Book Title: Karmagrantha Part 2 Karmastav Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 9
________________ ' ઉપશમશ્રેણીમાં ત્રણ સંઘયણનો ઉદય કહ્યો છે અને આ શ્રેણીમાં મૃત્યુ પામે તો વૈમાનિક દેવલોકમાં જાય એમ પાઠ આવે છે. उवसमसम्मत्तद्धा, अंतो आउक्खया धुवं देवो । . जेण तिसु आउएसुं, बद्धेसु न सेढिमारुहइ ॥ १२ ॥ ઉદીરણા એ એક “કરણવિશેષ છે. આઠ પ્રકારનાં કિરણોમાંનું આ કરણ છે. અને કરણ એ મન-વચન-કાયા દ્વારા આત્મપ્રદેશના આન્દોલનાત્મક યોગસ્વરૂપ વીર્યવિશેષ છે. અયોગી ગુણઠાણે યોગાત્મક વીર્ય રૂપ કરણ સંભવતું નથી. માટે કર્મોનો ઉદય અને સત્તા હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. મિથ્યાત્વાદિ ચારે બંધહેતુઓ ન હોવાથી બંધ પણ ત્યાં હોતા નથી. તીર્થકર નામકર્મને રસોદય તેરમા-ચોદમાં ગુણઠાણે હોય છે. પરંતુ પ્રદેશોદય એટલે તીર્થકર નામકર્મના પ્રદેશો સૌભાગ્ય આદેય અને યશ નામકર્મમાં સંક્રમી તે રૂપે ઉદય થવાનું કામ પાછલા ત્રીજા ભવથી જ તીર્થકર નામકર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્ત જ શરૂ થઈ જાય છે. જે ત્રણે ભવોમાં સતત ચાલુ જ રહે છે તેના કારણે તે જીવનું સૌભાગ્ય-આદેયતા અને યશકીર્તિ અન્ય જીવો કરતાં સવિશેષ અધિકાધિક હોય છે. બાંધેલાં કર્મો આત્મા સાથે સ્ટોકમાં હોય તેને સત્તા કહેવાય છે. સત્તામાં અનેકવિધ કર્યો હોવા છતાં જે ભવનું આયુષ્ય કર્મ ઉદયમાં આવે તેને અનુસાર તે ભવનું જ નામ-ગોત્ર કર્મ, ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ વગેરે કર્મો ઉદયમાં આવે છે. અને તેને મળતાં અનુદયવાળાં સજાતીયકર્મો તેમાં મળીને તિબૂક સંક્રમથી ઉદયમાં આવે છે. દાખલા તરીકે-શ્રેણિક મહારાજા આદિની જેમ કોઈએ નરકાયુષ્ય બાંધ્યું ત્યારબાદ વિશુદ્ધ પરિણામો સતત રહેવાથી દેવગતિ-સમચતુરન્સ સંસ્થાન, ઉચ્ચગોત્ર આદિ પુણ્યપ્રકૃતિઓ મૃત્યુકાળના અંત સુધી બાંધી પરંતુ મૃત્યુબાદ નરકાયુષ્ય ઉદયમાં આવવાના કારણે ગતિ નરકની જ, શરીર પણ નરકસંબંધી અશુભવૈક્રિય જ, સંસ્થાન પણ હુંડક જ, ગોત્ર પણ નીચ જ ઉદયમાં શરૂ થાય છે અને મૃત્યુ કાલ પહેલાં બાંધેલી શુભ પ્રકૃતિ કે જે સત્તામાં છે તેનાં એકેક સમયનાં કર્મદલિકો સ્તિબુક સે કમ દ્વારા ઉદયવતી નરકગતિ આદિ અશુભ નાં ક્રમાવીને પર પ્રકૃતિરૂપે ઉદય દ્વારા એટલે પ્રદેરાદય દ્વારા ભોગવાતાં જાય છે. જેથી જેમ જેમ સમય વીતતો જાય છે. તેમ તેમ તે તે સમયમાં ગોઠવાયેલાં સર્વકર્મો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 180