________________
વિવિધ વિષયોમાં જૈન લેખકોનું પ્રદાન
ભારતીય વાડ્મયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે.
આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય...
જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસ ભાગ ૧, ૨, ૩ અને ૪ દ્વારા આપણે આગમ ઇત્યાદિ સાહિત્યનો પરિચય કર્યો. આ ભાગ પાંચમામાં આપણે જૈનોએ લાક્ષણિક સાહિત્યમાં કરેલ પ્રદાનનો પરિચય મેળવીશું.
-
લાક્ષણિક અર્થાત્ શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક વિષયો જેવા કે વ્યાકરણ, કોશ, અલંકાર, છંદ ઇત્યાદિ સાહિત્ય શાસ્ત્રના ગ્રંથો, સંગીત, નાટક, કલા ઇત્યાદિ લલિતકળાના વિષયો, ગણિત, જ્યોતિષ, શુકન વિદ્યા, નિમિત્ત સ્વપ્નશાસ્ત્ર, સમુદ્રશાસ્ત્ર ઇત્યાદિ જ્યોતિષના વિષયો ઉપરાંત આર્યુવેદ, અર્થશાસ્ત્ર, નિતીશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, રત્નશાસ્ર ઇત્યાદિ અનેક વિષયોના જૈન લેખકોએ લખેલા ગ્રંથોનો અહીં પરિચય આપવામાં આવ્યો છે.
પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ની પાવન પ્રેરણાથી જૈન સાહિત્યના ઈતિહાસના સાત ભાગ ઉપરાંત પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન મળી નવ ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર કરવાનું નક્કી થયેલું તે પ્રમાણે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે.
બંને પૂયશ્રીઓની હયાતી દરમ્યાન ભાગ ૧, ૨, ૪, ૬ તથા પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન પ્રકાશિત થઈ ચૂક્યા હતા. આ દરમ્યાન બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org