહુ જ ઉપયોગી વિગતો, વર્ણનો મળે છે : એમાં વિશેષ બૃહતપાગચ્છીય જયતિલકસૂરિની “ગિરનાર ચૈત્યપરિપાટી” (૧૫મા શતકનો પ્રારંભ), તપાગચ્છીય હેમહંસગણિની “ગિરનાર ચૈત્યપરિપાટી” (આ સં. ૧૫૧૫ / આ૦ ઈ. સ૧૪૫૯), કીર્તિરત્નસૂરિની સંસ્કૃત “ગિરનાર ચૈત્યપરિપાટી” (આ૦ ઈ. સ. ૧૪૫૯), બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત “ગિરનાર તીર્થમાળા (સં. ૧૫૦૯ કે ૧૫૨૩ / ઈ. સ. ૧૪૫૯ કે ૧૪૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90