Book Title: Karmagrantha Part 2 Karmastav Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 5
________________ ચોદ ગુણસ્થાનકોમાં વતતા જીવા ક્યા કયા ગુણસ્થાનકે આ આ કમાન ૧૨૦૧૨૨ ૧૪૮ કર્મપ્રકૃતિઓમાંથી કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ! કેટલી ન બાંધે ! અને શા માટે ન બાંધે ? તથા કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી કર્મ પ્રવૃતિઓ ઉદય-ઉદીરણામાં હોય ? કેટલી ઉદય-ઉદીરણામાં ન હોય ? અને શા માટે ન હોય ? તથા કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી કર્મપ્રકૃતિની સત્તા હોય ? કેટલી સત્તા ન હોય અને શા માટે ન હોય ? આ પ્રમાણે ગુણસ્થાનકવાર બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાનો વિષય પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે આ બીજા કર્મગ્રંથમાં સુંદર રીતે આલેખ્યો છે. કર્મગ્રંથની માત્ર ૩૪" જ ગાથા છે. તેટલી જ ગાથામાં ચૌદ ગુણસ્થાનકો, તથા તે પ્રત્યેક ગુણસ્થાનકોમાં પ્રથમ બંધ પછી ઉદય-ઉદીરણા અને અંતે સત્તા સમજાવવામાં આવી છે. ત્રીજા કર્મગ્રંથમાં બાસઠ માર્ગણા ઉપર આવતા બંધસ્વામિત્વને સમજવા આ કર્મગ્રંથ સારી રીતે કંઠસ્થ રાખવો અત્યંત આવશ્યક છે તથા પાંચમા કર્મગ્રંથમાં આવતાં ધ્રુવબંધી આદિ દ્વારો અને છઠ્ઠા કર્મગ્રંથમાં આવતા બંધ ઉદય અને સત્તાના અનેકવિધ સંવેધ ભાંગાઓ સમજવામાં આ બીજા કર્મગ્રન્થનો અભ્યાસ પોતાના નામના અભ્યાસ કરતાં પણ વધુ દઢ હોવો જોઈએ. અન્યથા તે તે કર્મગ્રંથોનો અભ્યાસકાળે રુચિ અને ઉત્સાહ ટકતો નથી. માટે આ કર્મગ્રંથ વારંવાર માત્ર વાંચવા જેવો છે એટલું નહીં પરંતુ સતત કંઠસ્થ કરવા યોગ્ય છે. પ્રતિદિન સંભાળવા યોગ્ય છે. પંચસંગ્રહ તથા કમ્પાયડિ આદિ ગ્રંથોના અભ્યાસકાલે પણ આ કંઠસ્થ હોવો જરૂરી છે. - મિથ્યાત્વ-અવિરતિ-(પ્રમાદ) કષાય અને યોગ આ ચાર (પાંચ) સામાન્યપણે કર્મબંધના હેતુઓ છે. અને પ્રથમકર્મગ્રંથની પ૪ થી ૬૧ ગાથામાં કહેલા હેતુઓ કમબંધના વિશેષપણે હેતુઓ છે. આ સામાન્ય અને વિશેષહેતુઓ દ્વારા આ જીવ પોતાના જ ક્ષેત્રમાં રહેલી કામણ વગણાને ગ્રહણ કરીને “કર્મરૂપે” બાંધે છે. તેને બંધ કહેવાય છે. પોતે જ બાંધેલાં કર્મોને તે તે નિયત કરેલા વિપાકરૂપે ભોગવવાં તે ઉદય કહેવાય છે. અથવા બાંધેલા સાતાદિને અસાતાદિમાં સંક્રમાવીને તે સંક્રમાવેલા કર્મોન તે તે વિપાકરૂપે ભોગવવાં તેને પણ ઉદય કહેવાય છે જે કર્મોનો ઉદયકાળ હજુ પાક્યો ન હોય તેને વીર્ય વિશેપથી ઉદયાવલિકામાં લાવીને વહેલાં ભોગવવાં તે ઉદીરણા કહેવાય છે. અને બાંધેલાં કે સંક્રમથી આવેલાં કર્મોનું આત્મા સાથે રહેવું તે સત્તા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 180