________________
સહયોગ દાતા
વાસુપૂજ્ય સ્વામી દેરાસર ટ્રસ્ટ,
સરખેજ, જિ. અમદાવાદ
સ્વસ્તિ શ્રી શાસનપ્રભાવકાચાર્ય શ્રી વિજય હીરસૂરિશ્વરજી મહારાજ તથા સેંકડો વર્ષોમાં રાજનગર, અમદાવાદથી નીકળેલા શ્રી સિદ્ધગિરિરાજના અનેક છરી પાળતા યાત્રા સંઘોના ચરણરજથી પવિત્ર બનેલા શ્રી સરખેજના શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંતના પ્રાચીન પ્રાસાદનો શિલ્પશાસ્ત્રાનુસાર જરૂરી જિર્ણોદ્ધાર કરાવી તેમાં આગળના ભાગમાં શ્રી ચઉમુખજીનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. મુખ્ય પ્રાસાદમાં મૂળનાયક શ્રી વાસુપૂજય ભગવતાદિ પાંચ પ્રાચીન જિન બિઓની પુનઃ પ્રતિષ્ઠા, તેમજ શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી, શ્રી મહાવીર સ્વામીજી આદિ દ જિન બિખ્ખોની તથા ચઉમુખજીના પ્રાસાદમાં શ્રી કુંથુનાથજી ભગવંતના ચાર જિન બિખોની સાબરમતીમાં વિ.સં. ૨૦૩૨ના માગસર સુદ ૩ના અંજનશલાકા કરાવી સરખેજ લાવવામાં આવેલ છે અને તે પ્રાચીન અર્વાચીન કુલ ૧૫ જિન બિખ્ખોની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૩૨ વીર સં. ૨૦૫ર, નેમિ સં. ૨૭ વર્ષના માગસર સુદ ૬ સોમવારના શુભ મુહૂર્ત ૧૦ દિવસના મહોત્સવપૂર્વક પરમ પૂજય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પ.પૂ.આ.ભ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ. પૂ. ધર્મરાજ આ.મ.શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ તેમ આજ્ઞાથી તેઓશ્રીના પટ્ટધર પ.પૂ.આ.ભ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વર મહારાજના વરદ હસ્તે કરાવવામાં આવી છે.
આ પ્રાસાદના જિર્ણોદ્ધાર માટે પ.પૂ.આ.મ.શ્રી વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી આર્થિક સહયોગ મળેલ છે.
સરખેજ તીર્થ અમદાવાદથી તદન નજીક હોવાથી એક અનોખા જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org