________________
કર્મગ્રંથ-૪ તેના કારણે કર્મનો કર્તા, કર્મનો જે ભોકતા છે, અને સંસારમાં પરિભ્રમણ કરે છે, તથા કર્મથી રહિત થઈને સિધ્ધિગતિ પામે છે તે જીવ કહેવાય છે, સંસારી જીવોની અપેક્ષાએ જીવના ચૌદ ભેદ થાય છે.
૨. માર્ગણા – અનાદિ કાળથી ભટકતો એવો જીવ જ્યાં જ્યાં જે જે ગતિને વિષે જે જે જાતિને વિષે અને જે જે કાયને વિષે સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળ સુધી સુખની શોધ માટે પરિભ્રમણ કરી રહેલો છે તેમજ સુખને વિષે ઝંખના કરતો, દુઃખને વિશેષ પ્રાપ્ત કરતો પરિભ્રમણ કરે છે તે માર્ગણા કહેવાય છે. માર્ગણા એટલે શોધવું. તે શોધવા માટેના સ્થાનો તેનું નામ માર્ગણાસ્થાન. આ માર્ગણાના મૂળ ચૌદ ભેદ છે અને તેના ઉત્તરભેદ બાસઠ થાય છે તેનું વર્ણન આગળ કહેવાશે.
૩. ગુણસ્થાનક – આત્માના ગુણોનો ઉત્કર્ષ કરવો, વિકાસ કરવો અથવા ગુણો પ્રાપ્ત કરવા, તેમજ તે ગુણોનો વિકાસ કરતાં કરતાં કર્મના ઉદયથી અપકર્ષ કરવો, એટલે કે ગુણોનો હ્રાસ કરવો અથવા દબાવી દેવા તે અશુધ્ધિરૂપે ગણાતાં હોવાથી જ્યાં જ્યાં જે જે સ્થાનમાં જે રીતે આ પ્રક્રિયા બનતી હોય તે તે સ્થાનને ગુણસ્થાનક કહેવાય છે. તેના ચૌદ ભેદ હોય છે.
૪. ઉપયોગ - આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અથવા પદાર્થનો બોધ પ્રાપ્ત કરવા માટે જે વ્યાપાર થાય, સામાન્ય બોધ રૂપે કે વિશેષ બોધ રૂપે જે વ્યાપાર પેદા થાય તેને ઉપયોગ કહેવાય છે. આ ઉપયોગનાં બે ભેદ અથવા બાર ભેદ હોય છે.
૫. યોગ - વીર્યંતરાય કર્મને ક્ષયોપશમભાવથી તથા મન, વચન અને કાયાના યોગનો જે વ્યાપાર તેનું જે હલનચલન થવું તેના ત્રણ ભેદ તથા પંદર ભેદ થાય છે.
૬. લેશ્યા - જેના વડે આત્મા લેપાય તે વેશ્યા કહેવાય છે. કૃષ્ણ, નીલ, પીત વર્ણવાળાઆદિ પુદ્ગલોને આત્માની સાથે એટલે આત્મપ્રદેશોની સાથે સંબંધિત કરવા અર્થાત એકમેક કરવા તે વેશ્યા કહેવાય છે. આ વેશ્યા કેટલાક આચાર્યો કષાય હોય ત્યાં સુધી માને છે. વેશ્યાના પુદ્ગલો ઔદારિકાદિ ગ્રહણ યોગ્ય એટલે કે શરીરને ગ્રહણ યોગ્ય જે વર્ગણાના