Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 6
________________ અભવ્યજીવોને સદા પ્રથમ જ ગુણસ્થાનક હોય છે. નવ પૂર્વ સુધીનો શ્રુતાભ્યાસ અને દ્રવ્યથી સર્વવિરતિ ચારિત્ર હોવા છતાં પોતાના અભવ્યપણાના પરિણામિકભાવને કારણે માતત્વ અને તેનાં કારણો પ્રત્યે રુચિ થતી નથી. ભવ્ય જીવામાં પણ કોઈક કોઈક જીવ ધીમે ધીમે આત્મવિકાસ સાધતાં સાધતાં શરમાવતી હિબંધક-સકૃબંધક-અપુનબંધક-અવસ્થા પામીને ત્રણ કરણ કરવા પૂર્વક સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકો પામે છે. યથાપ્રવત્ત કરણ અનેકવાર કરે છે. ગ્રન્થિ ભેદ કર્યા વિના અનેક વખત પાછો ફરે છે. તેમ કરતાં ક્યારેક વીર્ય વિશેપ વૃદ્ધિ પામતાં ચરમ યથાપ્રવૃત્તકરણ કરે છે અને તેના વડે ગ્રન્થિભેદ કરીને સમ્યકત્વ પામે છે. અનાદિ મિથ્યાત્વીને સર્વ પ્રથમ ઉપશમ સમ્યકત્વ જ પ્રાપ્ત થાય છે. ઉપશમ સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવ્યા પછી સમ્યક્ત મોહનીય અને મિશ્ર મહનીયની ઉદ્ગલના કરે છે, ત્યાં જ સમ્યકત્વ મોહનીયની ઉર્વલના કરતાં કરતાં વિશુદ્ધપરિણામ આવ અને તેને ઉદય થાય તો ત્રણ કરણ કર્યા વિના તે જીવ મિથ્યાત્વથી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં આવે છે. અને મિશ્ર મોહનીયની ઉર્વલના કરતાં કરતાં તેનો ઉદય થાય તો ત્રીજા મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે જાય છે. પરંતુ બન્ને મોહનીયની ઉવલના થયા પછી એ જીવ જ્યારે સમ્યકત્વ પામે ત્યારે ફરીથી ત્રણ કરણ કરવાં જ પડે છે અને ઉપશમ સમ્યક્ત્વ જ પામે છેઆ રીતે ઘણીવાર ઉપશમ સમ્યકત્વ આવે છે. પરંતુ પહેલે ગુણઠાણેથી પમાતા આ ઉપશમને જાતિની અપેક્ષાએ એકવાર રૂપે જ ગણાય છે. તથા એક જીવ સંસારચક્રમાં ઉપશમ શ્રેણી ચાર વાર વધુમાં વધુ પામી શકે છે અને તે વખતે ચાર વાર ઉપશમ સ ત્વ હોઈ શકે છે અમ ઉપશમ સમ્યત્વ કુલ ૫ વાર એક જીવન સંસારચક્રમાં મળે છે. ક્ષાયિક સમ્યક્ત્વ ફક્ત એક જ વાર પમાય છે. તે પામ્યા પછી જીવનું તેનાથી પતન થતું નથી. પ્રથમ સંઘયણવાળો મનુષ્ય જ જિનેશ્વર કેવલી આદિનો કાળ હોય ત્યારે આ ક્ષાયિક પામી શકે છે. અત્યારે પંચમકાલે ભરતક્ષેત્રમાં પ્રથમસંઘયણ અને જિનેશ્વરપ્રભુની વિદ્યમાનતા ન હોવાથી નવું ક્ષાયિક પામી શકાતું નથી. પૂર્વભવથી પ્રાપ્ત ક્ષાયિક દુષ્ણસહસૂરિજીની જેમ કઈ જીવને હોઈ શકે છે. - લયોપરાએ સંખ્યત્વ અસંખ્યાતી પર આવે છે અને અસંખ્યાની વાર જાય છે. તેને કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 180