Book Title: Karmagrantha Part 2 Karmastav Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 8
________________ નામકર્મ બંધાય છે. એવો વ્યવહાર છે. પરંતુ વાસ્તવિકપણે આરાધના તો કર્મક્ષયનું કારણ છે. તેની સાથે જ ભાવકરૂણા હોય તો જ તે ભાવનાથી તીર્થકરના નામકર્મ બંધાય છે. તથા આહારકઠિકના બંધનો હેતુ પણ સંયમ જે કહેવાય છે તે ઔપચારિક છે. કારણ કે સંયમ એ પણ આત્માના ગુણ છે. ગુણોથી જો કર્મબંધ થાય તે આઠમાં ગુણઠાણા કરતાં નવમા આદિ ગુણઠાણામાં સંયમ વધારે સુંદરતમ હોય છે તેથી આહારકલિક વધારે સારું બંધાવું જોઈએ. પણ ત્યાં બંધાતું નથી. માટે સંયમ એ ગુણ હોવાથી કર્મબંધનું કારણ નથી. પરંતુ સંયમ તથા શ્રુતજ્ઞાન પ્રત્યેનો વિશિષ્ટ એવો જે રાગે તે રાગ જ આહારદિકના બંધનો હેતુ છે. પરંતુ આવા પ્રકારો સંયમ અને શ્રુતજ્ઞાન પ્રત્યેનો રાગ સાતમા-આઠમ ગુણઠાણે જ હોય છે. અને તે પણ કોઈક કોઈક જીવને જ હોય છે. અને આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જ આ રાગ સંભવે છે પછી રાગની માત્રા અતિમંદતમ થતાં છેલ્લે ભાગે રાગ જ ઉદયમાંથી નીકળી જાય છે. માટે જે જીવને આવો પ્રશસ્તરાગ હોય તે જ જીવ આહારદ્ધિક બાંધે છે. ઇત્યાદિ સુયુક્તિઓ ગીતાર્થ ગુરુઓ પાસેથી સમજવા વિનંતિ છે. કષાય હોય તો જ સ્થિતિ-રસ બંધાય છે માટે ૧૧-૧૨-૧૩માં ગુણઠાણે સાતાવેદનીયન માત્ર પ્રકૃતિ અને પ્રદેશબંધ જ થાય છે. - સૂક્ષ્મ એ કેન્દ્રિય, સાધારણ વનસ્પતિકાય, અને લબ્ધિ અપર્યાપ્ત જીવો નિયમ મિથ્યાત્વી જ હોય છે. જો કે એ કેન્દ્રિયાદિ જીવોમાં ચેતના ઘણી જ આવૃત છે. તેથી મિથ્યાભાવ વ્યક્ત નથી તો પણ જેમ સૂતેલો સાપ ઝેર વિનાનો નથી, તેમ આ જીવો પણ આવૃત ચેતનાવાળા હોવા છતાં મિથ્યાભાવ રહિત નથી તેથી આ જીવોને અનાભાગ મિથ્યાત્વ કહેવાય છે. - વૈક્રિયદ્ધિકનો ઉદય ભવપ્રત્યયિક જ વિવક્ષિત હોવાથી ચાર ગુણસ્થાનકથી ઉપર ઉદય ગણાવ્યો નથી. આહારક શરીર બનાવવાની શક્તિ એ એક વિશિષ્ટ લબ્ધિ છે. આ લબ્ધિની પ્રાપ્તિ વિશિરણ પ્રાપ્તિથી જ થાય છે. પરંતુ જ્યારે તે લબ્ધિ વિકુર્વે છે ત્યારે એક આત્મા બે શરીરોમાં કાર્યરત હોવાથી અસ્થિરતાના કારણે શાનો તને પ્રમાદાવસ્થા કહે છે. માટે પ્રમત્ત આહારકની વિદુર્વણા કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180