________________
(૮)
તીર્થ તરીકે ઉપસી આવેલ છે. અહિંયા શ્રી પદ્માવતી માતાજી તથા ચક્રેશ્વરી માતાજી બિરાજમાન છે. રવિવાર, બેસતો મહિનો તથા પુનમ ભરવા સેંકડો યાત્રાળુ આવે છે. તદ્ઉપરાંત કારતક સુદ ૧૫ તથા ચૈત્ર સુદ ૧૫ ના રોજ શ્રી શેત્રુંજયતીર્થ પટ્ટ બાંધવામાં આવે છે આ દિવસે યાત્રાળુ ખૂબ જ હોય છે આ તીર્થ સાધુ-સાધ્વીજીના વિહારનું મુખ્યધામ છે.
આ તીર્થ આઠ માસ દરમ્યાન સાધુ-સાધ્વીજીની ચરણરજથી પવિત્ર બનેલ તીર્થ છે. અહિંયા સાધુ સાધ્વીજીની વૈયાવચ્ચનું સુંદર આયોજન છે. અહિંયા રાજનગરથી આવતા નાના-મોટા સંઘોને ઉતારા માટે સુંદર આયોજન છે. ધર્મશાળા, ભાતાખાતાની ઉત્તમ વ્યવસ્થા છે. અહિંયા આવનાર દરેક યાત્રાળુને ભાતુ કાયમ(૩૬૫ દિવસ) આપવામાં આવે છે.
પ. પૂ. આ. ભગવંત શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી તથા પ. પૂ. આ. ભગવંત શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી જૈન સાહિત્યના ઈતિહાસ ભાગ - પના પ્રકાશન માટે આ સંસ્થાએ આર્થિક સહયોગ આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org