________________
ર્મગ્રંથ - ૪ વિવેચન પડુશીતિ નામા કર્મગ્રંથ વિવેચન
શ્રી જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને આ કર્મગ્રંથને વિષે સંક્ષેપથી એટલે કે ટૂંકાણથી દસ દ્વારોને વિષે હું કાંઈક કહીશ. ?
દસ વારોનાં નામો આ પ્રમાણે જાણવા; ૧. જીવભેદ ૨. માર્ગણા ૩. ગુણસ્થાનક ૪. ઉપયોગ ૫. યોગ ૬. લેશ્યા ૭. બંધહેતુ ૮. અલ્પબદુત્વ ૯. ભાવ ૧૦. સંખ્યાતુ. આગળ પહેલા, બીજા અને ત્રીજા કર્મગ્રંથને વિષે પ્રકૃતિઓનું બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાને આશ્રયીને ચૌદ ગુણસ્થાનકમાં. તેમ જ બંધ પ્રવૃતિઓનું વર્ણન બાસઠ માર્ગણાને વિષે જે રીતે જણાવ્યું છે તે રીતે પ્રકૃતિઓને આશ્રયીને વર્ણન અત્રે કરવાનું નથી, પણ જ્ઞાનનો વિષય ક્ષમોપશમભાવ પેદા કરવાના હેતુથી, ત્યાં આગળ છઠ્ઠા કર્મગ્રંથને વિષે આ કર્મગ્રંથના પદાર્થો વિશેષરીતે ઉપયોગી થતા હોવાથી અત્રે જ્ઞાની ભગવંતોએ તેની સમજણ આપેલી છે. અત્રે જે દસ દ્વાર કહેલા છે તેને વિશેષ રીતે સમજવા માટે ચૌદ જીવભેદને વિષે, બાસઠ માર્ગણાને વિષે અને ચૌદ ગુણસ્થાનકને વિષે જુદા જુદા કારોનું નિરૂપણ કરવામાં આવેલું છે.
૧. જીવસ્થાનક - જીવે છે તે જીવ કહેવાય છે. પ્રાણોને ધારણ કરે છે તે જીવ કહેવાય છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગ રૂપે જે રહેલો છે, અને