Book Title: Kshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Author(s): Rasesh Jamindar
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 17
________________ ક્ષત્રપકાલીન ગુજરાત ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપકાલ, મૈત્રકકાલ અને સોલંકીકાલ નામના ત્રણ લાંબા ઉજ્જવલ કાલખંડોનો સમાવેશ થાય છે. વાઘેલા-સોલંકી રાજવંશોના શાસનકાલનો અંત આવતાં અને દિલ્હીના સુલતાનોની ગુજરાત ઉપર સ્વતંત્ર સત્તા સ્થપાતાં ગુજરાતના ઇતિહાસનો એક સમૃદ્ધ કાલખંડ પૂરો થાય છે. આ રીતે ગુજરાતના ઇતિહાસનો સમૃદ્ધ અને સપ્રમાણ દીર્ઘકાલ લગભગ ઈસ્વી પૂર્વ ૩૦૦થી ઈસ્વી ૧૩૦૦ સુધીનો સોળ શતકોનો વિસ્તાર ધરાવે છે; જેમાં સ્વતંત્ર રાજકીય એકમ સંપાદિત ત્રણ. સ્વતંત્ર ગુર્જરરાજ્ય એકબીજાની વાંસોવાંસ શાસન કરતાં જોવાં પ્રાપ્ત થાય છે. ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપકાલનું મહત્ત્વ આપણે અવલોક્યું તેમ ગુજરાતના ઇતિહાસનો પ્રાકૃઇસ્લામી-કાલ અતિ દીર્ઘ અને સમૃદ્ધ છે. આશરે સોળ સો વર્ષ લાંબા આ કાલખંડમાં લગભગ ત્રણસો ત્રણસો વર્ષનાં ત્રણ દીર્ઘશાસિત રાજ્યોનાં ઇતિહાસ અને સંસ્કૃતિ આપણને સંપ્રાપ્ત થાય છે : (૧) ક્ષત્રપકાલ – લગભગ ઈસ્વી ૧૮થી ૪૧૫; (૨) મૈત્રકકાલ - ઈસ્વી ૪૭૦થી ૭૮૯; અને (૩) સોલંકીકાલ - ઈસ્વી ૯૪૨થી ૧૩૦૪. આ ત્રણેય દીર્ઘકાલીન શાસનકાળમાંથી છેલ્લા રાજવંશ સોલંકીકાલનું દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં (૧૯૫૩) અને અશોકકુમાર મજુમદારે “ચૌલુકયાઝ ઑવ ગુજરાતમાં (૧૯૫૬) વીગતે અને તલસ્પર્શી આલેખન કર્યું છે. તેની પૂર્વેના સ્વતંત્ર સત્તાધીશ રાજય મૈત્રકકાલ વિશે પણ વ્યવસ્થિત અન્વેષણરૂપે હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીએ “મૈત્રકકાલીન ગુજરાત' ભાગ ૧ અને ૨માં (૧૯૫૫) અને કૃષ્ણાકુમારી વિરજીએ એન્શન્ટ હિસ્ટરી ઑવ સૌરાષ્ટ્ર બીઈંગ એ સ્ટડી ઑવ ધ મૈત્રકઝ ઑવ વલભીમાં (૧૯૫૫) વીગતપ્રચુર ઇતિહાસ આલેખ્યો છે. જ્યારે તે પૂર્વેના ગુજરાતના સ્વતંત્ર રાજ્ય “ક્ષત્રપકાલ” વિશે માત્ર છૂટાંછવાયાં નાનાં પ્રકરણો અને થોડાક લેખો (મુખ્યત્વે ક્ષત્રપોના સિક્કાઓ વિશે) સિવાય કોઈ વ્યવસ્થિત ગ્રંથ લખાયો નથી. પ્રસ્તુત ત્રણ દીર્ઘશાસિત રાજવંશોમાં પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા “ક્ષત્રપકાલ'નું સ્થાન આદ્ય તો છે જ પણ ઘણી બધી બાબતોમાં સર્વપ્રથમ છે. ગુજરાતનું અને સમગ્ર ભારતવર્ષનું આ સૌ પ્રથમ દીર્ઘશાસિત સ્વતંત્ર રાજ્ય હતું. આથી, ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસના આ સહુ પ્રથમ રાજકીય એકમ દરમ્યાનનાં ઇતિહાસ અને સંસ્કૃતિને સર્વગ્રાહી સાધન સામગ્રીથી અન્વેષિત કરવાનો અને એના સમૃદ્ધ કાલખંડને પ્રજા પ્રત્યક્ષ કરવાનો ઉપક્રમ અહીં છે. પાદનોંધ ૧. ૧લી મે, ૧૯૬૦થી ગુજરાત રાજય પાંચમી વખત સ્વતંત્ર રાજકીય એકમ તરીકે પુનઃ અસ્તિતત્વમાં આવ્યું તે ભૌગોલિક પ્રદેશ. ગુજરાત શબ્દના મૂળ વિશે વધુ વિગતો વાતે જુઓ દુ.કે.શાસ્ત્રીકૃત ઐતિહાસિક સંશોધન, પૃષ્ઠ ૨૮૦થી ૨૯૭. ૨. વિશેષ ચર્ચા સારુ જુઓ ગુરાસાંઈ, ગ્રંથ ૧, પ્રકરણ ૩, પૃષ્ઠ ૪૮થી. 3. रास और रासान्वयी कविता -आबूरास, कडी ११. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 464