Book Title: Mahatirth Ujjayantgiri Girnar Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 4
________________ પુરોભૂમિકા જૈન તીર્થોની પથદર્શિકાઓની શ્રેણીમાં “શત્રુંજય”, “મીરપુર”, “આરાસણ”, અને “રાણકપુર' પછી હવે મહાતીર્થ “ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો” પ્રગટ થાય છે. ઉજજયન્તગિરિનાં મંદિરો અનુલક્ષે લખાયેલાં મધ્યકાલીન કલ્પો, રાસો, સ્તોત્રો, સ્તવનો, ચૈત્યપરિપાટીઓ, અને પ્રબંધો ઉપરાંત અભિલેખો તેમ જ વિદ્યમાન શિલ્પ-સ્થાપત્યના નિરીક્ષણ-પરીક્ષણના આધારે સાંપ્રત પુસ્તિકા, આગળની પથદર્શિકાઓની જેમ, પ્રા. મધુસૂદન ઢાંકીએ તૈયાર કરી આપી છે. ગિરિવર પરનાં મંદિરોના ઈતિહાસ-નિર્માતાઓ, નિર્માણ-મિતિઓ, અને પછીથી થયેલા ફેરફારો – ઈત્યાદિ વિષે, અને ત્યાંની સમસ્યાઓના શકય ઉકેલો સહિત રજૂ થતું રસદર્શન સમેતનું આ સચિત્ર અવલોકન યાત્રીઓ અને પ્રવાસીઓ અતિરિકત કેટલેક અંશે વિદ્વજ્જનોને પણ ઉપયોગી થશે એવી આશા છે. આમાં અપાયેલ તમામ ચિત્રો વારાણસી સ્થિત “અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ” ના સહયોગ અને સૌજન્યથી પ્રગટ થાય છે. અમદાવાદ, વિ. સં. ૨૦૫૩ શેઠ આણંદજી કલ્યાણજી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90