Book Title: Karmagrantha Part 2 Karmastav Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust SuratPage 10
________________ -- ઉદયવતીનાં વિપાકોદય દ્વારા અને અનુદયવતીનાં પ્રદેશોદય દ્વારા ભોગવાઈને પૂર્ણ થઈ જાય છે. પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મ.ના જીવન વિષે, તથા તેઓએ રચેલા અને અન્ય મહાત્માઓએ કર્મવિષયક રચેલા ગ્રંથોની માહિતી પ્રથમ કર્મગ્રંથની પ્રસ્તાવનામાં આપેલ છે. ત્યાંથી જાણી લેવી. આ બીજા કર્મગ્રન્થનું અમે લખેલું ગુજરાતી વિવેચન પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.ની આજ્ઞાથી પૂજ્ય ગણિવર્ય મુનિરાજ શ્રી અભયશેખરવિજયજી મહારાજશ્રીએ સંપૂર્ણ કાળજી અને ઉપયોગપૂર્વક તપાસી આપેલ છે. જ્યાં જ્યાં યોગ્ય સુધારા-વધારા કરવા તેઓશ્રીની સૂચના મળી છે તે મુજબ સુધારા-વધારા અમે કર્યા છે. તેઓશ્રીનો અમારા ઉપર આ પુસ્તક તપાસી આપવા બદલ અસીમ ઉપકાર છે. જેને વારંવાર આ સમયે નતમસ્તકે સ્મૃતિગોચર કરીએ છીએ. તથા પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલભાઈએ પોતાના કર્મવિષયક વિશાલ અનુભવને અનુસારે પોતાપણું માનીને સુંદર પ્રુફ રીડીંગ કરી આપ્યું છે, તે બદલ તેઓશ્રીનો અમે આભાર માનીએ છીએ. તથા વ્યવસ્થિત ટાઈપસેટિંગ અને પ્રકાશન કરી આપવા બદલ ભરત ગ્રાફિક્સનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ. છદ્મસ્થતા, બીન ઉપયોગ દશા, તથા મતિમત્ત્વતા આદિના કારણે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાવિરૂદ્ધ જે કંઈ આ ગ્રંથમાં લખાઈ ચૂક્યું હોય તેની ત્રિવિધે ક્ષમા માગું છું અને તે ક્ષતિઓ તરફ અમારૂં ધ્યાન દોરવા વિદ્વર્ગને નમ્રભાવે વિનંતિ કરું છે. આજ સુધી અમારા વડે લખાયેલાં અને પ્રકાશિત થયેલાં પુસ્તકોની આછી રૂપરેખા સામે આપેલી છે. તે જોઈ જરૂરિયાત પ્રમાણે પુસ્તકો મંગાવી વાંચી વંચાવી સદુપયોગ કરવા વિનંતિ છે. ૧૧૪૪૩, માતૃછાયા બિલ્ડીંગ, બીજેમાળે, રામજીની પોળ, નાણાવટ, સુરત-૩૯૫૦૦૧ ( INDIA ) ટેલીફોન નં. (૨૬૧) ૪૧૦ ૬૬૧ Jain Education International -['ét. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 180